________________ 'બેધિચર્યાવતાર * આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને : આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના ન પરંપરામાં એવા જ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે; જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” (કાશી) તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. 14-15 રૂપે પ્રસિદ્ધ થયો છે. - શાંતિદેવને બીજો ગ્રંથ છે “બોધિચર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રજ્ઞાકરમતિની પંજિકા મુદિત છે તે જોઈ છે. બોધિર્યાવતાર'ના દશ પરિચ્છેદ છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞાકરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગોઠવી છે, તે “બધિર્યાવતાર'ની મહત્તામાં ખરેખર વધારો કરે છે. “બધિચર્યાવતાર ”ને નવો પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ ત્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણું આપે છે. આધ્યાત્મિક સાધકે કયા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જોકે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે. એટલે કોઈ પણ સાધક પિતાને ઈષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમને જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે " સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પિતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોક્ષમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust