Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 22
________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી બૌદ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમનો સીધો પરિચય એમના બે ગ્રંથો દ્વારા થયેલ છે. એમના ત્રણ ગ્રંથે પૈકી “સૂત્રસમુચ્ચય” મેં જોયો નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષા સમુચ્ચય” અને બોધિચર્યાવતાર " એ બે ગ્રંથે એકાધિક વાર સાંભળ્યા છે. “શિક્ષા સમુચ્ચય” તે અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણે અને નામોલ્લેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી છે કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસાધારણ વિદ્વાન હતા. અહીં શાંતિદેવના “શિક્ષાસમુચ્ચય ’માંના ભિક્ષુ માટે માંસ કર્યો છે કે નહીં એ વિષેના, વિચારનો નિર્દેશ કરે ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધ માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી ‘પક્ષ એનું સમર્થન કરતા. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે વટાવી માંસભક્ષણનો વિરોધ કરતા. “લંકાવતાર” જેવાં સૂત્રોમાં માંસનો નિષેધ છે; છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષા સમુચ્ચય'માં એ પ્રશ્નને યોગ્ય , ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, કોઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષુ માંસસેવન વડે બચી જતો હોય, તે અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તે માંસ વર્ષ ગણવું જોઈએ. 17 બે–૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85