________________ 'શ્રી. ધર્માનંદ કસબીજી પછી ધર્માનંદજીએ રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ, લુબિનીવન વગેરે બૌદ્ધક્ષેત્રોની યાત્રા પણ કરી. ત્યાર બાદ કુશિનારા પાછા આવીને તે બ્રહ્મદેશ ફરીથી જવા ઊપડ્યા. - ૧૯૦૪ના જાનેવારીથી ૧૯૦૬ના જાનેવારી સુધીનાં બે વર્ષ તેમણે દેશાટનમાં વીતાવ્યાં. ચિત્તની એકાગ્રતા કરવાને ધીરે ધીરે મહાવરે થવાથી “અભિધમ” જેવા અઘરા ગ્રંથો પણ ભણી જવામાં તેમને વાર ન લાગી. ફુરસદના વખતમાં અનેક પાલિ ગ્રંથ તેમણે વાંચ્યા. “વિશુદ્ધિમાર્ગના આરંભના એક બે ભાગ તો તેમણે બે ત્રણ વખત વાંચ્યા. આ ઉપરાંત અનેક પ્રદેશે જોવાની અને અનેક સ્થવિરોના સમાગમની તેમને તક મળી અને તે દ્વારા દુનિયાને ઠીક અનુભવ મળે. ગોવા છોડ્યું ત્યારથી તે બ્રહ્મદેશ છોડી ૧૯૦૬ના જાનેવારીમાં કલકત્તે આવ્યા, ત્યાં સુધી તેમના દિવસે શિક્ષણમાં જ વીત્યા એમ કહી શકાય. આ બધા સમય બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવું, એ એક જ ધ્યેય તેમની આંખ સામે હતું. પરંતુ હવે બૌદ્ધ ધર્મના જ્ઞાનનો પ્રચાર કરવા સારુ કંઈક મહેનત કરવી જોઈએ, એવી ઇચ્છા તેમને થવા લાગી. કલકત્તે આવ્યા પછી ઉમરાવતી જઈ ત્યાં થોડે વખત રહેવું અને પછી બને તો પૂના તરફ જઈ કંઈક મહેનત કરી જેવી, એવો વિચાર તેમણે કર્યો. પરંતુ કલકત્તે આવ્યા પછી જુદી જ રીતે એ વિચાર અમલમાં મુકાતે ગયે. - કલકત્તામાં શ્રી. હરિનાથ દે વગેરે મોટા વિદ્વાનોના પરિચયમાં તે આવ્યા. હરિનાથ દે તે એમની પાસે પાલિ શીખ્યા પણ ખરા. પછી ધર્માનંદજીને સિકીમ તરફ જઈને બૌદ્ધ ધર્મને વધારે પરિચય મેળવવાનું મન થયું. એટલે તે સિકીમ ગયા. * સિકીમથી તે કલકત્તા પાછા આવ્યા. ત્યાં ૧૯૦૬ના ઑગસ્ટ મહિનાની 15 મી તારીખે નેશનલ કોલેજ ઊઘડી ત્યારથી ધર્માનંદજી ' ત્યાં પાલિના અધ્યાપકનું કામ કરવા લાગ્યા. નેશનલ કોલેજના આચાર્ય P.P. Ac. Guncatnasuri M.S. Jun Gun Aaradhak Trust