________________ શ્રી. ધર્માનંદ સંધીજી હતી, છતાં પરમાર્થમાં તેમની ડાંફ કેટલી આગળ! દુનિયાનાં દુઃખ તેમને નુકસાનકર્તા ન નીવડતાં ઊલટાં લાભકર્તા જ લાગ્યાં ! તે પછી મારે જ શું કરવા શેક કરવો? વિદ્યા અને ધન મેળવતાં ન આવડ્યું તો ભલે, પણ તાબાના જેવા સણુણે પણ મહેનત કરીને કેળવતાં ન આવડે શું? વૈરાગ્યરૂપી કવચ પહેરીને સત્યનિષ્ઠા આદિ સણુરૂપી હથિયાર વડે શરીરના પરિપુ સાથે લડીશ, તે આજે નહિ તો કાલે જરૂર હું વિજયી થઈશ.” નામ કાઢવું, કીતિ મેળવવી એ બધું ભલે બાજુએ રહે, પણ તુકારામ મહારાજ જેવા સાત્વિક તે બનવું જ એમ તેમને થવા લાગ્યું. એ સમયમાં જ ધર્માનંદજીના મોટાભાઈ બહારગામ રહેવા ગયા; તેમ જ તેમના પિતાજી પણ વૃદ્ધ થઈ ગયા હતા, તેથી ઘરને બધે કારભાર ધર્માનંદજી ઉપર પડ્યો. સેળમા વર્ષથી ઘરને કારભાર તે ચલાવવા લાગ્યા. સામાજિક સુધારણા, ધાર્મિક સુધારણા વગેરે વડે દેશહિત સાધવાના મનોરથ તેમને કદી ન જ થતા એમ ન હતું. પરંતુ એ બધું મનમાં જ શમી જતું. કારણ કે તેમના ગામમાં આવી પ્રવૃત્તિઓ કરવાનો માર્ગ ખુલ્લો ન હતો. ગામના લેકે જૂની રૂઢિઓમાં જકડાઈ ગયેલા હતા. આવી સ્થિતિ વચ્ચે ધર્મસુધારણા કે સમાજસુધારણ શક્ય જ નહોતાં. છતાં બનતું કરવાને " તેમણે નિર્ધાર , કર્યો હતો. સ્વદેશીના તે ભક્ત હતા. ગોવામાં સારાં સ્વદેશી કપડાં મળતાં નહિ, એટલે તેમને જાડાં, ઢંગધડા વગરનાં કપડાં વાપરવાં પડતાં. આવા વર્તનથી તે ઘણુંખરું ગાંડામાં ખપતા. સંસ્કૃત શીખવાને તેમને ઘણો શોખ હતો. પણ તે શીખવાની સગવડ ન હોવાથી તથા ઘર છોડીને લાંબે વખત દૂર દેશ રહેવું એ પણ અશક્ય હોવાથી તે બને એમ નહોતું. પણ ડોભાંડારકરના સંસ્કૃત પુસ્તકનું મરાઠી ભાષાંતર લાવીને ધર્માનંદજી તે ભણી ગયા અને તેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust