Book Title: Bhav Manjusha Author(s): Kumarpal Desai Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ સાત્ત્વિક પ્રસન્નતાની વસંત આંખમાંથી આંસુ ન અટકે. આનંદને ઠેકાણે શોક પ્રસરી ગયો. ત્રિશલા રાણી કહે : “અરે, મારા પૂર્વજન્મનાં પાપ ફૂટ્યાં, નહિ તો આવું ન બને, આ ભવમાં તો મેં કોઈનું આંખ-માથું દુખાડ્યું નથી, પણ પરભવમાં મેં વનને વિષે અગ્નિ લગાડ્યો હશે, કાં પંખીના માળા પાડ્યા હશે, કાં સરોવર ફોડવા હશે, કાં તળાવનાં પાણી સુકાવ્યાં હશે. નહીં તો આમ બને ?” ત્રિશલાનું કરમાયેલું મુખકમલ જોઈ રાજબાગનાં ફૂલ પણ કરમાવા લાગ્યાં. ચણ ચણતાં સૂડા-પોપટે મોંમાંથી ચણ કાઢી નાખી. આંગણામાં મોર એમ ને એમ મોં ઢાળીને ઊભા રહી ગયા. અરેરે ! ત્રિશલાદેવી જેવી માતા રડતી હોય, ત્યારે આપણાથી કેમ હસાય ? પશુઓ ચારો છોડી બેઠાં ! રાજ મહેલમાં ચાલતાં નાટકો બંધ પડ્યાં. વીણામૃદંગ બાજતાં બંધ થઈ ગયાં! ત્યાં તો - ન જાણે, આ બધી પરિસ્થિતિ પારખીને ગર્ભ ફરક્યો. ભર્યા જળાશયમાં મત્સ્ય હાલે તેમ ! મા હસી પડી ! ત્યાંની દુનિયા હસી પડી ! ગર્ભમાં રહેલા આત્માએ વિચાર્યું : “માતાનો પુત્ર તરફ કેવો અજબ પ્રેમ છે! એમાં દુઃખ એને સુખ લાગે છે ! મૃત્યુ એને જીવન લાગે છે ! સંસારમાં માતાની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. માતાને સુખ ઊપજ છે એમ હું કરીશ. તેમની રજા વિના પ્રવ્રજ્યા (દીસા) નહીં લઉં.” માતૃ દેવો ભવ ! સંસારનો એ પહેલો પાઠ ભગવાન મહાવીરે જગત પર આવતાં પૂર્વે આપ્યો. એ પછી એમના જીવનમાં માતા, પિતા, મોટા ભાઈ અને કુલમાના દરેક પ્રત્યેનો આદર પ્રગટ થાય છે. રાજા વજુબાહુની કીર્તિ રાજ્યમાં ચોમેર પ્રસરેલી હતી. આ રાજા અહર્નિશ પ્રજાની સુખાકારીનાં કાર્યોમાં ડૂબેલા રહેતા હતા. એમણે રાજ્યમાં ઠેર ઠેર ઔષધાલયો અને ધર્મશાળાઓ બનાવ્યાં. લોકોને પાણીની મુશ્કેલી ન પડે એ માટે ગામેગામ તળાવ અને કૂવા ખોદાવ્યા. રસ્તાઓ વિશાળ બનાવ્યા અને ઠેર ઠેર પાણીની પરબો પણ કરી. રાજ્યમાં જ્યાં જાઓ ત્યાં રાજા વજબાહુના નામની તકતી મળે. એમાં એમની પ્રજાપ્રેમની યશગાથા આલેખાઈ હોય. આટલાં બધાં સેવાકાર્યો કર્યા હોવા છતાં રાજા વજુબાહુના ચિત્તમાં સહેજે શાંતિ નહોતી. એમણે ધાર્યું કે આ સેવાકાર્યોની સુવાસથી પોતાનો આત્મા ઉલ્લસિત રહેશે, પરંતુ એમને આનંદને બદલે સતત અજંપાનો અનુભવ થતો હતો. આવું કેમ ? રાજા વજબાહુ આનાથી સતત ચિંતિત રહેતા હતા. એક વાર રાજ્યમાં એક મહાત્માનું આગમન થયું. રાજાએ એમની આગળ પોતાની આંતરવેદના પ્રગટ કરી. છે. એમણે કહ્યું, “જીવનની પ્રતિક્ષણ લોકસેવાનાં કાર્યોમાં ગાળું છું. તેમ છતાં મારા જીવનમાં કેમ કોઈ આનંદ પ્રાપ્ત થતો | | શ્રી મહાવીર વાણી in આ લોકમાં સત્ય જ સાર તત્ત્વ છે, તે મહા-સમુદ્રથી પણ અધિક ગંભીર છે. શ્રી પ્રવ્યાકરણ સુત્ર, ૨, ૨ ભાવમંજૂષા છે ? ૫ % ભાવમંજૂષાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82