Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 21
________________ બધિચર્યાવતાર મજૂરમાં કામ કરવાને માટે શ્રી. જુગલકિશોર બિરલાની મદદથી તેમણે “બહુજન વિહાર ”ની ઈ. સ. 1937 માં સ્થાપના કરી હતી. પછી છેવટના દિવસોમાં તે સંસારત્યાગી ભિક્ષુકની રીતે સારનાથ, કાશી વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ વગેરે ઠેકાણે મુખ્યત્વે અધ્યયન-અધ્યાપન, લેખન ઈત્યાદિ કાર્યો શક્તિ અનુસાર કરતા રહ્યા હતા. તેમ કરતાં પણ તેમનું શરીર જ્યારે કામ દેતું મંદ પડવા લાગ્યું, ત્યારે તેમને થયું કે, હવે મારું જીવનકાર્ય પૂરું થવા આવ્યું છે. એટલે પોતે ત્યાગેલાં સગાંસંબંધી કે નવા ઊભા થયેલા નેહસંબંધીના ઉપર પિતાના મરણોન્મુખ શરીરની સારવારને બોજો ન પડે એ ઇરાદાથી તેમણે આમરણાંત અન્નત્યાગ કર્યો. જોકે, ગાંધીજીની સલાહથી, અને તેમનું કહેવું તો માથે ચડાવવું જ જોઈએ એ ભાવનાથી ધર્માનંદજીએ 19 ઉપવાસ કરીને પારણું કર્યું. પછી કાશીમાં આવી સ્વાથ્ય મેળવી તે વર્ધા ગયા. ભિલુજીવન ગાળનારે સગાંસંબંધીને આશ્રય છેવટની વેળાએ પણ શા માટે રાખવો, એમ વિચારી ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં તે ગયા હતા. ત્યાં તેમણે શાંતિથી, સ્વસ્થતાથી અને નિરાગ્રહી વૃત્તિથી જેઠ સુદ પૂર્ણિમાને રોજ એટલે કે ૧૯૪૭ના જૂન માસની ચેથી તારીખે દેહત્યાગ કર્યો. આમ આપબળે પિતાની ઉન્નતિ સાધીને તથા બૌદ્ધધર્મના મિશનરીનું ધગશભર્યું કાર્ય અંત સુધી કરીને સાધુ પંડિત શ્રી. ધર્માનંદ કોસંબીજીએ પોતાના જીવનને સાર્થક કર્યું. મુકુલ કલાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85