Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી. ધર્માનંદ કસબીજી ' આ સાંભળીને પેલા ભિક્ષુએ તેમને કલકત્તે જઈ ત્યાં આવેલી મહાબોધિ સભા” આગળ પિતાની ઈચ્છા દર્શાવવા કહ્યું. ત્યાંથી ખૂબ મુશ્કેલીએ તે કલકત્તા પહોંચ્યા. પછી કલકત્તાથી તે સિલેન ગયા. ત્યાં ધર્મપાલને મળ્યા. ધર્માનંદજીને અંગ્રેજી કે સિલેનની ભાષા નહોતી આવડતી, એટલે બધું કામ ઈશારાથી જ તે કરતા. સિલેનમાં ધર્માનંદજી વિદ્યોદય વિદ્યાલયમાં રહી બૌદ્ધ ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ સિલેનમાં ખાવાની તેમને ખૂબ મુશ્કેલી પડવા લાગી. કારણ કે સિલેનના લેકે માંસમચ્છીને ખાસ ઉપયોગ કરે, જે ધર્માનંદજી કદી ખાઈ શકે નહિ. સિલેનમાં તેમણે શ્રામણેરની દીક્ષા લીધી. તેમણે બૌદ્ધ ધર્મના અભ્યાસની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ શીખવાનો પ્રયત્ન કર્યો. સિલેનમાં તે વખત દરમ્યાન ધર્મદાસ નામને એક પંજાબી વિદ્યાર્થી અભ્યાસ અર્થે આવ્યા. તે આવતાંવેંત સિંહલી લેકેના ખાણથી કંટાળી ગયો. તેણે ધર્માનંદજીને કુશિનારાની ધર્મશાળાની માહિતી આપી અને કહ્યું કે, તમે હિંદુસ્તાન જઈ ત્યાં ભણવા જશે. તે સગવડ મળશે. ધર્માનંદજી પણ સિલેનમાં બીમારીથી કંટાળી ગયા હતા અને તેમને ત્યાંનું ખાવાનું પણ માફક આવતું ન હતું. એટલે તેમણે કુશિનારા જવાનું નકકી કર્યું. ધર્માનંદજી સિલેનથી મદ્રાસ આવ્યા અને ત્યાં બૌદ્ધાશ્રમમાં ઊતર્યા. પરંતુ તેમને માટે કલકત્તા જવા જેટલી વ્યવસ્થા કઈ કરી શક્યું નહિ. એટલે થોડે વખત તે મદ્રાસમાં જ રહ્યા. પરંતુ ત્યાંને ખોરાક પણ તેમને માફક ન આવ્યો. એવામાં મદ્રાસમાં રહેતા કેટલાક બરની વિદ્યાર્થીઓ સાથે તેમની ઓળખાણ થઈ તે લેકોએ ધર્માનંદજીને બ્રહ્મદેશ જવાનું કહ્યું. બ્રહ્મદેશમાં અસંખ્ય વિહારે છે. એટલે ત્યાં જવાથી અભ્યાસ પણ સારી રીતે થઈ શકશે. વળી બ્રહ્મદેશ જવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85