________________ બધિર્યાવતાર ' શ્રી અરવિંદ ઘોષ હતા. પણ ટૂંક વખતમાં જ “વંદે માતરમ' પત્રના કેસમાં તેઓ પકડાયા. ધર્માનંદજીને પણ પછી કલકત્તામાં બરાબર ફાવ્યું નહિ. એટલે ૧૯૦૬ના ઓકટોબરમાં તેમણે ગોવા જવાને વિચાર કર્યો. કલકત્તાથી તે મુંબઈ આવ્યા. ડો ભાંડારકર વગેરેને મળ્યા. ત્યાંથી ગોવા ગયા. એવામાં કલકત્તા યુનિવર્સિટીનું નિમંત્રણ * આવવાથી પત્ની સાથે તે કલકત્તા આવ્યા. કલકત્તામાં તે દરમ્યાન શ્રી. સયાજીરાવ ગાયકવાડ આવ્યા હતા. તેમની ધર્માનંદજીએ મુલાકાત લીધી. શ્રી. સયાજીરાવે તેમને વડોદરા આવવાનું નિમંત્રણ આપ્યું. પરંતુ ધર્માનંદજીને બ્રહ્મદેશ જવાનું થયું. બ્રહ્મદેશથી કલકત્તા આવી છેવટે તે પૂના રહ્યા. ત્યાં “વિશુદ્ધિમાર્ગ અને ઘણે ભાગ તેમણે દેવનાગરી લિપિમાં લખી કાઢયો. “બધિચર્યાવતાર'નું મરાઠી ભાષાંતર લખ્યું. અને વચ્ચે વડોદરામાં જુદી જુદી જગ્યાએ પાંચ વ્યાખ્યાન આપ્યાં, તેમાંનાં ત્રણ વ્યાખ્યાને “બુદ્ધ, ધર્મ અને સંધ” નામે પુસ્તકરૂપે છપાઈને પ્રસિદ્ધ થયાં છે. ૧૯૧૦ના ફેબ્રુઆરી મહિનામાં ડો. વલ્સ તરફથી તેમના ઉપર અમેરિકા આવવાનો કાગળ આવ્યો. હાવર્ડ યુનિવર્સિટીમાં સ્વ. મિ. વરને શરૂ કરેલ “વિશુદ્ધિમાર્ગ'ના સંશોધન કાર્યને અંગે તેમની મદદની જરૂર હતી. એટલે ધર્માનંદજી અમેરિકા ગયા. પાછા સ્વદેશ આવ્યા. અમેરિકાથી પાછા ફર્યા બાદ ધર્માનંદજીએ પિતાના પિતાનું કરજ ફેડયું. અને નિર્વાહ ચલાવવા સિવાય પૈસા ભેગા કરવાની હવે કશી જ ઈચ્છા ન હોવાથી તેમણે પૂનામાં ડેક્કન એજયુકેશન સોસાયટી માં જોડાઈ જરૂરજોગા વેતન પર કામ કરવા માંડયું. વળી તેમણે ડો. ભાંડારકરના વખતમાં માથાકૂટ કરીને પાલિ ભાષાને મુંબઈ યુનિવર્સિટીમાં પણ દાખલ કરાવી. તેમની તે ભાષાની અદ્વિતીય વિદ્વત્તાને કારણે તેમને પાલિ ગ્રંથના સંપાદનકાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust