________________ શાંતિદેવાચાર્ય અને અસાપની જન્મ, 26 મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાય ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મવેગને ઉપદેશ કરે છે, ત્યારે તે પિતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. તે એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્ર ૫ણુ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તે જૈન પરંપરા વૈયક્તિક મેક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથોમાંની મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીયું લાગે છે. આને પુરાવો એમના “ગબિંદુ” ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત જેણે મેહગ્રંથી તેડી હોય એવા સમ્યફદષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્ત્વ સાથે તુલના કરે છે, અને કહે છે કે, જે ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંકલ્પ કરે, તે તે તીર્થકર - સર્વોદ્ધારક–થાય છે; અને જે સ્વજન આદિનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તે તે ગણધર– તીર્થકરને અનુગામી –થાય છે; અને જે પિતાના જ ઉદ્ધારને સંકલ્પ કરે છે તે મુશ્કેવલી–માત્ર આત્મ-કલ્યાણ કરનાર–થાય છે.' ' હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે , આત્મોદ્ધારની ભાવના કરતાં સર્વોદ્ધારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું છે જૈન પરંપરાએ પણ ધડે લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પિસાય તેમ નથી. એવી સ્થિતિમાં જે ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચારઆચાર કરે છે તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે, અને આજે આપણે જોઈએ 1. જુઓ “યોગબિંદુ', બ્લેક ર૮૩ થી ર૯૦. P.P.. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust