Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 55
________________ ૪૬ ગુજરી જવું' એટલે શું ? એક વખત પ્રિયદર્શના બેઠી હતી. ટુંક પાસે બેઠો હતો. ઢકે એક સળગતો અંગારો લીધો, ને પ્રિયદર્શનાના વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા લાગ્યું. પ્રિયદર્શના એકદમ ઊભી થઈ ગઈ, ને બોલી, ‘રે ઢંક ! તમારા પ્રમાદથી મારું વસ્ત્ર સળગી ગયું !' હૅક કુંભાર વિનયથી બોલ્યો : “હે સાધ્વી, અસત્ય ન ભાખો. જમાલિના મત પ્રમાણે તો બધું બળી જાય, પછી બધું કહેવાય. તમે જે બળી ગયું બોલ્યાં, તે તો ભગવાન મહાવીરનું વચન છે.' પ્રિયદર્શના વાતનો મર્મ તરત સમજી ગઈ. તેજીને ઇશારો બસ હતો. એણે જમાલિનો મત છોડી દીધો. એ ભગવાનના પંથમાં આવી ગઈ. જમાલિના સાધુઓ પણ ધીરે ધીરે એનાથી છૂટા થવા લાગ્યા : પણ માલિ અંત સુધી અણનમ રહ્યો. એક વાર જમાલિના મરણના સમાચાર આવ્યા. શ્રી ગૌતમે પૂછ્યું : ‘ભગવન્! એ કઈ ગતિ પામ્યો ?” ભગવાન બોલ્યા : ‘ગુરુદ્વેષી, સંઘષી, લોકોને ઊંધે માર્ગે દોરનાર જે ગતિને પામે, એ ગતિને એ પામ્યો. પણ એ પવિત્ર જીવનવાળો, એકાંતમાં રહેનાર, ભોગપભોગમાં વિરતિવાળો હોવાથી છેવટે જરૂર સિદ્ધિ પામશે.” પોતાના કટ્ટર હરીફ પ્રત્યેનો મહાવીરનો હેતભાવ અપૂર્વ હતો. પોતાના દુશ્મન પ્રત્યે પણ ક્ષમાં દાખવવી એનું નામ જ સાચી ક્ષમાપના. આજે જગતમાં વેર વેરને વધારે છે. હજારો નિર્દોષ માણસોનો સંહાર કરનારું યુદ્ધ થાય છે. માનવ જાત વધુ ને વધુ રિબાતી જાય છે. એ સમયે અહિંસા, ઉદારતા અને અનેકાન્તના પાઠો ફરી જાણવાની અને જીવવાની જરૂર ઊભી થઈ શ્રીમદ્ રાજચંદ્રની ઉમર માત્ર સાત વર્ષની હતી. આ સમયે એમના જીવનમાં અદ્ભુત ઘટના બને છે. કોઈ બાહ્ય ઘટના આંતરજગતને એવું જગાડી જાય કે જીવનમાં પૂર્વના સંસ્કારોનું અનુસંધાન રચાઈ જાય. એક ચિનગારીનો સ્પર્શ થાય અને એમાંથી આખાય મહાનલનો અનુભવ જાગે. વવાણિયામાં અમીચંદભાઈ નામના યુવાનને બાળ શ્રીમદ્ ઓળખતા હતા. એ યુવાનનો બાંધો મજબૂત હતો અને બાળ શ્રીમ તરફ યુવાન અમીચંદ સ્નેહભાવ રાખતા હતા. બાળપણમાં અનુભવેલો આ સ્નેહભાવ અમીચંદભાઈ પ્રત્યે સદ્ભાવ જગાડનારો બન્યો. એ સમયે એકાએક અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. 11 શ્રી મહાવીર વાણી it આત્મા જ નરકની વૈતરણી નદી અને કુટેશામલી વૃક્ષ છે. આત્મા જ સ્વર્ગની કામધેનુ ગાય અને નંદનવન છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર નાના ગામમાં આવી ઘટના બને એટલે બધે જ હાહાકાર વ્યાપી જાય. ચોરે અને ચૌટે એની ચર્ચા થવા લાગે. નાના-મોટા સહુના મુખે સર્પદંશથી થયેલા અમીચંદભાઈના અવસાનના સમાચારની વાત સંભળાતી હતી. કોઈ વિષાદભર્યા ચહેરે કહેતા કે કેવો જુવાનજોધ માનવી એકાએક કાળનો કોળિયો થઈ ગયો. ભાવમંજૂષા બે ૯૮ હe 9 ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82