Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એમનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એમણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું, જો તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજ કાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.” ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી. રાજમાતા મૃગાવતીએ પોતાના પુત્રને રાજા ચંડપઘાતના સંરક્ષણમાં મૂકીને એ સભામાં જ દીક્ષા લીધી. ભાવનાનો સાગર તો એવો ઊછળતો હતો કે રાજમાતા મૃગાવતીની માફક ચંડપ્રદ્યોતની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ રાજા પાસે દીક્ષાની અનુમતિ માગી. મૃગાવતીની સાથે એ રાણીઓએ પણ દીક્ષા લીધી, પ્રભુ મહાવીરની દેશનાથી એ દિવસે યુદ્ધની ખૂનરેજી ટળી ગઈ. ભીષણ માનવસંહાર અટકી ગયો. રાગના રક્તને બદલે વિરાગનું તેજ ઝળહળી રહ્યું. કૌશાંબી નગરીમાં કુશળક્ષેમના શાંતિભર્યા સમીર લહેરાવા લાગ્યા. જાય, પણ રાણી મૃગાવતી જેવી પવિત્ર સ્ત્રીને ઊની આંચ આવવી જોઈએ નહીં. રાણી મૃગાવતી જાણતી હતી કે ઉર્જની સામે જીતવું એ આભના તારા તોડીને ધરતી પર લાવવા જેવી અશક્ય બાબત હતી, એમણે રાજા ચંડપ્રદ્યોતને કહેવડાવ્યું. તમારા પ્રસ્તાવ વિશે વિચારું છું, પરંતુ હજી મારે રાજની વ્યવસ્થા કરવાની બાકી છે. પતિના અવસાનનો શોક હજી તાજો છે. કુંવર ઉદયન નાનો છે. થોડો સમય થોભી જાઓ. મને બધી ગોઠવણ કરી લેવા દો.” અભિમાની ચંડમોત થોડો સમય રાહ જોવા તૈયાર થયા અને કૌશાંબી નગરીની બહાર ઘેરો નાંખીને પડેલું એનું લશ્કર ઉર્જની પાછું લઈ ગયા. રાણી મૃગાવતીએ કૌશાંબીનો કિલ્લો બરાબર મજબૂત કર્યો. ક્રોધી અને કામીને નિરાંત ક્યાંથી હોય ? એક ક્ષણ દિવસ જેવી લાગે અને દિવસ વર્ષ જેટલો લાંબો જણાય. રાજા ચંડપ્રદ્યોત તો રાણી મૃગાવતીના નિમંત્રણની રાહ જોઈને બેઠા હતા. કોઈ નેહભર્યું નિમંત્રણ ન આવતાં એમણે દૂત સાથે કાગળ મોકલ્યા, કાગળ પર કાગળ મોકલવા છતાં કોઈ જવાબ ન મળ્યો, આથી ચંડપ્રઘાતનો પ્રકોપ ફાટી નીકળ્યો અને એણે કૌશાંબીને પરાસ્ત કરવા માટે યુદ્ધની તૈયારી કરવાનો હુકમ આપ્યો. ભીષણ યુદ્ધ માથે ઝળુંબતું હતું, ત્યારે એકાએક શાંતિની મધુર લહરીઓ લહેરાવા માંડી. આલંબિયાથી વિહાર કરીને પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં પધાર્યા હતા. ભગવાનના આગમનના સમાચાર જાણી રાણી મૃગાવતીએ વિચાર્યું કે યુદ્ધ કોઈનાથી અટકે તો તે માત્ર શાંતિસાગર પ્રભુ મહાવીરથી ! દુશ્મનોના આક્રમણથી બચવા માટે કૌશાંબી નગરીના કિલ્લાનાં દ્વાર બંધ કરાવ્યાં હતાં, તે મૃગાવતીએ ખોલાવી નાખ્યાં. રાજ માતા મૃગાવતી તો પોતાના પુત્ર બાળ ઉદયન સાથે મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યા હતા. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી, હૃદયભેદક દૃષ્ટાંતો કહ્યાં. કહ્યું કે બાહ્ય યુદ્ધ કર્યું કંઈ નહીં વળે. અંદરના દુમન સાથે લડો, તો જ આત્મકલ્યાણ સાધી શકશો. ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થઈ. રાજ માતા મૃગાવતીના હૃદયના ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એમણે પ્રભુને કહ્યું, “રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.” ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા ચંડપ્રઘાત પાસે આજ્ઞા માગી. કદાચ એમણે મૃગાવતીની | શ્રી મહાવીર વાણી in સંસાર માં જે કંઈ પણ ઉદાર, સુખ, પ્રભુત્વ,સહજ, સુંદરતા, આરોગ્ય અને સૌભાગ્ય નજરે પડે છે, તે બધાં અહિંસાના જ ફળ છે. શ્રી ભક્ત પરિજ્ઞા ભાવમંજૂષા બ ૮૩ ૮૭ % ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82