________________ બેધિચર્યાવતાર તેમણે પ્રથમથી જ કહી હતી. ડો. ભાંડારકરે તેમને સમજાવ્યું કે, આ દેશમાં બુદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવાનું મુશ્કેલ છે. એને સારુ તે નેપાળ કે સિલોન જવું જોઈએ. ધર્માનંદજીએ હવે નેપાળ ભણી જવાનો નિર્ધાર કર્યો. તેમણે એક ભાઈ પાસેથી બાર રૂપિયા ઉછીના લીધા. બે કપડાં પીળાં રંગાવી આયાં હતાં તે પરિધાન કરી અને શિખાસૂત્રને ત્યાગ કરી, તા. 1 લી માર્ચ 1900 ને રોજ રાત્રે બાર વાગ્યા પછી ઊપડતી ટ્રેનથી તેમણે પૂના છોડયું. પૂનાથી તે ઈંદેર થઈ જેમ તેમ કરીને ગ્વાલિયર પહોંચ્યા. - - ગ્વાલિયરની કોલેજમાં જઈ ત્યાંના શાસ્ત્રીને સંસ્કૃત શીખવવા તેમણે વિનંતી કરી. પણ તે તેણે સ્વીકારી નહિ. તો પણ ધર્માનંદજીએ આ બાબતમાં જાતઉદ્યમથી જે કંઈ બની શકે એમ હતું તે કરવામાં કશું બાકી રાખ્યું નહિ. છેવટે ગ્વાલિયરથી કાશી જવાને તેમણે નિશ્ચય કર્યો. પરંતુ કાશીમાં સંન્યાસીની માફક રહેવું શક્ય નહોતું. કારણ, ગ્વાલિયરના શાસ્ત્રીબુવાએ જેમ તેમને સંસ્કૃત શીખવવા ના પાડી, તેમ કાશીના શાસ્ત્રીઓ પણ કરે એ બીક હતી જ. એટલે તેમણે યજ્ઞોપવીત અને શિખા ધારણ કર્યા. તારીખ ૨૦મી સપ્ટેમ્બરને જ તે કાશી પહોંચ્યા. ત્યાં તે શેણુવીમઠમાં રહ્યા. અન્ન છત્રમાં જમીને તે ગંગાધર શાસ્ત્રીના મુખ્ય શિષ્ય નાગેશ્વર પંત ધર્માધિકારી પાસે સંસ્કૃત શીખવા લાગ્યા. અનછત્રમાં તેમને ખૂબ કષ્ટ વેઠવું પડતું અને અપમાન પણ સહન કરવું પડતું હતું. એવામાં ૧૯૦૧ના માર્ચ આખરે કાશીમાં મરકી શરૂ થઈ એક દિવસ ધર્માનંદજી તાવમાં સપડાયા. પણ નીલકંઠ ભટજી નામના . એક જોડીદાર વિદ્યાથીની સારવારથી તે બચી ગયા. ધર્માનંદજીનાં ધોતિયાં તદ્દન ફાટી ગયાં હતાં. હવે એકાદ મહિને પણ તે વડે ચલાવવું મુશ્કેલ હતું. નવો જોતી જેટ લાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,