Page #1
--------------------------------------------------------------------------
________________
GSGGSSORIGSSSB GSHST TRUSSSSSSSSSSSSSSS
S SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSC
husk Me Medak MkeMedયો
પારકી મા
પાવર લિ
ટી કમબળદીયાન
કુમારપાળ દેસાઈ
ભાવમંજૂષા
Page #2
--------------------------------------------------------------------------
________________
ભાવમંજૂષા
લેખક કુમારપાળ દેસાઈ
પ્રકાશક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર. એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં,
૧૪મી ખેતવાડી, મુંબઈ-૪000૪ ફોન : ૨૩૮૨૦૨૯૬ ઈ-મેઈલ : shrinjys @ gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Bhav-Manjusha
by Kumarpal Desai
Published by Shri Mumbai Jain Yuvak Sangh કિંમત : રૂ. ૧૫૦
પહેલી આવૃત્તિ : 2017 0િ કુમારપાળ દેસાઈ
પૃષ્ઠ : 8+I52 ISBN:
નકલ : 1000
: પ્રકાશક :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં,
૧૪મી ખેતવાડી, મુંબઈ-400 008 ફોન : ૨૩૮૨૦૨૯૬ ઇ-મેઈલ : shrinjystagnail.com
: પ્રાપ્તિસ્થાન :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં,
૧૪મી ખેતવાડી, મુંબઈ-૪0000 ફોન : ૨૩૮૨૦૨૯૬ ઇ-મેઈલ : shrinjes@gmail.com
ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજી બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન : ૦૭૯-૨૬૭૬૨૦૮૨.
ગુર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663,22149660 e-mail: goorjar@yahoo.com.web: gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે,
100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015, ફોન : 26934340, 98252 68759 - gurjarpraakaashaan(2gmail.com
અર્પણ ખંત, પુરુષાર્થ અને નીતિમત્તાથી ઉદ્યોગમાં અપ્રતિમ સિદ્ધિ મેળવનાર, સેવાપ્રવૃત્તિ અને વિદ્યાપ્રવૃત્તિના સહયોગી,
ધર્મપરાયણ અને ગુરુભક્ત આત્મકલ્યાણના માર્ગના પથિક
એવા શ્રી સી. કે. મહેતા (દીપક નાઇટ્રાઇટ)ને
સાદર સમર્પણ • કુમારપાળ દેસાઈ •
ભગવતી ફેસેટ સી/૧૬ , બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદવાદ-380 004
Page #4
--------------------------------------------------------------------------
________________
1 શ્રી મહાવીર વાણી it જેવી રીતે બળેલાં બીજમાંથી ફરી અંકુર ફૂટતું નથી તેવી રીતે કર્મરૂ પી બીજ બળી ગયા પછી ભવરૂ પી અંકુર ઉત્પન્ન થતું નથી.
શ્રી દશાશ્રુતસ્કંધ સુત્ર, ૫-૧૫
પ્રારંભે જૈન દર્શનમાં ભાવનો સવિશેષ મહિમા છે. જે કંઈ ક્રિયા કરો પછી તે દાન આપો, સારી ભાવના સેવા, કર્મ કરો કે તપ કરો એ બધાની પાછળ ભાવ કેન્દ્રસ્થાને છે. એ ભાવે જ કેવળજ્ઞાન અપાવે છે અને ભાવ જ ભવભ્રમણનો અંત આણી શકે છે. એ ભાવની સુવાસ જીવનમાં પ્રગટે એટલે એ ધર્મક્રિયામાં નવો પ્રાણ ફૂંકાય છે. સાધક કે મુમુક્ષુના હૃદયમાં ભાવ જાગે એટલે ભીતરનું પરિવર્તન થાય છે. એ ભાવને આધારે એ સાધનાની પગદંડીએ ચાલીને એક પછી એક સોપાન સર કરતો હોય છે. જીવનની કસોટીના પ્રસંગોમાં આ ભાવ જ વ્યક્તિને આપત્તિ અને સંઘર્ષો સામે અડીખમ રાખે છે અને એ ભાવને આધારે જ એ જીવનની અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થતો હોય છે. એવા પ્રસંગોને આલેખતું ‘ભાવમંજૂષા' પુસ્તક સહુ કોઈને સ્પર્શી જશે.
ભાવ કોઈ સીમીત સાંપ્રદાયિકતામાં વસતો નથી. એનો નિવાસ તો માનવજીવનની ગુણગરિમામાં છે અને તેથી વ્યક્તિની અંતર્યાત્રામાં આ કથાઓ ઉપયોગી બનશે. આ પુસ્તક મારા પરમ સ્નેહી, વડીલ અને સત્કાર્ય માટે સદાય પ્રેરતા શ્રી સી. કે. મહેતાને અર્પણ કરતાં હું ધન્યતા અનુભવું છું.
એના વિતરણના સંદર્ભમાં ગુર્જર એજન્સી અને શ્રી મનુભાઈ શાહનો તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો આભારી છું.
ભગવાન મહાવીરની શાશ્વત વાણીનો પરિચય કરાવવાના હેતુથી અહીં જુદા જુદા આગમશાસ્ત્રોમાંથી મળતી હૃદયસ્પર્શી વાણી આલેખી છે. આ પુસ્તકમાંથી જૈન ધર્મની આધ્યાત્મિક ઊંચાઈ અર્પતી ભાવસમૃદ્ધિનો વાચકને આત્મ-સ્પર્શ થશે, તો મારો પ્રયત્ન સાર્થક માનીશ.
- કુમારપાળ દેસાઈ
૩-૪-૨૦૧૭ અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧. ક્ષમાનું ખીલ્યું કમળ ૨. માતા સૌથી મોટું તીર્થ ૩. સાત્ત્વિક પ્રસન્નતાની વસંત
વેરમાંથી વિદ્યા ભણી
ભાવતું ભાતું , પુણ્ય વેચાય નહીં ૭. સાચું સામૈયું ૮. આંસુ અને અંતરની શુદ્ધિ ૯. જ્ઞાન માટે ઉપાસના ૧૦. ધર્મચક્રવર્તીનું અસીમ રાજ ૧૧. સર્વસ્વનું સમર્પણ ૧૨. સદા દોડતો લોભી ૧૩. બાર વર્ષના પૂળા ૧૪. મોતીશાની ટૂંક ૧૫, સેનાનો સંહાર શાને ? ૧૬. બિરુદનું સાર્થક્ય ૧૭, સદ્ધર્મનું સારું પરિણામ ૧૮. આ તો છે વીરનો ધર્મ ૧૯, આત્માની સમીપ વસીએ ! ૨૦. કેવો વિનય ! કેવો બંધુપ્રેમ ! ૨૧. ભવ્ય મંદિર ને ભુખી જનતા ૨૨. ભાવનાનો મહિમા ૨૩. અહિંસાની અગ્નિપરીક્ષા ૨૪. નોકર મારા જેવો ૨૫. અહંકારના હાથી પર
૨૬. આપણા સ્વામી ૨૭. આત્મસાધનાનો કપરો પંથ ૨૮. ભાવનાના ભૂખ્યા ભગવાન ૨૯. મૃત્યુ બન્યું મહોત્સવ ૩૦. મહામાત્ય વાહડની દૃષ્ટિ ૩૧. માગે તે માગણ કહેવાય, સાધુ નહીં ! ૩૨. આત્મબળની ઓળખ ૩૩. ધનની કેદમાં ગૂંગળાય છે ધર્મ ! ૩૪. છાશ જેવો દેહ અને ઘી સમાન આત્મા ૩૫. નગરની ઇજ્જત ૩૬. મુનિવેશનો મહિમા ૩૭. આનંદધનકો ક્યાં ? ૩૮. દેહ છબીનો મોહ ૩૯. મીઠી વાણી ૪૦. રાગનું રક્ત : વિરાગનું તેજ ૪૧. ધર્મ એટલે અંતરની આરત ૪૨. મુંબઈ નગરી છે સ્મશાન ૪૩. આત્મિક જહાજની સફર. ૪૪. શાસનના સિંહ ૪૫. દુમને ત૨ફે હેત ૪૬. ‘ગુજરી જવું' એટલે શું ? ૪૭. સંસારમાં સદા અનાથ ૪૮. પાંચ મહાન સંકલ્પો ૪૯. અલભ્ય લધુતા ૫૭. આત્માની ગીતા ૫૧. અધ્યાત્મવીરનો મંત્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
-
0
s
=
-
y
ટ
- V
-
-
- *
-
ક્ષમાનું ખીલ્યું કમળ
* -
પર. ભક્તિ અને ભૂખમરો ૫૩. વારસ માટે આરસ ૫૪. આત્મસમર્પણની કલા પપ. ન જીવો, ન મરો ૫૬. ગૃહત્યાગ અને રાજત્યાગ પ૭, તારા હાથે રાજતિલક ૫૮. ભક્ષક બન્યો રક્ષક ૫૯. ઘોર સંહારને બદલે પુણ્યવંતા સર્જન ૬૦. શૂળીને સ્થાને સિંહાસન ૬૧. અહિંસાની સર્વપ્રથમ ધોષણા ૬૨. પહેલી પૂજાનો લાભ ૯૩. બધો પ્રભાવ દેવ, ગુરુ, ધર્મનો ૯૪. જંગે મેદાનનો જાદુગર કપ. પૂર્ણ અહિંસાનું પાલન ૬૬. ઉદાશાનું ઘી ૬૭. ઔષધી નિર્માણનું ગુપ્ત રહસ્ય ૬૮. દાન ચડે કે ત્યાગ
-
- *
- R
is
દૂis
« -
=
=
=
S -
ક્ષમાં ધર્મનું સ્મરણ થતાં જ કુરગડુ મુનિનું નામ તરત જ સ્મરણપટ પર આવશે. કૂર એટલે ભાત અને ગડૂઆ એટલે એક જાતનું પાત્ર. મુનિશ્રી કુરગડુ સવારે પાત્ર ભરીને ભાત લાવીને વાપરે, ત્યારે જ એમને થોડીઘણી સ્વસ્થતા આવતી હતી. રોજ પાત્ર ભરીને ભાત વાપરતા હોવાથી બીજા સાધુઓ એમની મજાક કરતા હતા. કૂરગડુ મુનિથી ભૂખ્યા રહેવાય નહીં. રોજ થોડો આહાર તો જોઈએ જ, તેથી થાય શું ? કેટલાક તપસ્વી સાધુમહારાજો કુરગડુ મુનિના આ આહારને જોઈને એને ‘નિત્ય ખાઉં' કહેતા.
તેમાં પણ એમના જ ગચ્છમાં બીજા ચાર સાધુઓ તો મહાતપસ્વી હતા. એક સાધુ માસક્ષમણ (એક મહિનાના સતત ઉપવાસ) કરતા હતા. બીજા સાધુ બે મહિનાના, ત્રીજા સાધુ ત્રણ મહિનાના અને ચોથા સાધુ ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. આવા ઉપવાસી સાધુઓ મુનિ કૂરગડુની મશ્કરી કરતા, તે દુર્વર્તનને ભૂલીને મુનિ કુરગડુએ એમની સાધુસેવા ચાલુ રાખી.
તેઓ અન્ય સાધુઓની તપશ્ચર્યાનો દ્વેષ પણ કરતા કે નહીં, બલકે એમની તપશ્ચર્યાની અહર્નિશ અનુમોદના કરતા હતા. પોતાની મર્યાદાથી વાકેફ હોવાને લીધે તપસ્વી સાધુઓની ખડે પગે વૈયાવચ્ચ કરતા હતા. મુનિઓએ કરેલી નિંદાને
૧ 0િ ભાવમંજૂષા
Page #7
--------------------------------------------------------------------------
________________
માતા સૌથી મોટું તીર્થ
આત્મનિંદા અને આત્મવિશ્લેષણમાં પરિવર્તિત કરી દેતા હતા. આમ એમના હૃદયમાં સતત ક્ષમાવૃત્તિનું ઝરણું વહેતું હતું.
એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે પોતાની તીવ્ર સુધાને સંતોષવા માટે મુનિરાજ ગોચરી વહોરીને લાવ્યા. બધા સાધુઓને બતાવીને વિનયથી કહ્યું કે,
આ ગોચરીમાંથી આપને કંઈ વાપરવાની અભિલાષા હોય તો વાપરો.” આ શબ્દો કાને પડતાં જ અન્ય સાધુઓ એમના પર ક્રોધે ભરાયા... “પર્વના આવા દિવસે તમે ભોજન કરો છો તે બાબત તો તિરસ્કારપાત્ર અને શરમજનક છે. કિન્તુ બીજાને આ રીતે વાપરવાનું કહો છો તે તો અતિ ધિક્કારપાત્ર અને આઘાતજનક ગણાય.''
ગુસ્સે થયેલા મુનિઓએ એમના પાત્રમાં મોંમાંથી બળખા કાઢીને નાખ્યા. આમ છતાં કુરગડુ મુનિને સહેજે ગુસ્સો થયો નહીં, બલકે ક્ષોભ થયો કે સાધુઓની વૈયાવચ્ચ કરવાને બદલે તેમની વિનંતી કોધનું કારણ બની. આમ આત્મનિંદા અનુભવતા મુનિરાજ શુક્લધ્યાનમાં ચડીને તરત કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ પણ એમના કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દોડી આવ્યા. એમની ટીકા કરનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્યચકિત બની ગયા. સાચા ભાવતપસ્વી કેવળજ્ઞાની કૂરગડુ મુનિને ખમાવવા લાગ્યા.
જીવનમાં સન્માન મળે ત્યારે તો સહુ કોઈ સૌજન્ય દાખવે, કિન્તુ જીવનમાં અપમાન, અન્યાય અને ઉપહાસ મળે ત્યારે ચિત્તમાં સમતા જાળવનારી વ્યક્તિઓ જ સાચી ક્ષમા આપી શકે છે. સમતાના સરોવરમાં જ ક્ષમાનું કમળ ઊગે છે.
છે ન દime
રાણી ત્રિશલાની કૂખમાં વર્ધમાન છે. જાણે રત્નાકરના પેટમાં લાખેણું મોતી!
પેટમાં ગર્ભ ફેરફ થાય છે. માતાને તો ઘડી ઘડી અકળામણ થાય છે; પણ એય મીઠી મીઠી લાગે છે !
અંદરનો ગર્ભ વિચારે છે કે મારે કાજે માતા કેટલી વેદના સહે છે. હજુ એણે મારું મુખ દીઠું નથી છતાં મારી કેટલી ખેવના રાખે છે !
આમ વિચારી ગર્ભ ફરતો બંધ થઈ ગયો. માને અકળામણ એકદમ ઓછી થઈ ગઈ !
તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. મનમાં ધ્રાસકો પડ્યો કે શું મારા ગર્ભને કંઈ અમંગળ થયું કે ફરકતો બંધ થઈ ગયો!
ત્રિશલા માતાએ તો વિલાપ કરવા માંડ્યો ! દૂર દૂર આંબાવાડિયામાં કોકિલ ટહુકતો હતો. એ કાનને કર્કશ લાગ્યો.
મલયાચલનો મંદ સુગંધી શીતલ પવન વાતો હતો. એ દેહને બાળવા લાગ્યો.
રાજા સિદ્ધાર્થ ઘણું સમજાવે : ‘રે રાણી ત્રિશલાદેવી! એવાં તે શાં અસુખ તમને ઊપજ્યાં ?” પણ ત્રિશલાની
1 શ્રી મહાવીર વાણી in શત્રુ અથવા મિત્ર બધાં પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ૧૯, ૨૫
ભાવમંજૂષા છે રે
૩ % ભાવમંજૂષા
Page #8
--------------------------------------------------------------------------
________________
સાત્ત્વિક પ્રસન્નતાની વસંત
આંખમાંથી આંસુ ન અટકે. આનંદને ઠેકાણે શોક પ્રસરી ગયો.
ત્રિશલા રાણી કહે : “અરે, મારા પૂર્વજન્મનાં પાપ ફૂટ્યાં, નહિ તો આવું ન બને, આ ભવમાં તો મેં કોઈનું આંખ-માથું દુખાડ્યું નથી, પણ પરભવમાં મેં વનને વિષે અગ્નિ લગાડ્યો હશે, કાં પંખીના માળા પાડ્યા હશે, કાં સરોવર ફોડવા હશે, કાં તળાવનાં પાણી સુકાવ્યાં હશે. નહીં તો આમ બને ?”
ત્રિશલાનું કરમાયેલું મુખકમલ જોઈ રાજબાગનાં ફૂલ પણ કરમાવા લાગ્યાં. ચણ ચણતાં સૂડા-પોપટે મોંમાંથી ચણ કાઢી નાખી. આંગણામાં મોર એમ ને એમ મોં ઢાળીને ઊભા રહી ગયા. અરેરે ! ત્રિશલાદેવી જેવી માતા રડતી હોય, ત્યારે આપણાથી કેમ હસાય ? પશુઓ ચારો છોડી બેઠાં !
રાજ મહેલમાં ચાલતાં નાટકો બંધ પડ્યાં. વીણામૃદંગ બાજતાં બંધ થઈ ગયાં!
ત્યાં તો - ન જાણે, આ બધી પરિસ્થિતિ પારખીને ગર્ભ ફરક્યો. ભર્યા જળાશયમાં મત્સ્ય હાલે તેમ !
મા હસી પડી ! ત્યાંની દુનિયા હસી પડી !
ગર્ભમાં રહેલા આત્માએ વિચાર્યું : “માતાનો પુત્ર તરફ કેવો અજબ પ્રેમ છે! એમાં દુઃખ એને સુખ લાગે છે ! મૃત્યુ એને જીવન લાગે છે ! સંસારમાં માતાની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. માતાને સુખ ઊપજ છે એમ હું કરીશ. તેમની રજા વિના પ્રવ્રજ્યા (દીસા) નહીં લઉં.”
માતૃ દેવો ભવ ! સંસારનો એ પહેલો પાઠ ભગવાન મહાવીરે જગત પર આવતાં પૂર્વે આપ્યો. એ પછી એમના જીવનમાં માતા, પિતા, મોટા ભાઈ અને કુલમાના દરેક પ્રત્યેનો આદર પ્રગટ થાય છે.
રાજા વજુબાહુની કીર્તિ રાજ્યમાં ચોમેર પ્રસરેલી હતી. આ રાજા અહર્નિશ પ્રજાની સુખાકારીનાં કાર્યોમાં ડૂબેલા રહેતા હતા. એમણે રાજ્યમાં ઠેર ઠેર ઔષધાલયો અને ધર્મશાળાઓ બનાવ્યાં. લોકોને પાણીની મુશ્કેલી ન પડે એ માટે ગામેગામ તળાવ અને કૂવા ખોદાવ્યા. રસ્તાઓ વિશાળ બનાવ્યા અને ઠેર ઠેર પાણીની પરબો પણ કરી.
રાજ્યમાં જ્યાં જાઓ ત્યાં રાજા વજબાહુના નામની તકતી મળે. એમાં એમની પ્રજાપ્રેમની યશગાથા આલેખાઈ હોય.
આટલાં બધાં સેવાકાર્યો કર્યા હોવા છતાં રાજા વજુબાહુના ચિત્તમાં સહેજે શાંતિ નહોતી. એમણે ધાર્યું કે આ સેવાકાર્યોની સુવાસથી પોતાનો આત્મા ઉલ્લસિત રહેશે, પરંતુ એમને આનંદને બદલે સતત અજંપાનો અનુભવ થતો હતો. આવું કેમ ? રાજા વજબાહુ આનાથી સતત ચિંતિત રહેતા હતા.
એક વાર રાજ્યમાં એક મહાત્માનું આગમન થયું. રાજાએ એમની આગળ પોતાની આંતરવેદના પ્રગટ કરી. છે. એમણે કહ્યું, “જીવનની પ્રતિક્ષણ લોકસેવાનાં કાર્યોમાં ગાળું છું. તેમ છતાં મારા જીવનમાં કેમ કોઈ આનંદ પ્રાપ્ત થતો
| | શ્રી મહાવીર વાણી in આ લોકમાં સત્ય જ સાર તત્ત્વ છે, તે મહા-સમુદ્રથી પણ અધિક ગંભીર છે.
શ્રી પ્રવ્યાકરણ સુત્ર, ૨, ૨
ભાવમંજૂષા છે ?
૫ % ભાવમંજૂષા
Page #9
--------------------------------------------------------------------------
________________
નથી ? મનમાં સતત એક પ્રકારની અતૃપ્તિ રહે છે અને આત્મામાં અહર્નિશ બેચેની. આનું કારણ શું ?"
મહાત્માએ કહ્યું, “રાજન, આજે તમારા નગરમાં ભિક્ષા અર્થે નીકળ્યો, ત્યારે મેં જોયું કે દરેક જગાએ તમારા નામનો ડંકો વાગી રહ્યો છે. અનાથાશ્રમ હોય કે પ્રાણીઓનું આશ્રયસ્થાન હોય, બધે જ રાજા વજ્રબાહુની કીર્તિગાથાના શિલાલેખો દૃષ્ટિગોચર થયા છે. કોઈ તળાવના કિનારે, તો કોઈ કૂવાના કાંઠે પણ તમારા નામની તકતીઓ ઝૂલતી જોવા મળી.”
રાજા વજ્રબાહુએ કહ્યું, “સાચી વાત છે. પ્રજાની સુખાકારી માટે હું સદૈવ તત્પર રહું છું. બીજા રાજાઓ રાજભંડારનો ઉપયોગ ભોગવિલાસમાં કરે છે, જ્યારે હું આવાં પ્રજાલક્ષી સાત્ત્વિક કાર્યો કરું છું."
મહાત્માએ કહ્યું, “રાજન, રાજા વજ્રબાહુના ઉત્તરમાં એમનો સૂક્ષ્મ અહમ્ પ્રગટ થતો હતો. સેવા સાથે સન્માનની ભાવના રહેલી હતી. આને સાત્ત્વિક કાર્ય ન કહેવાય. સાત્ત્વિક કાર્ય તો એ કે જેની પાછળ કોઈ ઇચ્છા કે કામના ન હોય. તમારાં કાર્યોની પાછળ તો તમારી કીર્તિની કામના રહેલી છે. તમે ઔષધાલય બનાવો છો, પરંતુ તમારું લક્ષ તો તમારી પ્રશસ્તિ પર છે. આવી કીર્તિ-પ્રશસ્તિની આકાંક્ષાનું બંધન તમને કાર્યનો આનંદ કે શાંતિની અનુભૂતિ આપતું નથી. જો અંતરનો ઉલ્લાસ મેળવવો હોય તો કશાય પ્રયોજન વિના કાર્ય કરો. એવું નિઃસ્વાર્થ કાર્ય જ તમને સાત્ત્વિક પ્રસન્નતા આપશે.”
રાજા વજ્રબાહુએ પોતાના કીર્તિલેખો તોડવાની આજ્ઞા આપી. એ પછી પ્રજાકાર્ય કરતાં એમને અંતરનો આનંદ પ્રાપ્ત થવા લાગ્યો.
11 શ્રી મહાવીર વાણી 1
વિશ્વનાં બધાં પ્રાણીઓ માટે પરિગ્રહ સમાન બીજી
કોઈ જાળ નથી, બંધન નથી.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ૧, ૫
ભાવમંગા બ ૬
8
વેરમાંથી વિધા ભણી
આચાર્ય હરિભદ્રસૂરિજી . એમના બે શિષ્યો હતા હંસ
અને પરમહંસ. બન્યું એવું કે આ બંને શિષ્યોની ધર્મઝનૂનીઓએ હત્યા કરી. ધર્મ માનવ હૈયાંને જોડે છે પરંતુ ધર્મને નહીં સમજનાર ધર્મ દ્વારા માનવ હૈયાને તોડે
છે.
શિષ્યોની હત્યાના આધાતથી હરિભદ્રસૂરિજીનું હૃદય ખળભળી ઊઠ્યું. આવા શિષ્યોની વિનાકારણે થયેલી હત્યાનો ઊંડો આઘાત આચાર્યશ્રીના દિલમાં લાગ્યો અને એમાંથી બદલાની આગ જાગી. આચાર્યએ અન્ય ધર્મના ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળતા તેલની કડાઈમાં જીવતા ભૂંજી નાખવાનો વિચાર કર્યો. આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને આકાશમાં ઊભા રાખ્યા. આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, “હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.”
૭ ૩ ભાવમંજૂષા
Page #10
--------------------------------------------------------------------------
________________
ભાવતું ભાતું
યાકિની મહત્તરાએ દઢ અવાજે કહ્યું, “મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.” દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યા અને પછી કહ્યું, “આચાર્યશ્રી, આપની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવી છું. મને આપ પ્રાયશ્ચિત્ત આપો.”
પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્ર જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી.
યાકિની મહત્તરાએ કહ્યું કે ચાલતાં ચાલતાં અજાણતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તો વિરાધક બની જાય. આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, “ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યાં નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.”
યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, “મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે ૧૪૪૪ મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત શું થશે ?”
યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા. પોતાના દુષ્કૃત્ય કરવાના વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. પારાવાર ક્રોધ પાવન ક્ષમામાં પલટાઈ ગયો, વેરની ભાવના વિઘાના તપમાં બદલાઈ ગઈ.
મુનિરાજ કલ્યાણવિમલને સામાન્ય માનવીની વેદના સદાય કોરી ખાતી. - સાધુની નજ૨ શ્રીમંત પર નહીં પણ સામાન્ય માનવી પર હોય, એવા આ સાધુને થતું કે શત્રુંજયની યાત્રા કરીને આવનારને ભૂખથી હેરાન પરેશાન થવું પડતું. ધર્મના આચાર પ્રમાણે પવિત્ર ડુંગર પર કશું ખવાય નહીં, તેથી શ્રીમંતો તો યાત્રા પૂર્ણ થયે તૈયાર ભોજન આરોગવા બેસતા, પરંતુ સામાન્ય માનવીનું શું ?
એક વાર મુનિ કલ્યાણવિમલે જોયું કે યાત્રાએથી પાછા ફર્યા બાદ એક છોકરાને કકડીને ભૂખ લાગી હતી, ત્યારે એના પિતાએ તરત કશું ન મળતાં વડના લાલઘૂમ ટેટા આપ્યા હતા, બાળક એ મીઠાઈની જેમ ખાઈ ગયો. ભૂખ આગળ માનવ કે પશુ સરખા.
આ દૃશ્ય જોઈને મુનિ કલ્યાણવિમલને અપાર દુ:ખ થયું. એ પછી નાહરજી નામના ધર્મપ્રેમીએ સેવ-મમરા કે સેવ-ગાંઠિયા જેવું ભાતું આપવાનું શરૂ કર્યું.
| ભાવના તો ઉમદા હતી, પણ આટલા ભાતાથી પેટ ન ભરાય. એક વાર અમદાવાદના નગરશેઠ યાત્રા કરીને નીચે ઊતરતા હતા ત્યારે મુનિરાજે કહ્યું, “ચલો, તળેટીએ
ભાવમંજા
ને ૮
e b મા કંપ
Page #11
--------------------------------------------------------------------------
________________
પુણ્ય વેચાય નહીં
જઈને સહુની સાથે ભાતું જમો.”
શેઠે જોયું કે સેવ-ગાંઠિયાથી પેટ ભરાતું નહોતું. એ પછી ઢેબરાં અપાતાં. ઘરડાઓ ચાવી શકતા નહીં. બાળકોને બહુ ભાવે નહીં. હવે કરવું શું ?
મુનિરાજે સામાન્ય માનવીઓની મુશ્કેલીની વાત કરી. ઘરડાઓની ઢેબરા ચાવવાની પરેશાનીની વાત કરી. આ સાંભળીને હિમાભાઈ શેઠ બોલી ઊઠ્યા,
આપની વાત સાચી છે. ભાતું આપવું એ તો ભાવનાનું કામ છે. એમાં એવું પુણ્ય રહેલું છે કે થાક્યો-પાક્યો આદમી ભાતું ખાઈને અંતરના આશીર્વાદ આપે તેથી હવે આજથી એક મોટો લાડવો અને સેવ-ગાંઠિયા આપીશું. એનો બંદોબસ્ત હું કરાવીશ.”
મુનિ કલ્યાણવિમલની કરુણામયી આંખમાં આનંદ પ્રગટ થયો. શ્રીમંત હોય કે સામાન્ય માનવી સહુ હાથે થાળી લે, ભાતું લઈને એક પંગતે બેસીને જમે છે, ધર્મના રાજ્યમાં તો સહુ સરખા.
આ વાતને ઘણો વખત વીતી ગયો. પરંતુ આજે પાલિતાણા શહેરથી શત્રુંજયની તળેટીએ જતાં એ મુનિની દેરી માનવ કરુણાનો સંદેશ આપે છે.
સાચી સાધુતા સદાય સામાન્ય માનવીનાં દુ:ખ-દર્દને જોતી હોય છે. આ લોકના માનવીની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની વાતો કરતા નથી. એને પૃથ્વી પરનું જીવન સારું કરવું છે. એ પછી એ સ્વર્ગની વાત કરે છે.
સાચો સાધુ પોતાની આસપાસ સમાજ તરફ આંખ મીંચીને માત્ર સ્વકલ્યાણની વાત નહીં કરે. એની એક આંખ આત્મકલ્યાણ તરફ હશે અને બીજી આંખ જનકલ્યાણ તરફ હશે.
પારકાની પીડા પછી તે માનવી હોય - એના અંતરને વલોવતી રહેશે.
ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈનદર્શને પ્રત્યેક ધર્મઆચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય, ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ, ભીમ કુંડલિયનું જીવન હૃદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે.
| વિ. સં. ૧૨ ૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયાનાં ફુલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી.
આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રી રાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો.
૧૧ 9 ભાવમંજૂષા
11 શ્રી મહાવીર વાણી II આત્મા સાધકને ઊંચી કે નીચી કોઈ પણ સ્થિતિમાં ન તો હર્ષ પામવું જોઈએ કે ન તો ક્રોધિત થવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૨, ૩
ભાવમંજૂષા ભ ૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
મંત્રી માનવપારખુ હતા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધઆસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાહડે ભાવથી કહ્યું, ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે ”
કારણે કોઈ ક્લેશ નથી વહોરવો.” આમ છતાં મંત્રી વાહડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી.
રાત્રે કપર્દી યક્ષે કહ્યું, “તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.”
બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાતીર્થ પર ભીમકુંડ બંધાવ્યો.
આ સમયે તીર્થોદ્ધારના વહીવટદાર તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા ટીપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત દ્રમ્મ હતા. એ સઘળી મૂડી એણે ટીપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના ! કેવી ભવ્ય ધર્મપ્રીતિ !
મહામાત્ય વાહડ આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. ટીપની યાદીમાં એમણે ભીમ કુંડલિયાનું નામ પહેલું લખાવ્યું.
સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું, “જુઓ, આનું નામ ત્યાગ ! છ દ્રમ્પના ઘીમાંથી એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી. બાકીના સાત દ્રમ્મ ટીપમાં લખાવ્યા. એને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યેનો એનો ધર્મસ્નેહ તો જુઓ !”
વાહડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, “મંત્રીશ્વર, આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું ? આ તો છેતરામણી કર્યા જેવું કહેવાય.'
મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એમણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછવું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી.
ભીમ કુંડલિયોએ કહ્યું, “આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ ૨કમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.”
બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાહડને આ રકમ આપી તો મંત્રીએ આ ૨કમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું,
મંત્રીશ્વર, મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિના
11 શ્રી મહાવીર વાણી જેવી રીતે લોખંડના ચણા ચાવવા કઠિન છે, તેવી રીતે જ સંયમ-સાધનાનું પાલન પણ કઠિન છે.
શ્રી સૂત્રકૃતાંગ સુત્ર, ૧, ૮, ૨૬
ભાવમંજૂષા બે ૧૨
11
૧૩ ૭ ભાવમંજૂષા
Page #13
--------------------------------------------------------------------------
________________
સાચું સામૈયું
દશાર્ણદેશના રાજવી ભદ્રને ખબર મળ્યા કે ભગવાન મહાવીર એમની રાજધાની તરફ આવી રહ્યા છે ત્યારે એમના આનંદ અને ઉત્સાહનો પાર ન રહ્યો. એમણે વિચાર કર્યો કે ભગવાન મહાવીરનું એવું સામૈયું કરું કે જગત આખું એ જોઈને સ્તબ્ધ બની જાય. અરે ! ખુદ પ્રભુ મહાવીર પણ એની ભવ્યતાને જોઈ રહે, ભલે મુખેથી નહીં તો કંઈ નહીં પણ અંતરથી ધન્યવાદ આપે.
મહારાજા ભદ્ર એ ખંડિયા રાજાઓને પોતાના સૈન્ય અને સમૃદ્ધિ સાથે હાજર થવા ફરમાન કર્યું. નગરીના એકેએક ચોકને સુશોભિત કર્યા. શેરીઓને સજાવી. પ્રજાજનોને ઉત્તમ વસ્ત્રો સાથે હાજર થવા કહ્યું. ધજા અને પતાકાઓથી આખા નગરને શોભાયમાન કર્યું.
ભગવાન મહાવીર દશાર્ણ નગરીમાં પ્રવેશ્યા ત્યારે મહારાજા ભદ્ર પોતાની હાથીસેના, અશ્વસેના સાથે વંદન કરવા આવ્યા, મનમાં ગર્વ હતો ભવ્ય સામૈયું કર્યાનો. ચિત્તમાં આનંદ હતો અનુપમ વૈભવ બતાવવાનો.
મહારાજા ભદ્ર પોતાના હાથી પરથી નીચે ઊતરીને જુએ છે તો ખૂણામાં એક અદ્ભુત હાથી ઊભો હતો. એ હાથીને એક નહીં બલ્ક સાત સૂઢો હતી. ખુદ દેવરાજ ઇંદ્ર હાજર હતા.
મહારાજા ભદ્ર મૂંઝાઈ ગયા. એમણે કહ્યું, “પ્રભુ, મને કશું સમજાતું નથી. મારી આખી ગજસેનાની બરાબરી કરે એવો આ એક હાથી છે કોનો ?”
ભગવાન મહાવીરે કહ્યું, “જુઓ, સમૃદ્ધિ નમ્રતાથી, રૂપ ચારિત્રથી, ધન દાનથી અને જીવન ત્યાગથી શોભે છે. અંતરની ખોજ વગરની કે મનની નમ્રતા સિવાયની સમૃદ્ધિ કે સત્તા એ તો ડુબાડનારી છે, તારનારી નથી, સ્વાગત વસ્તુમાં નથી, ભાવમાં છે.”
મહારાજા ભદ્રને પોતાની જાત પર અપાર શરમ જાગી. એની ઇચ્છા તો સામૈયાથી મિત્રોને સમૃદ્ધિ બતાવવાની અને દુશ્મનોને ડારવાની હતી. ભક્તિને ખૂણે ઊભેલા દેવરાજ ઇન્દ્રની અપાર સમૃદ્ધિ જોઈને ઝાંખા પડી ગયેલા મહારાજા ભદ્રએ કહ્યું, “પ્રભુ, ક્યાં દીપક અને ક્યાં સૂરજ !”
કૂવાના દેડકા જેવો ગર્વ હું ધારણ કરતો હતો. આજે મારો ગર્વ ગળી ગયો. અફસોસ એટલો કે આપનો ભક્ત હોવા છતાં આપનું સાચું સામૈયું કરી શક્યો નહીં. પ્રભુ મહાવીરે કહ્યું. “આમાં શરમ કે નાનપ નથી. જેને દોષની પ્રતીતિ થાય છે તે મહામાનવ છે. તારા દોષની ઓળખ જ તને તારશે.” અને સાચે જ દશાર્ણદેશના મહારાજા ભદ્ર તરી ગયા.
કેટલાંય વર્ષ પુરાણી આ ઘટના આજેય મર્મભેદક લાગે છે. સામૈયાંઓ અંતરના ભાવની અભિવ્યક્તિને બદલે સત્તા અને સમૃદ્ધિનાં વરવાં પ્રદર્શનરૂપ બની ગયાં છે. ધર્મ જ્યાં સુધી ધનની ભુલભુલામણીમાં અટવાયેલો રહે છે ત્યાં સુધી ધર્મને નામે અધર્મ જ પોસાય છે.
સત્તા અને સંપત્તિ એ સત્ય ધર્મના કાળઝાળ દુશ્મનો છે. એ સત્તાની ગોદમાં બેસે કે પછી સંપત્તિનાં વાજાં વગડાવે ત્યારે ધર્મ વિદાય લઈ ચૂક્યો હોય છે અને ધર્મના વેશમાં અધર્મ વ્યાપી ચૂક્યો હોય છે. કોઈ સામૈયામાં ડોલતો હાથી જુઓ ત્યારે તમને કોઈને ગર્વ ઝૂલતો જોવા મળશે. બેન્ડવાજાના અવાજમાં તમને સાચી ભક્તિનો મધુર અવાજ ગૂંગળાવવાની કોશિશ દેખાશે. આ વખતે રસ્તા પર નાચતાં સ્ત્રીપુરુષને જોશો તો તેમાં સંસારની ક્ષુદ્રતાનું પ્રદર્શન દેખાશે. ફિલ્મી ધૂનોમાં ભાવોની તુચ્છતા જણાશે અને ઊછળતાં નાણાંમાં ગરીબીની મજાક દેખાશે. કોઈ વાર આ સામૈયું દિલથી જોઈએ. સાચું સામૈયું એ ધન શક્તિનું પ્રદર્શન નહીં પણ સાચી ભક્તિનું દર્શન છે.
ભાવમંજૂષા લે ૧૪
૫ % ભાવમંજૂષા
Page #14
--------------------------------------------------------------------------
________________
આંસુ અને અંતરની શુદ્ધિ
આ સંસારની સમજ આપનાર રાજવી શા માટે રાજપાટ છોડીને ચાલી નીકળ્યા હશે ? પ્રજાને આવા રાજવીના કારમા વિયોગની વેદના થતી હતી. માતા મરુદેવાને જીવનસંધ્યા ટાણે પુત્રના દર્શનથી થતાં પ્રભાતના સુખના અનુભવનો વિરહ થશે એ વાત અકળાવતી હતી અને દેવી સુમંગળા તો એક જ વાત કરતી કે મને સાથે લઈ જાઓ પછી તે પ્રવાસ જીવનનો હોય કે મૃત્યુનો.
પહાડ જેવો પુત્ર બાહુબલિ રાજા ઋષભરાજનો માર્ગ રોકીને ઊભો રહ્યો. રાજાની બંને પુત્રી સુંદરી અને બ્રાહ્મી ઊભા ઊભા આંસુની પાળ રચી રહ્યાં હતાં. રાજા ઋષભરાજે રહ્યું, “આંસુને આમ ન વાપરો. આંસુને અંતરની શુદ્ધિ માટે વાપરો !” આજ સુધી સમાજમાં રહ્યો. સંસારને એક શાસન આપ્યું. હવે જગતને એક નવું શાસન આપવું છે. જેમાં મહેલને બદલે આકાશ મારું આશ્રયસ્થાન બનશે. ઊંડી ખીણો મારી શેરીઓ થશે. આજ સુધી સ્વજન અને સ્નેહી વચ્ચે જીવ્યો. માન અને અપમાન ગળતો રહ્યો. હવે એક મહાસ્વપ્નને સાકાર કરવું છે. જેમાં સતત જાગૃતિ અને અનંત એકાંત મારા સાથી બનશે.
સાગરમાં માછલું સરકી જાય એમ રાજા વૃષભરાજ મહેલ અને સત્તા, સ્વજનો અને સ્નેહીઓ – સહુને ત્યજીને મહાપ્રયાણ આદરવા માટે અધ્યાત્મના માર્ગે અરણ્યની વાટે ચાલી નીકળ્યા. એ દિવસે જગતને પહેલી વાર ભૌતિક વસ્તુઓની મર્યાદા સમજાઈ. એની પાર આવેલા એક નિર્ભય, નિઃસ્પૃહ અને નિત્ય નૂતન એવા વિશ્વનો અણસાર મળ્યો. રાજા ભરાજ યોગી બન્યા અને તીર્થંકર ઋષભદેવ થયા.
દ
રાજા ઋષભરાજે રાજ ત્યજવાનો વિચાર કર્યો. પૃથ્વીના નાથ પૃથ્વી છોડીને વનઅરણ્યમાં ચાલ્યા જાય તે કોને ગમે? વળી રાજા ઋષભરાજ એ તો એવા રાજવી હતા કે જેમણે માણસમાં માણસાઈ જગાડી. પૃથ્વી પર પશુની માફક જીવતા માનવીમાં ભાવનાની પ્રભુતા આણી. સમાજને નીતિ આપી અને રાજ્યની પદ્ધતિ આપી.
આવા રાજા ઋષભરાજે રાજમહેલ છોડીને, સત્તાનો ત્યાગ કરીને સંયમધર્મનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું.
પ્રજા વિચારમાં પડી. એણે વિચાર્યું કે રાજા ઋષભરાજ પાસે જે સાહ્યબી છે એ મેળવવા માટે તો આખો સંસાર મરી પડે છે ત્યારે તેઓ શાને કાજે આટલી વિરાટે સત્તા અને વિશાળ સંપત્તિ ત્યજી જાય છે ?
મનુષ્યજાતિના પ્રારંભકાળના આ સમયે પ્રજાને ધર્મ કે અધ્યાત્મની કોઈ ઓળખ નહોતી. હજી માંડ માંડ સમાજની રચના થઈ હતી. એનું બંધારણ ઘડાયું હતું. ભાઈ-બહેનનાં લગ્ન થતાં હતાં. એ રિવાજ દૂર થઈને વિશ્વ સાથે સગપણ બાંધવાનું કામ થયું હતું.
રાજા ઋષભરાજ આદિ પૃથ્વીનાથ કહેવાતા હતા અને એમણે પ્રજાને જીવનનું ઘણું જ્ઞાન આપ્યું. આ જીવનની,
11 શ્રી મહાવીર વાણી | મેધાવી પુરુષ ધ્યાનયોગનો સ્વીકાર કરે છે અને દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે છે.
શ્રી સૂત્રકતાંગ સૂત્ર, ૧, ૮, ૨૬
ભાવમંજપા એ ૧૬
13
૧૩ છિ ભાવમંજૂષા
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન માટે ઉપાસના
ધર્મ એ દીપક છે અને એનું અજવાળું છે જ્ઞાન. ધર્મના ઉપાસકને જ્ઞાનની ઉપાસના કદીય ન પાલવે.
એક સમયે સાવ ગરીબ દશામાં જીવતો લલ્લિગ અતિ ધનવાન બન્યો. એણે ધનનો ઉપયોગ ધર્મ કાજે, જ્ઞાન કાજે કરવાનો નિર્ધાર કર્યો. મનમાં થયું કે એવા ગ્રંથોની રચના થાય, જે ધર્મની મહત્તા અને વ્યાપકતા બતાવે.
લલ્લિગના સદ્ભાગ્યે એને હરિભદ્રસૂરિ જેવા મહાન શાસ્ત્રકારનો મેળાપ થયો. લલ્લિગે એમના શાસ્ત્રસર્જનના કાર્યમાં મોકળા મને સંપત્તિ આપવા માંડી.
આચાર્ય હરિભદ્રસૂરિજી દિવસે તો શાસ્ત્ર રચના કરી શકે, પરંતુ રાત્રે એમનું કાર્ય થંભી જાય. સાચા સાધુથી પ્રકાશનો ઉપયોગ ન થાય. બીજી બાજુ કામ એટલું બધું હતું કે દિવસ નાનો પડતો હતો.
આચાર્ય હરિભદ્રસૂરિની વિમાસણ લલ્લિગ કળી ગયો. એણે વિચાર કરવા માંડ્યો કે કંઈક એવો ઉપાય શોધું કે જેથી આચાર્યશ્રીની સાધુતાની મર્યાદા જળવાઈ રહે અને કોઈ નિર્દોષ વ્યવસ્થા થાય..
- લલ્લિગને ખબર પડી કે એક એવું રત્ન મળે છે જે રાત્રે પણ દીપકની જેમ પ્રકાશ આપે. આ રત્ન અત્યંત
કીમતી હોવાથી એ મેળવવા માટે પુષ્કળ ધન આપવું પડે તેમ હતું. પરંતુ ધનનો સવાલ લલ્લિગની ધર્મભાવનાને રોકી શકે તેમ નહોતો.
કોઈએ લલ્લિગને સલાહ પણ આપી કે આટલું બધું કીમતી રત્ન લાવીશ, તો પછી તારી પાસે શું રહેશે ? આથી આચાર્યશ્રીનું શાસ્ત્રસર્જન દિવસ અને રાત અવિરત ચાલુ રહે એની ફિકર રહેવા દે !
બીજાએ વળી સલાહ આપી કે એમનાં શાસ્ત્રસર્જનની પાછળ તું આટલું બધું ધન ખર્ચે છે એ પૂરતું છે. હવે વધુ ધન વાપરવાની જરૂર નથી. આમ ને આમ જ્ઞાનની પાછળ ધન વાપરતાં તું નિર્ધન થઈ જઈશ.
લલ્લિગે કહ્યું, “અરે ! જ્ઞાનની પાછળ ધન વાપરતાં નિધન થઈ જાઉં તો પણ તેને હું મોટું સદ્ભાગ્ય માનીશ. મારે માટે ધર્મ આરાધ્ય છે. જ્ઞાન મારી ઉપાસના છે. ધન હોય કે ન હોય તેથી એમાં કશો ભેદ પડવાનો નથી.”
લલ્લિગ પેલું કીમતી રત્ન લેવા નીકળ્યો. મોં માગ્યા દામ આપીને એ રત્ન ખરીદી લાવ્યો. અઢળક સંપત્તિ ખર્ચાઈ, પરંતુ એના અંતરમાં અવર્ણનીય આનંદ હતો.
એ મહામૂલું રત્ન લાવીને ગુરુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ને આપવા ગયો. ઉપાશ્રયનો ખૂણેખૂણો ઝળહળી ઊઠ્યો અને રત્નના પ્રકાશમાં શાસ્ત્રરચનાનું કામ વેગીલું બન્યું. એક પછી એક ગ્રંથો રચાવા લાગ્યા. લલ્લિગને પોતાનું ધન અને જીવન બંને કૃતાર્થ લાગ્યાં. એની ભાવનાને સહુ કોઈ નંદી રહ્યા.
ધર્મને સીધો સંબંધ જ્ઞાન સાથે છે. સાચું જ્ઞાન એ જ ધર્મને અજવાળે છે. એનાથી જ જીવનની અને ધનની સાચી કૃતાર્થતા સધાય છે.
11 શ્રી મહાવીર વાણી | જે સાધક સંપૂર્ણ વિશ્વને સમભાવપૂર્વક જુએ છે તે કોઈનું પ્રિય કરતો નથી અને કોઈનું અપ્રિય કરતો નથી.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૧, ૧૦, ૬
ભાવમંજૂષી લે ૧૮
૧e fo ભાવમંજૂષા
Page #16
--------------------------------------------------------------------------
________________
ધર્મચક્રવર્તીનું અસીમ રાજ
પુષ્ય નામનો મહાસામુદ્રિક વ્યક્તિનાં પગલાં પરથી એનું જીવન અને ભાવિ કહી શકતો હતો. એના જ્ઞાન માટે સમગ્ર ભારતવર્ષમાં એની અજોડ નામના હતી.
એક વાર પાવન ગંગાના તટની રેતી પર બે પગલાંની હાર અંકાયેલી જોઈ અને સ્તબ્ધ બની ગયો. મહાસામુદ્રિક પુણે થંભીને રેતી પર પડેલાં પગલાં નીચા વળીને બરાબર નીરખ્યાં. એના આશ્ચર્યનો પાર ન રહ્યો.
અરે, આ તો કોઈ ચક્રવર્તીનાં પગલાં લાગે છે. એની રેખાઓ કેટલી બધી પ્રભાવશાળી છે ! સામુદ્રિક શાસ્ત્ર જેને ઉત્તમ ગણે છે એવી કેટલી બધી નિશાનીઓ છે ! મહાસામુદ્રિક પુણે એ પગલાંની આજુ બાજુ અને પાછળ નજર ફેરવી. એ જોતો હતો કે બીજાં કોઈ પગલાં આ રેતીમાં કેમ દેખાતાં નથી.
ચક્રવર્તી હોય તો એની પાછળ તો ચતુરંગ સેના હોય. આ ચક્રવર્તીની પાછળ કેમ કોઈ સેના દેખાતી નથી? એના આશ્ચર્યની અવધિ તો ત્યારે થઈ કે આ ચક્રવર્તીની પાછળ કોઈ બીજાં પગલાં પણ દેખાતાં નહોતાં. ' અરે, એમના પર છત્ર ધરનારનાં પગલાં પણ શોધ્યાં જડ્યાં નહીં, મહાસામુદ્રિક વિચારમાં પડ્યો. શું પોતાનું
શાસ્ત્ર ખોટું કે પછી એનું જ્ઞાન અધૂરું ? પુષ્યને પોતાના જ્ઞાન પર પૂરો વિશ્વાસ હતો અને તેથી જ પગલપગલું સાધતો એ આગળ વધ્યો. આખરે નિશ્ચિત ઠેકાણે આવી પહોંચ્યો અને જોયું તો એને અપાર આઘાત થયો.
એની નજરે રાજવૈભવથી શોભતા કોઈ ચક્રવર્તી દેખાયા નહીં, પરંતુ નજર. સામે એક નગ્ન યોગી દેખાયા.
અરે, કોઈ સામાન્ય રાજવીને માથે હોય એવું છત્ર પણ એમના મસ્તક પર નથી. ઓહ, એમના પગ તો સાવ ઉઘાડા છે. દેહ પર અલંકાર કે આભૂષણ શું બલકે વસ્ત્ર પણ નથી.
કપાળે હાથ દઈને મહાસામુદ્રિક પુષ્ય બેસી ગયો. મનોમન થયું કે આજે એનાં શાસ્ત્રો ખોટો ઠર્યો. પોતાના જ્ઞાન વિશેનો વિશ્વાસ સંપૂર્ણપણે ડગી ગયો.
એવામાં આ ઘોર જંગલમાંથી નીકળેલી કોઈ વ્યક્તિએ યોગી મહાવીરને ઓળખ્યા. બારે વહાણ ડૂબી ગયાં હોય એવી રીતે લમણે હાથ દઈને બેઠેલા પુષ્યને જોયા. પુષ્યએ એમને પરેશાની કહી ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું,
મહાસામુદ્રિક પુષ્ય, નથી આપનાં શાસ્ત્રો ખોટાં કે નથી આપ ખોટા ? આ વ્યક્તિ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ચક્રવર્તી પણ જેના ચરણમાં શિર ઝુકાવે એવા ત્યાગી પ્રભુ મહાવીર છે. ભાવિ તીર્થંકર છે. ચક્રવર્તીનાય સવાઈ ચક્રવર્તી છે. ચક્રવર્તીનું રાજ સીમાબદ્ધ હોય આ ધર્મચક્રવર્તીના રાજને કોઈ સીમા હોતી નથી.”
ધર્મચક્રવર્તી મહાવીરના શાસનને ક્યાં સીમા છે ? એમણે પ્રબોધેલો અનેકાંતવાદ આજે આખી સૃષ્ટિના વિચારકોને અજવાળી રહ્યો છે. આત્મનાશના માર્ગે દોડતી દુનિયાને હવે સમજાય છે કે આત્મઘાતમાંથી બચવું હોય તો મહાવીરની અહિંસા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.
પૃથ્વીના ગ્રહ પર સૌથી વધુ નુકસાન માનવીએ કર્યું છે, હવે માનવજાતને સમજાય છે કે મહાવીરનું ‘પરસ્પરોપ ગ્રહો જીવાનામ્” એટલે કે “જીવો એ કબીજા પર આધારિત છે.' એ સૂત્ર કેટલું મહાન અને શાશ્વત સત્યરૂપ છે. પરિગ્રહથી હેરાન-પરેશાન માનવી આજે અપરિગ્રહના આદર્શ ભણી આશા અને સંતોષ માટે મીટ માંડીને બેઠો છે. આ છે ધર્મચક્રવર્તીનો પ્રભાવ.
૨૧ % ભાવમંજૂષા
ભાવમંજૂષા ત્ર ૨૦
Page #17
--------------------------------------------------------------------------
________________
ધરી શકે ?
એવામાં દાસી ભૂપલાને થયું કે એની પાસે બહુમૂલો હાર છે. એના જીવનની સઘળી સંપત્તિ એમાં સમાયેલી છે. આ બહુમૂલો હાર પ્રભુચરણે ધરી દઉં.
મોટી ભીડને વીંધતી ભૂપલા આગળ આવી. પોતાનો બહુમૂલ હાર પ્રભુચરણે ધરી દીધો. જેવી આવી હતી તેવી પાછી ફરીને માનવ મહેરામણમાં સમાઈ ગઈ.
મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળ આ નારીની ભાવનાને જોઈ રહ્યા. અનુપમાદેવી અંતરમાં ઊંડા વિચારમાં ડૂબી ગયાં. સહુ વિચારવા લાગ્યા કે આપણે તો બહોળી સંપત્તિનો એક અંશ આપ્યો છે જ્યારે આ નારીએ સર્વસ્વ આપ્યું છે.
સાચી ભક્તિ સદાય સમર્પણ માગે છે. ધર્મને ધનની જરૂર નથી બલ્ક સેવાની જરૂર છે. વૈભવની જરૂર નથી પણ ભાવનાની જરૂર છે. બાહ્ય ઉત્સવો કરતાં આંતર મહોત્સવો જરૂરી છે.
૧૧
સર્વસ્વનું સમર્પણ
વિક્રમના તેરમા સૈકાની આ વાત છે. આ સમયે સૂર્ય અને ચંદ્રની જોડ જેવા ગુજરાતના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળની વીરતા અને ધર્મભાવના સર્વત્ર ગુંજતાં હતાં.
એક વાર મહાઅમાત્ય વસ્તુપાળ અને તેજપાળ શ્રી શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢીને નીકળ્યા. આ સંઘ ઠેર ઠેર આદર-સત્કાર પામતો આગળ વધતો હતો. એમાં સાધુસંતો હતા. ધનપતિઓ હતા. અમીરમાં અમીરથી માંડીને અંદનામાં અદના માનવીઓ હતા.
શ્રી શત્રુંજય મહાતીર્થના દેવાધિદેવ ભગવાન આદીશ્વરનાં સહુએ દર્શન કર્યા. પ્રભુચરણે સહુ ભેટ ધરવા લાગ્યા. વસ્તુપાળનો ભાઈ તેજપાળ પ્રભુને નમ્યો. અનુપમાદેવી અને લલિતાદેવીએ પ્રભુને મહામૂલી ભેટ ધરી. જાણે પ્રભુચરણે ભેટ ધરવાનો પ્રવાહ ન ચાલ્યો હોય !
આ સંઘમાં વસ્તુપાળની દાસી ભૂપલા પણ આવી હતી. એ દૂર ઊભી ઊભી દર્શન કરતી હતી. ભક્તિથી ભર્યું ભર્યું વાતાવરણ ભૂપલાના હૃદયમાં પણ ભાવ જગાવી ગયું. એને પણ પ્રભુચરણે ભેટ ધરવાનું મન થયું. | મનમાં વિચારે કે એક દાસી શું ભેટ આપી શકે ? જ્યાં ' અમૂલ્ય ભેટોનો વરસાદ વરસતો હોય ત્યાં પોતે પ્રભુને શું
1 શ્રી મહાવીર વાણી ! બીજા લોકો બંધન અને બંધ દ્વારા મારું દમન કરે છે, એની અપેક્ષાએ તે સારું છે કે હું સંયમ અને તપ દ્વારા પોતાના આત્માનું દમન કરું છું.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૧, ૧૩
ભાવમંજૂષા જે ૨૨
16
૨૩ 6 ભાવમંજૂષા
Page #18
--------------------------------------------------------------------------
________________
દોડ્યો, વર્ધમાનના ચરણારવિંદમાં પડીને બોલ્યો,
“ઓહ, આપ સહુ કોઈને એમનું મનવાંછિત આપ્યું અને મારો શો અપરાધ
૧૨
સદા દોડતો લોભી
યોગી વર્ધમાનના દેહ પર છે ઇંદ્રએ આપેલું એકમાત્ર દેવદૂષ્ય વસ્ત્ર,
રાજ કુમાર વર્ધમાન સર્વસ્વનો ત્યાગ કરીને નીકળ્યા હતા. પોતાની પાસેનું સઘળું દાનની ગંગામાં વહાવી દીધું
યોગી વર્ધમાને પોતાના ખભા પર રહેલા દેવદૂષ્ય વસ્ત્રના બે ભાગ કર્યા એક ટુકડો સોમશર્માને આપ્યો અને વસ્ત્રનો બીજો ટુકડો પોતાના ખભા પર નાંખ્યો.
સોમશર્મા વૈશાલીના વસ્ત્રોના તૃણનાર શેખર પાસે પહોંચ્યો ત્યારે એ વસ્ત્ર તુણનારે કહ્યું કે આ તો દેવતાઈ વસ્ત્ર છે. એનાં મૂલ આંકી શકાય નહીં, પણ જો તું બાકીનું અધું વસ્ત્ર લઈ આવે તો તું ન્યાલ થઈ જઈશ. આનું કારણ એ છે કે પૃથ્વી પર આજ સુધી કોઈ ખૂણાનારે આવું વસ્ત્ર વધ્યું નથી અને કોઈ તૃણનારે તુક્યું નથી.
સોમશર્માનો લોભ અને જંગલ તરફ લઈ જવા લાગ્યો અને ભગવાન મહાવીર પાસે એમના શરીર પર રહેલું બાકીનું દેવદૂષ્ય માંગવા ગયો. સોમશર્મા એ એક અર્થમાં લોભનું જીવંત ઉદાહરણ છે. માનવીનો લોભ એવો છે કે એને સતત અસંતોષથી દોડાવે રાખે છે. અતૃપ્તિથી એ કળાવે છે. આ લોભને કદી ક્યારેય કોઈ પૂર્ણવિરામ હોતું નથી, એ સદા અલ્પવિરામ પર જીવે છે.
| સર્વસ્વ દાન આપીને સંન્યાસ લેનાર મહાવીરે સોમશર્માને દેવદૂષનો અર્થો ભાગ આપ્યો છતાં સંતોષ ન થયો. બાકીનો ભાગ લેવા જતી વખતે એની શરમ અને સૌજન્ય પર લોભે વિજય મેળવ્યો.
એ સમયે આ જ ગામનો સોમશર્મા નામનો બ્રાહ્મણ બીજે ગામ ભિક્ષા માગવા ગયો હતો અને ખાલી હાથે પાછો ફર્યો. એણે જાણ્યું કે સિદ્ધાર્થના પુત્ર મહાવીર વર્ધમાને પોતાના નગરમાં સુવર્ણ અને રણની દાનગંગા વહેવડાવી, ત્યારે પોતે પોતાનું નગર છોડીને બીજાં ગામોમાં યાચના માટે ગયો હતો. એક વર્ષ સુધી વર્ધમાન મહાવીરની દાનગંગાએ અનેક વાચકોના જીવનમાં નવી આશા જગાડી હતી, ત્યારે મોડે મોડે આવેલો સોમશર્મા યાચના કરવા પહોંચ્યો પરંતુ એટલા સમય સુધીમાં તો મહાવીર વર્ધમાને ઘનઘોર અરણ્ય તરફ પ્રસ્થાન કર્યું હતું. સોમશર્માએ વિચાર્યું, પોતાના જ નગરમાં મુશળધાર મેઘ વરસ્યો અને એની જમીન સાવ કોરીકટ રહી.
મહાવીર વર્ધમાનના શરીર પર એકમાત્ર વસ્ત્ર હતું, છે છતાં લોભ અને ગરજને અક્કલ હોતી નથી. સોમશર્મા
1 ઝી માગીર વાણી . જે પુરુષ દુર્જય-સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓ પર વિજય પ્રાપ્ત કરે છે. એની અપેક્ષાએ જે પોતે પોતાની જાતને જીતે છે, તે એનો પરમ વિજય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૦, ૪૮
ભાવમંજય મ ૨૪
૨૫ % ભાવમંજૂષા
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩ બાર વર્ષના પૂળા
સાંજનું પ્રતિક્રમણ ચાલતું હતું ત્યારે એક શ્રાવકે હળવેથી શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી. “સાહેબ, આપના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કાશીમાં ગહન અભ્યાસ કરીને આવ્યા છે. એમણે વર્ષો સુધી શાસ્ત્રગ્રંથોના ગહન જ્ઞાનનું પાન કર્યું છે. આજ અમારી એવી ભાવના છે કે બાર બાર વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કરનાર આપના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ સઝાય બોલે. આપને અમારી વિનંતી છે કે આપ કૃપા કરીને એમને આદેશ આપશો.*
ગુરુ શ્રી નયવિજયજીએ શ્રી યશોવિજયજીને પૂછ્યું, કેમ ભાઈ ! સઝાય બોલશો ?”
શ્રી યશોવિજયજીએ વિનયપૂર્વક કહ્યું, “ગુરુદેવ, મને સજઝાય કંઠસ્થ નથી.”
આ સાંભળતાં જ પેલા શ્રાવકની તલવારની ધાર જેવી જીભ સળવળી ઊઠી અને તે બોલ્યો, “ત્યારે શું કાશી જેવા કાશીમાં બાર વર્ષ રહીને ઘાસ કાપ્યું ?”
- આ શબ્દોએ એક સન્નાટો જન્માવ્યો. સહુને લાગ્યું કે કે આણે આવાં કટુવચન બોલવાં જોઈતાં નહોતાં. પરંતુ સાધુ
તો સમતાના ધારક, શ્રી યશોવિજયજી મહારાજે કશો પ્રત્યુત્તર વાળ્યો નહીં.
કટુ વાણી સાંભળનારના મનમાં ક્રોધ જગાડે. કટુવચનો વિચારશીલ માનવીના ચિત્તમાં ચિંતન જગાડે. આવું એક ચિંતન શ્રી યશોવિજયજી મહારાજના ચિત્તમાં ચાલ્યું. એમને થયું કે પોતે સંસ્કૃત અને પ્રાકૃતના ગહન ગ્રંથો ભણ્યા. ન્યાયના કઠિન ગ્રંથોમાં પારંગત બન્યા, પરંતુ સામાન્ય જનસમુદાયને એથી શો લાભ મળ્યો? સંસ્કૃત કે પ્રાકૃત જાણનારની સંખ્યા બહુ થોડી હોય. જનસમૂહને તો પ્રચલિત ભાષા જ સમજાય.
શ્રી યશોવિજયજીએ તો એક વૈરાગ્યમય સજઝાય બનાવવાનું શરૂ કર્યું. હૃદયમાંથી વૈરાગ્યભાવનું ઝરણું વહેવા લાગ્યું અને તે શબ્દ રૂપે પ્રગટવા લાગ્યું. બીજે દિવસે સાંજે પ્રતિક્રમણમાં શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સદ્ગુરુ પાસે આદેશ માગીને સઝાય શરૂ કરી. વાતાવરણમાં વૈરાગ્યનો રસ છલકાવા લાગ્યો. સઝાય લાંબી હતી તેથી કેટલાક શ્રાવકોએ સવાલ પણ કર્યો કે હજી કેટલી પંક્તિઓ બાકી છે ?
ઉપાધ્યાય યશોવિજયજીને મુખેથી તો સઝાય સરતી જ ગઈ. ત્યાં સુધી એ સઝાય ચાલી કે જ્યાં સુધી પેલા શ્રાવકે કહ્યું, “મહારાજ , હજી કેટલી સઝાય બાકી છે ?
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉત્તર વાળ્યો, “ભાઈ, આજે તો બાર વર્ષમાં પેદા થયેલા ઘાસના પૂળા એકસાથે બંધાય છે. માત્ર વર્ષભરનું ઘાસ હોય તો પણ તેના પૂળા બાંધવા માટે ઘણો વખત જાય. જ્યારે આ તો બાર બાર વર્ષના શાસના પૂળા બાંધવાના છે.”
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની ટકોર શ્રાવક સમજી ગયો. એણે એમની ક્ષમા માગી. કટુવચનો માટે માફ કરવા વિનંતી કરી. - શ્રી યશોવિજયજીએ સઝાયની ઢાળ પૂરી કરી. પણ એ સમયથી લોકો સમજે તેવી ગુજરાતી ભાષામાં રચનાઓની સરવાણી વહેવા લાગી.
કડવી જીભ ધરાવનાર શ્રાવકની ટકોર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની રચનાઓને વધુ વ્યાપક બનાવે છે. શ્રાવકની ટીકાનો વળતો ઉત્તર આપવાને બદલે એમણે એ ટીકાને પોતાની સિદ્ધિમાં ફેરવી દીધી.
ભાવમંજુમ બ ૨૬
૨૩ % ભાવમંજુ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
મોતીશાની ટૂક
પર્યુષણના પવિત્ર દિવસોમાં મોતીશા શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ગયું.
ચોપન વર્ષના સાહસિક મોતીશા શેઠનું અવસાન થતાં મુંબઈમાં મોટી હડતાળ પડી. એમનાં પત્ની દિવાળીબાઈ અને પુત્ર ખીમચંદભાઈ વિચાર કરવા બેઠાં. પિતાએ લખેલું વિલ ખોલ્યું તો એ વિલમાં લખ્યું હતું,
“જો અમારું મૃત્યુ થાય તો શત્રુંજય તીર્થનું અમે ધારેલું સર્વ કાર્ય પૂરું કરવું તે અમારા વારસને ફરજરૂપ છે.”
મોતીશા શેઠનું વિલ વાંચીને દિવાળીબાઈએ વૈધવ્યનો શોક ત્રણેક માસમાં દૂર કર્યો અને ધર્મકાર્યમાં મન પરોવ્યું અને મોતીશા શેઠની ભાવના મુજબ શત્રુંજય તીર્થ પર “મોતીશાની ટૂક'ને નામે ઓળખાતી જગા શિલ્પ અને સ્થાપત્યની કલાકારીગરીથી શોભતાં દેવાલયોથી જીવંત બની ગઈ.
માનવીની ભાવનાનો સાચો આંક જેમ એનું મન છે તેમ એનું વિલ પણ છે. વ્યક્તિના હૃદયમાં રહેલી ઇચ્છાનો પડઘો એના વિલમાં પ્રગટ થતો હોય છે.
મોતીશા શેઠના વિલમાં એમની ધર્મભાવના હતી તો પૂજ્ય શ્રીમોટાના વિલમાં ગામડાંઓમાં નિશાળના ઓરડાઓ બાંધીને પ્રજાને બેઠી કરવાની ભાવના હતી. વિલ એ માત્ર માનવીની અંતિમ ઇચ્છા નથી પણ માનવીના સમગ્ર વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.
દિક ધ.
કે
મુંબઈના શાહસોદાગર મોતીશા શેઠે સિદ્ધિગિરિ (પાલિતાણા) પર એવાં દેરાસરો બાંધવાનો નિર્ધાર કર્યો કે જેને જોઈને માનવીના હૃદયમાં અધ્યાત્મના ભાવ જાગે. આને માટે એમણે મહુવાના કુશળ સ્થપતિ રામજી સુત્રધારને બોલાવ્યો અને કહ્યું કે અપૂર્વ મંદિરાવલિ રચવી છે. શત્રુંજય પર જઈને જગ્યા નક્કી કરો. શત્રુંજય પર્વત બે પાંખવાળો છે. એક પાંખ પર શ્રી આદીશ્વરનાથનું મુખ્ય જિનાલય છે. અને બીજી પાંખ પર બીજાં દેરાસરો છે.
સ્થપતિ રામજીએ પર્વતની બે પાંખ વચ્ચેની ખીણ પસંદ કરી. એ ખીણમાં બસો ફૂટ ઊંડો ખાડો હતો. એમાં કુતાસર તળાવ હતું.
આ ખાડો પૂરવો એ ભગીરથ કામ હતું. પરંતુ મોતીશા શેઠ તો મોટું કામ કરવા નીકળ્યા હતા. એમણે એ ખાડો પૂરીને અશક્યને શક્ય બનાવ્યું. એ પછી તો દેરાસર તૈયાર થવા લાગ્યું. જોતજોતામાં સાત વર્ષનાં વહાણાં વહી ગયાં. | વિક્રમ સંવત ૧૮૯૨ના વૈશાખ માસમાં મોતીશા શેઠની તબિયત બગડી. આ ચતુર માનવીએ મોતને જોઈ લીધું. એક બાજુ ભગીરથ ધર્મકાર્ય અને સામે આયુષ્યનો અંત. વિક્રમ સંવત ૧૮૯૨ના ભાદરવા સુદ એકમના રોજ
11 શ્રી મહાવીર વાણી | આત્માના વર્ણનમાં સમસ્ત શબ્દ ખલાસ થઈ જાય છે ત્યાં તર્કને પણ કોઈ સ્થાન નથી અને ન તો બુદ્ધિ એને સારી રીતે ગ્રહણ કરવાને શક્તિમાન થાય છે.
શ્રી આચારાંગ સુત્ર, ૧, ૫, ૬
ભાવમંજૂષા છે ૨૮
૨૯ % ભાવમંજૂષા
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૫
સેનાનો સંહાર શાને ?
ધર્મીને ઘેર ધાડ પડે તેવું રાજર્ષિ ઉદયનના જીવનમાં બન્યું. અવંતિના રાજા ચંડપ્રઘોત ઉદયનના રાજમાં આવ્યા. અનલગિરિ નામના ભયંકર હાથી પર આવીને એ ઉદયનના મહેલની સુંદર દાસીને અને એના દેવમંદિરની ચંદનકાષ્ઠની પ્રતિમાને ચોરી ગયા.
આ દાસી કોઈ સામાન્ય દાસી ન હતી. ચંદનકાષ્ઠની દેવપ્રતિમા કોઈ સામાન્ય દેવપ્રતિમા નહોતી..
ઉદયનની પ્રિય પત્ની પ્રભાવતીએ અંતિમ શ્વાસ લેતી વખતે રાજાને એટલી જ વિનંતી કરી હતી કે આ પ્રતિમાની પ્રેમથી પુજા કરજો. એનું સદા પૂજન કરતી કુજા દાસીને સાચવજો.
ઉદયન દેવપ્રતિમાને નિહાળી પત્નીનો વિયોગ ઓછો કરતો હતો. પ્રતિમાનું પૂજન કરનાર કુન્જા દાસી તનમનથી દેવમંદિરની સેવિકા બની રહી.
ધસી અને એની સાથે પ્રતિમા ઉઠાવી જઈને અવંતિપતિ ચંડપ્રદ્યોતે એક કાંકરે અનેક પક્ષી માર્યો. વાત એવી બની હતી કે કુજા દાસીને રાજરાણી થવાના કોડ જાગ્યા.
એવામાં ગાંધાર દેશથી એક ગૃહસ્થ આ દૈવી મૂર્તિના દર્શને આવ્યો, પણ પ્રવાસના શ્રમથી અને હવા-પાણીના
એકાએક પરિવર્તનથી બીમાર પડી ગયો.
પોતાના પ્રભુના ભક્ત ગૃહસ્થની દુર્દશા જોઈને કુજ્જા દાસીને દયા આવી અને એણે ખૂબ સેવા-સુશ્રુષા કરી એને સાજો કર્યો. એ ગૃહસ્થ ઉપકાર વાળવા દાસીને અત્યંત સૌંદર્યવાન બનાવે તેવી સુવર્ણગુટિકા આપી. ગુટિકા એવી કે એ લેનાર વ્યક્તિનો દેહ રૂપથી છલકાઈ ઊઠે.
કદરૂપી દાસી એકાએક સ્વરૂપવાન બની ગઈ. રાણી જેવી શોભવા લાગી અને રાણી થવાનો ભાવ જાગ્યો.
મહર્ષિ ઉદયન તો સંસારમાં જળકમળનું જીવન જીવતા હતા તેથી દાસીએ અવન્તિપતિ ચંડપ્રદ્યોતને સંકેત કર્યો. મહાકામી ચંડપ્રઘાત આ તક ચૂકે ખરો ? એ દાસીનું હરણ કરીને ગયો. દાસી પોતાની સાથે જેની રોજ પૂજા કરતી હતી તે ચંદનકાષ્ઠની પ્રતિમા લઈને આવી.
રાજર્ષિ ઉદયનને આ સમાચાર મળ્યા ત્યારે એમનું ચિત્ત ખળભળી ઊઠ્યું. ચંડપ્રદ્યોતે મારા ધર્મ અને રાજની આબરૂ લૂંટી લીધી, એનો રાજધર્મ કહેતો હતો કે ચંડપ્રદ્યોતે એની લાજ લુંટી છે, એ હવે શત્રુ થયો છે. શત્રુનો સંહાર જ ઘટે. રાજર્ષિ ઉદયનને રાજ દંડ હાકલ કરવા લાગ્યો કે રોળી નાખ ઉજ્જયિનીને ! કેદ કરી ગર્દન માર એના રાજાને !
વિવેકી અને ધર્મી ઉદયનને ખ્યાલ હતો કે આવેશમાં આવીને યુદ્ધ ખેલવામાં ન્યાય સાથે અન્યાય થઈ જાય છે. સદોષની સાથે અનેક નિર્દોષનાં રક્ત રેડાય છે. ભગવાન મહાવીરના ભક્ત એવા રાજવી ઉદયને પહેલાં પોતાના દૂત મોકલ્યા. પરંતુ ચંડપ્રદ્યોત એને એની કાયરતા માની બેઠો. આખરે ઉદયને સૈન્ય સજ્જ કર્યું. એણે જેટલી હિંસા ઓછી થાય તેટલું યુદ્ધ ખેલવાનું નક્કી કર્યું. બે રાજા વચ્ચેના દ્વયુદ્ધથી કામ સરી જાય તેવું કર્યું.
અવન્તિના રણમેદાનમાં રાજર્ષિ ઉદયન ને રાજા ચંડરઘોત બે ભર્યા મેઘની. જેમ બાખડી પડ્યા. પોતાની શક્તિ પર ગુમાન ધરાવનાર રાજા ચંડપ્રદ્યોત રાજર્ષિ ઉદયનના દ્વન્દ્રયુદ્ધના આહવાનને પાછું ફેરવી ન શક્યો. યુદ્ધની આખીય પરિસ્થિતિમાં નવું ચિંતન ઉમેરાયું. આ દ્વન્દ્રયુદ્ધમાં સાત્વિક વૃત્તિવાળા ઉદયનનો વિજય થયો. ચંડપ્રદ્યોતનું ગુમાન ઊતરી ગયું.
માનવીએ પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે યુદ્ધો ખેલ્યાં છે. એક રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડે ત્યારે રાજાની એ લાલસા અનેક સૈનિકોના સંહારમાં
ભાવમંજૂષા બ ૩૦
૩ b વર્ષના
Page #22
--------------------------------------------------------------------------
________________
પણ પરિણમે છે.
ઇતિહાસ કહે છે કે આ યુદ્ધખોર જગતને જૈન ધર્મે એક નવી દૃષ્ટિ આપી. એણે પહેલાં તો કહ્યું કે માનવીએ ખરું યુદ્ધ તો પોતાના આંતરશત્રુઓ સામે કરવાનું છે. જ્યારે રાજાઓ યુદ્ધ કરવા માટે અતિ ઉત્સુક બનતા ત્યારે એણે કહ્યું કે તમારી લાલસા માટે હજારો સૈનિકોનો નાશ શા માટે ? કેટલીય સ્ત્રીઓને વિધવા બનાવવાનો કોઈને અધિકાર ખરો ? સંપત્તિનો સર્વનાશ રાજાની લાલસાને કારણે થાય તે યોગ્ય ગણાય ? આથી એણે એક નવી વિચારણા આપી કે જે બે રાજા વચ્ચે યુદ્ધ લડાતું હોય એ બંને એકબીજા સાથે લડે પરંતુ એની સેનાના સંહારની કશી જરૂર નથી.
છ
1 શ્રી મહાવીર વાણી 11
જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આશ્રવનો નિરોધ કરે છે અને તપથી
કર્મોને ઝાટકીને દૂર કરી દે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮, ૩૫
ભાવમંજૂષા એ ૩૨
21
૧૬
બિરુદનું સાચેંય
ગુરુના અનંત ઉપકારનો બદલે વાળવો શી રીતે ? ગુજરાતના પ્રતાપી રાજવી કુમારપાળના મનમાં આ વિચાર રાત-દિવસ ઘોળાતો હતો. ગુરુએ જીવન આપ્યું, પ્રાણ બચાવ્યા, એમના આશીર્વાદે વિશાળ રાજ્યના રાજવી
બન્યા.
ગુરુ એવા છે કે એમને રાજ્ય આપીએ તો પણ લેવા તૈયાર નથી. કોઈ પણ સમૃદ્ધિ આપીએ તો પણ એનો સ્પર્શ કરવા તૈયાર નથી. અરે ! રાજાના ઘરનું ભોજન પણ એ સ્વીકારતા નથી.
વિદ્વત્તાના સાગર સમા આ ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્ય તરફ પોતાની ભક્તિ કઈ રીતે પ્રગટ કરવી ? આખરે સમ્રાટ કુમારપાળે વિચાર કર્યો કે આ કલિકાલમાં એમના જેવા જ્ઞાની કોઈ છે નહીં. આથી દરબાર ભરીને એમને ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ આપ્યું.
રાજા કુમારપાળે ભવ્ય દરબાર યોજવાનું નક્કી કર્યું. વિખ્યાત રાજપુરુષોને આમંત્રણ આપ્યું. બીજા અનેક રાજવીઓ, સામંતોને બોલાવ્યા. પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને નિમંત્રણ આપ્યું. આવા દરબારમાં પોતાના શિષ્યો સાથે શ્રી હેમચંદ્રાચાર્યે પ્રવેશ કર્યો. સહુએ ઊભા થઈ વંદન કર્યા. રાજવી કુમારપાળે
૩૩ ૬૦ ભાવમંજૂષા
Page #23
--------------------------------------------------------------------------
________________
સદ્ધર્મનું સારું પરિણામ
કહ્યું કે, “શ્રી હેમચંદ્રાચાર્યજીની બરોબરી કરે તેવો વિદ્વાન આ જમાનામાં કોઈ નથી. તેઓ યુગ વિધાયક છે, જ્ઞાનના મહાસાગર છે. તેથી આપ સર્વની સમક્ષ ગુરુદેવને ‘કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ અપાયેલું હું જાહેર કરું છું.”
સભામાં બિરાજમાન બ્રાહ્મણ પંડિતે ઊભા થઈને આ વાતને અનુમોદન આપતાં કહ્યું કે સાચે જ શ્રી હેમચંદ્રાચાર્યના જેટલી વિદ્વત્તા, તેમના જેટલું તપોબળ અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવનાર અમે આજ સુધી કોઈને જોયા નથી. તેઓને ‘કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું તે પણ સર્વ રીતે યોગ્ય છે.
આ સમયે શ્રી હેમચંદ્રાચાર્યના સુંદર મુખ ઉપર તેજનો પ્રકાશ લહેરાવા માંડ્યો. એમણે ધીર-ગંભીર અવાજે કહ્યું,
રાજન, આ બિરુદ એ તો મારે માટે મોટી જવાબદારી બનશે. આ કલિકાલમાં જગતકલ્યાણનો મહામાર્ગ જેવો પ્રભુ મહાવીરનો પથ સહુને દર્શાવવાનો રહેશે. મારી તો ભાવના એ છે કે પ્રત્યેક આ માર્ગ ગ્રહણ કરે અને આત્મકલ્યાણ સાધે.”
પ્રત્યેક બિરુદ સાથે એક જવાબદારી જોડાયેલી હોય છે. વ્યક્તિને મળતું માન એ એના જીવનમાં એને શું મેળવવાનું છે એની દીવાદાંડી છે. આથી પ્રત્યેક માન કે સન્માન વ્યક્તિને માટે નવો પડકાર લઈને આવે છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ અજોડ વિદ્વત્તા બતાવી અનેક ગ્રંથો લખ્યા અને પોતાને મળેલું આ માન સાચું ઠેરવ્યું.
AN
હર
શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરતા મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીના મનમાં સતત એક વિચાર ચાલે છે કે જેમ હિંદુ ગ્રંથોના જ્ઞાનનું વિદ્યાપુરી કાશી તેમ જૈનોનું પાલિતાણા કેમ ન હોય !
મુનિરાજની નજર સમક્ષ કાશીનાં ઠેર ઠેર પથરાયેલાં સદાવ્રતો, નાનાં નાનાં વિદ્યાર્થીળો, એક ધોતી અને એક અંગુછાભેર ગંગાના તીરે બેસીને અભ્યાસમાં તલ્લીન બનેલા વિદ્યાર્થીઓનું દૃશ્ય નજરે તરવરે છે.
ફરી એમના માનસપટ પર એક બીજું દશ્ય ઊપસી આવે છે. એક તરફ ગંગાનો પવિત્ર પ્રવાહ કલકલ નાદે વહી રહ્યો છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના મંત્રોચ્ચારથી મધુર વાતાવરણ સર્જાય છે.
કાશીના યાત્રાધામે આવતા હજારો યાત્રિકો અહીં આવે ને જાય. એમના ધનની મદદથી આ વિદ્યાલયો ચાલે અને એ વિદ્યાલયમાંથી દિગ્ગજ વિદ્વાનો બહાર આવે.
મુનિરાજ શ્રી ચારિત્ર્યવિજયજી વિચારે છે કે કાશીમાં બને તે પાલિતાણામાં કેમ ન થાય ! યાત્રિકોનો અહીં પણ એટલો જ પ્રવાહ સતત વહેતો હોય છે. મંદિરમાં મૂકેલી બદામ એકઠી કરો તો એનો પણ નાનો શો ડુંગર ઊભો
1 શ્રી મહાવીર વાણી ll જે સાધકોને કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તેઓ વસ્તુતઃ મુક્ત પુરુષ છે.
શ્રી આચારાંગ સુત્ર, ૧, ૨, ૨
ભાવમંજૂષા છે ૩૪
૩પ ભાવમંજૂષા
Page #24
--------------------------------------------------------------------------
________________
થાય. અહીં મંદિરના ઘંટારવ સંભળાય ને સાથોસાથ અનેક ત્યાગી સાધુ-સાધ્વીઓનો લાભ પણ મળે.
કાશીમાં જોયેલાં છાત્રાલયો એમની નજર સામે તરવરતાં હતાં. નાલંદા, તક્ષશિલા અને મિથિલાનો ઇતિહાસ એમના આંતરમનમાં ગુંજતો હતો. શ્રીલંકામાં ચાલતી બૌદ્ધ વિદ્યાપીઠો અને આર્યસમાજનાં લાહોર, જલંધર, કાંગડી આદિમાં ચાલતાં ગુરુકુળોની વાત એમણે સાંભળી હતી.
શત્રુંજય તીર્થની યાત્રાએ આ તીર્થધામને વિદ્યાધામ બનાવવાના એમના વિચારોને પ્રેરણા આપી. કોઈએ મુનિરાજને એમ પણ કહ્યું કે આ મફતની માથાકૂટ રહેવા દો. વાણિયાના છોકરા પંડિત થયા હોય એમ બન્યું છે ખરું ? તો કોઈએ વળી એમ પણ કહ્યું કે વિદ્યા તો બ્રાહ્મણો ભણે અથવા તો સાધુ મહારાજો ભણે. શ્રાવકને તો દ્રવ્ય સાથે જ નિસબત હોય. આવા અનેક અવરોધ મુનિરાજ ચારિત્રવિજયજીના રસ્તે આવ્યા. પરંતુ પ્રત્યેક અવરોધ એમને કાર્યસિદ્ધિ માટે વધુ તત્પર બનાવતો હતો.
આખરે વિ. સં. ૧૯૬૮ની જ્ઞાનપંચમીની સવારે પાલિતાણાની મોતીશાની મેડીના ત્રીજા માળે શ્રી યશોવિજય જૈન સંસ્કૃત, પ્રાકૃત પાઠશાળાની સ્થાપના થઈ.
એ સમયે મુહૂર્ત માટેનું શ્રીફળ પણ વહોરા વેપારીના ચોપડે ઉધાર લખી મંગાવવું પડ્યું હતું. પરંતુ ચોપાસ વિટંબણા વચ્ચે મુનિરાજ ચારિત્રવિજયજી એટલું જ કહેતા, સદ્કર્મ કરતા જાવ, પરિણામ સારું છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પર વિશ્વાસ રાખ્યો, બન્યું પણ એવું કે આ સંસ્થા ધીરે ધીરે વિકસવા લાગી અને અનેક વિદ્વાનો આપનારી બની.
જ્ઞાન એ દીપક છે. એ દીપક વિના પ્રકાશ ક્યાંય પથરાવાનો નથી. શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાથરેલો પ્રકાશ અનેક વિદ્વાનોને સર્જનારો બન્યો.
1 શ્રી મહાવીર વાણી 11
જે એકને જાણે છે, તે બધાને જાણે છે અને જે બધાને
જાણે છે તે એકને જાણે છે.
શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૩, ૪
ભાવમંજૂષા ૨ ૩૬
23
૧૮
આ તો છે વીરનો ધર્મ
અનોડિયા ગામના કેટલાક લોકો અદાવતને કારણે આજોલ ગામની ભેંસો અને ગાયોને ધાકધમકીથી લઈ જવા લાગ્યા. આ સમયે ગામના શિક્ષક બહેચરદાસને કાને બૂંગિયાનો અવાજ પડ્યો. એમનો મજબૂત દેહ ટટ્ટાર થઈ ગયો. આંખોમાં એક ચમક આવી. તરત જ કછોટો ભીડ્યો. મોટી છલાંગ લગાવી હાથમાં લાંબી લાકડી લઈને બહાર નીકળ્યા.
ક્યાં શાંત અને સ્વસ્થ બહેચરદાસ માસ્તર અને ક્યાં અન્યાયનો સામનો કરવા નીકળેલા બહેચરદાસ માસ્તર ! એમની મોટી મોટી આંખો ભલભલાને ડારતી હતી. સાગના સોટા જેવો નક્કર અને પડછંદ દેહ પડકાર ઝીલવા થનગનતો હતો. વળી હાથમાં લાકડી ઘૂમતી હતી.
રે ! ક્યાં આત્માની વાતો કરતા બેચરદાસ અને ક્યાં હાથમાં લાકડી ઘુમાવતા બહેચરદાસ.
આજોલના લોકોને વહેલાસર ખબર પડી જતાં ગામમાં ઢોર ચોરવા આવેલા ભાગી ગયા. આફતને વખતે બારણાં બંધ કરીને બેસનારાઓએ બહેચરદાસ માસ્તરની મજાક કરી. કોઈએ એમ પણ કહ્યું કે પાળે છે જૈન ધર્મ, પણ હાથમાં લાકડી લઈને નીકળ્યા હતા.
આ સાંભળતાં જ બહેચરદાસ માસ્તરની આંખો અંગારા
૩૭ ૬૦ ભાવમંજૂષા
Page #25
--------------------------------------------------------------------------
________________
આત્માની સમીપ વસીએ !
વરસાવવા લાગી. એમણે કહ્યું, “આ તો વીરનો ધર્મ છે, લાચારનો નહીં. પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ લાચાર કહેવાય. પારકાના ઓશિયાળા બનીને જીવવા કરતાં તો મરી જવું બહેતર છે.”
માનવ મેદનીમાં રહેલા એક જૈન સજ્જને પૂછ્યું, “માસ્તરસાહેબ, જૈન ધર્મ એ તો અહિંસાનો ધર્મ, તમે આમ હિંસક શસ્ત્ર સાથે બહાર પડ્યા તેનો અમને અફસોસ છે.”
“અફસોસ તો મને થાય છે. જીવદયાના બહાના હેઠળ અને અહિંસાનાં ઓઠાં હેઠળ તમે તમારી કાયરતાને ઢાંકવાની કોશિશ કરો છો એ જોઈને !”
તમારી લાચારી અને ભીરુતાને આવી ખોટી રીતે પંપાળશો મા ! આ ઘર, આ દુકાનો, આ ઉપાશ્રયો અને આ દેરાસરોની શી રીતે રક્ષા કરશો ? ક્યારેય ઇતિહાસ વાંચ્યો છે ખરો ?
અઢાર અઢાર મહાન જૈન ભૂપાલોએ જરૂર પડે તલવાર ઉઠાવી છે અને વખત આવે તલવારની ધાર પર ચાલવા જેટલું કપરું સંયમ વ્રત પણે લઈ જોયું છે. જૈન ધર્મ એ તો વીરનો ધર્મ છે, જે વીર નથી, તે મહાવીરનો ઉપાસક કેમ કહેવાય ?
બહેચરદાસની ટીકા કરનારાઓને પોતાની ભૂલ સમજાઈ. બહેચરદાસ તો થોડી વાર પછી પણ પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં ડૂબી ગયા.
એમના ટીકાકારો પોતાની ભૂલ બદલ માફી માગવા આવ્યા. બહેચરદાસે એમને મોકળે મને આદર આપ્યો.
આ બહેચરદાસ માસ્તર આગળ જતાં ૧૩૦ ગ્રંથોના રચયિતા, મહુડી તીર્થના સ્થાપક અને અઢારે આલમના અવધૂત સમા આચાર્ય બુદ્ધિસાગરસૂરિ
ભૂખી-સૂકી ધરતી આકાશનાં રડ્યાં-ખડ્યાં વાદળોને પોકારે છે : “હે મેઘ ! જળ આપ ! શીતળતા આપ ! દાવાગ્નિમાં જવું છું. અંતર મારે હરિયાળી રહી નથી !”
બળ્યો-જળ્યો માનવી બાહ્ય નિવૃત્તિને નિમંત્રણ આપે છે : હે પર્વાધિરાજ ! અહીં આવો ! શાંતિ આપો ! ચેન આપો ! વૈરાગ્નિમાં જીવનભર બળ્યો છું. અંતરે લેશ પણ હરિયાળી રહી નથી ! માયાએ બાંધ્યો છે, તૃષ્ણાએ તપાવ્યો છે, મદે નચાવ્યો છે. કામ અને ક્રોધે કકળાટ મચાવ્યો છે. આનંદરૂ ૫ જીવન ખુદ બોજારૂપ બન્યું છે, વેર, દ્વેષ અને સ્વાર્થની મારી તલવાર જબ્બર છે, પણ એ અહિરાવણ - - મહિરાવણ જેવી છે. જેટલા શત્રુ સંહારે છે, એટલા જ સર્જે છે !!
શત્રુતાનો સુંદર નિકાલ માગીએ છીએ, તે પર્વાધિરાજ! તારી પાસે. દૈષની વાદળીઓ નિવારી દેવા માગીએ છીએ, હે તીર્થંકર ! તારી સમીપ. સ્વાર્થની વેલ પર હવે પરમાર્થનાં ફળ નિપજાવવા ઇચ્છીએ છીએ. હે પર્વદેવ આપની પાસે! અને આ માટે જગકલ્યાણના કર્તા પરમ મહર્ષિઓ શ્રી, પર્યુષણ પર્વનું વિધાન કરે છે. આ પર્વને અને આત્માના આનંદને પિછાનો ! જે આ પર્વાધિરાજને અંતરના ઉમળકાથી ઉપાસશે એને માટે સંસાર કુંભારનો ધગધગતો નિભાડો
૩૯ % ભાવમંજૂષા
બન્યો.
11 શ્રી મહાવીર વાણી ll હે પુરુષ, તું પોતે પોતાનો નિગ્રહ કર, સ્વયે નિગ્રહથી તું સમસ્ત દુ:ખોથી મુક્ત થઈ જઈશ.
શ્રી આચારાંગ સુત્ર, ૩, ૩, ૧૧૮
ભાવમંજૂષા છે ૩૮
Page #26
--------------------------------------------------------------------------
________________
નહિ, પણ કોઈ શીતલ સમીર લહેરાવતું સરોવર બની રહેશે !
આજે સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે ! એને શાંતિ નથી, વિરામ નથી, કશે ચેન નથી. યંત્ર પણ પળ-વિપળ ધમધમતું બંધ થતું હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી ! એ ચાલતું દેખાતું નથી, છતાં સતત ચાલે જ જાય છે ! એ ઊભું નજરે પડે છે, છતાં દોડતું જ હોય છે.
પર્વાધિરાજ પર્યુષણ કહે છે કે જે મારો સાચો અર્થ સમજે, એ જ સાચી રીતે મારી ઉપાસના કરશે. એક રીતે કહું તો વર્ષના ૩૬૫ દિવસ મહત્ત્વના નથી. પર્યુષણના આ મૂલ્યવંતા આઠ દિવસની પણ જરૂર નથી. સંવત્સરીના એકના એક મહામૂલા દિવસની પણ ખેવના નથી. ફક્ત ક્ષમાપનાની આંતરજ્યોતિથી અંતર ઉજમાળ બને એટલે બેડો પાર ! સંસાર સ્વર્ગ બને !
પર્યુષણનો આદેશ છે આત્માની નજીક વસવાનો ! આત્માની નજીક જવા માટે કામ, ક્રોધ, મદ, મોહ વગેરે કષાયો છોડવા પડે ! આ માટે જ્ઞાનની આરાધના કરીએ ! બાહ્યાડંબરનો ત્યાગ કરીએ ! ગાડરિયા પ્રવાહે અનેક પર્યુષણ પતાવ્યાં અને આપણે મગશીળિયા પથ્થર જેવા જ રહ્યા ! આચારની સુગંધ, જ્ઞાનનું તેજ, તપનું બળ અને જીવમાત્ર તરફની મૈત્રીમાં આપણે આગળ વધ્યા નહિ. એમાં પ્રગતિ સાધવી આવશ્યક છે. એ માટે આજે જ વિચારીએ કે હું કોણ છું ? કેવું છે મારું જિનશાસન ?
જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એટલે સંસાર તરી જાય. વિષયોને નમાવી જાય. અહમ્નો અંત આણે. અટકચાળું ને ચંચળ મન કાબૂમાં રાખે. ખરો જૈન કદી પરાભવ અનુભવતો નથી. એની હારમાંય જીત છુપાયેલી હોય છે. હરએક હાર એને માટે પ્રગતિનું સોપાન બને છે. આનું કારણ એ કે એના ભાથામાં વિવેક, વિનય અને વીરતાનાં ત્રણ અમોઘ શસ્ત્રો છે. વિવેકથી એ સાર-અસાર જાણે છે. વિનયથી એ તાદાત્મ્ય સાધે છે. વીરતાથી અધર્મને હાંકી કાઢીને ધર્મને પાળે છે.
જૈન ધર્મ એ કોઈ કોમ કે નાતનો ધર્મ નથી. આ તો વિશ્વધર્મ છે. અંતરની તાકાત કેળવવા પર ભાર આપનારો અને આત્માને ઓળખવાનો સતત યત્ન કરતો ધર્મ છે. સંસારનો સંગ્રામ પ્રત્યક્ષ બળો સાથે હોય, જ્યારે જૈનનો સંગ્રામ પરોક્ષ બળો સાથે હોય છે, આથી જ જૈનને કોઈ વાડા કે સીમા નથી, બંધન કે દીવાલો નથી. ચારે વર્ણ અને ચોવીસે જાતિઓ. અરે ! આખો સંસાર આ ભાવનાને
ભાવમંગા વ્ઝ ૪૦
25
અંતરમાં સન્માનીને જૈન કહેવડાવી શકે છે. પર્યુષણ પર્વનો મુખ્ય આદેશ જગત માત્રના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. મૈત્રી વ્યવહારશુદ્ધિ અને મનશુદ્ધિ વગર પ્રાપ્ત થતી નથી, એટલા માટે જ પર્યુષણ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે. આ પર્વના આઠ દિવસોમાં ધર્મશ્રવણ કરવું ખાસ અગત્યનું છે. પ્રથમ ત્રણ દિવસ કરવા યોગ્ય કર્તવ્ય વિશે સાંભળે અને પછીના ચાર દિવસ કલ્પસૂત્ર અર્થ સાથે સાંભળે. જે કોઈ કલ્પસૂત્રના મૂળ બારસો શ્લોકના શ્રવણથી વંચિત રહ્યા હોય તે છેલ્લા અને આઠમા દિવસે સંવત્સરીએ કલ્પસૂત્ર (બારસાસૂત્ર) સાંભળે. વે૨કથા આ દિવસે કદી ન કરે. સાંજે પ્રતિક્રમણ કરીને સાચા દિલથી ક્ષમાપના કરે.
સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન કહ્યું છે. ઉપમા આપતાં તેઓ કહે છે “નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ મહાન છે, દાનમાં અભયદાન મહાન છે. ધ્યાનમાં શુક્લધ્યાન મહાન છે, રત્નમાં ચિંતામણિ રત્ન મહાન છે, એમ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે.”
g
11 શ્રી મહાવીર વાણી 1 જેવી રીતે જળથી ઉત્પન્ન થયેલ કમળ જલ વડે લિપ્ત થતું નથી તેવી રીતે સાધકે પણ કામ-ભોગમાં લિપ્ત ન થવું જોઈએ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૫, ૨૬
૪૧ ૬ ભાવમંજૂષા
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
કેવો વિનય ! કેવો બંધુપ્રેમાં
કુટુંબવત્સલ વર્ધમાનના હૃદયમાં સમસ્યાઓની અજબ સિતારી વાગે છે. આસપાસનું જગત સુખને માટે આંધળી દોટ મૂકે છે, પણ સુખપ્રાપ્તિનો આ માર્ગ તો એમને દુઃખમય અને પાપ-પરિગ્રહમાં આસક્ત લાગે છે. રાજલાલસા અને લોભવૃત્તિથી ચાલતાં યુદ્ધોએ દેશ-દેશના સીમાડાઓને લોહીથી રંગી દીધા છે. છલ-પ્રપંચોએ માનવહૃદય પર પ્રભુત્વ જમાવ્યું છે. બહારથી સુખી લાગતો જીવ અંતરમાં આધિ, વ્યાધિ, ઉપાધિ, વેદના અને વલોપાત અનુભવે છે. માનવીને જીવનના અંત સુધી સંસારના રાગ-દ્વેષની કઠપૂતળી બનીને નાચતો જોઈને વર્ધમાનનું હૃદય વ્યથા અનુભવે છે. વિદ્યા વિવાદનું સાધન બની હતી. સ્ત્રી કામવાસનાની દાસી ગણાતી હતી. શુદ્રોની યાતના અપાર હતી. વર્ધમાન આ બધું જોઈને વિચારમાં ડૂબી જાય છે. યુગની આહ એમના અંતરને પોકાર કરે છે. એ પોકાર છે પૃથ્વીને પ્રેરક બનવાનો, પ્રમાદની નિદ્રામાં સૂતેલા માનવીમાં આત્મજાગૃતિ અને અધ્યાત્મ જગાડવાનો !
રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાએ વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચ્યા બાદ પ્રસ્થાનની સર્વ તૈયારી કરી. સ્નેહીજનોની વિદાય લીધી. પુત્ર-પુત્રીઓને જીવનકલ્યાણનો માર્ગ ચીંધતો ઉપદેશ આપ્યો. મૃત્યુ એ જ ગતનો અનિવાર્ય
ભાવિ ક્રમ છે, તેમ સહુને સમજાવ્યું અને તે અંગે શોક ન કરવા કહ્યું. પોતાનાં પાપોની આલોચના કરી. પ્રાયશ્ચિત્ત લઈને આત્માને નિર્મળ બનાવ્યો. એ પછી અનશન આદરીને બેસી ગયા. મુખેથી ન ખાવું, ન પીવું; બસ, માત્ર એક ‘જય પ્રભુ પાર્શ્વ'નું રટણ ચાલે. ડાભના આસન પર બેસીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી એમણે સંથારો કર્યો. આ મહાન દંપતી પોતાની પાછળ લીલી વાડી મૂકીને વિદાય થયાં. ચોતરફ શોકનું વાતાવરણ સહુને ઘેરી વળ્યું..
અઠ્ઠાવીસ વર્ષની વયના વર્ધમાને હવે મહાપ્રસ્થાનની તૈયારી કરવા માંડી. માતા-પિતાના સ્નેહનું બંધન દૂર થયું હતું. સંસારમાં રહીને વિરાગની સાધના ચાલતી હતી. હવે સંસાર છોડીને વિરાગની ધૂણી ધખાવવી હતી. આને માટે પોતાના ભાઈ નંદિવર્ધન પાસે આવ્યા. રાજ કાજમાં સહુથી ખરાબ વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય ! એક મિલકતના બે ભાગીદાર ! એક માર્ગમાંથી હટી જાય તો બીજાને સિહાસન વરે, પરંતુ અહીં નંદિવર્ધન અને વર્ધમાન વચ્ચે અપાર પ્રેમ હતો. નંદિવર્ધનના વર્ધમાન પર ચાર હાથ હતા. એમણે જોયું કે નાનો ભાઈ હવે જુદી તૈયારી કરે છે. એમણે એમને કહ્યું, “આ રાજ તને આપવા માગું છું.”
વર્ધમાને કહ્યું, “રાજ-રાજ વચ્ચેના સાંકડા સીમાડા મને ગમતા નથી. મારું રાજ તો પ્રેમ અને દયાનું છે. એને માટે મારે સંસાર છોડીને જવું છે.”
નાના ભાઈની વાત સાંભળીને નંદિવર્ધન વિચારમગ્ન બની ગયા. એમણે કહ્યું, “પ્રિય વર્ધમાન, તમારી ભાવના હું જાણું છું. એ પણ જાણું છું કે વિશ્વને અજવાળવા આવેલી જ્યોતિને આ મહેલમાં હું લાંબો સમય રાખી શકવાનો નથી, પરંતુ માતા-પિતાની વિદાયના વિયોગનો ઘા હજી તાજો જ છે. હવે મારાથી બંધુવિયોગ સહન થઈ શકે તેમ નથી. મારી વિનંતી છે કે થોડો સમય થોભી જાઓ.”
રાજ કુમાર વર્ધમાન કહે : “મોટા ભાઈ, તમારે વિનંતી કરવાની ન હોય. તમારા પ્રેમનો મારા પર અધિકાર છે. તમારી ઇચ્છા એ મારા માટે આજ્ઞા સમાન
વ્યાકુળ નંદિવર્ધને કહ્યું, “તો વધુ બે વર્ષ સંસારમાં રહી જાઓ.”
વર્ધમાને મોટા ભાઈ નંદિવર્ધનની ઇચ્છાને માન આપીને વધુ બે વર્ષ સંસારમાં રહેવાનું સ્વીકાર્યું. રાજમહેલમાં તપસ્વીના આશ્રમ જેવું વાતાવરણ પ્રસરી રહ્યું. વિશાળ મહેલના એકાંત ભાગમાં મોટા ભાગનો સમય ચિંતન અને
ભાવમંજૂષા ૪૨
26
૪૩ 9 ભાવમંજૂષા
Page #28
--------------------------------------------------------------------------
________________
શુભધ્યાનમાં ગાળવા લાગ્યા. બ્રહ્મચર્યનું પૂર્ણરૂપે પાલન કરતા. પોતાના ચિત્તને સદા ઊર્ધ્વ ભાવમાં લીન રાખતા. ક્રોધ, મોહ જેવા આંતરશત્રુઓ સામે સતત આત્મજાગૃતિ રાખતા. તેઓ અમાસુક આહાર લેતા. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કર્યો હતો. ભોગની વચ્ચે એમણે ત્યાગનો મહિમા જગાવ્યો. વૈભવની વચ્ચે એમણે વિરાગની આરાધના કરી બતાવી.
નગરજનો વિચારે છે : વાહ ! કેવો બંધુપ્રેમ ! કેવો વિનય ! ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ હજો તો આવો !
૨૧
ભવ્ય મંદિર ને ભૂખી જનતા
વૃદ્ધાવસ્થાના કાંઠે ઊભા રહીને ગુજરાતના વીર મહામંત્રી વસ્તુપાળ પોતાના ભૂતકાલીન જીવન પર દૃષ્ટિપાત કરે છે. સિદ્ધિ અને કીર્તિની ટોચ પર બિરાજેલા આ મહામંત્રીને પોતાના દિવંગત ભાઈ લુણિગનું સ્મરણ વ્યથિત કરે છે.
વસ્તુપાળ-તેજપાળે યુદ્ધના મેદાન પર અપ્રતિમ વીરતા દાખવીને અમર સિદ્ધિ હાંસલ કરી હતી. ધર્મને માર્ગે સંપત્તિ વહાવીને અમર કીર્તિ મેળવી હતી, છતાંય વસ્તુપાળના મનમાં સતત એક વસવસો રહેતો હતો કે મોટા ભાઈ લુણિગને માટે હજું કશું ધર્મકાર્ય થઈ શક્યું નથી.
મહામંત્રી વસ્તુપાળે આબુ પર્વત પર લુણિગની સ્મૃતિમાં અત્યંત કલાત્મક દેવમંદિર સર્જવાનું નક્કી કર્યું. વળી એવું જિનાલય રચવું હતું કે જ્યાં આરસપહાણમાં કલાની દેવી સઘળાં સાજ અને સોળે શણગાર સજીને નૃત્ય કરતી હોય. એવી રચના કરવી હતી કે ભાવિક માનવીને લાગે કે એ સંગેમરમરના સ્વર્ગ વચ્ચે ઊભો છે ! લૂણિગની સ્મૃતિ જાળવવા માટે આબુ પર્વત પર જિનાલયની રચનાનું કામ શરૂ થયું. મશહૂર શિલ્પી શોભન પોતાના કારીગરો સાથે ઊંચા આબુ ક પર્વત પર આવ્યો અને એણે ઝડપભેર કામ શરૂ કર્યું.
મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે તેઓ છેક વૃદ્ધાવસ્થાએ
11 શ્રી મહાવીર વાણી | જે મનુષ્ય પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન આપે છે, એની અપેક્ષાએ કંઈ પણ ન દેનાર સંયમીનો સંયમ શ્રેષ્ઠ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯, ૪
ભાવમંજૂષા મેં ૪૪
૪૫ o ભાવમંજૂષા
Page #29
--------------------------------------------------------------------------
________________
ભાવનાનો મહિમા
પહોંચી ચૂક્યા છે. હવે આયુષ્યનો ભરોસો નથી. ત્યારે આ કામ ઝડપી ગતિએ થવું જોઈએ, તેને બદલે ઘણી મંદ ગતિએ ચાલે છે. જો કામ આટલું ધીમું ચાલશે તો કાર્યસિદ્ધિ જોવા પોતે જીવતા નહીં હોય. આથી વસ્તુપાળે આ કામ ત્વરિત ગતિએ આગળ ધપાવવા કહ્યું. વસ્તુપાળના લઘુબંધુ તેજપાળનાં પત્ની અનુપમાદેવી એમની ભાવના અને કાર્યકુશળતાથી જાણીતાં હતાં. એમણે આ વાતનો ભેદ પામવા પ્રયાસ કર્યો. ગોકળગાયની ગતિએ ચાલતા કામનું મૂળ કારણ જાણવા પ્રયત્ન કર્યો.
એમણે જોયું તો આબુ પર્વત પર કડકડતી ઠંડીને કારણે શિલ્પીઓ ઝડપથી કામ કરી શકતા નહોતા. પર્વત પર પહોંચતાં પારાવાર મુશ્કેલ પડતી હતી. વળી માંડ માંડ કામ શરૂ કરે ત્યાં ભોજનનો સમય થઈ જતો. બધા રસોઈના કામમાં લાગી જતા. પગાર એટલો ઓછો હતો કે પૌષ્ટિક ખાવાનું પોસાય નહીં. આમ સામાન્ય ભોજન કરીને વળી કામ શરૂ કરે ત્યાં સાંજ પડવા આવે. ટાઢમાં આખું શરીર થીજી જાય. આવે વખતે શિલ્પીઓનાં આંગળાં ક્યાંથી કામ કરી શકે !
અનુપમાદેવીએ વિચાર્યું કે મંદિરનું કામ એ રીતે થાય કે જ્યાં કોઈનુંય મન દુભાય નહીં. મૂર્તિ ઘડનારા શિલ્પીઓ દુ:ખી હોય તો એ મૂર્તિમાં કઈ રીતે ભાવ લાવી શકે ? આથી અનુપમાદેવીએ શિલ્પીઓ માટે ખાસ ભોજનાલય ઊભું કર્યું. થાકેલા શિલ્પીઓના મર્દન માટે માણસો રાખ્યા. દિવસ અને રાતના કામના શિલ્પીઓ જુદા જુદા રાખ્યા. અનુપમાદેવી તો કહે કે જેમાં સહુ કોઈ રાજી એમાં જ દેવ રાજી .
અનુપમાદેવીની સૂચના પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને આબુ ગિરિરાજ પર લૂણિગવસહી નામે ભવ્ય, મનોહર અને કલાત્મક પ્રાસાદ તૈયાર થયો. એ આજે પણ લુણિગની અમર સ્મૃતિનું સ્મરણ કરાવે છે.
આમ, ધર્મકાર્ય સાથે માનવતાને જોડવી જોઈએ. મંદિરના પૂજારી પેટ પૂરતું ખાવા પામતો ન હોય તો તે કઈ રીતે પ્રભુ પ્રત્યે ભાવના રાખી શકવાનો છે ? ધર્મસંસ્થાનો ગુમાસ્તો રાત-દિવસ કામ કરતો હોય અને છતાં સાવ નજીવી રકમ મેળવે તે ધર્મભાવના કઈ રીતે જાળવી શકવાનો ?
ગિરિરાજ શત્રુંજય પર મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ અને ધર્માચાર્યો અને યાત્રિકો આવ્યા હતા. ગુજરાતના આ મંત્રીશ્વરે સંઘ કાઢ્યો હતો અને આ પાવન ગિરિરાજ પર ઇંદ્રોત્સવ ઊજવવાની તૈયારી થતી હતી.
રાજપુરુષો અને શ્રેષ્ઠીઓ અહીં સામાન્ય માનવીની માફ ક ઈશ્વરની સેવાપૂજામાં ડૂબેલા હતા. આ સમયે શત્રુંજયની નજીકમાં આવેલા ટિમાણક ગામમાંથી ટીલો નામનો સીધોસાદો શ્રાવક અહીં આવ્યો હતો. શ્રાવક અત્યંત ગરીબ હતો પણ પ્રભુભક્તિથી સમૃદ્ધ હતો. એના અંતરમાં ભગવાન પ્રત્યે કેટલીય ભાવનાઓ ઊભરાતી હતી.
આવો ટીલો ઘી વેચવાનો વેપાર કરતો હતો. એણે જાણ્યું કે ગુજરાતનાં બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળ સંઘ લઈને આવ્યા છે ત્યારે એના મનમાં એમને જોવાનો ભાવ જાગ્યો. ગિરિરાજ શત્રુંજય પર આવીને એણે પ્રભુભક્તિ કરી અને પછી ઉત્સવની પુષ્પમાળાની બોલી બોલાતી હતી ત્યાં આવીને ઊભો રહ્યો. કોઈએ હજાર દ્રમ્મ કહ્યા તો કોઈએ બે હજાર દ્રમ્ય કહ્યું. આમ બોલી વધતી ગઈ અને લાખો દ્રમ્મ સુધી પહોંચી ગઈ.
કોણ જાણે કેમ ટીલાના મનમાં એવા ભાવ જાગ્યા કે
ભાવમંય ને કે
૪૩ % ભાવમંજૂષા
Page #30
--------------------------------------------------------------------------
________________
પોતાને ઇન્દ્રોત્સવની પુષ્પમાળા પહેરવાની તક મળે તો ! મનમાં પોતાની જાત માટે હસવું પણ આવ્યું. થયું કે અલ્યા ટીલા ! આવા તે મનોરથ કરાતા હશે ! ઘેર હાંલ્લાં કુસ્તી કરે છે અને અહીં પુષ્પમાળા પહેરવાનો વિચાર જાગે છે ?
વિચારને કોઈ વર્ણ હોતો નથી. જાતિ, જ્ઞાતિ કે ગરીબ અમીરના કોઈ ભેદ હોતા નથી. ટીલાના ભોળા હૃદયમાં અવનવા ભાવ જાગતા હતા.
પ્રભુભક્તિ કરનારું એ ભોળું હૃદય હતું. આવા ભોળા હૃદયની ભાવનાના પડઘા હંમેશાં પડતા હોય છે. આથી ભોળા હૃદયનો ભાવનાશાળી ટીલો મેદની વચ્ચે દોડ્યો અને આગળ આવીને બોલ્યો,
“મારેય બોલી બોલવી છે. હું પણ ભગવાનનો ભક્ત છું.”
જનસમૂહની નજર ટીલા પર પડી. ચારે બાજુ મોટો ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈએ કહ્યું, “અરે ! આના દેદાર તો જુઓ. દરિદ્રતાની જાણે જીવતીજાગતી મૂર્તિ."
બીજો બોલી ઊઠ્યો, “હાલત સુદામા જેવી છે અને વૈભવ શ્રીકૃષ્ણનો મેળવવો છે. આમ તે કાંઈ થતું હશે ?”
કોઈએ કહ્યું, “આ તે નાના મોંએ મોટી વાત છે. ગજવામાં પૂરા સો દ્રમ્મ પણ નથી અને આવી મોટી બોલી બોલવા નીકળ્યો છે.”
કોઈએ ટીલાને પાગલ માન્યો. એને કોઈએ રસ્તો આપ્યો નહીં. ટીલો ફરી કરગરી રહ્યો. એણે આજીજી કરીને કહ્યું, “મારી પર દયા કરો. મારેય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે.”
જનમેદનીમાં બેઠેલા મહામંત્રી વસ્તુપાળની નજર કરગરતા ટીલા પર પડી. એના ભોળા ચહેરા પર સાચા દિલની ભાવનાની રેખા હતી. એવા અવાજમાં ભક્તિની આરત હતી. એની વાણીમાં ઉત્કટ પ્રભુરાગ હતો. આ જોઈને મહામંત્રી વસ્તુપાળે ટીલાને બોલાવ્યો. ટીલાએ કહ્યું કે આજે એ એની પાસે જે કંઈ ધન છે તે સર્વસ્વ ન્યોછાવર કરવા ચાહે છે.
મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે લાખોની બોલી બોલનારા પાસે અઢળક ધન છે અને તેમાંથી થોડું ધન આપવા ચાહે છે. એમને માટે એમની વિપુલ સંપત્તિનો નાનો ભાગ છે. જ્યારે ટીલો તો પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા માગે છે. એની ભાવનાનાં મૂલ થઈ શકે તેમ નથી. ધર્મ એ ધનના ત્રાજવે તોળાય નહીં એ તો ભાવનાના કાંઠે જોખાય. આથી મંત્રીશ્વર વસ્તુપાળું ટીલા શ્રાવકની બોલી માન્ય ભાવમંજૂષા ∞ ૪૮
29
રાખી. ટીલાએ પોતાના જીવનની સઘળી મૂડી જેવા બાર રૂપિયા મંત્રીશ્વરના હાથમાં મૂકી દીધા. ટીલાના કંઠમાં બહુમાનપૂર્વક ઇન્દ્રમાળા પહેરાવવામાં આવી. દેવમંદિરનો રંગમંડપ ટીલાની સમર્પણની ભાવના અને મંત્રીશ્વરના હૃદયની વિશાળતા અનુભવી રહ્યો.
એ દિવસે ધનસંપત્તિને બદલે ભાવનાનો મહિમા થયો. ધર્મ એ ભાવનામાં
વસે છે. ભવ્યતા, સમૃદ્ધિ કે મહોત્સવોમાં નહીં.
1 શ્રી મહાવીર વાણી 1
હું સમસ્ત જીવોની ક્ષમા માગું છું અને બધા જીવ મને ક્ષમા પ્રદાન કરે. મારી સર્વ જીવો સાથે મૈત્રી છે. કોઈની સાથે મારો વૈર-વિરોધ નથી.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૧૦, ૧૩
૪૯ ૬૦ ભાવમંજૂષા
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩
અહિંસાની અગ્નિપરીક્ષા
ચોતરફ વેર અને હિંસાની આગ ભભૂકતી હોય ત્યારે એની વચ્ચે અહિંસાની અગ્નિપરીક્ષા થઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું કે જેમ મેરુથી ઊંચો પર્વત નથી, આકાશથી વિશાળ બીજું કંઈ નથી એ જ રીતે અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી.
ભગવાન મહાવીર પ્રજાને ભાવનાઓ આપતા હતા. અને સાથોસાથ એ ભાવનાઓને પોતાનાં જીવનકાર્યોથી સાકાર કરતા હતા. માત્ર ઊંચી ભાવનાનો શો અર્થ ? એ ભાવના ત્યારે જ સાર્થક બને જ્યારે માનવીના આચરણમાં એ ઊગે.
ભગવાન મહાવીરે રાઢ નામની અનાર્ય ભૂમિમાં વિહાર કરવાનું નક્કી કર્યું. જ્યાં ચોતરફ હિંસાનો હાહાકાર હતો. વેલ અને લતાઓની જેમ નરમુંડ માળાઓ લટકી રહી હતી. જંગલી લોકો વાઘની બોડમાં રહેતા હતા. એમને માટે માનવરક્ત એમનું મધુર પીણું અને નરમાંસ એ મિષ્ટ ભોજન હતું. હિંસક પ્રાણીઓથી ભરેલી આ ભૂમિ જીવતા મોતની ભૂમિ હતી. આવી ભૂમિ પર ભગવાન મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક ઉત્સાહ અને ઉમંગથી વિહાર કરતા હતા, આંખમાં ભયનો પડછાયો કે ડરનો થડકારો નહોતો. કીડીઓના જાળાથી દેહ આખો ચાળણી જેવો વીંધાઈ
ગયો હતો પરંતુ રક્તના લાલ રંગે એમાં રંગોળી પૂરી હોય તેમ કશી ફિકર નહોતી. કૂતરાઓ દોડીને પગમાંથી માંસના લોચા કાઢી લેતા હતા છતાં મહાવીરના ચહેરા પરની એક રેખા પણ બદલાતી નહોતી.
શિષ્ય ગોશાલકે મહાવીરને કહ્યું : “આ શ્વાનોને નિવારવા એકાદ દંડ હાથમાં રાખીશું ?”
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું, “હાથમાં દંડ હોય કે હથિયાર બંનેમાં હિંસાની ભાવના સરખી છે. આપણે અહિંસકને વળી પ્રતિકારના સાધનની શી જરૂર ? અહિંસા એ જ આપણો પ્રતિકાર, એ જ આપણું શસ્ત્ર અને એ જ આપણું બી.
- ગુરુ-શિષ્ય આગળ વધ્યા. દૂર દૂર દેખાતી એક પલ્લી પાસે તેઓ જઈ પહોંચ્યા. ત્યાં તો ધૂળ-રાખનો એક વંટોળિયો જાગ્યો. એ વંટોળિયામાં વાગોળની જેમ ઊડતો ઊડતો એક બિહામણો ભીલ આવ્યો, રખાવીને સિફતથી શ્રમણ મહાવીરની પીંડીનું માંસ કાપી ગયો.
મહાવીરે શિષ્યને હસતાં હસતાં કહ્યું, “સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે; મારે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો છે !”
એટલે જ લોકોએ આપને ‘મહાવીર 'નું ઉપનામ આપ્યું છે ને ! પણ ગુરુદેવ ! મારું મન તો ઘણી વાર ડગી જાય છે, હોં.' આર્ય ગોશાલકે નિખાલસ રીતે કહ્યું..
વત્સ ! મનને ડગતું રોકવા એક કલ્પના આપું. સંગ્રામના મોખરે રહેનાર હાથીની વૃત્તિ ધારણ કર. એ હાથી ગમે તેટલા ભાલા ભોંકાય, તીર વાગે, ખાડાટેકરા આવે, પણ કર્તવ્યને ખાતર શરીરની મમતા છાંડી આગળ જ ધપ્ય જાય છે ! બસ એવો વિચાર કર.”
આવા રાઢ પ્રદેશમાં ભ્રમણ મહાવીરે છ માસ સુધી વિહાર કર્યો. ક્યાંક ગોચરી મળી કે ન મળી પણ એની ચિંતા નહોતી. અહિંસા કાજેની અગ્નિપરીક્ષામાં આત્મસુવર્ણની કસોટી થઈ.
ભાવમંજૂષા બ ૫૦
પ
5 ભાવમંજય
Page #32
--------------------------------------------------------------------------
________________
વેપાર વગેરે કરી શકતો નથી. તેથી ઘરકામ કરે છે પણ તેથી એની ઉપેક્ષા ન થાય.”
શ્રીમનાં આ વચનો સાંભળી કોઈકે કહ્યું, “કેટલાક લોકો આ નોકરોનો કસ કાઢી નાંખતા હોય છે. એના પગાર કરતાં એની પાસેથી બમણું કામ કરાવતા હોય
૪
નોકર મારા જેવો
શ્રીમદ્ રાજચંદ્ર ભારતના મહાન અધ્યાત્મપુરુષ. એમને ત્યાં સૌરાષ્ટ્રના મોરબી ગામનો વતની લલ્લુ નોકર કામ કરતો હતો. ઘણાં વર્ષો સુધી લલ્લુએ શ્રીમદ્ રાજચંદ્રને ઘેર કામ કર્યું. ઉમંગભેર કામ કરે , હસતા ચહેરે દોડધામ કરે.
એવામાં એક વાર લલ્લુને ગળામાં ગાંઠ નીકળી. એનું શરીર ઓગળવા માંડ્યું. તાવ રહેવા માંડ્યો. તબિયત સાવ લથડી ગઈ. આ સમયે શ્રીમદ્ રાજચંદ્ર લલ્લુની સેવા કરવા લાગ્યા. શેઠ નોકરની સંભાળ લેવા લાગ્યા. વખત થાય ત્યારે ભોજન આપે, બરાબર ઔષધ આપે.
આ જોઈને બધાને આશ્ચર્ય થતું. શ્રીમની સાથે એમનો અનુયાયી વર્ગ હતો. તેઓ શ્રીમદ્ પાસેથી જ્ઞાન મેળવતા હતા અને શ્રીમદ્ પ્રત્યે અનન્ય ગુરુભક્તિ ધરાવતા હતા. નોકરની ચાકરી કરતા જોઈને કોઈએ શ્રીમન્ને કહ્યું, “અરે, આ શું કહેવાય! નોકરની તે સેવા થતી હશે ? નોકર એટલે નોકર. એણે તો આપણી સેવા કરવાની હોય, આપણે એની સેવા-ચાકરી કરવાની ન હોય.”
આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, “નોકર તરીકે રહેનાર એની ગરીબ સ્થિતિને કારણે અને પૈસાના અભાવને લીધે નોકરી કરતો હોય છે. એ આર્થિક પરિસ્થિતિને કારણે
આ સાંભળી શ્રીમદ્ બોલ્યા, “શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવાની વૃત્તિ રાખે તો તે શેઠ તે નોકરી કરતાં હલકો ગણાય, ભીખ માગનાર કરતાં વધુ પામર માણસ કહેવાય.''
કોઈએ કહ્યું, “હે સદ્ગુરુ દેવ ! નોકર તરફ કેવી ભાવના રાખવી જોઈએ ?”
શ્રીમદે કહ્યું, “શેઠે નોકર પ્રત્યે એવી ભાવના રાખવી જોઈએ કે આ પણ મારા જેવો થાય. વળી નોકર પર કામનો ઘણો બધો બોજો હોય, ત્યારે એના કામમાં મદદરૂપ બનવું જોઈએ.”
કોઈએ પૂછ્યું, “તમે લલ્લુની આટલી બધી સંભાળ કેમ લો છો ?”
શ્રીમદે કહ્યું, “આજ સુધી એણે મારું કામ કર્યું, મને એની સેવા કરવામાં આનંદ છે. મારે એના જીવનનો અંત ઓછો દુઃખદાયી બનાવવો છે.''
નોકર લલ્લુની તબિયત બગડતી ચાલી. પોતાના ખોળામાં લલ્લુનું માથું રાખીને છેક અંત સમય સુધી એની સારવાર કરી.
મહાન અધ્યાત્મપુરુષની કરુણાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. અધ્યાત્મના શિખરે બિરાજે લો માનવી તળેટીમાં વસતા સામાન્ય લોકોની ઉપેક્ષા કરતો નથી. એની દૃષ્ટિમાં રહેલી કરુણા બધા તરફ સમાનભાવે વહેતી હોય છે. માનવી જેમ અધ્યાત્મની ઊંચાઈએ પહોંચે છે તેમ તેમ કરુણાની પરાકાષ્ઠા સાધે છે.
ભગવાન બુદ્ધ એમના પર થૂકનારા પ્રત્યે પણ વહાલ રાખે છે. ભગવાન મહાવીર વિના કારણે દેશ દેનાર ચંડકૌશિક પર વાત્સલ્ય વરસાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા અધ્યાત્મ પુરુષ એક સામાન્ય નોકરની જતનપૂર્વક સંભાળ લે છે. અને સ્નેહથી સેવા-સુશ્રુષા કરે છે.
ભાવમંજૂષા મ પર
પ૩ ) ભાવમંજય
Page #33
--------------------------------------------------------------------------
________________
કરી. ઝાડના થડની જેમ અવિચલિત રહીને અનેક કષ્ટો સહન કર્યા. એમના શરીર પર પંખીઓએ માળા બાંધ્યા. આટલી બધી ઘોર તપશ્ચર્યા છતાં એમના હૃદયમાં રહેલા મોટાઈના અહંકારે બાહુબલિને આત્મજ્ઞાનથી દૂર રાખ્યા. નાનકડો અહંકાર સાધનાના શિખરે પહોંચવાની સિદ્ધિની વચમાં મોટી શિલાની માફક માર્ગમાં આડો ઊભો હતો. આ સમયે ભગવાન ઋષભદેવે સાધ્વી બનેલી પોતાની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને બાહુબલિને મળવા માટે મોકલી. આ બહેનોએ જઈને પોતાના ભાઈને કહ્યું,
વીરા મોરા, ગજ થકી ઊતરો.”
આ શબ્દો સાંભળતાં બાહુબલિ વિચારમાં પડ્યા. આ ઘનઘોર જંગલમાં ગજ ક્યાંથી હોય ? કદાચ ક્યાંક ગજ (હાથી) હશે તો પણ પોતે ક્યાં એના પર બેઠા
૨૫
અહંકારના હાથી પર
બાહુબલિએ સાધનાનો માર્ગ સ્વીકાર્યો અને એક સમયના પ્રચંડ શક્તિશાળી વીર આજે યોગી બની ગયા.
બાહુબલિના પિતા રાજા ઋષભદેવ યોગી ઋષભદેવ બન્યા હતા. બાહુબલિના સો ભાઈઓમાંથી ૯૮ ભાઈઓ ત્યાગી બન્યા હતા. બાકીના બે તે ભરત ચક્રવર્તી અને રાજા બાહુબલિ.
જે શક્તિથી વીર હોય તે જ ત્યાગમાં મહાવીર બની શકે. તક્ષશિલાના રાજવી બાહુબલિએ સાધુતા તો સ્વીકારી, પરંતુ એમની સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ. એમના મનમાં તો હતું કે પિતા શ્રી ઋષભદેવ પાસે જાઉં અને સાધુતાનો સ્વીકાર કરું. પરંતુ ભીતરમાં રહેલો અહમ્ આડે આવતો હતો. જો એ પિતાજી પાસે જઈને દીક્ષાનો સ્વીકાર કરે તો એમની અગાઉ સાધુતા ધારણ કરનાર એમના અઠ્ઠાણુ નાના ભાઈઓને વંદના કરવી પડે.
સાધુતામાં વય ન જોવાય. ઉંમરમાં નાના-મોટાનો ભેદ ન કરાય. જેણે પહેલાં સાધુતા ગ્રહણ કરી તે મોટા અને છે એ જ પછી સાધુતા ગ્રહણ કરનારને માટે વંદનને યોગ્ય.
આ સમસ્યાને કારણે જ બાહુ બલિએ એકલા આત્મસાધના કરવાનું નક્કી કર્યું. અત્યંત ઉગ્ર તપશ્ચર્યા
બહેનોની વાતનો મર્મ સમજવા બાહુબલિ ગડમથલ કરવા લાગ્યા. એકાએક એનું રહસ્ય હાથ લાગ્યું અને બાહુબલિને સમજાયું કે આ ગજ એટલે અહંકારનો હાથી, પોતે અહંકારના હાથી પર બેઠા છે એને કારણે જ આત્મજ્ઞાન સાંપડતું નથી. નાના ભાઈઓને વંદન કરવાની નમ્રતાને બદલે મોટા હોવાની અકડાઈ મનને ઘેરી વળી છે.
બાહુબલિને બ્રાહ્મી અને સુંદરીની વાતનો મર્મ સમજાયો. એ અહંકારના ગજ પરથી હેઠા ઊતરીને નાના ભાઈઓના ચરણમાં વંદન કરવા ચાલ્યા. ત્યારે આપોઆપ આત્મજ્ઞાનનાં અજવાળાં પથરાઈ ગયાં. વ્યક્તિનો નાનો શો અહંકાર એના જીવનમાં કેવો અવરોધરૂપ બની જાય છે. રાતદિવસ એ અહંકાર જ એને ઘેરી વળે છે અને સમય જતાં એ અહંકાર જ એનું સ્વરૂપ બની જાય છે. માનવીનું મૂળ સ્વરૂપ ખોવાઈ જાય છે અને એ જિંદગીમાં માર્ગ ભૂલેલા પથિક જેવો બની જાય છે.
1 શ્રી મહાવીર વાણી ll જ્યારે સાધક ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ધર્મનો સ્પર્શ કરે છે ત્યારે આત્મા પરથી અજ્ઞાનરૂપી કાલિમાજન્ય કર્મરજને દૂર કરી નાખે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવમંજૂષા બે પ૪
પપ છ ભાવમંજૂષા
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬
આપણા સ્વામી
નગરમાં ગોભદ્ર નામના એક શેઠ રહેતા હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી, શાલિભદ્ર નામનો પુત્ર હતો. ગોભદ્ર શેઠની સંપત્તિની ગણતરી થઈ શકે તેમ નહોતી. તેઓનો શાલિભદ્ર એકનો એક પુત્ર હોવાથી બહુ લાડકોડમાં ઉછેર્યો હતો. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું હતું. અત્યંત સુખમાં એ દુનિયાદારીથી સાવ અજાણ રહ્યો. એ પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવતો હતો.
કાળક્રમે ગોભદ્ર શેઠ ગુજરી ગયા. માતાના હાથમાં કારભાર આવ્યો. સંપત્તિ સંપત્તિને વધારે, એમ ધનની કોઈ સીમા ન રહી. માતાએ પુત્રને વધુ લાડકોડમાં ઉછેરવા માંડ્યો. રાત-દિવસ કે ટાઢ-તડકાનું પણ એને ભાન ન રહ્યું. શાલિભદ્રના સ્વર્ગીય સુખની લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. એની સંપત્તિની વાહ વાહ બોલવા લાગ્યા. એમાંય એક બનાવે તો એની કીર્તિને અનેકગણી વધારી દીધી.
રાજગુહમાં કંબલોનો એક વેપારી આવેલો. કેબલો બહુ કીમતી હતી. એ રત્નકંબલના નામથી ઓળખાતી. સોદાગર આખા મગધ રાજ માં ફર્યો, પાટનગર રાજ ગૃહમાં ફર્યો, રાજા પાસે ગયો, પણ સહુએ એટલી મોંઘી કંબલો ખરીદવાની પોતાની અશક્તિ દર્શાવી. નિરાશ વેપારી ફરતો ફરતો ભદ્રા શેઠાણીની હવેલી પાસે આવ્યો. શેઠાણીએ બધી
કંબલો સામટી ખરીદી લીધી. વેપારી ખુશ ખુશ થતો ચાલ્યો ગયો.
આ વખતે રાજા શ્રેણિકે એક કંબલ પોતાની રાણી માટે મંગાવી. વેપારીએ કહ્યું કે એ બધી તો શાલિભદ્ર શેઠની માતાએ ખરીદી લીધી છે. આપ ત્યાંથી મંગાવી લો. રાજાનો સેવક શાલિભદ્ર શેઠની હવેલીએ આવ્યો, ને એક કેબલ માટે રાજાજીની માગણી રજૂ કરી. ભદ્રા શેઠાણીએ નમ્રતાથી કહ્યું : “અરે ! તમે થોડા મોડા પડ્યા. એ રત્ન-કંબલોનાં તો મારી પુત્રવધૂઓ માટે પગલૂછણિયાં બનાવી નાખ્યાં ?
રત્નકંબલનાં પગલૂછણિયાં ! રાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે ખુશ થઈને, શાલિભદ્ર શેઠને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તેઓ સંપત્તિના આ મહાન સ્વામીને જોવા માગતા હતા. પોતાના પ્રજાજન આટલા શ્રીમંત, એનો રાજા શ્રેણિકને ભારે હર્ષ અને ગર્વ હતો. રાજાના આમંત્રણનો જવાબ વાળતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : ‘મારો પુત્ર કદી ઘરબહાર નીકળ્યો નથી. આપનું બાળક સમજી વડીલ તરીકે આપ અમારે ઘેર પધારશો તો અમે પાવન થઈશું.'
રાજા શ્રેણિક ઉદાર દિલનો હતો. સામે પગલે ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા. માતા, ઉપરના માળ પર બેઠેલા પુત્રને બોલાવવા ગઈ. પુત્રે કહ્યું : ‘મા ! એમાં મને શું પૂછે છે ? જે જોઈએ તે આપીને એને ખુશ કર !'
‘પણ બેટા ! એ તો આપણા સ્વામી છે, રાજા છે, આપણું સારું-નરસું કરવાના અધિકારી છે, તેઓ ઉદાર છે, તને રાજસભામાં બોલાવ્યો હતો. તારે જવું જ જોઈએ. છતાં મારી વિનંતીથી એ અહીં આવ્યા છે. તો સામે ચાલીને સત્કાર કર !”
શાલિભદ્રને આ શબ્દોની ઠેસ વાગી, રે ! આટઆટલું હોવા છતાં, એ કંઈ જ નથી ! એક રાજા ધારે તો કાલે હું રસ્તા પરનો ભિખારી બની જાઉં ? એવા ધનનો ગર્વ શો ? એ નાશવંત ધનને કરવું શું ? પરાધીન જીવનમાં સુખ શું ? રાજાની મહેરબાની પર મારી સંપત્તિનો આધાર ? એની કૃપા પર મારું સુખ ? ન ખપે એ મને !” શાલિભદ્રના સુંવાળા જીવનમાં એક કાંટો પેસી ગયો. એ એને વારંવાર પીડવા લાગ્યો. એવામાં નગરમાં ધર્મઘોષ મુનિ આવ્યા. એમણે રાજાના પણ રાજા થવાનો મુનિમાર્ગ દર્શાવ્યો. શાલિભદ્રના દિલમાં એ વાત ઊતરી ગઈ. એ ધીમે ધીમે લૌકિક સંપત્તિ તરફ જવા માટે તૈયારી કરવા લાગ્યા- એવી સંપત્તિ કે જેને રાજા કે ચક્રવર્તી પણ છીનવી ન શકે.
ભાવમંજુષા ત્ર પક
પ૭ % ભાવમંજૂષા
Page #35
--------------------------------------------------------------------------
________________
આવી આધ્યાત્મિક સંપત્તિ મેળવવા માટે માનવીએ સહુ પ્રથમ દેહના આનંદપ્રમોદથી દૂર થઈને પોતાના આત્માની સમીપ બેસવું જોઈએ. દેહ અને દુનિયાની વાતો કરતાં માનવીએ પોતાના આત્મામાં ખબરઅંતર પૂછવા જોઈએ. આ આત્માના ખબરઅંતર પૂછવાનું પર્વ એ જ પર્યુષણ. ભૌતિકતાની આંધળી દોડમાં દોડી રહેલા માનવીને આધ્યાત્મિકતાનો અણસાર આપતું પર્વ તે પર્યુષણ. બહારની દુનિયામાં ધૂમતા મનુષ્યને ભીતરની અપૂર્વ દુનિયાનો અને આનંદનો ખ્યાલ આપતું પર્વ તે પર્યુષણ.
આજે ભૌતિક સંપત્તિ પાછળ દોડતો માનવી અર્થ અને કામનો ગુલામ બનીને અધ્યાત્મને ભૂલી ગયો છે તેને પરિણામે એના જીવનમાં ક્યાંય આનંદ, ઉત્સાહ કે મસ્તી નથી. સાચા સુખની પ્રાપ્તિનો સંતોષ નથી.
૨૭
આત્મસાધનાનો કપરો પંથા
મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે તીર્થાધિરાજ શત્રુંજયનો વહીવટ તપ, ત્યાગ અને તિતિક્ષા માટે જાણીતા કોઈ યતિને આપીએ તો સારું. એ માટે મહામંત્રીએ વિજયસેનસૂરિ નામના આચાર્યશ્રીને વિનંતી કરી અને આચાર્યએ એક યતિને સંભાળ રાખવાનું કામ સોંપ્યું. | તીર્થનો વહીવટ બરાબર ચાલવા લાગ્યો. દેવદ્રવ્યની બરાબર સંભાળ લેવામાં આવી. પરંતુ કેટલાક સ્વાર્થી સાધુઓએ અને તકે સાધુઓએ ભેગા મળીને યતિને મોહમાં ડુબાડી દીધા. કીમતી વસ્ત્રો, તૈયાર ભોજન, સુંદર પાલખી તથા ખુશામતિયા લોકોથી યતિ ઘેરાઈ ગયા.
એક વાર મંત્રીશ્વર વસ્તુપાળ તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાએ જતા હતા ત્યારે પાલખીમાં ભારે ઠાઠમાઠથી જતા યતિ પર તેમની નજર પડી. પાલખી સાથે ચાલનારાઓમાં કેટલાક યતિનાં યશોગાન કરતા હતા તો કેટલાક એમનો જયજયકાર પોકારતા હતા.
મહામંત્રી વસ્તુપાળ તો આ દશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરંતુ ચહેરા પર સહેજે અણગમો દાખવ્યો નહીં. તિરસ્કારનો ભાવ આવવા દીધો નહીં. માત્ર પાલખી પાસે જઈને યતિરાજ ને વંદન કર્યા અને માત્ર એટલું જ કહ્યું કે
11 શ્રી મહાવીર વાણી | જો શ્રમણ રુણ મુનિની સેવા કરે છે, તે મહાન નિર્જરા તથા મહાન પર્યવસાન-પરિનિર્વાણ કરે છે.
શ્રી વ્યવહાર, ૧૦
ભાવમંજૂષા છે પ૮
પહ & ભાવમંજૂષા
Page #36
--------------------------------------------------------------------------
________________
ભાવનાના ભૂખ્યા ભગવાન
આપ આપના સ્થાને પહોંચો પછી મને બોલાવજો. મારે તીર્થના વહીવટ અંગે આપની સાથે થોડી વિચારણા કરવી છે. આટલું કહી મહામંત્રી વસ્તુપાળ તો ચાલ્યા ગયા પરંતુ એમની શાંત, સૌમ્ય દૃષ્ટિ, એમનો સ્વસ્થ ચહેરો અને ભાષાનો વિવેક યતિને અકળાવવા લાગ્યાં. આ અકળામણ વધુ ને વધુ અંતર્મુખ બનતી ચાલી અને યતિના દિલમાં ઝંઝાવાત જાગ્યો.
એક બાજુ વસ્તુપાળની એ દૃષ્ટિ દેખાય અને બીજી બાજુ યતિના દિલમાં વંટોળ જાગે. ચિત્તમાં વિચારોનું ઘમાસાણ જાગ્યું. ક્યારેક પોતાનું પતન કોરી ખાય તો ક્યારેક મહામંત્રીનો વિનય ધ્રુજાવી નાંખે.
યતિના આત્માને ઠેસ વાગી અને સુખવૈભવમાં ડૂબેલું મન હવે પોતાના પતનને ઓળખવા લાગ્યું. સંયમના ઊર્ધ્વ માર્ગને બદલે અનુકુળતા અને સગવડતાઓ શોધવા જતાં પતનની કેવી ઊંડી ખીણમાં પડ્યા એનો વસવસો થવા લાગ્યો.
યતિરાજને થયું કે આવી દશા કરતાં તો મોત સારું. માયા દેખી જે ચળે તે મુનિ ન હોય ! પોતે કેવા ચલિત થઈ ગયા !
યતિ આ સઘળું છોડીને સંયમને માર્ગે ચાલી નીકળ્યા. આત્મસાધનાનો કપરો પંથ ચઢવા લાગ્યા ત્યારે પણ મહામંત્રી વસ્તુપાળની દૃષ્ટિ આંખ આગળથી ખસતી નહોતી.
શબ્દ કરતાં મૌન વધુ કારગત નીવડે છે. ક્રોધ કરતાં સ્નેહ વધુ શક્તિશાળી છે. ક્રોધ નાશ કરી શકે. પણ સ્નેહ તો નાશની સાથોસાથ નવસર્જન પણ કરી શકે, મહામંત્રી વસ્તુપાળે ક્રોધને બદલે સ્નેહનો સાથ લીધો અને યતિના ઊંઘતા આત્માને મૌનથી જ ગાડી દીધો. શબ્દ મારક છે, મૌન તારક છે. એ દિવસે તારનારા મૌનનો મહિમા આત્મસાધનાના પંથે ગયેલા યતિરાજને સમજાય.
જીવનમાં ક્યારેક તડકો આવે તો ક્યારેક છાંયડો ! ક્યારેક ચડતી હોય તો ક્યારેક પડતી.
વૈશાલીના નગરજનો લક્ષ્મીની ચડતી-પડતીની વાત કરતા ત્યારે જિનદત્ત શેઠ અને અભિનવ શ્રેષ્ઠીની વાત કરતા. લક્ષ્મીની ચંચળતા આ બંનેના જીવનમાં પ્રત્યક્ષપણે જોતા.
જિનદત્ત શેઠનો એક જમાનો હતો. અપાર સમૃદ્ધિ હતી. વખત પલટાયો અને સંપત્તિ સરી ગઈ. નિર્ધન બનેલા જિનદત્ત શેઠ જીર્ણ શેઠ બની ગયા.
બીજી એક વ્યક્તિ પાસે રાતોરાત સંપત્તિનો ઢગ ખડકાયો. ધનપ્રાપ્તિની બાબતમાં સહુને એ અભિનવ લાગ્યો. આથી આનું નામ રાખ્યું અભિનવ શેઠ. અને એકાએક આવેલી સંપત્તિને કારણે અભિનવ શેઠના અભિમાનનો પાર ન રહ્યો.
એક વખત ભગવાન મહાવીરે વૈશાલીમાં ચાતુર્માસ કર્યો હતો. ચારે માસ ઉપવાસ કર્યા અને પારણું કરવાની વેળા આવી પહોંચી.
જિનદત્ત શેઠ ધનથી જીર્ણ હતા પણ મનથી ભક્તિભાવથી સમૃદ્ધ હતા. મનોમન ભાવના સેવી કે પારણાને દિવસે
11 શ્રી મહાવીર વાણી ll મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે કે જે ચારે તરફ દોડતું રહે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૩, ૫૮
ભાવમંજૂષા છે કo
35
કુલ છ ભાવમંજૂષા
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૯
ભગવાન મારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરે તો કેવું સારું !
પારણાને દિવસે પ્રભુ મહાવીર નીકળ્યા અને પહેલું ઘર આવ્યું અભિમાનથી ભરેલા અભિનવશ્રેષ્ઠીનું. તેઓ શેઠના ઘરમાં પ્રવેશ્યા. અભિમાનીને સહેજે અણગમતી વાત કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે એનું અભિમાન ઊછળી જાય. પ્રભુને જોઈને વૈરાગ્ય ન જાગ્યો. માત્ર ભીતરનો રાગ ઊપજ્યો. અભિનવ શેઠે અભિમાનથી દાસીને કહ્યું, “જરા, આમને કંઈક ભિક્ષા આપીને વિદાય કરો.”
દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને વહોરાવ્યા અને પ્રભુ મહાવીરે ચાર ચાર મહિનાના ઉપવાસનું પારણું કર્યું. અભિનવ શેઠના ઘેરથી પ્રભુ પાછા ફર્યા.
બીજી બાજુ જિનદત્ત શેઠ નિરાશ થયા. પ્રભુને પારણું કરાવવાનું મહાભાગ્ય પોતાને ન મળ્યું. બન્યું એવું કે અભિનવ શેઠે આપેલી ગોચરી સફળ થઈ નહીં કારણ કે એમાં કોઈ ભક્તિ નહોતી. જિનદત્ત શેઠે ભગવાનને ગોચરી વહોરાવી નહીં પરંતુ એમના હૃદયમાં સાચી ભક્તિ હતી તેથી ભિક્ષા આપ્યા વગર તે ફળી.
ભગવાન ભાવના ભૂખ્યાં છે. જેના હૃદયમાં સાચો ભાવ હોય તેની ભક્તિ
મૃત્યુ બન્યું મહોત્સવ
આમેય ધર્મ આખો ભાવના પર આધારિત છે. વ્યક્તિનું હૃદય એ ધર્મનું સ્થાન છે અને એની ભાવનાઓ એ ધર્મની અનુભૂતિ છે. સાચો ધર્મ વસે છે સાચી અનુભૂતિમાં. આથી જ અભિનવ શ્રેષ્ઠીએ ગોચરી આપી પણ એને કશું ફળ ન મળ્યું. જિનદત્ત શેઠે સાચા હૃદયથી ગોચરીની ભાવના સેવી અને એમને ફળ મળ્યું.
મહાન જ્ઞાની આર્ય વજ ૮૮ વર્ષની ઉમરે પહોંચ્યા હતા. એમની સાધનાનો પ્રભાવ એવો હતો કે એમના જીવનમાં પળનો પણ પ્રમાદ જોવા ન મળે.
ક્યારેક શાસ્ત્રગ્રંથોના અભ્યાસમાં ઊંડી ડૂબકી લગાવતા હોય, તો ક્યારેક તત્ત્વવિચારની લાંબી ખેપ કરી આવતા હોય. ક્વચિત્ ધર્મક્રિયામાં તલ્લીન થઈ ગયા હોય, તો
ક્વચિત્ આત્માનો અવાજ સાંભળવામાં લયલીન બની ગયા હોય.
આવા પ્રભાવશાળી સૂરિજીના જીવનમાં એક ક્ષણ પણ કળ વળીને બેસતી નહોતી. અનુપમ હતી એમની આત્મજાગૃતિ.
ભારતવર્ષના દક્ષિણ દેશમાં વિચરતા એક વાર સૂરિજીને શરદી થઈ અને ભિક્ષામાં એમણે સુંઠનો ગાંઠિયો મંગાવ્યો.
ગોચરી બાદ આ ગાંઠિયો લેવો હતો તેથી એને કાને ચડાવી રાખ્યો, પણ સૂરિજી લેવાનું વીસરી ગયા. રાત્રે પ્રતિક્રમણ કરતી વખતે કાન પર હાથ ગયો અને પેલો સુંઠનો ટુકડો પડી ગયો.
આ સાવ નાની ઘટનાએ સુરિજીના ચિત્તમાં ખળભળાટ મચાવી દીધો. જીવનભર અપ્રમાદ સેવનારને માટે આ
11 શ્રી મહાવીર વાણી | કસાય-ક્રોધ, માન, માયા અને લોભને અગ્નિ કહે છે અને બુઝાવવાને માટે શ્રત, શીલ અને તપ એ જાલ
છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૩, ૫૩
ભાવમંજૂષા બે ઉર
કa o ભાવમંજૂષા
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦
નાની વાત ઘણી મોટી હતી. સુરિજી આત્મચિંતનમાં પડી ગયા અને એમાંથી અનુભૂતિ જાગી કે આ નાનકડી ચીજની વિસ્મૃતિ જીવનલીલાના અંતનો સંકેત આપે છે. આ મહાન આચાર્યને મૃત્યુનો સંકેત મળ્યો, પણ એમના ચહેરા પર સહેજે શોક કે સંતાપ નથી, બધે જીવતરને આત્મસાધનાના આનંદમાં પસાર કરનાર સૂરિજી મૃત્યુને મહોત્સવ બનાવવાની તૈયારી કરવા લાગ્યા. પૂર્ણ જાગૃતિ સાથે અંતિમ અનશન લઈ સમાધિપૂર્વક આર્ય વજના જાગ્રત આત્માએ આ લોકની વિદાય લીધી.
સાચે જ, મૃત્યુનો સંકેત માનવીની ખરી કસોટી બને છે. જીવનભર તૃષ્ણાઓની પાછળ દોડતા માનવોને મૃત્યુનો અણસાર થકવી નાખે છે. આખી જિંદગી સંપત્તિની પાછળ દોટ મૂકનારને મૃત્યુનું સાંનિધ્ય હેરાન-પરેશાન કરીને અકળાવી મૂકે છે.
સત્તાના કેફમાં જીવનારને મૃત્યુનો અણસાર જીવનની વ્યર્થતાનો ખ્યાલ આપે છે. અહંકારના આલમમાં રહેનારને મૃત્યુની ઝાંખી ધ્રુજવી નાંખે છે.
હકીકત એ છે કે જીવન કરતાં મૃત્યુને વધુ સમજવું જોઈએ. જીવનના મર્મની સાથે મૃત્યુના રહસ્યને ભેળવવું જોઈએ. જીવનના પ્રત્યેક શ્વાસે શ્વાસે મૃત્યુને જીવવું જોઈએ.
મહામાત્ય વાહડની દષ્ટિ
ચૌદમો જીર્ણોદ્ધાર. મહામંત્રી ઉદયન. તેનો પુત્ર મહામાત્ય વાહડ.
વિ. સં. ૧૨૦૦માં શત્રુંજયના કાષ્ઠના મંદિરને પાષાણમાં પરિવર્તિત કરવું શરૂ કર્યું. અગિયાર વરસે મંદિર તૈયાર થયું.
મંદિર તૈયાર થયાની ખબર લઈને આવનાર દૂતને સોળ સોનાની જીભનું ઇનામ આપ્યું.
દેરાસરની વિશાળ ભમતી. દૂરદૂરનો પહાડી પવન ફૂંકાતો હતો. એ પવને થોડા વખતમાં મંદિરને નબળું બનાવી દીધું.
વરસાદ અને વાવંટોળમાં ભમતીમાં પવન ભરાયો અને મંદિરની દીવાલો ધસી પડી.
આ સમાચાર લઈને દૂત આવ્યો ત્યારે શ્રી વાહડે તેને સોનાની બત્રીસ જીભનું ઇનામ આપ્યું.
ઇનામ આપતાં ખુલાસો કર્યો કે મારી હયાતીમાં પડવાના સમાચાર લાવ્યો એ પણ એક સારી વાત છે. અત્યારે મંદિર ફરી બંધાશે. પણ મારી હયાતી બાદ કોણ જાણે ક્યારે બંધાત ? મહામાત્ય વાહડે વિ. સં. ૧૨૧૩માં
1 શ્રી મહાવીર વાણી in આયુષ્યમાન ! યતનાપૂર્વક ચાલનાર, યતનાપૂર્વક ઊભો થનાર, યતનાપૂર્વક સુના૨, યતનાપૂર્વક બોલનાર, પાપ-કર્મનું બંધન કરતો નથી.
શ્રી દશવૈકાલિક સુત્ર, ૪, ૮
ભાવમંજૂષા બે ઉ૪
ઉપ છ ભાવમંજૂષા
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૧
મંદિરની પ્રતિષ્ઠા કરાવી.
જીવનમાં સપાટી પર ચાલનાર ઘણી વાર થાપ ખાઈ જાય છે. નજીકનું જોનાર કદાચ તત્કાળ લાભ મેળવે છે પરંતુ લાંબા સમયની મોટી ખોટ સહન કરવાનો એને વારો આવે છે.
જેનું જીવન તત્કાળ આવેગોથી ઘેરાયેલું હોય, એના જીવનમાં સતત અજંપો અને અવિચાર રહેતા હોય છે. વ્યક્તિ તત્કાળ પોતાની સંવેદના પ્રગટ કરીને સામી વ્યક્તિની સંવેદનાને ઠેસ પહોંચાડતી હોય છે.
મહામાત્ય વાહડ સારા સમાચાર લાવનાર કરતાં ખરાબ સમાચાર લાવનારને બમણું ઇનામ આપે છે. કારણ કે એ ખરાબ પરિસ્થિતિની ખબર પડવાથી લાંબા ગાળાનો ઉમદા વિચાર કરી શકે છે.
જીવનમાં જે લોકો સતત આઘાત-પ્રત્યાઘાતમાં જીવતા હોય છે એમની જીવનમાં પ્રહાર સહન કરવાની શક્તિ ઘણી ઓછી હોય છે. એને કારણે જીવનનું કોઈ ઊંડાણ એમને હાથ લાગતું નથી. સાગરકિનારે શંખલા વીણનારા જેવી એમની હાલત હોય છે.
માગે તે માગણ કહેવાય, સાધુ નહીં!
સાધુતા તો આચાર્ય ગાર્ગ્યુની. જેમાં તપ, ત્યાગ ને તિતિક્ષાનો ત્રિવેણી સંગમ શોભતો હતો.
ગાર્ચ આચાર્ય જેમ અંતરની દુનિયાના ઉપાસક હતા એ જ રીતે બહારના જગતનાં દુઃખોને વિદારનારા હતા. આ આચાર્યનો વિશાળ શિષ્ય સમુદાય હતો અને એ સમુદાય આચાર્ય પાસેથી તપ અને ત્યાગ, જ્ઞાન અને ધ્યાન શીખવા માટે તત્પર રહેતો.
કાળનું ચક્ર ફરતું રહ્યું. આચાર્ય વૃદ્ધ થયા અને શિષ્યો પ્રમાદી બન્યા. આચાર્યની વિદ્યા પામ્યા ખરા પરંતુ જ્ઞાનથી નમ્ર અને ત્યાગી બનવાને બદલે અહંકારી અને ઉશૃંખલ બની ગયા.
સમય જતાં શિષ્યો આચાર્ય ગાય્ કહે એનાથી અવળું વર્તન કરવા લાગ્યા. ધીરે ધીરે આચાર્યનું વચનપાલન કરવાને બદલે એમનું વચન ઉથામવા લાગ્યા. આજ્ઞાવિરુદ્ધ વર્તવામાં એમને આનંદ આવવા લાગ્યો. ગુરુ કરતાં ય પોતે મોટા છે એમ ભાસવા લાગ્યું.
પ્રમાદને પગલે શિથિલતા આવી. શિષ્યો જ્ઞાનના બદલે ગપ્પાના માર્ગે ચડી ગયા.
આચાર્ય ગાય્ આનાથી બેચેન બની ઊઠ્યા. શિષ્યોની
|| શ્રી મહાવીર વાણની 11 પોતાના સ્વાર્થ માટે અથવા બીજા માટે, ક્રોધ અથવા ભયથી, કોઈ પ્રસંગે બીજાને દુઃખ થાય એવું અસત્ય વચન ન સ્વયં બોલે, ન બીજા પાસે બોલાવે.
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવમંજૂષા છે
ક૭ દળ ભાવમંજૂષા
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૨
આત્મબળની ઓળખ
આવી આચારહીનતા કેમ ચલાવી લેવાય ? એમણે શિષ્યોને સમજાવ્યા. એટલાથી ન પત્યું તો સખત ઉપાલંભ આપ્યો. તોય કશું પરિવર્તન ન થયું એટલે સંઘના શાસનની વાત કરી.
શિષ્યો એક કાને વાત સાંભળે અને બીજે કાને કાઢી નાખે. પ્રમાદી જીવન એમને એવું તો કોઠે પડી ગયું હતું કે કામ કરવાની કોઈ વાત નહીં. થોડાક એવા ભક્તો ઊભા કર્યા કે એમની ભક્તિ ચાલ્યા કરે. એમની સગવડતા સચવાઈ રહે.
ત્યાગ જ્યારે રાગ વધારવાની તરકીબમાં પડે છે ત્યારે ત્યાગની ભાવના તો વિકૃત થાય છે પણ રાગની ભાવનાય દૂષિત બને છે. સાધુ જો સંસારી ભાવોમાં સપડાય છે તો સંસારી કરતાંય જગતને વધુ નુકસાનકારી સાબિત થાય છે.
આચાર્ય ગાર્ગ્યુ શિષ્યોની આ હરકતો જોઈને અકળાતા હતા. અપાર વેદના અનુભવતા હતા. જેટલા રસ્તા સૂઝયા એટલા અપનાવી જોયા પણ શિષ્યો અવળા માર્ગેથી પાછા વળ્યા નહીં.
એક દિવસ આચાર્ય ચિંતાસાગરમાં ડૂબી ગયા અને એકાએક એમને મોતી લાધ્યું. આચાર્ય વિચારવા લાગ્યા કે શા માટે તેઓ વર્ષોથી આવી અકળામણ અનુભવે છે ? આનું કારણ એ કે આ બધા એમના શિષ્યો છે અને એ શિષ્યો તરફ એમને મોહ છે.
એ જ ક્ષણે આચાર્ય ગાર્ગ્યુ ક્ષણના પણ વિલંબ વિના શિષ્યોનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. નાનકડો મોહ આચાર્યને અટકાવી શક્યો નહીં ને એમના પદે પદે પ્રકાશનાં અજવાળાં પથરાયાં.
વિજાપુર ગામના પાદરમાં ગોઠિયાઓ સાથે મળીને બહેચર નામનો છોકરો આંબલી-પીપળીની રમત રમતો હતો.
પાદરના ધૂળિયા રસ્તા પરથી તાજો ચારો ચરીને ભગરી ભેંસો ગામમાં પાછી ફરતી હતી, ભેંસ અને વળી ભાદરવો ચરેલી એટલે પછી પૂછવું શું ? શિંગડા ઉલાળતી ભેંસો તોફાને ચડી.
પાદરે રમતા છોકરાઓ તો ભાગીને સંતાઈ ગયા પરંતુ એક વૃદ્ધ મુનિ આવતા હતા એ તો નિરાંતે ચાલ્યા આવે અને ધીરે ધીરે ડગ ભરે. સામેથી ભડકેલી ભેંસ દોડતી આવે.
છોકરાઓએ બૂમો પાડી, લોકો હાયવોય કરવા લાગ્યા, ભેંસને અને મુનિને થોડુંક છેટું રહ્યું, બસ હવે પળબેપળનો જ ખેલ હતો એવામાં એક જુવાનિયો કૂદ્યો અને વીફરેલી વાઘણ જેવી ઝનુની ભેંસના શિંગડાં પકડી લીધાં.
ભેંસ ભારે વીફરી, નસકોરાં ફુલાવી છીંકોટા નાખવા લાગી. ભલભલાની હામ ભાગી જાય પણ પેલા બહાદુર જુવાને શિગડાં પકડી રાખ્યાં. શિગડાની પકડ ઢીલી કરવા ભેંસ જોર કરવા લાગી, પગ ઊંચા કરી છૂટવા મહેનત
1 શ્રી મહાવીર વાણી in અહં કાર-ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ એ પાંચ સ્થાનોથી શિક્ષા મળી શકતી નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૧, ૩
ભાવમંજૂષા છે ૬૮
૯ 9 ભાવમંજૂષા
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૩
ધનની કેદમાં ગૂંગળાય છે ધર્મ !
કરવા લાગી પણ જુવાન તો થાંભલાની જેમ અડગ ઊભો રહ્યો.
થાકેલી ભેંસ બે ડગલાં પાછી હઠી. બહેચરે વીજળીવેગે લાકડી હાથમાં લઈને બાવડાનું બધું બળ ભેગું કરીને લાકડી વીંઝી. ભેંસ ચડપ કરતી આવી હતી એ દિશામાં પાછી ફરવા લાગી. પંદર વર્ષનો જુવાન બહેચર મુનિરાજ પાસે આવ્યો અને બોલ્યો, “મહારાજ, આવે સમયે ન નીકળો તો સારું. કદાચ નીકળો તો કોઈને સાથે લઈને નીકળો.”
મુનિરાજે જુવાનને કહ્યું, “ભાઈ, તારી ઉપકારની ભાવનાને વખાણું છું, પરંતુ અબોલ પ્રાણીને આવો લાકડીનો ફટકો ન મરાયએ અબોલની આંતરડી કેટલી કકળી હશે ! કોઈ આપણને ફટકો મારે અને વેદના થાય એમ એ જીવને કેટલી બધી વેદના થઈ હશે !”
બહેચર તો વિચારમાં પડ્યો. આ તે વળી કેવું ? ધરમ કરતાં ધાડ પડી હોય તેવું લાગ્યું. એણે કહ્યું, “મહારાજ ! આ ભેંસ તો બધા જાનવરમાં સૌથી જાડી બુદ્ધિવાળી ગણાય. જો મેં બાવડાનું બળ બતાવ્યું ન હોત તો આજ તમારાં બધાંય વરસ પૂરાં થઈ ગયાં હોત.”
મહારાજ બોલ્યા, “ના, ભાઈ ના, એવું કશું નથી. એ અબોલ પ્રાણીનેય આત્મા હોય છે. એનોય જીવ દુભાતો હોય છે. તેં બાવડાનું બળ બતાવ્યું પણ તારે આત્માના બળની ફિકર કરવી જોઈએ. મારનાર મોટો નથી પણ તારનાર મોટો
મુનિરાજના ઉપદેશ આગળ બહેચરનો ગર્વ ગળી ગયો અને તારનારું આત્મબળ મેળવવા કાજે એ મુનિ બન્યા. વખત જતાં એ કસો આઠ ગ્રંથો રચીને અઢારે આલમના અવધૂત એવા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી બન્યા.
બાવડાના બળની સાથે ભીતરના બળને જોડનાર તો આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી જેવી વિરલ વિભૂતિ જ હોય !
સાચા યોગીની મસ્તી અનેરી હોય છે. દુન્યવી વ્યવહારનાં કાટલાંથી એને જોખી શકાય નહીં. સમાજની માન્યતાઓથી એને બાંધી શકાય નહીં. દંભ કે દેખાવ, ધન કે માનથી એને રોકી શકાય નહીં.
- યોગી આનંદધનજીએ મસ્તીના સાગરમાં ડૂબીને વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે સભામાં થોડો અજંપો વ્યાપી ગયો. મેડતા ગામ આમ તો ભક્ત મીરાંબાઈનું ગામ હતું, પરંતુ ગામલોકો ભક્તિની શક્તિની વાત કરતાં કરતાં સંપત્તિનું મહિમાગાન ભૂલ્યા નહોતા. મેડતામાં લખપતિ અને કરોડપતિનો તૂટો નહીં. એક અબજપતિનો અહીં વાસ હતો.
નિયમ એવો હતો કે અબજપતિ શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. ધનની હાજરી વિના આમેય ધર્મ ક્યાં ચાલે છે ? સભા અબજોપતિની રાહ જોતી હતી, પણ મસ્તયોગીને થોભવાનું કહી શકે તેમ નહોતી.
યોગી આનંદધનની અધ્યાત્મ-ગહન વાણી વહેવા લાગી. એવામાં માથા પર જરી ભરેલી લાલ પાઘડી, હાથની આંગળી પર હીરાની વીંટી અને ગળામાં હીરાજડ્યા હાર સાથે અબજપતિની પધરામણી થઈ.
1 શ્રી મહાવીર વાણી | જેમ રાગ-દ્વેષ દ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોનું ફળ ખરાબ મળે છે. તેમ કમોંના ક્ષયથી જીવ સિદ્ધ થઈને સિદ્ધલોકને પ્રાપ્ત કરે છે.
શ્રી ઔપપાતિક સૂત્ર
ભાવમંજૂષા ૩૦
ફા
5 ભાવમંજૂષા
Page #42
--------------------------------------------------------------------------
________________
છાશ જેવો દેહ અને ઘી સમાન આત્મા
રોજ તો શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થતું હતું. શેઠ સિવાય આગળ બેસી શકે કોણ ? બેસે તો પણ ‘હોંકારો' ભણે કોણ ? હોંકારો ભણવાનો ઇજારો તો શેઠનો જ .
અબજ પતિ શેઠ વ્યાખ્યાનમાં આવ્યા અને જોયું કે એમના વિના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યું હતું. એમના અહમને ઠેસ લાગી, પરંતુ નમ્રતાનો દેખાવ અને વિનયનો ઢોંગ કરતાં કહ્યું,
‘મહરાજ ! અમે તો સંસારી જીવ. અમારે તો સો પળોજણ હોય અને હજાર માથાકૂટ હોય. તમે વ્યાખ્યાન શરૂ કરતાં અગાઉ થોડી રાહ જોઈ હોત તો સારું થાત.'
મસ્તયોગી આનંદઘનની વાણી વહેતી રહી. શેઠના બનાવટી વિનયને પારખી ગયા પણ આવી વાત સાથે યોગીને વળી શો સંબંધ ?
અબજ પતિ શેઠની અકળામણ વધી ગઈ. એમને ભારોભાર અપમાન લાગ્યું. બનાવટી વિનયનું આવરણ ખસી ગયું અને શેઠ તાડૂકી ઊઠ્યા,
‘મહારાજ , જરા વિચાર તો કરો. તમને અન્ન કોણ વહોરાવે છે ? આ અન્ત કે વસ્ત્ર કંઈ મફતમાં નથી આવતાં.'
અબજ પતિના આ શબ્દો સાંભળતાં જ યોગી આનંદઘનજીને આઘાત લાગ્યો. તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘માફ કરજો. મારે શેઠનું અન્ન ન જોઈએ અને વસ્ત્ર ન જોઈએ. અન્ન તો પેટમાં ચાલ્યું ગયું છે પણ વસ્ત્ર તો તેમને પાછું આપું છું.'
આમ કહીને વસ્ત્રો તજીને યોગી આનંદઘનજી સભામાંથી ચાલી નીકળ્યા. સહુએ રોકાઈ જવા વિનંતી કરી, પાણીમાં માછલું સરકે તેમ ત્યાંથી યોગી તો સરકી ગયા.
શ્રીમદ્ કાવિઠા ગામમાં હતા. તેઓ ફરવા નીકળ્યા ત્યારે એમની સાથે બીજા ઘણા સાથીઓ હતા. શ્રીમદ્ નીચી દૃષ્ટિ રાખીને ચાલતા હતા. થોડેક દૂર ગયા બાદ એક સ્ત્રી માથા પર ઘાસનો ભારો લઈને સામેથી ચાલી આવતી હતી. એ સ્ત્રી બોલતી હતી કે આ વાણિયાઓ તો રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે એમનું એવું તે શું ખોવાઈ ગયું હશે કે આમ ઠેર ઠેર ફરીને શોધ્યા કરે છે!
સ્ત્રીના આ શબ્દો શ્રીમદ્રના કાને પડ્યા. એમણે કહ્યું, “બહેન ! અમે અમારી શોધ કરીએ છીએ.”
મોક્ષ માટેનો પરમ આત્મપુરુષાર્થ જગાડતા શ્રીમદ્ આમ જ કહે ને ?
કાવિઠાની નજીક આવેલા વગડામાં શ્રીમનો ઉપદેશ સાંભળવા માટે કાવિઠા ગામના નિશાળિયાઓ આવ્યા. એમને શ્રીમદે પૂછયું, “બાળકો, તમને એક પ્રશ્ન પૂછું. જવાબ આપશો?”
| બાળકોએ ‘હા’ કહીને જોરથી ડોકું ધુણાવ્યું. શ્રીમદે પૂછવું, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ધીથી ભરેલો લોટો હોય અને રસ્તે ચાલતાં તમને કોઈનો ધક્કો લાગે તો કયા લોટાને જાળવશો
11 શ્રી મડાગીર વાણી | કોઈની પીઠ પાછળ ચાડી કરવી નહીં; કારણ કે તે દોષ પીઠનું માંસ ઉતરેડવા બરાબર છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮, ૪૮
ભાવમંજૂષા જૈ ૩૨
૩૩ 9 ભાવમંજૂષા
Page #43
--------------------------------------------------------------------------
________________
***
3 નગરની ઇજ્જત
ગિરધર નામનો નિશાળિયો બોલ્યો, “અમે થીનો લોટો સાચવીશું.”
શ્રીમદે વળતો સવાલ કર્યો, “આવું કેમ ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે, ખરું ને ?
ગિરધરે કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણા લોકો એને ફરી વખત ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી ન આપે.”
આ વાતનો સાર સમજાવતાં શ્રીમદ્ બોલ્યા, “છાશ જેવા દેહને આ જીવ સાચવે છે અને ઘી સમાન આત્માને જતો કરે છે. જે આત્માને ઘીની જેમ મૂલ્યવાન જાણે છે તે આત્માને સાચવે છે અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે છે. પૂર્વે કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૂપે દેહ મળવાનો, પણ ખરો જાળવવાનો તો આત્મા છે.”
એક વાર શ્રીમદ્ કાવિઠામાં ફરવા નીકળ્યા હતા ત્યારે એમની પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ગયાં. શ્રીમદે પોતાની સાથેના ભાઈઓને પાછા જવાનું કહીને આ છોકરાંઓને પોતાની પાસે બેસાડ્યાં અને દરેકને જેવી આવડે તેવી વાર્તા કહેવાનું કહ્યું. દરેક છોકરાએ વાર્તા કહી. પછી શ્રીમદે છોકરાંઓને પૂછ્યું કે, તમે ગામમાં બકરી અને પાડો જોયાં છે ?” બધાંએ ‘હા' કહ્યા પછી શ્રીમદે કહ્યું, “ગામના તળાવમાં પાડો અને બકરી પાણી પીવા ગયાં. પાડો પાણી પીધા વિના પાછો આવ્યો અને બકરી પાણી પીને આવી, તેવું શેના કારણે બન્યું હશે ?”
છોકરાંઓએ કહ્યું, “પાડો તો બહુ જ બરો હોય છે ! એ કેમ પાણી પીધા વિના પાછો આવ્યો ?”
શ્રીમદે કહ્યું, “પાડામાં એવી કુટેવ હોય છે કે એ તળાવના કાંઠે જઈને પાણી ડહોળો છે, જ્યારે બકરી તળાવના કાંઠે ઊભી રહી, નીચી ડોક રાખી પાણી પીને ચાલી આવે છે.”
આ દૃષ્ટાંત પરથી શ્રીમદે કહ્યું કે, “કેટલાક લોકો સત્પષો પાસે જઈને પોતાનું ડહાપણ ડહોળે છે, તેથી તેઓ કશું પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ બને છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જેઓ સત્વરુષની વાતમાં શ્રદ્ધા કરે છે, એટલે પોતે પામે છે અને બીજાને અંતરાયરૂપ બનતા નથી.”
અરે, અમદાવાદી શેઠ, ફિઝુલ વાત રહેવા દે, મતલબની વાત કર.”
મોગલ શહેનશાહ ઔરંગઝેબના સેનાપતિ હામિદખાં ધનતરસી આંખે અમદાવાદના નગરશેઠ ખુશાલચંદને જોઈ રહ્યા હતા, સત્તાની લાલસા ધરાવનારની આંખો લોહીતરસી હોય છે અને પ્રજાના પૈસા ઝડપવા ચાહતા રાજ કર્તાની આંખો ધનતરસી હોય છે.
સેનાપતિ હામિદખાં અમદાવાદને લૂંટવા આવ્યો હતો. માત્ર ધનની લૂંટ નહોતી પણ ધનની સાથે શીલની લૂંટ હતી. માત્ર પૈસાથી સંતોષ નહોતો પણ લોકોને મારીને કે ત્રાસ આપીને પૈસા કઢાવવામાં આનંદ થતો.
આખું અમદાવાદ શહેર થર થર કાંપતું હતું ત્યારે અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ સામે પગલે હામિદખાને મળવા ગયા. લાલ જરી ભરેલી પાઘડી અને કાનમાં હીરાના કોકરવાથી આ શેઠનો ચહેરો શોભાયમાન હતો.
એક બાજુ સેનાપતિ હામિદખાં ધૂંધવાયેલો, અકળાયેલો અને પ્રજા પર ત્રાટકવા થનગનતો હતો તો બીજી બાજુ ખુશાલચંદ શેઠની શાંત અને સૌમ્ય મુખમુદ્રા પર ભયનું કોઈ ચિહન નહોતું, માત્ર ભવિષ્યમાં પ્રજાને થનારા આતંકની
ભાવમંજૂષા બ ૩૪
ઉપ 5 ભાવમંજય
Page #44
--------------------------------------------------------------------------
________________
કલ્પનાથી ચહેરા પર પડેલી વેદનાની રેખાઓ નજરે પડતી હતી. લશ્કરી સેનાપતિ હામિદખાં આ નગરશેઠની હામ જોઈને સ્તબ્ધ બની ગયો. જેની પાસે આવતાં
ભલભલાની હિંમત ભાંગી જતી એવા આ સેનાપતિને જોતાં નગરશેઠ ખુશાલચંદનું રૂંવાડુંય ફરકતું નહોતું.
સેનાપતિ હામિદખાંએ મતલબની વાત પૂછી ત્યારે નગરશેઠે કહ્યું, “હામિદખાં! હું મતલબની વાત કરવા જ આવ્યો છું. આ શહેર પર તમારું સૈન્ય આગ વરસાવીને ધન મેળવવા માંગે છે. આ ધનને કાજે ગરીબોની ઝૂંપડીઓ સળગશે, અમીરો પર કેર વર્તાવવામાં આવશે. સ્ત્રીઓની બેઇજ્જતી થશે. નિર્દોષની ખૂનરેજી થશે, મારે એ અટકાવવી છે.”
સેનાપતિ હામિદખાંએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું, “કેવી અજબની વાત કરો છો તમે ? સામે ચાલીને કોણ ધન આપવા આવવાનું હતું. માર મારો, ત્રાસ વર્તાવો અને કાળો કેર મચાવો તો જ ધન મળે.”
શેઠ ખુશાલચંદે સેનાપતિના લશ્કરી દિલને વીંધી જાય એવો સવાલ કર્યો, “તમારે તો ધનની સાથે મતલબ છે ને એટલું ધન આપું પછી તમારે વધુ કશું જોઈએ છે ખરું ?” સેનાપતિ હામિદખાં સ્તબ્ધ બની ગયો. સેનાપતિ હામિદખાં ગર્જી ઊઠ્યો, “અરે, આ નગરમાંથી મારે અઢળક ધન અને ઝવેરાત મેળવવાં છે. ક્યાં આખા નગરની સંપત્તિ અને ક્યાં તમારી વાત !”
નગરશેઠ ખુશાલચંદે કહ્યું, “હામિદખાં, તારે જોઈએ છે તેટલી સંપત્તિ હું એકલો આપું તો પછી આ નગર કે નગરજનોને પરેશાન કરવાનો કોઈ અર્થ ખરો? શહેનશાહનું લશ્કર પ્રજાની રખેવાળી માટે છે. તો પછી વિના કારણે પ્રજાને દુભવવાનો કોઈ અર્થ ખરો ?”
સેનાપતિ હામિદખાંને નગરશેઠની વાત સમજાઈ અને એણે એમના પ્રસ્તાવને મંજૂર રાખ્યો. બીજે દિવસે નગરશેઠ ખુશાલચંદે પોતાના પૂર્વજોની અને પોતાની સર્વ-સંપત્તિ સેનાપતિ હામિદખાંના આંગણે ઠાલવી દીધી. ખુશાલચંદ શેઠે અમદાવાદ નગરની ઇજ્જત જાળવી.
સંપત્તિનો અર્થ જ એ છે કે જે સત્કાર્યમાં વપરાય. ઇન્દોરના શેઠ હુકમીચંદ પાસે કરોડોની સંપત્તિ હતી પણ કોઈ પૂછે તો કહે કે મારી પાસે તો માત્ર એક કરોડ છે. કારણ કે એક કરોડ એમણે દાન સત્પ્રવૃત્તિમાં ખર્ચ્યા હતા.
ભાવમંજૂષા ૨ ૭૬
43
૩૬
મુનિવેશનો મહિમા
એંશી વર્ષની ઉંમરે રણસંગ્રામમાં અવર્ણનીય વીરતા દાખવીને મંત્રીશ્વર ઉદયન અંતિમ શ્વાસ લેતા હતા. જિંદગીની અંતિમ ઘડીને મંત્રીશ્વર ઉદયનને કોઈ મુનિવરનાં દર્શન કરીને ઉજાળવાની ઇચ્છા હતી. આ સંગ્રામની ભૂમિ પર સાધુ લાવવા ક્યાંથી ? યુદ્ધના મેદાન પર યોગી મળે ક્યાંથી? મંડલેશ્વરો અને યોદ્ધાઓ બધા વિમાસણમાં પડી ગયા. રણમાં ભલભલા યોદ્ધાઓને હંફાવનારાઓ મંત્રીશ્વર ઉદયનની આખરી ઇચ્છા પૂર્ણ કરવા માટે અજંપો અનુભવી
રહ્યા.
આખરે એક ઉપાય શોધી કાઢ્યો અને એક રાજસેવકને મુનિનો વેશ પહેરાવીને ઉદયન પાસે મોકલ્યો. ઉદયનમંત્રીએ અત્યંત ભાવપૂર્વક પ્રણામ કર્યાં. શૂરવીરને બદલે સાધુ બનેલા રાજસેવકે ધર્મવચનો કહ્યાં અને થોડીક જ વારમાં ઉદયને આંખ મીંચી દીધી.
સાધુનો વેશ લેનારો રાજસેવક વિચારમાં પડ્યો. આ સાધુતા કેટલી મહાન કે જેને મહાપરાક્રમી મંત્રીશ્વર ઉદયન પણ ભાવપૂર્વક વંદન કરતા હતા ! આવી સાધુતાને છોડીને શા માટે સિપાઈ બન્યું ? સહજ રીતે સાંપડેલી આ વસ્તુને બનાવટ કેમ માનું ? એકાએક અખૂટ સંપત્તિ મળી જાય તેવું મારું થયું છે. તો એ સંપત્તિના ખજાનાને તરકટી ખેલ કેમ ૩૭ વ્ઝ ભાવમંજૂષા
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૭
કરું ? આમ, રણસંગ્રામનો એ યોદ્ધો આત્મસંગ્રામમાં ડૂબી ગયો. યુદ્ધની ભૂમિ પર વીર હાક લગાવનારો અંતરની ભૂમિને અજવાળવા મથી રહ્યો.
એ યોદ્ધાએ મુનિવેશ ન છોડ્યો તે ન જ છોડ્યો, બલ્ક ગિરનારના તીર્થ પર જઈને એણે અદ્ભુત આત્મસાધના કરી.
આમેય આત્મસાધનાનો પંથ અપ્રતિમ વીરતા માગે છે. મેળવવામાં જેટલા સાહસની જરૂર છે એનાથી વધુ સાહસ ત્યજવામાં જોઈએ. રણસંગ્રામમાં ઝૂઝનારો માનવી આત્મસંગ્રામમાં વીર બને તે કેવું મોટું પરિવર્તન ! માનવી મોટે ભાગે જીવન સંગ્રામમાં જ આયખું પૂરું કરતો હોય છે. દેહના આનંદમાં જ એની દુનિયા સમાઈ જતી હોય છે. સુવિધા અને અનુકુળતાના વિચારમાં એનું સમગ્ર જીવન ગૂંથાઈ જતું હોય છે ત્યારે કોઈકની જ નજર આત્મા પર પડે છે. જગતના કોલાહલ વચ્ચે કોઈ વિરલાને જ અંતરનો નાદ સંભળાય છે અને કોઈક જ એ આત્માના નાદે ચાલીને જીવનને ધન્ય બનાવે છે.
મોટા ભાગના માનવીઓ સિપાહીનો વેશ પહેરે છે. ક્યાંક સાધુના વેશમાં સિપાહી મળે છે. આત્મમાર્ગે ચાલનારા સાચા સાધુ તો વિરલ જ હોય.
આનંદઘનકો ક્યા ?
શાંત જંગલ એકાએક ખળભળી ઊ. મસ્ત યોગી આનંદઘનજી વડલાની નીચે નિજાનંદની ખુમારીમાં બેઠા હતા અને રાજા અને રાણી એમનાં દર્શને આવ્યાં.
સૈનિકોના અવાજ , અશ્વોના અવાજ , રથનાં પૈડાંનો અવાજ અને રાજાની જય પોકારતા સુભટોના અવાજથી શાંત જંગલમાં કોલાહલ જાગી ગયો. માનવી એનું સામર્થ્ય દેખાડવા માટે મૌન કરતાં અવાજનો અને વાણી કરતાં કોલાહલનો વધુ ઉપયોગ કરે છે.
મસ્તયોગી આનંદઘનજીનું ધ્યાન પૂરું થયું અને સામે જોયું તો રાજા અને રાણી બે હાથ જોડી યાચના કરતાં હતાં.
રાજાએ કહ્યું, “યોગીરાજ ! આપની સાધનાના બળે આપ અશક્યને પણ શક્ય બનાવો છો. તમારા ચમત્કારોને હું જાણું છું. એવી કેટલીય ઘટનાઓથી વાકેફ છું. આજ રાજા ખુદ યોગી પાસે માગવા આવ્યો છે.”
માગતી વખતે માનવીની આંખમાં કાં તો લાલચ હોય છે અથવા તો લાચારી હોય છે. યોગી આનંદઘનજી હજી કશું બોલે તે પહેલાં રાણીએ કહ્યું, “આપ જેવા અવધૂત પાસે અમારી એટલી માગણી છે કે અમારું વાંઝિયાપણાનું મહેણું ટળે અને ઘેર પારણું બંધાય.”
| 11 શ્રી મહાવીર વાણી in આત્મા સાથે જ યુદ્ધ કરવું જોઈએ. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાથી શો લાભ ? આત્મા દ્વારા આત્મવિજયી બનનાર જ વાસ્તવમાં પૂર્ણ સુખી બને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાવમંજૂષા છે ૩૮
કુક છ ભાવમંજૂષા
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૮ દેહ છબીનો મોહ
કે
કરી
યોગી હસ્યા. કશુંક લખીને એ ચિઠ્ઠી માદળિયામાં મૂકીને આપી. રાજાએ કોઈ ભિખારીની માફક એ માદળિયું લીધું અને રાણીએ ગળામાં પહેર્યું.
ફેરી થોડા સમય બાદ એ વન ગાજી ઊઠ્યું. ફરી રાજા અને રાણી એ અવધૂતની પાસે આવ્યાં. રાજાએ ગદ્ગદ કંઠે કહ્યું, “યોગીરાજ ! વાહ, આપની શક્તિ ! વાહ, આપનો મંત્ર ! આપે આપેલા માદળિયાથી મારા ઘરમાં ઘોડિયું બંધાયું. જે માગો તે આપને ચરણે ધરવા આવ્યો છું.”
મસ્ત યોગીએ રાજા તરફ બેપરવા દૃષ્ટિ કરી, એમણે માદળિયું માંગ્યું. એ તોડીને અંદરથી કાગળ કાઢ્યો. રાજા એમાં લખેલ પુત્રપ્રાપ્તિનો સચોટ મંત્ર વાંચવા આતુર હતો.
યોગીએ એને એ મંત્ર વાંચવા કહ્યું, એમાં લખ્યું હતું,
“રાજાકી રાનીકો લડકા હો તો ભી આનંદઘનકો ક્યા? ઔર રાજાકી રાનીકો લડકા ન હો, તો ભી આનંદઘનકો ક્યા?”
મંત્ર વાંચીને રાજા સ્તબ્ધ બની ગયો. રાણી વિચારમાં ડૂબી ગઈ.
યોગી આનંદઘનજીએ હસીને કહ્યું, “રાજા, યોગી કોઈને સંતાન ન આપે, યોગી કોઈને સંપત્તિ ન આપે. દીકરો થતાં તું મને સંપત્તિ આપવા આવ્યો છે, પરંતુ મારે મન એ સંપત્તિ તો પગ નીચેની ધૂળ કરતાંય નકામી છે.”
રાજા-રાણીનું મસ્તક યોગીના ચરણમાં નમી ગયું.
યોગને માર્ગે જતા સાધકના જીવનમાં અનેકવિધ અનુભવો થતા હોય છે. જો સાધક આ માર્ગની અધવચ્ચે મળેલી સિદ્ધિઓમાં સપડાઈ જાય તો એની યોગશક્તિ રૂંધાઈ જાય છે.
સાચી સાધુતા સંતાન ન આપે, સંપત્તિ ન આપે. એ તો ક્યારેય નષ્ટ ન થતી આત્મશક્તિ આપે.
છે. કાલે છે,
છે "
ભગવાન મહાવીરના પરિનિર્વાણનો સમય નજીક આવ્યો. પાવાપુરીના હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ત્રણ મહિના વીતી ગયા હતા અને ચોથો મહિનો પણ અડધો પૂર્ણ થયો હતો. ભગવાનના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શોક, ઉદાસી અને ગમગીની છવાઈ ગયાં હતાં.
આ સમયે સામાન્ય જનો વ્યાકુળ બની ગયા હતા અને વિચારતા હતા કે પ્રભુની આ અલૌકિક છબી ફરી ક્યાં અને ક્યારે નિહાળવા મળશે ? યુગો પછી સાંપડેલી આ અમૃતવાણી ક્યાંથી સાંભળવા મળશે ? જ્ઞાનીઓ શોક અને આનંદને સમાન ગણીને રહેવાનું કહેતા, ભગવાન મહાવીર મુક્તિને વરશે અને દેહની દીવાલ દૂર થશે, આમ છતાં તેમનું હૈયું પણ હાથ રહેતું નહોતું. દેવો અને ઋષિઓ મધુર શંખ બજાવી રહ્યા હતા.
એમની સેવામાં આવેલા દેવોના સ્વામી ઇન્દ્ર પણ મૃત્યુ-ઉત્સવની બધી રચના કર્યા બાદ હૈયું હારી બેઠા. અંતિમ પળે પ્રભુના અભાવની કલ્પના એમને અકળાવનારી લાગવા માંડી. ઇન્દ્રરાજે પ્રભુને કહ્યું, “આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોતરા નક્ષત્રમાં થયાં હતાં. અત્યારે આપના નિર્વાણના નક્ષત્રમાં ભસ્મગ્રહ સંક્રાંત થાય છે તો
૮૧ ભાવમંજૂષા
11 શ્રી મહાવીર વાણી in સારા કર્મનું ફળ સારું મળે છે. ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૧, ૩૦, ૨૦
ભાવમંજૂષા મેં ૮૦
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૯
મીઠી વાણી
સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા આપ નિર્વાણની ઘડી થોડી લંબાવી દો તો ?”
દેવોના સ્વામી ઇન્દ્રની મનમાં એવી ઇચ્છા હતી કે એક વાર નિર્વાણઘડી આધી જાય પછી જોયું જશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તેવુંય બને. ભગવાન મહાવીરે કહ્યું, “ઇન્દ્રરાજ ! મારા દેહ પ્રત્યેનો મોહ આજે તમને આવું બોલાવી રહ્યો છે. મારી નિકટ રહ્યા છતાં તમે એ ભૂલી ગયા કે આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને કદી થશે નહીં.”
સતત સોળ પ્રહર સુધી ભગવાન મહાવીરની અંતિમ દેશના ચાલી. એમાં પુણ્યફળવિપાકનાં પપ અધ્યયન અને પાપફળવિપાકનાં પપ અધ્યયન વર્ણવ્યાં. ૩૭મું પ્રધાન નામક અધ્યયન કહેતાં કહેતાં ભગવાન મહાવીર પર્યકાસનમાં સ્થિર થઈ ગયા હતા. તેમણે બાદર કાયયોગમાં સ્થિર રહીને બાદર મનોયોગ, બાદર વચનયોગનું નિરૂંધન કર્યું. એ પછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈને બાદર કાયયોગને રૂંધ્યો. વાણી અને મનના સૂમ યોગને શુક્લધ્યાનના ‘સૂક્ષ્મ ધ્યિાપ્રતિપાતિ' નામના તૃતીય ચરણને પ્રાપ્ત કરી સૂક્ષ્મ કાયયોગને નિકું ધન કર્યા અને ‘સમુચ્છિન્નક્વિાનિવૃત્તિ' નામના શુક્લધ્યાનનું ચતુર્થ ચરણ પ્રાપ્ત કર્યું.
ચતુર્વિધ અઘાતી કર્મદળનો ક્ષય કરીને ભગવાન મહાવીર શુદ્ધ , બુદ્ધ અને મુક્ત અવસ્થા પામ્યા. આંખોને આંજી દેનારું તેજવર્તુળ પ્રગટ થયું. તારાગણોથી સુશોભિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે દિશામાં જયનાદ સંભળાયો : “પ્રભુ નિર્વાણ પામ્યા !”
હવામાં શંખ ફૂંકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં. સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક આંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓથી સામેથી બુઝાઈ ગયો.
ઇન્દ્રરાજ મોહની દારુણ પળો પર વિજય મેળવી હવે સ્વસ્થ થયા અને કહેવા લાગ્યા : “દીપક પ્રગટાવો ! દીપાવલિ રચો ! પ્રભુ નિર્વાણ પામ્યા.” અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી !
એનું નામ હતું તેજમલ, ગુજરાતના ઇતિહાસમાં એ મહાઅમાત્ય તેજપાલ તરીકે ઓળખાયા.
એક વાર એક સાધુ તેજપાલને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. એમની પત્ની અનુપમા દેવી અનેક ગુણોનો ભંડાર
હતી.
અનુપમાએ ઘીથી લચપચતો કંસાર આપ્યો. અનુપમાની સાસુએ એક પાત્ર ઊંચું કરી બીજું નીચે મૂક્યું. સાધુએ કંસારવાળું પાત્ર હાથમાં લીધું. અનુપમાં બીજા પાત્રમાં વ્યંજન નાખવા ગઈ. આ સમયે સાધુના હાથમાંથી પાત્ર છટક્યું અને બધું ઘી અનુપમાના મસ્તક પર પડ્યું.
અનુપમાનો સુંદર કેશપાસ ગૂંથેલો અંબોડો ઘીથી લથપથ ભરાઈ ગયો. માથે નાખેલી વેણી બગડી ગઈ. ચહેરો ઘીથી કલુષિત થઈ ગયો. તેજપાળ નજીકમાં જ હતા. એ ગુસ્સામાં બહાર દોડી આવ્યા, એમણે આ દૃશ્ય જોયું અને મનમાં ક્રોધ જાગ્યો, એ મુનિને બે કડવાં વેણ કહેવા જતા હતા. અનુપમા પરિસ્થિતિ પારખી ગઈ. અનુપમાએ તેજપાલ સામે જોયું અને બોલતા અટકાવીને કહ્યું, “અરે ! આ તો મારું ધનભાગ્ય, તપસ્વીના કેવા વિશિષ્ટ આશીર્વાદ !”
તેજપાલની ક્રોધભરી આંખો સુચવતી હતી કે આને
11 શ્રી મહાવીર વાણી આત્મસાધક મમત્વના બંધનને તોડી ફેંકી દે, જેવી રીતે મહાનાગ પોતાના શરીર પરથી કાંચળી ઉતારી ફેંકી દે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૩-૮૭
ભાવમંજુષા ત્ર ૮૨
૮૩ 6 ભાવમંજૂષા
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦ રાગનું રક્તઃ વિરાગનું તેજ
આશીર્વાદ કેમ કહેવાય? આ તો આપત્તિરૂપ ગણાય. અનુપમાએ મધુર અવાજે મુનિને કહ્યું, “આ તો મારા માથા પર ઘી પડ્યું અને તે પણ તપસ્વીના પાત્રમાંથી વરદાનની જેમ પડયું. મારા આવા જ કોઈ સદ્ભાગ્યને કારણે તો હું આવા સંસ્કારી કુટુંબમાં વહુ બનીને આવી છું.”
તેજપાલ અનુપમાની ઉદારતા પર વારી ગયા. એમના કવિ હૃદયમાંથી આપોઆપ કવિતા સરી પડી, “મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું બળ અને ત્યાગ-ભાવના સાથેનું ધન અત્યંત દુર્લભ છે !”
ક્રોધનો પ્રસંગ પ્રેમમાં પલટાઈ ગયો. ગુસ્સો સ્નેહમાં બદલાઈ ગયો. માનવીની વાણી પાસે એવો જાદુ છે કે જે પ્રેમને ક્રોધમાં અને ક્રોધને પ્રેમમાં બદલી શકે છે. ભયંકર ક્રોધથી ઘેરાયેલી વ્યક્તિને પ્રેમના શબ્દો વશ કરી નાખે છે.
આ જગતમાં માનવીએ સૌથી વધુ છળકપટ શબ્દો સાથે કર્યું છે. કોઈએ શબ્દોનો ઉપયોગ ભાવ છુપાવવા માટે કર્યો, તો કોઈએ શબ્દોનો ઉપયોગ ઝઘડા જગાવવા માટે કર્યો. કોઈએ શબ્દો વેડફી નાખ્યા, તો કોઈએ વાણીને પાણીની જેમ વાપરી નાખી.
શબ્દો એ સત્ય પામવાનું સાધન બનવાને બદલે અસત્યનું ગોળ-ગોળ બોલવાનું કે બહુરૂપી વ્યક્તિત્વ ઢાંકવાનું સાધન બની ગયા. કોઈ શબ્દનો સોદાગર બન્યા, તો કોઈ શબ્દનો બાજીગર થયા.
માનવીનું મન અને તેની જીભ સાવ નજીક છતાં એમની વચ્ચે કેટલું મોટું અંતર દેખાય છે. હકીકતમાં આ શબ્દો જ માનવી અને સત્ય વચ્ચે દીવાલ બનીને ઊભા રહ્યા.
આ હકીકત હોવા છતાં અનુપમાદેવી જેવી કોઈ અનુપમ સ્ત્રી પણ ઇતિહાસના પાને મળે છે કે જેના શબ્દો ભડભડતા ક્રોધને સ્નેહની સરવાણીમાં બદલી નાંખે છે.
રાણી મૃગાવતીને માથે ચોતરફથી અણધારી આફતોની આંધી ચડી આવી. એકાએક કૌશાંબી નગરીનો રાજ કારભાર ચલાવવાનું એને માથે આવ્યું. એમના પુત્ર ઉદયનની વય નાની હતી. રાણી મૃગાવતી વહાલસોયી માતા અને કુશળ રાજ્યકર્તા હતી, આફત કદી એકલી આવતી નથી. પોતાની આખી સેના લઈને આવે છે. એમાં વળી પાછી બીજી મુશ્કેલી ઊભી થઈ.
કહેવાય છે કે ઘુવડ દિવસે જોઈ શકતા નથી, કબૂતર રાત્રે જોઈ શકતું નથી, પરંતુ કામીજન તો રાત્રે કે દિવસે ક્યારેય કંઈ જોઈ શકતો નથી. આવો વિવેક વિસરાવનારો અંધ કામ ઉજ્જૈનીના ક્રોધી રાજા ચંડપ્રદ્યોતમાં પ્રવેશ્યો. રાજા ચંડપ્રદ્યોત એમના ક્રોધી સ્વભાવને કારણે ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતા હતા. કામી એવા કે એમણે રાણી મૃગાવતીને મેળવવા કાજે કૌશાંબી પર ચઢાઈ કરી. ઉજ્જૈનીની વિશાળ સેનાને કૌશાંબીની સેના પહોંચી વળે તેમ નહોતી. એણે કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. કામી ચંડપ્રદ્યોતે શરત મૂકી કે જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું મારી સેના ' લઈને પાછો વળી જાઉં, નહીં તો કૌશાંબીનો સંહાર કરીને તે જ જંપીશ. કૌશાંબીની સેનાએ આવી હીન માગણીને વશ
થવાને બદલે કેસરિયાં કરવાનું ઉચિત માન્યું. ભલે જીવ
11 શ્રી મહાવીર વાણી | જેમાં મોહ નથી હોતો, તેનું દુઃખ નષ્ટ થઈ જાય છે અને જેમાં તૃષ્ણા નથી હોતી તેનો મોહ નષ્ટ થઈ જાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૮
ભાવમંજૂષા છે ૮૪
૮૫ ૭ ભાવમંજૂષા
Page #49
--------------------------------------------------------------------------
________________
વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એમનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એમણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું,
જો તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજ કાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.” ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી. રાજમાતા મૃગાવતીએ પોતાના પુત્રને રાજા ચંડપઘાતના સંરક્ષણમાં મૂકીને એ સભામાં જ દીક્ષા લીધી.
ભાવનાનો સાગર તો એવો ઊછળતો હતો કે રાજમાતા મૃગાવતીની માફક ચંડપ્રદ્યોતની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ રાજા પાસે દીક્ષાની અનુમતિ માગી. મૃગાવતીની સાથે એ રાણીઓએ પણ દીક્ષા લીધી, પ્રભુ મહાવીરની દેશનાથી એ દિવસે યુદ્ધની ખૂનરેજી ટળી ગઈ. ભીષણ માનવસંહાર અટકી ગયો. રાગના રક્તને બદલે વિરાગનું તેજ ઝળહળી રહ્યું. કૌશાંબી નગરીમાં કુશળક્ષેમના શાંતિભર્યા સમીર લહેરાવા લાગ્યા.
જાય, પણ રાણી મૃગાવતી જેવી પવિત્ર સ્ત્રીને ઊની આંચ આવવી જોઈએ નહીં. રાણી મૃગાવતી જાણતી હતી કે ઉર્જની સામે જીતવું એ આભના તારા તોડીને ધરતી પર લાવવા જેવી અશક્ય બાબત હતી, એમણે રાજા ચંડપ્રદ્યોતને કહેવડાવ્યું. તમારા પ્રસ્તાવ વિશે વિચારું છું, પરંતુ હજી મારે રાજની વ્યવસ્થા કરવાની બાકી છે. પતિના અવસાનનો શોક હજી તાજો છે. કુંવર ઉદયન નાનો છે. થોડો સમય થોભી જાઓ. મને બધી ગોઠવણ કરી લેવા દો.”
અભિમાની ચંડમોત થોડો સમય રાહ જોવા તૈયાર થયા અને કૌશાંબી નગરીની બહાર ઘેરો નાંખીને પડેલું એનું લશ્કર ઉર્જની પાછું લઈ ગયા. રાણી મૃગાવતીએ કૌશાંબીનો કિલ્લો બરાબર મજબૂત કર્યો. ક્રોધી અને કામીને નિરાંત ક્યાંથી હોય ? એક ક્ષણ દિવસ જેવી લાગે અને દિવસ વર્ષ જેટલો લાંબો જણાય. રાજા ચંડપ્રદ્યોત તો રાણી મૃગાવતીના નિમંત્રણની રાહ જોઈને બેઠા હતા. કોઈ નેહભર્યું નિમંત્રણ ન આવતાં એમણે દૂત સાથે કાગળ મોકલ્યા, કાગળ પર કાગળ મોકલવા છતાં કોઈ જવાબ ન મળ્યો, આથી ચંડપ્રઘાતનો પ્રકોપ ફાટી નીકળ્યો અને એણે કૌશાંબીને પરાસ્ત કરવા માટે યુદ્ધની તૈયારી કરવાનો હુકમ આપ્યો.
ભીષણ યુદ્ધ માથે ઝળુંબતું હતું, ત્યારે એકાએક શાંતિની મધુર લહરીઓ લહેરાવા માંડી. આલંબિયાથી વિહાર કરીને પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં પધાર્યા હતા. ભગવાનના આગમનના સમાચાર જાણી રાણી મૃગાવતીએ વિચાર્યું કે યુદ્ધ કોઈનાથી અટકે તો તે માત્ર શાંતિસાગર પ્રભુ મહાવીરથી ! દુશ્મનોના આક્રમણથી બચવા માટે કૌશાંબી નગરીના કિલ્લાનાં દ્વાર બંધ કરાવ્યાં હતાં, તે મૃગાવતીએ ખોલાવી નાખ્યાં. રાજ માતા મૃગાવતી તો પોતાના પુત્ર બાળ ઉદયન સાથે મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યા હતા. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી, હૃદયભેદક દૃષ્ટાંતો કહ્યાં. કહ્યું કે બાહ્ય યુદ્ધ કર્યું કંઈ નહીં વળે. અંદરના દુમન સાથે લડો, તો જ આત્મકલ્યાણ સાધી શકશો.
ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થઈ. રાજ માતા મૃગાવતીના હૃદયના ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એમણે પ્રભુને કહ્યું, “રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.” ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા ચંડપ્રઘાત પાસે આજ્ઞા માગી. કદાચ એમણે મૃગાવતીની
| શ્રી મહાવીર વાણી in સંસાર માં જે કંઈ પણ ઉદાર, સુખ, પ્રભુત્વ,સહજ, સુંદરતા, આરોગ્ય અને સૌભાગ્ય નજરે પડે છે, તે બધાં અહિંસાના જ ફળ છે.
શ્રી ભક્ત પરિજ્ઞા
ભાવમંજૂષા બ ૮૩
૮૭ % ભાવમંજૂષા
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૧
ધર્મ એટલે અંતરની આરત
પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં મહાન આચાર્યનું આગમન થયું. આ આચાર્ય ગહન ધર્મતત્ત્વના પરમ જ્ઞાતા હતા અને સર્વત્ર એમના જ્ઞાનની ખ્યાતિ પ્રસરેલી હતી.
પ્રતિષ્ઠાનપુર નગરમાં અમુક તિથિએ એમની ધર્મસભાનું આયોજન થયું. યોજ કોએ સઘળી તૈયારી કરી. વળી ધર્મસભા બાદ આગંતુક શ્રોતાજનો માટે સાધર્મિક વાત્સલ્ય (ભોજન સમારંભ) પણ રાખ્યું હતું, આથી સભામાં ઘણી મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહે એવી શક્યતા હતી.
આચાર્યશ્રીએ એકાએક જાહેર કર્યું કે ધર્મસભાનો દિવસ બદલવામાં આવ્યો છે અને હવે અઠવાડિયા બાદ એ ધર્મસભા યોજાશે, પરંતુ હવેની એ ધર્મસભામાં માત્ર એક લાડુની પ્રભાવના આપવામાં આવશે.
વળી, ધર્મસભાનો નિયત દિવસ નજીક આવતો હતો, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હવે પાંચેક દિવસ પછી ધર્મસભા રાખીશું, પરંતુ એ સભાના અંતે સાધર્મિક વાત્સલ્ય કે પ્રભાવના કશું નહીં હોય.
વળી પાછો તે નિયત દિવસ આવે તે પૂર્વે આચાર્યશ્રીએ ધર્મસભાની તિથિમાં પરિવર્તન કર્યું અને કહ્યું કે હવે પાંચેક દિવસ બાદ અચૂક ધર્મસભા યોજાશે.
ભાવમંજૂષા દર ૮૮
49
એ દિવસે ધર્મસભા યોજાઈ. આચાર્યશ્રી આવ્યા અને કહ્યું, “ભાઈઓ સારી એવી છટણી થઈ ગઈ છે. અન્ય હેતુ અર્થે ધર્મસભામાં આવનારાઓની બાદબાકી થઈ ચૂકી છે. હવે આ સભામાં જે શ્રોતાઓ ઉપસ્થિત છે, એમને ખરેખર ધર્મમાં રુચિ છે અને એમને માટે હું જરૂર વ્યાખ્યાન આપીશ.”
એક જિજ્ઞાસુએ પૂછ્યું, “આમ વારંવાર નિયત તિથિમાં પરિવર્તન કરવાનો હેતુ શો ?”
આચાર્યએ કહ્યું, “ધર્મ એ અંતરની આરત માગે છે. હૃદયમાં તાલાવેલી હોય, તો જ ધર્મ પામી શકાય. જેમના હૃદયમાં તાલાવેલી કે જ્ઞાનપિપાસા ન હોય, એ ધર્મને નામે આડંબર રચે છે કે પ્રદર્શન કરે છે. આ સાચો ધર્મ નથી, તેથી આવા ધર્મ સિવાયના અન્ય હેતુ ધરાવનારા શ્રોતાજનોની બાદબાકી કરી.”
g
11 શ્રી મહાવીર વાણી 11
આત્મા મન, વચન અને કાય યોગોનો નિગ્રહ કરી, શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી સંપૂર્ણ વિકારરહિત બન્ને છે ત્યારે તે કર્મોનો ક્ષય કરી સર્વથા નિર્મળ બની, મોક્ષ પ્રાપ્ત કરે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર
૮૯ ૩ ભાવમંજૂષા
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
મુંબઈ નગરી છે સ્મશાન
એમણે કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ બધું જ નાટક છે. જેવી વૃત્તિ કરશો તે પ્રમાણે ભોગવશો. કોઈ પણ માણસ કે પ્રાણી દુ:ખી હોય, વ્યાધિ કે પીડા ભોગવતા હોય તો એમને એ અસહ્ય વેદના નરકની વેદના જેવી લાગે છે. બહારથી માનવી સુખી હોય, પરંતુ અંદરથી તો દુઃખી જ હોય છે. બાહ્ય દૃષ્ટિએ આબરૂદાર હોય, પણ ભીતરમાં એ દેવાદાર હોય છે. કોઈને સ્ત્રી, કુટુંબ કે પરિવારની ચિંતા હોય છે. કોઈને દીકરા-દીકરી પરણાવવાનાં હોય છે. કોઈને હૃદયમાં આજીવિકાનું દુ:ખ હોય છે. આમ બધા જ અંતરમાં પીડા અનુભવતા હોય છે.
આ રીતે શ્રીમદે મણિલાલભાઈને સંસારનું અસલી નાટક બતાવ્યું. જ્ઞાની પુરુષ જગતને અને જગતની લીલાને દૂર રહ્યું રહ્યું નીરખતા હોય છે. એક અવિનાશી આત્મા સિવાય બીજું બધું નશ્વર હોય છે. જ્ઞાની પુરુષો તો આત્માનુભવ થવાથી બાહ્ય વસ્તુમાં વળતા નથી.
એક વાર શ્રીમદ્ મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદે પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને પૂછયું, “ભાઈ, આ શું છે ?”
પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, “આ તો સ્મશાનભૂમિ
માત્ર તેત્રીસ વર્ષના અલ્પ આયુષ્યમાં શ્રીમદ્ રાજચંદ્રએ માનવજાતનું અહર્નિશ કલ્યાણ કરે એવી ઉત્તમ ભાવનાઓ આપી. બાહ્ય જીવનની અનેક ઉપાધિઓ વચ્ચે એમણે આંતરજીવનની અદ્ભુત યાત્રા કરી. પોતે જે આત્માનું અમૃત મેળવ્યું તે પત્રો અને કાવ્યર્ન મારફતે વિશ્વને આપ્યું.
આવી મહાન વિભૂતિનું જીવન અભુત ઘટનાઓથી તો ભરપૂર છે પરંતુ મહામાનવીની વિશેષતા એ છે કે એની પાસે સામાન્ય ઘટના પણ અસામાન્ય ઘટના બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના અસામાન્ય જીવનને સહુ જાણે છે, પરંતુ અહીં અસામાન્ય બોધ આપતા એમના જીવનના સામાન્ય લાગતા પ્રસંગો આલેખીએ છીએ,
એક વાર શ્રી સોભાગભાઈના પુત્ર મણિલાલભાઈએ શ્રીમદ્ કહ્યું કે આજે નાટક જોવા જેવું છે. આ સમયે શ્રીમદે એમને ઊભા થઈ બારી આગળ આવવાનું કહ્યું. મણિલાલભાઈ આવ્યા એટલે શ્રીમદે બારી બહારની દુનિયા બતાવતાં કહ્યું કે જુઓ, સામે ઘોડાગાડીમાં માણસો જતા દેખાય છે. કોઈ ગરીબ માણસ ભીખ માગી રહ્યો છે. કોઈ લાચાર અને કોઈ બીમાર છે.
મણિલાલે આ જોયું અને શ્રીમદે કહ્યું કે આ બધા
આ સાંભળી શ્રીમદે માર્મિક વચનો કહ્યાં, “અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.”
આમ વીતરાગી શ્રીમદ્રને જગતનું અણુમાત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી જ્યારે શ્રીમદ્ એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી. શ્રીમદ્ રાજચંદ્રએ જગતને અજોડ તત્ત્વદર્શન આપ્યું.
1 શ્રી મહાવીર વાણી | માથું કાપનાર શત્રુ પણ એટલો અપકાર નથી કરતો, જેટલો દુરાચરણમાં આસક્ત આત્મા કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાવમંજૂષ બ હeo
A B ભાવમંજૂષા
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૩
આત્મિક જહાજની સફર
ભાવિકના હૃદયમાં પરમાત્મભક્તિની ભાવના જાગે. ભક્તના હૃદયમાં પ્રભુપ્રીતિ છલકાય. સંપત્તિ કે સાહ્યબીને બદલે આ જિનમંદિર જોઈને વ્યક્તિને અંતરનો અવાજ સંભળાય. બહારના કોલાહલને વટાવીને એકાંતનો સૂર સંભળાય.
કલાની દૃષ્ટિએ કમનીય અને ભાવની દૃષ્ટિએ ભવ્ય એવું જિનાલય બાંધું કે જેને જોઈને જગત મોતીશા શેઠના ધનને નહીં, પણ એની ભક્તિને યાદ કરે. જેને નીરખીને ભાવિક નર-નારમાં ભૌતિક લાલસાની ભરતી ચઢે નહીં, પણ એનું આત્મિક જહાજ પ્રેમ, દયા, દાન અને ધર્મના દેશો તરફ કૂચ કરતું રહે.
આમ વિચારી મોતીશા શેઠે ધર્મને કાજે ધનની તિજોરી ખુલ્લી મૂકી દીધી. અંતરમાં એટલી જ ભાવના કે શત્રુંજય પર યાત્રાએ આવતા યાત્રાળુઓના આત્માને શીતળતા મળે. એને આત્મિક શાંતિ સાંપડે અને અંતરના વૈભવની ઓળખ મળે. સાચે જ બાહ્ય જગતમાં ફરનાર ભીતરને ઓળખી શકતો નથી. દુન્યવી ચીજવસ્તુમાં ડૂબેલા માનવીને અધ્યાત્મની ઓળખ સાંપડતી નથી.
ધનની એક સીમા છે. ભૌતિકતાની એક મર્યાદા છે. સંપત્તિનું એક સીમાચિહ્ન હોય છે એને વટાવી જનારા અને સંપત્તિનો સર્વને માટે ઉપયોગ કરનારા વિરલા જ હોય છે. પ્રાપ્તિને માટે મથનારા ઘણો હોય છે, પરંતુ પ્રાપ્તિના આનંદને પૂર્ણવિરામ હોય છે. કોઈ વસ્તુની ઝંખના હોય, એ મેળવવા માટે ભારે દોડધામ કરી હોય, એ વસ્તુ મળે ત્યારે ચિત્તમાં આનંદનો ઉદય થાય, પણ ઉદય સાથે જ એ આનંદનો અસ્ત થાય છે. જ્યારે પ્રાપ્તિનું ભક્તિમાં રૂપાંતર થાય ત્યારે એમાં શાશ્વત શક્તિ આવે છે. અંતરમાં ચિરંતન ઉલ્લાસ જાગે છે. જે ઉલ્લાસનો કોઈ અસ્ત હોતો નથી.
મુંબઈના એક શ્રેષ્ઠીને કાવ્ય રચવાનું મન થઈ આવ્યું! કાવ્ય તે કેવું ! તાજમહેલથીય રૂડું ! ઊંચેરું કાવ્ય ! તાજમહેલ તો પોતાની પત્ની માટેનું કાવ્ય હતું ! અને આ તો પ્રભુપ્રેમનું કાવ્ય ! ધર્મકાવ્ય !
જંગને જીવન માનનાર યોદ્ધો દેહને તુચ્છ લેખે છે. જ અને જીવન માનનાર લક્ષ્મીને રસ્તાની ધૂળ પેખે છે. ધર્મને સર્વસ્વ માનનાર મૃત્યુ અને જીવનને સમાન ગણે
એ કાવ્ય રચવા ઇચ્છનાર શેઠનું નામ મોતીશા શેઠ. ઠેઠ ચીન સુધી એમનાં વહાણ ચાલે. એમની લક્ષ્મીને સીમા નહિ. એમની કીર્તિની કમીના નહીં.
પોતાના મનપસંદ કાવ્ય માટે એમણે સૌરાષ્ટ્રની ભૂમિ પસંદ કરી . શત્રુંજયનો પવિત્ર પહાડ નિશ્ચિત કર્યો.
શત્રુંજયનું બીજું નામ સિદ્ધગિરિ !
મોતીશા શેઠે વિચાર કર્યો કે જીવનમાં વૈભવ તો ઘણો મળ્યો અને એ વૈભવની કીર્તિ પણ ઘણી સાંપડી. પણ હવે આ ધનથી એવો વૈભવ પ્રગટ કરવો છે કે જેથી માનવીને આત્મિક અનુભવનો ખ્યાલ આવે.
આ સિદ્ધગિરિ પર એવાં દેરાસર બંધાવું કે જેથી
1 શ્રી મહાવીર વાણી | કામ-ભોગ ક્ષણમાત્ર સુખ આપનાર છે અને બદલામાં ચિરકાલ સુધી દુઃખ આપનાર છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪, ૧૩
ભીમજૂષા ૯૨
૩ @ ભાવમંજૂષા
Page #53
--------------------------------------------------------------------------
________________
શાસનના સિંહ
નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તેજસ્વી તપોબળ, પ્રબળ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિ-પ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતા ધરાવતા આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી વીસમી સદીના સૌથી સમર્થ સુરિચક્રવર્તીનું બિરુદ પામ્યા હતા. આ યુગસર્જક આચાર્યશ્રીએ સંયમજીવનના પ્રારંભે જ જીવનધ્યેયો નક્કી કર્યા હતાં.
તેઓનું પ્રથમ જીવનધ્યેય હતું જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર. ધર્મશાસ્ત્રોના ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને પ્રકાશનની સાથોસાથ એમણે અમૂલ્ય ધર્મગ્રંથો ધરાવતા જ્ઞાનભંડારોની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું. તેઓની પ્રેરણાથી જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્યના પ્રકાશનનો પુનિત પ્રારંભ પણ વિશેષ રૂપે થયો. એમનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય પરંપરા સર્જવાનું. પરિણામે તેઓએ અનેક બહુશ્રુત આચાર્યો અને વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી હતી. હજારો માઈલનો વિહાર કરીને પ્રાણની પણ પરવા કર્યા વિના હિંસક માનસ ધરાવતા માછીમાર અને અન્ય જાતિના લોકોને સદુપદેશ આપ્યો. એક વાર તેઓના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારોએ માછલાં મારવાની હજારો જાળની હોળી કરીને જીવનભર માછીમારીનો ત્યાગ કર્યો હતો. દેવ-દેવીઓને મૂંગા પશુઓનો ભોગ ચડાવવાની
પ્રથા બંધ કરાવી અને પાંજરાપોળની પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો.
વિ. સં. ૧૯૮૩માં ગુજરાતમાં જળપ્રલય થયો ત્યારે શ્રાવકોને પ્રેરણા આપીને દુઃખી અને પીડિતોને કાજે વિશાળ ફંડ કરાવ્યું. વળી દુષ્કાળ, જળપ્રલય અને રોગોના ઉપદ્રવ સામે અથવા તો શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર માટે અન્નદાન અને ગુપ્તદાન અપાવવાની એમની શક્તિ અજોડ હતી. એમનું એક લક્ષ તીર્થોદ્ધારનું હતું અને એમના રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ હતો. શ્રી કદમ્બગિરિ તીર્થ, શ્રી શેરીસા તીથ, માતર, રાણકપુર તેમજ સ્થંભતીર્થ જેવાં અનેક તીર્થો અને કેટલાંય ગામનાં જીર્ણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી શ્રી ગિરનાર તીર્થ અંગે જૂનાગઢના નવાબ સામે ચાલી રહેલા અદાલતી કેસમાં તેઓએ તીર્થરક્ષા કાજે અવર્ણનીય જહેમત ઉઠાવી હતી.
શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શ્રી અંતરીક્ષજી તીર્થ જેવાં તીર્થોની વિકટ સમસ્યા ઉકેલવા માટે એમણે સમગ્ર સમાજને વિવેકદૃષ્ટિ, ઊંડી સૂઝ અને જરૂર પડે સાહસનો સદુપદેશ આપ્યાં હતાં. એ સમયના ભાવનગર રાજ્યના મુત્સદી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને એમ કહ્યું હતું,
તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે ત્યારે તમે કદંબગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો અને એમના આશીર્વાદ મેળવી લેજો.”
આ દાઢીવાળા ગુરુ એટલે શાસનસમ્રાટે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી. એમના ગહન શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વ્યાખ્યાનશૈલી, કઠોર ધર્મચર્યા અને જીવંત દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ જૈન અને જૈનેતર - એમ સમગ્ર પ્રજાસમૂહમાં આદરણીય બન્યા હતા. દેશના પ્રખર પંડિત એવા શ્રી મદનમોહન માલવિયાજી પણ એમનો સત્સંગ કરીને ધન્યતા અનુભવતા હતા. રાજા, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એમની વ્યાખ્યાનશૈલીથી અને એમના પ્રચંડ વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. આટલી બધી કીર્તિ સાંપડી હોવા છતાં તેઓ અંતરથી નિઃસ્પૃહ અને આત્મલીન હતા.
વિ. સં. ૧૯૨૯ની કારતક સુદ ૧ ના રોજ મહુવામાં તેઓનો જન્મ થયો અને વિ. સં. ૨૦૦૬ના બેસતા વર્ષે મહુવામાં જ અંતિમ વિદાય લીધી. શનિવારે જન્મ અને શનિવારે પૂર્ણ દેહવિલય ! ૨૦ ઘડી ૧૨ પળે જન્મ અને બરાબર એ જ સમયે પૂર્ણવિલય. ૭૭ વર્ષના જીવનકાળમાં તેઓએ એવાં કાર્યો કર્યો કે એ
ભાવમંજૂષા હ૪
૫ @ ભાવમંજૂષા
Page #54
--------------------------------------------------------------------------
________________
સમયગાળાને શાસનસમ્રાટ નેમિસુરિયુગ તરીકે ઓળખવામાં આવે છે.
શાસનના સિંહ તરીકે વિખ્યાત એવા શ્રી વિજયનેમિસૂરિજીના આઠ પશિષ્યો જુદી જુદી જ્ઞાનશાખાઓના પ્રકાંડ અને સંઘમાન્ય વિદ્વાન આચાર્યા હતા. તેઓએ માત્ર જૈન સમાજની જ નહીં, બલકે ભારતીય સમાજ અને સંસ્કૃતિની સેવા કરી. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનાં પુનઃસ્થાપનમાં અમૂલ્ય પ્રદાન કરનારા આચાર્ય તરીકે તેઓ અગ્રિમ પંક્તિમાં બિરાજે છે.
૪૫
દુશ્મન તરફ હેત
રા
-
ઉપદેશકના રસ્તામાં જેમ ફૂલો પથરાયેલાં હોય છે તેમ પગની પાનીમાં ઊંડે સુધી ખૂંપાઈ જાય તેવા કાંટાઓ પણ હોય છે. ઘણી વાર ફૂલ કરતાં તેઓને કાંટાનો સામનો વધુ કરવાનો હોય છે. એમાં પણ પોતાના જ માણસો પોતાને સમજતા નથી ત્યારે એમની ગેરસમજ મોટી ગરબડ ઊભી કરે છે.
સોળ વર્ષ સુધી ભગવાનના શિષ્ય તરીકે રહેલો ગોશાલક એમનો હરીફ બન્યો. એ પછી કપરાં તપ અને ત્યાંગને કારણે જમાલિ પણ જુદો પડ્યો. માલિ સાથે એની સંસારી પત્ની અને ભગવાન મહાવીરની સંસારી પુત્રી પ્રિયદર્શના પણ પોતાના સાધ્વી સંઘ સાથે છૂટી પડી. આટઆટલું બન્યું તો પણ ભગવાને મૌન સેવ્યું. પોતાનાં સંસારી દીકરી-જમાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં બલ્ક આડકતરો પણ એક અક્ષર કહ્યો નહીં.
એક વાર પ્રિયદર્શના પોતાના મંડળ સાથે શ્રાવસ્તી નગરીમાં આવી. અહીં ઢંક નામનો સુખી કુંભાર રહેતો હતો. એની ભાડશાલામાં એ ઊતરી. ટુંક સગુણોનો અનુરાગી હતો. એની અંદરખાનેથી ઇચ્છા હતી કે જમાલિ અને પ્રિયદર્શના સાચું તત્ત્વ સમજે અને પ્રભુ મહાવીરના પંથમાં પાછાં ફરે.
| 11 શ્રી મહાવીર વાણી il જમીન પર પડતું પીળું પાન પોતાના સાથી પર્ણોને કહે છે - આજમે તમે જેવા છો એવું એક દિવસ હું પણ હતું. આજે જેવું હું છું એક દિવસ તમે પણ એવા હશો.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવમંજૂષા છે ૯૬
હ૭ & ભાવમંજૂષા
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
ગુજરી જવું' એટલે શું ?
એક વખત પ્રિયદર્શના બેઠી હતી. ટુંક પાસે બેઠો હતો. ઢકે એક સળગતો અંગારો લીધો, ને પ્રિયદર્શનાના વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા લાગ્યું. પ્રિયદર્શના એકદમ ઊભી થઈ ગઈ, ને બોલી, ‘રે ઢંક ! તમારા પ્રમાદથી મારું વસ્ત્ર સળગી ગયું !'
હૅક કુંભાર વિનયથી બોલ્યો : “હે સાધ્વી, અસત્ય ન ભાખો. જમાલિના મત પ્રમાણે તો બધું બળી જાય, પછી બધું કહેવાય. તમે જે બળી ગયું બોલ્યાં, તે તો ભગવાન મહાવીરનું વચન છે.'
પ્રિયદર્શના વાતનો મર્મ તરત સમજી ગઈ. તેજીને ઇશારો બસ હતો. એણે જમાલિનો મત છોડી દીધો. એ ભગવાનના પંથમાં આવી ગઈ. જમાલિના સાધુઓ પણ ધીરે ધીરે એનાથી છૂટા થવા લાગ્યા : પણ માલિ અંત સુધી અણનમ રહ્યો.
એક વાર જમાલિના મરણના સમાચાર આવ્યા. શ્રી ગૌતમે પૂછ્યું : ‘ભગવન્! એ કઈ ગતિ પામ્યો ?”
ભગવાન બોલ્યા : ‘ગુરુદ્વેષી, સંઘષી, લોકોને ઊંધે માર્ગે દોરનાર જે ગતિને પામે, એ ગતિને એ પામ્યો. પણ એ પવિત્ર જીવનવાળો, એકાંતમાં રહેનાર, ભોગપભોગમાં વિરતિવાળો હોવાથી છેવટે જરૂર સિદ્ધિ પામશે.”
પોતાના કટ્ટર હરીફ પ્રત્યેનો મહાવીરનો હેતભાવ અપૂર્વ હતો. પોતાના દુશ્મન પ્રત્યે પણ ક્ષમાં દાખવવી એનું નામ જ સાચી ક્ષમાપના.
આજે જગતમાં વેર વેરને વધારે છે. હજારો નિર્દોષ માણસોનો સંહાર કરનારું યુદ્ધ થાય છે. માનવ જાત વધુ ને વધુ રિબાતી જાય છે. એ સમયે અહિંસા, ઉદારતા અને અનેકાન્તના પાઠો ફરી જાણવાની અને જીવવાની જરૂર ઊભી થઈ
શ્રીમદ્ રાજચંદ્રની ઉમર માત્ર સાત વર્ષની હતી. આ સમયે એમના જીવનમાં અદ્ભુત ઘટના બને છે. કોઈ બાહ્ય ઘટના આંતરજગતને એવું જગાડી જાય કે જીવનમાં પૂર્વના સંસ્કારોનું અનુસંધાન રચાઈ જાય. એક ચિનગારીનો સ્પર્શ થાય અને એમાંથી આખાય મહાનલનો અનુભવ જાગે. વવાણિયામાં અમીચંદભાઈ નામના યુવાનને બાળ શ્રીમદ્ ઓળખતા હતા. એ યુવાનનો બાંધો મજબૂત હતો અને બાળ શ્રીમ તરફ યુવાન અમીચંદ સ્નેહભાવ રાખતા હતા. બાળપણમાં અનુભવેલો આ સ્નેહભાવ અમીચંદભાઈ પ્રત્યે સદ્ભાવ જગાડનારો બન્યો.
એ સમયે એકાએક અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ
થયું.
11 શ્રી મહાવીર વાણી it આત્મા જ નરકની વૈતરણી નદી અને કુટેશામલી વૃક્ષ છે. આત્મા જ સ્વર્ગની કામધેનુ ગાય અને નંદનવન છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર
નાના ગામમાં આવી ઘટના બને એટલે બધે જ હાહાકાર વ્યાપી જાય. ચોરે અને ચૌટે એની ચર્ચા થવા લાગે. નાના-મોટા સહુના મુખે સર્પદંશથી થયેલા અમીચંદભાઈના અવસાનના સમાચારની વાત સંભળાતી હતી.
કોઈ વિષાદભર્યા ચહેરે કહેતા કે કેવો જુવાનજોધ માનવી એકાએક કાળનો કોળિયો થઈ ગયો.
ભાવમંજૂષા બે ૯૮
હe 9 ભાવમંજૂષા
Page #56
--------------------------------------------------------------------------
________________
આ દૃશ્ય જોતાં જ બાળ શ્રીમદ્દ પ્રથમ તો ધિક્કારની લાગણી થઈ. તેઓ વિચારવા લાગ્યા કે પોતાના તરફ સદાય પ્રેમથી વર્તનાર વ્યક્તિને આવી રીતે બાળી નખાતી હશે ? લોકો પણ કેવા કૂર છે કે આવા સુંદર અને સારા માણસને આમ બાળી નાખે છે ! આમ વિચારતા બાળ શ્રીમના હૃદયમાં તત્ત્વનો ઊહાપોહ થયો. એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ છે, તો એમાંથી શું ચાલ્યું ગયું ? એ કયું તત્ત્વ છે ? આમ વિચારની શ્રેણીએ ચડતાં ચડતાં પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું. જાણે પડદો હટતાં કેટલાય પૂર્વજન્મોની સ્મૃતિ જાગી ઊઠી ! આગળ જતાં એમણે જૂનાગઢનો ગઢ જોયો, ત્યારે પૂર્વજન્મોની વિશેષ સ્મૃતિ તરી આવી. એમને જાતિસ્મરણજ્ઞાન થયું. આ જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના જ્ઞાનના ભેદનો પ્રકાર છે. આ જાતિસ્મરણશાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ્ અભુત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા.
કોઈ વળી દુઃખના ભાવથી કહેતા કે કેવા મીઠા સ્વભાવનો જુવાન આ મલક (દુનિયા) છોડીને ચાલ્યો ગયો.
વાત વહેતી વહેતી બાળ શ્રીમદ્ પાસે આવી. એમણે સાંભળ્યું કે અમીચંદભાઈ સર્પદંશથી ગુજરી ગયા. આ સાંભળતાં જ બાળ શ્રીમદ્રને આઘાત લાગ્યો. પોતાના તરફ ભલી લાગણી દાખવનાર વ્યક્તિ એકાએક ગુજરી જાય તે કેવું ?
શ્રીમનું બાળમાનસ ઊંડા વિચારમાં ડૂબી ગયું. એમાં પણ એમના મનમાં સતત એક શબ્દ પડઘા પાડવા લાગ્યો. એ વિચારમાં પડ્યા કે આ “ગુજરી જવું ” એટલે શું ? એમાં શું થતું હશે ? અમીચંદભાઈને શું થયું હશે ? આ સમયે બાળ શ્રીમને માટે તો પૂછવાનું સ્થાન એમના વહાલસોયા દાદા પંચાણભાઈ હતા. બાળ શ્રીમદ્ દાદા આગળ દિલ ખોલીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા. દાદા એની વાતનો વહાલથી પ્રત્યુત્તર આપતા.
બસ, તો દાદા પાસે જઈને એમને પૂછયું કે, “ગુજરી જવું” એટલે શું? દાદાને પૂછવા માટે બાળ શ્રીમદ્ દોડ્યા.
બાળ શ્રીમદે દાદા પંચાણભાઈને પૂછ્યું, ‘દાદાજી ! દાદાજી ! ‘ગુજરી જવું' એટલે શું ?”
દાદા પંચાણભાઈ બાળ શ્રીમનો આ સવાલ સાંભળીને ચમક્યા. અરે ! આ નાના બાળકને એનો અર્થ કહેવાય શી રીતે ? એ અર્થ જાણીને બીકથી છળી જાય, ડરી જાય તો શું ? આથી દાદા પંચાણભાઈએ વાતને ભુલાવવા માટે કહ્યું, “જા, જા. પહેલાં રોંઢો (બપોરનો નાસ્તો) કરી લે. પછી બીજી વાત.”
બાળ શ્રીમની જિજ્ઞાસા અડગ હતી. એમણે તો ફરી પૂછ્યું, “દાદા ! પહેલાં મને સમજાવો કે ‘ગુજરી જવું’ એટલે શું ? પછી બીજી બધી વાત.” ગમે તેટલી કોશિશ કરવા છતાં બાળ શ્રીમદ્ પોતાની વાત પર અડગ રહ્યા. આથી આખરે દાદાએ સમજાવ્યું, “જો “ગુજરી જવું' એટલે હવે તે બોલશે નહીં, હાલશે-ચાલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં, એનો જીવ નીકળી ગયો છે. એટલે એને મસાણ(સ્મશાન)માં બાળશે.”
ગુજરી જવું” એ વાતનો ખરો ભેદ પામવા માટે બાળ શ્રીમદ્ છાનામાના તળાવ પાસે પહોંચી ગયા. તળાવની પાળ ઉપર બે શાખાવાળા બાવળ પર ચડથી . ચડીને સ્મશાન ભણી નજર માંડી, તો ચિતા ભડભડ બળતી હતી. કેટલાક માણસો ઊભા હતા અને કેટલાક ચિતાની આસપાસ બેઠા હતા.
ll શ્રી મહાવીર વાણી | સર્વ પ્રાણીઓ પોતાના કર્મો પ્રમાણે જુદી જુદી યોનિમાં જન્મ ધારણ કરે છે. કમોને આધીન પ્રાણી, અવ્યક્ત દુઃખી થતો તેમ જ જન્મ, જરા અને મૃત્યુથી સદા ભયભીત રહેતો, ચાર ગતિરૂપ સંસારચક્રમાં ભટકે છે.
શ્રી સૂત્રકતાંગ સૂત્ર, ૧-૨-૩-૧૮
ભિાવમંજૂષા જે 100
૧૦૧ % ભાવમંજૂષા
Page #57
--------------------------------------------------------------------------
________________
સંસારમાં સદા અનાથ
મગધના સમ્રાટ શ્રેણિક બિંબિસાર અશ્વ પર બેસીને સૈન્ય સહિત વનવિહાર માટે નીકળ્યા હતા. તેઓ મંડિકુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યા ત્યારે વૃક્ષની નીચે પદ્માસન લગાવીને બેઠેલા ધ્યાનસ્થ મુનિ પર એમની દૃષ્ટિ પડી. મુનિરાજની પ્રસન્ન મુખમુદ્રા, તેજસ્વી કપાળ અને રમણીય રૂપ જોઈને સમ્રાટ શ્રેણિક આશ્ચર્યમાં પડ્યા.
મનોમન વિચાર કરવા લાગ્યો કે સંસારજીવનનો એવો તે કયો હૃદયવિદારક અને આઘાતજનક અનુભવ થયો હશે કે જેથી એમણે યુવાનીનો આનંદ માણવાભોગવવાને બદલે સાધુતાનો ત્યાગપૂર્ણ માર્ગ ગ્રહણ કર્યો હશે ?
મગધનરેશે પ્રણામ કરીને મુનિરાજને પ્રશ્ન કર્યો, મુનિરાજ , મારા ચિત્તમાં જાગેલી જિજ્ઞાસાનું આપ સમાધાન કરો તેવી વિનંતી છે. યુવાનીની મહોરેલી વસંતમાં સંસારનાં સુખો છોડીને શા માટે તપ-ત્યાગથી ભરેલી દીક્ષા ગ્રહણ કરી ? આવી કંચનવર્ણી કાયા, તેજસ્વી તરુણ અવસ્થા અને નેત્રદીપક ચહેરો જોઈને મને સવાલ જાગ્યો છે કે આપે છલકાતી યુવાનીમાં સંસાર, સંપત્તિ અને પ્રિયજનોનો પરિત્યાગ કેમ કર્યો ?”
મુનિરાજે હેતભર્યા સ્વરે કહ્યું, “હે રાજનું, આ સંસારમાં હું સાવ અનાથ હતો. મને બચાવનારો રક્ષક કે ગાઢ મિત્ર નહોતો. આવી અનાથ સ્થિતિને કારણે જ મેં સંસારનો ત્યાગ કર્યો.”
સમ્રાટ શ્રેણિકે ખડખડાટ હસતાં કહ્યું, “અરે મુનિવર, જો આપ આવી અનાથ સ્થિતિનો અનુભવ કરો છો તો હું તમારો નાથ બનીશ. વળી મારા જેવો સમ્રાટે તમારો નાથ બનશે એટલે તેમને ગાઢ મિત્રો, પરમ સ્નેહીઓ, નિકટના સંબંધીઓ અને ખડે પગે રહેનારા સામે ચાલીને મળી આવશે. એમના સહવાસમાં રહીને તમે સુખપૂર્વક સત્તા, સંપત્તિ, સામર્થ્ય અને સૌંદર્ય સઘળું ભોગવી શકશો. સંસારનું કોઈ સુખ તમને અપ્રાપ્ય નહીં હોય. મુનિ ! ચાલો, હવે હું તમારો નાથ છું. આવી ભરયુવાનીમાં લીધેલી સાધુતા છોડીને મારી સાથે મારા વિશાળ રાજમાં પધારો.”
સમ્રાટની આ વાતના પ્રત્યુત્તરમાં મુનિરાજે કહ્યું, “હે મગધરાજ, જ્યારે તમે ખુદ અનાથ છો પછી મારા નાથ કઈ રીતે બની શકશો ? તમારી જેમ જ અપાર સંપત્તિ અને સમૃદ્ધિ મારી પાસે હતી, પરંતુ એક વાર મારી આંખમાં પીડા ઉત્પન્ન થઈ અને શરીરના પ્રત્યેક અંગમાં દાહ જાગ્યો ત્યારે અનેક નિપુણ વૈદ્યાચાર્યો, પિતાની સઘળી સંપત્તિ કે માતાનું મધુરું વાત્સલ્ય મારી પીડા ઓછી કરી શક્યા નહીં. સર્વ શૃંગારનો ત્યાગ કરનાર પતિપરાયણ મારી પત્ની કે મારાં ભાઈ- બહેન પણ સાંત્વન અને રુદન સિવાય કશું કરી શક્યાં નહીં આવી હતી. મારી અનાથતા !
આ અનાથતાને દૂર કરવા માટે અને એ વેદનાથી મુક્ત બનવા માટે મેં સર્વ વેદનાનાશકે એવી દીક્ષા લેવાનો વિચાર કર્યો. જે રાત્રે એવો સંકલ્પ કર્યો કે હું સાજો થઈશ તો આ સંસાર છોડી દઈશ તે રાત્રિ પસાર થવાની સાથોસાથ મારી વેદના ઓછી થવા લાગી. પ્રાતઃકાળે તો સાવ નીરોગી બની ગયો. દીક્ષા અંગીકાર કરીને નીકળેલા મારા જેવા અનાથને ભગવાન મહાવીર જેવા સાચા નાથ મળ્યા!”
અનાથી મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈને રાજા શ્રેણિક પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારવા ચાલ્યા અને અનાથી મુનિ પોતાના માર્ગ ભણી આગળ વધ્યા.
શાસ્ત્રો કહે છે કે આત્મસંધાનની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ દશારૂપ સિદ્ધિપદને વર્યા.
ભાવમંજૂષા એ ૧૦૨
૧૦૩ & ભાવમંજૂષા
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૮
પાંચ મહાન સંકલ્પો
ભગવાન મહાવીરે પ્રથમ ચાતુર્માસ કર્યો દુઇજ્જત તાપસના આશ્રમમાં. આ તાપસ ભગવાન મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એ પછી પરિભ્રમણ કરતાં ચોમાસું બેસી ગયું. વરસાદના ચાર મહિના ગાળવા મહાવીર આશ્રમમાં આવીને રહ્યા.
આશ્રમના કુલપતિએ પ્રેમથી પર્ણકુટી બાંધી આપી. મહાવીર ત્યાં જ્ઞાન-ધ્યાનમાં રત બની ગયા.
વરસાદ પડવો શરૂ થયો હતો, પણ હજી તૃણ ઊગ્યાં નહોતાં. ભૂખી ગાયો ચારા માટે ઠેર ઠેર ભટકતી હતી. પર્ણકુટીઓ જોઈ એ ત્યાં આવી પહોંચી. તાજા ઘાસના પૂળાની એ બનાવેલી હતી. પણ જેવી ગાયો ત્યાં આવી કે તાપસ લાકડીઓ લઈ બહાર નીકળી પડ્યા. ગાયોને હાંકી કાઢી.
મહાવીર જે ઝૂંપડીમાં ધ્યાન કરવા બેસતા, એ ઝૂંપડીની એ જરા પણ દરકાર ન રાખતા. ગાયો આવીને ઘાસ ખાવા લાગતી. એમની આંખ સામે ગાયો ઘાસ ખાતી, ને મહાવીર ‘હઈડ' એટલુંય ન બોલતા !
બાજુમાં રહેતા પરગજુ તાપસી આવે વખતે કંઈ પોતાનું સંભાળીને થોડા બેસી રહે ? તેઓ દોડીને ગાયોને
હાંકી કાઢતા. આવું થોડા દિવસો ચાલ્યું. પણ પછી તો સંન્યાસીઓની ભાવના મોળી પડી. એક બે દિવસ હોય તો ઠીક, પણ આ માથાકુટ હંમેશાંની થઈ! મહાવીર તો એવી રીતે રહે છે, કે એમણે અને ઝૂંપડીને જાણે કંઈ સંબંધ નથી ! તાપસો કંટાળ્યા, ને કુલપતિને ફરિયાદ કરી.
કુલપતિને મહાવીર તરફ પક્ષપાત હતો. એણે મીઠાશથી મહાવીરને ઠપકો આપ્યો, સાથે સૂચના આપી. મહાવીર કંઈ ન બોલ્યા.
બીજે દિવસે એ તપ કરવા બેઠા, ને ગાયો આવી. પણ અહીં તો બોલે એ બીજા. તાપસો દોડ્યા, ને ગાયોને હાંકી કાઢી. સાથે સાથે કુલપતિને વિશેષ ફરિયાદ કરી.
કુલપતિએ આ વખતે જરા ચિડાઈને કહ્યું, “કુમાર ! પંખી પણ પોતાનો માળો સાચવે, તો તમે તો માણસ છો. તમારી ઝૂંપડીની તમારે દરકાર રાખવી ઘટે.”
* કોની ઝૂંપડી ?” ‘તમારી.' ‘મારી ? મારે વળી ઝૂંપડી જ ક્યાં છે ?” ‘તમે ક્યાં રહો છો ?” ‘હું અનગાર છું. મારે ઘર નથી, પછી રહેવાનું શું ?”
અરે, આવી વાતો છોડી દો. તમે જે ઝૂંપડીમાં રહો છો, એની રક્ષા કરવી તમારી ફરજ છે.' | ‘અરે ! જે ઝૂંપડીમાં આ અમૂલખ આત્મા રહે છે, એની જ આળપંપાળ છોડી છે, તો વળી આ ઝૂંપડીની સારસંભાળ ક્યાં કરું ? કેવી રીતે કરું ?'
તાપસને મહાવીરના આ બોલમાં જનક વિદેહીના શબ્દોના પડઘા સંભળાયા. ‘મિથિલા બળે એમાં મારું શું બળે ?'
કુલપતિ મુંગા મૂંગા પાછા ફર્યા. પણ તાપસો હવે છૂટે મોંએ ટીકા કરવા લાગ્યા : “અરે આવા અકૃતજ્ઞ, ઉદાસી ને આળસુ પાડોશીથી સર્યું !'
મહાવીરને એ અપ્રીતિની તરત ભાળ પડી ગઈ. વર્ષાઋતુનો એક પક્ષ પસાર થયો હતો. માથે કાળાં વાદળ ગડગડાટ કરતાં હતાં. મહાવીરે ત્યાં ને ત્યાં પાંચ સંકલ્પ કર્યા.
ભિાવમંજૂષા ૨ ૧૦૪
૧૦૫ o ભાવમંજૂષ
Page #59
--------------------------------------------------------------------------
________________
૧. અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું. ૨. ધ્યાનને અનુકૂળ જ જગા શોધવી. ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. હાથમાં જ- કરપાત્રથી ખાવું. ૫. ગૃહસ્થની ખુશામત ન કરવી.
આ પાંચ સંકલ્પ સાથે મહાવીર તરત ત્યાંથી નીકળી પડ્યા.
યોગી મહાવીર તીર્થંકર બન્યા તે આ પાંચ સંકલ્પના બળે. સાચા સાધુ અને ખરી સાધનાની અગ્નિપરીક્ષા જેવા આ સંકલ્પો ભગવાન મહાવીરના જીવનની દીવાદાંડી બની રહ્યા. સંકલ્પ માનવીના આત્માને પરમાત્માની સ્થિતિએ પહોંચાડવામાં સહાયક બને છે. સાચી સાધના સંકલ્પના બળ વિના ટકતી નથી.
૪૯
અલભ્ય લઘુતા
ધોમધખતો બપોર હતો. પૃથ્વી ધગધગતી હતી. આ વેળા કોલ્લાગ સન્નિવેશના ધોરી માર્ગ વીંધીને ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા વહોરીને પાછા ફરતા હતા. પૃથ્વીસરમાં નેત્ર ઢાળીને એ ચાલ્યા જતા હતા. અચાનક જનપ્રવાદ એમને કાને અથડાયો :
- ‘દેવાનુપ્રિયો ! ભગવાન મહાવીરની ગૃહસ્થશિષ્ય, શ્રમણોપાસક આનંદ અનશન સ્વીકારી દર્ભની પથારીએ પોઢ્યા છે.'
શ્રમણોપાસક આનંદના અનશનની વાત સાંભળી ગણધર ગૌતમસ્વામી થંભી ગયા. એમણે વિચાર્યું :
‘ઓહો, ધન્ય ઘડી, ધન્ય પળ ! ચાલો ત્યારે, શ્રમણોપાસક આનંદને મળતો જાઉં. એમણે અનશન ધારણ કર્યું છે. ફરી મળાય કે ન પણ મળાય.'
ગણધર ગૌતમ પૌષધશાળા તરફ ચાલ્યા. અઢારકોટિ હિરણ્યના નિધાનના ધણી અને દશ દશ હજાર ગાયોવાળા છ છ વ્રજોના સ્વામી શ્રમણોપાસક આનંદ આખર સ્થિતિમાં હતા, પણ તેમના ચહેરા પર ત્યાગનું અને વ્રતનું ભવ્ય તેજ ચમકતું હતું. ગૌતમને જોતાં જ તેમણે કહ્યું,
‘ભગવનું, અનશનને કારણે અતિશય દુર્બલ થઈ
11 શ્રી મહાવીર વાણી II જગતમાં બધા પ્રાણીઓ પોતાના સંચિત કર્મોથી જ સંસારભ્રમણા કરે છે. પોતે કરેલા કર્માનુસાર ભિન્ન ભિન્ન યોનિ તેને પ્રાપ્ત થાય છે. ફળ ભોગવ્યા વિના ઉપાર્જિત કમોંમાંથી પ્રાણી મુક્ત થઈ શકતો નથી..
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૧-૨-૧-૪
ભાવમંજૂષા હૈ ૧૦૬
૧૦૩ 9 ભાવમંજૂષા
Page #60
--------------------------------------------------------------------------
________________
ગયો છું. કૃપા કરીને નિકટ પધારો તો ચરણસ્પર્શ કરી શકું.'
દયાના અવતાર ગૌતમ નજીક ગયા. વંદન કરતાં કરતાં આનંદે પૂછ્યું,
“ભગવાન, શું કોઈ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં અવધિજ્ઞાન થઈ શકે ખરું ?"
- “અવશ્ય , શ્રમણોપાસકને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાંય ત્રીજું મહાજ્ઞાન - અવધિજ્ઞાન થઈ શકે છે.”
આ સાંભળીને આનંદના ચહેરા પર દિવ્ય આનંદ ફરકી રહ્યો. એણે કહ્યું,
પૂજ્યવર્ય, મને તેવું અવધિજ્ઞાન થયું છે અને તેના લીધે હું ઉપર આકાશમાં સૌધર્મકલ્પ સુધી ને નીચે પાતાળમાં લોલષ્ણુએ નરકાવાસ સુધીના તમામ રૂપ પદાર્થો જાણી શકું છું.”
જ્ઞાની ગૌતમે કહ્યું, “આનંદ, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું. પણ તમે કહો છો તેટલું દૂરગ્રાહી હોઈ શકતું નથી. તમે આ ભ્રાંતકથન કર્યું. ભ્રાન્ત કથન માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે, તમારે એ માટે પ્રાયશ્ચિત્ કરવું ઘટે !”
જ્ઞાની ગૌતમને આ રીતે કહેતા સાંભળી શ્રાવક આનંદે જરા વેગથી કહ્યું, “ભગવન્, મહાવીરના શાસનમાં સત્ય બોલનાર માટે પણ પ્રાયશ્ચિત્ત છે
અનુભવી રહ્યા.
‘અરે ! ખુદ પ્રભુ સ્વયં જાહેરમાં પોતાના પટ્ટધરને હલકો પાડે છે ! કદાચ જ્ઞાની ગૌતમ ભૂલ્યા હોય તો ભલે ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપી દે, પણ એક શ્રાવક પાસે ક્ષમાયાચનાની વાત ! અસંભવ, અશક્ય. ક્યાં આનંદ, ક્યાં ગૌતમ !'
પણ મહાજ્ઞાની ગૌતમની દશા તદ્દન જુદી હતી. અહંકાર ને અભિમાનને તો એ જીતી ચૂક્યા હતા. એ સીધા આનંદ પાસે પહોંચ્યા. દુનિયા તો દેખતી જ રહી ગઈ. એમણે કહ્યું,
આનંદ, તમે સાચા. મારા અસત્ય વિધાન માટે હું ‘મિચ્છા મિ દુક્કડ' - માફી ઇચ્છું છું.”
જ્ઞાની ગૌતમના આ શબ્દોનો શ્રમણોપાસક આનંદ શો જવાબ આપે ? એનાં નેત્રો સજલ થઈ ગયાં. એણે બે હાથ જોડતાં કહ્યું,
પ્રભુ ! મારી છેલ્લી ઘડી ઉજાળી દીધી !”
જ્ઞાનીને શોભતી કેટલી ભવ્ય નમ્રતા ! ભવોભવે અલભ્ય એવી કેવી લઘુતા! જય, પ્રભુ મહાવીરનો જય ! જ્ઞાની ગૌતમનો જય !”
આજુબાજુ એકત્રિત થયેલી જનતા આંખમાં આંસુ સાથે જોઈ જ રહી ! અચાનક સહુના મુખમાંથી ધ્વનિ ગાજી ઊઠ્યો : ‘શાની ગૌતમનો જય !”
આજે ક્ષમા માગવાની છે અને ક્ષમા આપવાની છે. કાજળની કોટડી જેવા સંસારમાં જાણેઅજાણ્ય, કાયાથી, વચનથી કે મનથી ભૂલ થઈ જાય છે. આજે દીપાવલિથી પણ અધિકા આ પર્વમાં ક્ષમાપના ચાહવાની છે.
મિચ્છા મિ દુક્કડે ! મિથ્યા હો. મમ દુષ્કાર્ય ને દોષ !
નવા વર્ષની કુમકુમ પત્રિકાઓ અને લગ્નપત્રિકાઓ તો કંકાવટીનાં કંકુથી લખાય છે; પણ ક્ષમાપનાની કંકોતરીઓ તો દિલનાં લોહીથી ને હૃદયનાં આંસુથી લખાવી જોઈએ. અને તે પણ ખરા દોષીને ! ખરા વેરીને ! ખરા અપરાધીને !
સગવડિયા ક્ષમાપનાનો કોઈ અર્થ નથી.
ના.'
“તો, દયાળુ, આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્ય કથન કર્યું.”
આનંદના સ્વરમાં દેઢ આત્મવિશ્વાસ જણાતો હતો. શ્રમણોપાસક આનંદના આ વિધાને ગુરુ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા, પણ આ વાતનો નિર્ણય સર્વજ્ઞ સિવાય કોણ કરી શકે ? વધુ વિવાદ ન કરતાં ગણધર Íતમસ્વામી ત્યાંથી ઉતાવળે વિદાય લઈને ભગવાન મહાવીર પાસે આવ્યા.
આવતાંની સાથે જ ગુરુ ગૌતમે આનંદ શ્રાવકવાળી હકીકત સવિસ્તર પ્રભુ આગળ નિવેદન કરી, અને છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી :
હે ભગવનું, આ વિષયમાં આનંદ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે કે મારે ?”
ભગવાન મહાવીરે લેશમાત્ર થોભ્યા વિના કહ્યું, “ગૌતમ, આ બાબતમાં તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.”
ભગવાનનો આ નિર્ણય સાંભળી તમામ સાધુઓ ને શ્રોતાગણ રોમાંચ
ભાવમંજૂષા ૧૦૮
૧૦e o ભાવમંજૂષા
Page #61
--------------------------------------------------------------------------
________________
પ૦
આત્માની ગીતા
કટુંબની આર્થિક આવશ્યકતાને લીધે શ્રીમદ્ રાજચંદ્રજીએ તેરમા વર્ષે દુકાનની જવાબદારી સંભાળી. પિતાના કામકાજમાં મદદરૂપ થવા લાગ્યા. અઠ્ઠાવીસમું વર્ષ થયું ત્યારે કર્તવ્ય પૂર્ણ થતાં એ જવાબદારીમાંથી મુક્ત થયા. વિ. સં. ૧૯૫૨ના દ્વિતીય જેઠ સુદ એકમના દિવસે ૨૮ વર્ષના શ્રીમદ્ ભાગીદારીમાંથી છૂટા થયા. પોતાનો સઘળો ધંધાકીય વહીવટ અને તમામ અર્થ-સંપત્તિ નાના ભાઈ શ્રી મનસુખભાઈના નામે કરી દીધાં. વિ. સં. ૧૯૫૨ પછી શ્રીમદે ત્યાગી જીવન જીવવાની શરૂઆત કરી.
આંતરિક અસંગતા તો હતી જ, પણ હવે તો બાહ્ય અસંગતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. સૂવા માટે ગાદલું રાખતા નહિ. ડૉસ-મચ્છર આદિના ઉપદ્રવો શાંતિથી સહન કરતા. અર્ધ રાત્રિએ ઊઠીને જંગલમાં જઈને ધ્યાન ધરતા. સાવ સાદો ખોરાક લેતા. અમુક વખતે માત્ર બાફેલાં શાકભાજી લેતા. અમુક વખતે આખા દિવસના ખોરાક રૂપે એક વાર બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ લેતા. ક્યારેક દિવસમાં એક જ વાર ઘી-દૂધની બનાવેલી રસોઈ લેતા.
આમ સર્વસંગપરિત્યાગની પૂર્વતૈયારી રૂપે કડક સંયમપાલનનો શ્રીમદે પ્રારંભ કર્યો. આ આધ્યાત્મિક માર્ગમાં
‘બાહ્યાંતર નિગ્રંથ' થવા માટેનો તેમનો પ્રયત્ન હતો. સર્વ સાંસારિક બંધનોથી પર થઈને અંતરમાં અપૂર્વ અવસરના ઉજાસની તૈયારી ચાલતી હતી.
વિ. સં. ૧૯૫૩માં વવાણિયાના ઘરમાં માતુશ્રી દેવમા બીમારીને કારણે ઢોલિયા પર સૂતાં હતાં, ત્યારે માતાની સેવામાં સદા તત્પર એવા ઢોલિયા પર બેઠેલા શ્રીમદે અનન્ય પદની રચના કરી. એમના અંતરમાંથી આવું અપૂર્વ કાવ્ય પ્રગટ્યું :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો .....૧. અપૂર્વ ”
આંતરિક રીતે તો પોતે નિગ્રંથ હતા જ, કિંતુ બાહ્ય રીતે પણ નિગ્રંથ થવાની ઉત્કટ ઇચ્છા એમણે આ પદમાં પ્રગટ કરી છે. આગ્રાનો તાજમહાલ શિલ્પકલાનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે, તેમ આધ્યાત્મિક વિશ્વના ભવ્ય શિખર પરના ગુણસ્થાનનો આરોહણક્રમ સૂચવતું આ કાવ્ય અપૂર્વ મર્મગામી કાવ્યકલાનો નમૂનો છે.
એકવીસ કડીના આ નાના કાવ્યમાં વિરાટ તત્ત્વજ્ઞાન છુપાયેલું છે. આમાં માનવીને એના લક્ષ્યસ્થાન મોક્ષ સુધી પહોંચાડવાનો વિકાસક્રમ શ્રીમદે જૈન આગમોની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. સૌથી નિમ્ન મિથ્યાત્વની ભૂમિકાથી માંડીને સિદ્ધપદની સર્વોચ્ચ દશા સુધીના જીવના કમિક ઊર્વારોહણને ચૌદ ગુણસ્થાન તરીકે જૈનદર્શનોમાં ઓળખાવ્યાં છે. ‘અપૂર્વ અવસર' કાવ્યમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાને રહેલા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ કાવ્ય અત્યંત સરળ ભાષામાં લય અને તાલના માધુર્ય સાથે રચાયું છે. એનું ગાન વ્યક્તિને આનંદની અપૂર્વ મસ્તીમાં લીન કરી દે છે. આધ્યાત્મિક માર્ગનાં અતિ ગુઢ તત્ત્વો અને અલૌકિક રહસ્યોથી ભરપૂર આ કાવ્ય વ્યક્તિને સ્વયં ઉચ્ચ દશાની યાત્રા કરાવે છે. આવી વિશેષતાને કારણે જ મહાત્મા ગાંધીજીએ પોતાના પ્રિય કાવ્ય તરીકે એને ‘આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપ્યું હતું. ૨૯ વર્ષની યુવાન વયે એક જ બેઠકે રચાયેલું આ કાવ્ય શ્રીમની અંતરંગ દશાનું હૃદયંગમ પ્રતિબિંબ ઝીલે છે અને એમના આત્મિક વિકાસની ઝાંખી કરાવે છે.
ભાવમંજૂષા હૈ ૧૧૦
૧૧૧ O ભાવમંજૂષ
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૧
અધ્યાત્મવીરનો મંત્ર
રાજ કુમાર વર્ધમાન યોગી વર્ધમાન બન્યા. સંસારત્યાગની પહેલા દિવસની સંધ્યાએ જ એક જુદો અનુભવ થયો. ધ્યાનમગ્ન મહાવીર પાસે એક ગોવાળ પોતાના બળદ સાચવવા મૂકી ગયો પણ એને પાછા આવીને જોયું તો બળદ ન મળે. એણે ધ્યાનમસ્ત મહાવીરને પ્રશ્ન કર્યો પણ ધ્યાનમગ્ન મહાવીર જવાબ ક્યાંથી આપી શકે ? એ તો કોઈ વિરલ અવસ્થામાં ડૂબી ગયા હતા.
ગોવાળને લાગ્યું કે આ માણસ સાથે રકઝક કરવામાં સમય વીતી જાય, આથી એ ખુદ બળદની શોધમાં ચાલી નીકળ્યો. આખી રાત ભમ્યો. બળદનો પત્તો ન લાગ્યો. આકાશમાં પ્રભાતી તારા ઝબૂકવા લાગ્યા. નિષ્ફળ ગોવાળ ગામ તરફ પાછો ફર્યો! જતાં જતાં મહાવીર ઊભા હતા, ત્યાં આવ્યો !
આશ્ચર્ય સાથે એણે જોયું તો બંને બળદો મહાવીર પાસે બેઠેલા, વાંકડી શીંગડીઓ ડોલાવતા, બેઠા બેઠા વાગોળે છે. થાક્યાપાક્યા ગોવાળના ગુસ્સાનો પાર ન રહ્યો. રાતના ઉજાગરાથી રાતી થયેલી આંખો વધુ લાલ કરીને કહ્યું : ‘અલ્યા પાખંડી ! બળદ સંતાડવાની તારી આ તરકીબ હતી! તેં જ મારા બળદ સંતાડ્યા હતા !'
પોતાની ખીજ મહાવીર પર કાઢવા એણે પોતાના
હાથમાં રહેલી રાશ ઉગામી. એ વખતે પાછળથી કોઈએ રાશ ઝાલી લીધી. ગોવાળે પાછળ જોયું તો તેજથી ઝળાંહળાં થતો કોઈ દેવાંશી પુરુષ ત્યાં ઊભા હતા.
એણે કહ્યું, ‘હું દેવરાજ ઇંદ્ર છું. તું આ પુરુષને પિછાણતો લાગતો નથી.' ગોવાળે ડોકું ધુણાવી ના કહી.
‘મૂર્ખ ! એ રાય સિદ્ધાર્થના પુત્ર રાજ સંન્યાસી વર્ધમાન છે !'
ગોવાળ પોતાની ભૂલ સમજ્યો. એણે પગમાં પડતાં કહ્યું: ‘આપ ભગવંતને મેં ન ઓળખ્યા ! જેણે આખું રાજપાટ તજી દીધું, એને મેં મૂરખ બળદચોર માન્યા! ધિક્કાર છે મને !'
દેવરાજ બોલ્યા : “ભગવન્! આપના માર્ગમાં આવા તો અનેક મૂરખા આવશે અને આપને હેરાન કરશે !'
મહાવીર બોલ્યા : “મને જેટલો ફૂલ પર પ્યાર છે, એટલો કાંટા પર પણ છે. પૃથ્વીનાં અધાં યુદ્ધ ને ઝઘડા ગેરસમજમાંથી જન્મ્યાં છે. કોઈ કોઈને સમજવા યત્ન કરતું નથી.'
દેવરાજ ઇંદ્ર કહ્યું : 'ભગવંત, બાર વર્ષ સુધીનો આપનો અરણ્યવાસ અનેક વિપદાઓ લાવશે. મને આપની સહાય માટે આપની સમીપમાં રહેવાની અનુમતિ આપો.'
ભગવાન હસીને બોલ્યા : “આત્માનો માર્ગ એકાકી જ છે. અંતર શત્રુનો નાશ કરવા નીકળનાર અરિહંતો કદી કોઈની સહાય સ્વીકારતા નથી.'
‘પ્રભુ ! ઠીક કહું છું. મારી સહાય સ્વીકારો !”
‘દેવરાજ ! આટલું નોંધી લો, કે કોઈ પણ લોકનાયકની મુક્તિ એના પોતાના ઉદ્યમ, બલ, વીર્ય ને પરાક્રમ પર જ નિર્ભર છે.”
પણ દેવરાજ ઇંદ્રનું મન કેમ માને ! ને મહાવીર પારકી સહાય પણ કેમ સ્વીકારે ! એમણે તો સંક્ષેપમાં સમજાવ્યું કે જે દુનિયાના દુઃખથી ભાગે, એ દુનિયાનાં દુઃખ શી રીતે વિચારી શકે ? સહુ સહુનો ધર્મ અદા કરે ! આ રીતે ભગવાન મહાવીરે કહ્યું કે સાધનામાર્ગ જનારે ‘એકલો જાને રે'નું સૂત્ર અપનાવવું જોઈએ. કોઈના આશરે કે કોઈના સાથે આ માર્ગે જવાય નહીં.
ભાવમંજૂષા હૈ ૧૧૨
૧૧૩ ભાવમંજૂષા
Page #63
--------------------------------------------------------------------------
________________
વિના કંઈ ચાલવાનું છે ? ‘પેટ કરાવે વેઠ'ની માફક આ પેટને કારણે અમે લાચાર છીએ.”
શ્રીમદે કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ? એનો ઉકેલ આપીએ તો ?”
આમ કહીને શ્રીમદે ઝવેરચંદ શેઠને કહ્યું, “આ પ્રાગજીભાઈને એમના ભોજન માટે તમે જે ભોજન કરતા હો તે બે ટંકનું ભોજન આપજો. પીવા માટે પાણીની એક માટલી આપજો, તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે. પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહિ. સંસારની વાતો કરવી નહિ. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી
પર ભક્તિ અને ભૂખમરો
નહિ.”
અધ્યાત્મનાં ગહન રહસ્યો શ્રીમદ્ રાજચંદ્રના મુખેથી વહેતાં હતાં. જ્ઞાન અને ધ્યાનના નવનીત સમી એ નિચોડરૂપ વાણી ભાવિકોના હૃદયને ભીંજવતી હતી.
આમ તો એ સ્થળ કાવિઠા ગામની ઝવેર શેઠની મેડીનું હતું. પરંતુ એ દિવસે એ મેડીમાં અંતરને અજવાળતાં મોતી વેરાયાં હતાં. ભૌતિકતાથી ખદબદતા જગતમાં પરમ આધ્યાત્મિકતાનો ધર્મબોધ વહેતો હતો. શ્રીમદ્ બહારની બાજુએ અને બાહ્ય રૂપે થતી ક્રિયાઓને બદલે આંતર પરિવર્તનની ઓળખ આપતા હતા. અપૂર્વ આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. પરંતુ ભૌતિક આસક્તિને અળગી કરવી પ્રાગજીભાઈ નામના સત્સંગીને અઘરી લાગી, વ્યક્તિ ઘણી વાર વાસ્તવિકતાને બહાને હકીકતને પાછી ઠેલતી હોય છે. પ્રાગજીભાઈએ અનુભવીની રીતથી શ્રીમન્ને કહ્યું,
ભક્તિ કરવાનું મન તો ઘણું થાય છે. એમ લાગે છે કે ભક્તિ એ જ જીવનની સાચી સાર્થકતા છે પરંતુ ભક્તિ કરવાનો સમય કાઢવો ક્યાંથી?”
શ્રીમદ્ રાજચંદ્રએ પૂછયું, “કેમ ? આવું શાને ?”
પ્રાગજીભાઈએ કહ્યું, “શું કરીએ ? ભાવના તો ઘણી થાય. પરંતુ જુઓને ભગવાને પેટ આપ્યું છે. આ પેટ ખાવાનું માગે છે. પેટમાં જાગતી ભૂખની આગ બુઝાવ્યા
- શ્રીમની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, “ઓહ ! આ તો આકરી શરત કહેવાય. વરઘોડો જતો હોય તો જોવાનું મન થાય, સંસારની વાતો કર્યા વિના કે સાંભળ્યા વિના રહેવાય નહિ.'
ત્યારે શ્રીમદે માર્મિક રીતે કહ્યું, “આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું ? જીવ આમ જ છેતરાય છે.”
સાચી ભક્તિ કરનારાઓએ પેટની કદી ફિકર કરી નથી. આવતીકાલની ચિંતા એમને કદી અકળાવતી નથી.
ભક્તિનો માર્ગ તો શૂરાનો માર્ગ છે, કારણ કે એમાં સંસારના આકર્ષણના ત્યાગનું શૌર્ય રહેલું છે. જીવનમાં જેનું આકર્ષણ સદાય રહેતું હોય એવા સંસારમાંથી ભક્તિ તરફ જવું કપરું છે. એ માર્ગે જઈ શકનારા માનવીઓ વિરલ હોય છે. બાકી બધા તો પેટનાં અને પળોજણનાં બહાના બતાવે છે.
11 શ્રી મહાવીર વાણી 11 પહેલાં જ્ઞાન અને પછી દયા, આ ક્રમ પ્રમાણે જ આખો ત્યાગી વર્ગ પોતાની સંયમયાત્રા માટે આગળ વધે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર ૪-૧૦
ભાવમંજૂષા ૧૧૪
૧૧૫ દળ ભાવમંજૂષા
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૩
વારસ માટે આરસ
તેજસ્વી વીરપુરુષ અને એની પત્ની પર્વતોની હારમાળા વચ્ચેથી પસાર થતાં હતાં. આ વીરપુરુષ મંત્રી વિમળના ચિત્તમાં મનોમંથન ચાલતું હતું. એની પત્ની શ્રીદેવી પણ ઊંડા વિચારમાં ડૂબેલી હતી.
| વિમળ મંત્રી પર પ્રસન્ન થયેલાં અંબિકા દેવીએ કહ્યું હતું કે, “તારા ભાગ્યમાં કાં આરસ છે કાં વારસ છે. બેમાંથી એક તને આપું.”
વિમળ મંત્રી અને શ્રીદેવી એ ગડમથલમાં હતાં કે આરસ માંગવો કે વારસ? આરસ જગતમાં એવાં મંદિરો સર્જે છે કે જે હજારો વર્ષ સુધી ટકે અને આવનારી પેઢીને ભાવના અને સંસ્કારથી સુવાસિત કરે, વારસ હોય તો વંશપરંપરા ચાલુ રહે. કુટુંબનું નામ જળવાઈ રહે. થોડો વિશ્રામ લેવા દંપતી થોભ્યાં. પાણી પીવા વાવ તરફ ગયાં, ત્યાં એમના કાને અવાજ અથડાયો.
“સબૂર ! સબૂર ! ઊભા રહેજો તમે. પહેલાં પૈસા આપો, પછી પાણી તમને મળશે.”
વિમલ મંત્રીના ચહેરા પર આશ્ચર્ય ચમક્યું, એમણે પૂછવું, “અરે ! વાવનું પાણી તો સહુ કોઈ પીએ. એના તે કાંઈ પૈસા હોતા હશે ?”
છોકરાએ કહ્યું, “જુઓ, આ વાવ મારા પિતાએ બંધાવી છે. હું એમનો વારસદાર છું. એ સમયે જાહોજલાલી હતી પણ પછી પડતીના અને ગરીબીના દિવસો આવ્યા, આથી મારા પિતાની વાવ પાસે ઊભો રહીને પાણી પીવા આવનાર પાસેથી પૈસા લઉં છું અને મારું ગુજરાન ચલાવું છું.”
વિમળ મંત્રીએ પૈસા આપ્યા, પાણી પીધું, આગળ વધ્યા, શ્રીદેવીને પૂછવું, “શું માગીશું આપણે ?”
શ્રીદેવીએ કહ્યું, “વારસ માગીશું તો કદાચ આવતીકાલે એ આપણી કીર્તિને ધૂળમાં મેળવીને કલદાર ઉઘરાવતો થશે. આપણે તો વર્ષો સુધી ઉત્તમ ભાવનાઓ જગાડનારો આરસ જોઈએ. જે આરસનું મંદિર સંસારરૂપી સમુદ્રને તરી જવાની નાવ જેવું હોય, કલ્યાણરૂપી વૃક્ષની મંજરી જેવું હોય, ધર્મરૂપ મહા નરેન્દ્રની નગરી સમાન હોય, અંતરમાં વૈરાગ્ય, વીતરાગતા અને આધ્યાત્મિક ચેતના પ્રગટાવે તેવું હોય.”
આ દંપતીએ આરસની માગણી કરી. આને પરિણામે આજે આબુની ગિરિમાળા પર ‘વિમલવસહી'નું સર્જન થયું. જેનું શિલ્પસૌંદર્ય જ ગવિખ્યાત બન્યું.
જીવનનો એક સવાલ છે આરસ કે વારસ ? પરંતુ ક્યારેક એનાથી જુદી પરિસ્થિતિ નિર્માણ પામે છે. બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં યોજાયેલા પ્રવચનમાં આ કથાના આલેખન બાદ એક વિચાર વહેતો મૂક્યો કે અહીં એન્ટવર્ષમાં જિનમંદિર, તે વારસને માટે આરસ મૂકી જવાની વાત છે. આવતી પેઢીને માટે ભાવના અને સાધનાનું સ્થાન ઊભું કરવાનો ઉપક્રમ છે. આ ચિતન પાલનપુર પાસે આવેલા ટોકરવાડા ગામના મૂળ વતની નરેશકુમાર મોતીલાલ શાહ અને દીપકકુમાર મોતીલાલ શાહને એવું તો સ્પર્શી ગયું કે એમણે જિનમંદિરના શિલાસ્થાપન માટે ઉમદા સહયોગ આપ્યો. ધર્મના સંસ્કારોનો સૌથી મુખ્ય પ્રશ્ન જ એ છે કે આવતીકાલની પેઢીને આ સંસ્કારો કઈ રીતે પહોંચાડવા ? વારસને માટે આરસનું કયા પ્રકારે નિર્માણ કરવું?
શ્રી મહાવીર વાણી | સમ્યગુદર્શનના અભાવમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને રજ્ઞાનના અભાવમાં ચરિત્રગુણ પ્રાપ્ત થતો નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮-૩૦
ભાવમંજુષા બ
૧૭ % ભાવમંજૂષા
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
આત્મસમર્પણની કલા
કે રે ?
મહારાજા ભીમદેવના સેનાપતિ વિમળશાહનું નિમંત્રણ | શિલ્પી કીર્તિધરે ઠુકરાવી દીધું ત્યારે એની ઉપેક્ષામાં જિંદગીનો થાક હતો. આખી જિંદગી કોટકિલ્લા કે રાજમહેલનું નિર્માણ કરનાર આ શિલ્પી હવે કંટાળ્યો હતો. એ કારાગૃહો અને
કિલ્લાઓનો ઉપયોગ દુ:ખીને કચડવામાં, ગરીબોને પીડવામાં 21
અને સજજનોને ત્રાસ આપવામાં થતો જોતો હતો. કવિની કલ્પના અને આંગળાંની કરામતથી જે રાજ ભવનો અને વિહારભવનો એણે બાંધ્યાં હતાં, ત્યાં સતી સ્ત્રીઓને વેઠવો પડતો સંતાપ એણે નજરોનજર જોયો હતો. કીર્તિધર આ જોઈને થાક્યો હતો અને એથી જ મંત્રી વિમળ શાહનું નિમંત્રણ એણે ઠુકરાવ્યું હતું.
આની જાણ થતાં ખુદ વિમળશાહ કીર્તિધર પાસે આવ્યા અને કંટાળેલા કીર્તિધરને સમજાવતાં કહ્યું, “કીર્તિધર ! હું તમને આટલા વર્ષે વિલાસભવનો બનાવવા માટે કહેવા ન આવું. મારે તો લોકકલ્યાણ માટે પ્રભુનાં મંદિરો ચણાવવાં છે, તીર્થનું નિર્માણ કરવું છે, અને તે પણ પવિત્ર આબુના શિખર પર - નિદૉષ ભૂમિમાં.”
વિમળશાહે પોતાની વાત શરૂ કરી. “શાહ ! ઘણા કારીગરો છે. લઈ જાઓ અને બનાવી લો.”
“ના, કીર્તિધર, એમ ન બને ! મારે સૃષ્ટિ પર અજોડ કલાકૃતિ સર્જવી છે. જગતજનોનાં રાગ-દ્વેષ નીતરી જાય, એવી પ્રતિમાઓ સર્જવી છે. વર્ષો વીતે પણ મનુષ્ય જોતાં જ મુગ્ધ થઈ જાય તેવી સ્વર્ગીય કલા ઉતારવી છે.”
કીર્તિધર એક પછી એક શરતો મૂકતા ગયા અને કહ્યું કે કોતરણી થાય તેના પથ્થરના ભૂકાની ભારોભાર ચાંદી જોખવી પડશે. વિમળશાહે એ શરત પણ સ્વીકારી. વળી કીર્તિધર બોલી ઊઠયો, “આબુ પહાડ પર દેવાલય સર્જવા મુશ્કેલ છે. એની ઠંડીની તો તમને ખબર છે ને ! મારા કારીગરોનાં આંગળા જ સજ્જડ થઈ જાય, બાર માસમાં ચાર માસ જ કામ થઈ શકે ને એ રીતે તો દેવાલય ક્યારે પૂરું થાય ?” કીર્તિધરે વાંધો બતાવ્યો.
ભલા શિલ્પી ! દરેક કારીગરને ગરમીનાં સાધનો આપીશ. એ ઉપરાંત બીજી જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ. શરદીમાંયે ગરમી કળાય તો તો પછી કામ થશે ને ?
આવા પહાડ પર, આવી ઠંડી જગામાં, ભવ્ય મંદિરોનું નિર્માણ અશક્ય વાત છે, પણ તમારા જેવા દઢનિશ્ચયી અશક્યને શક્ય કરી શકે. જાઓ, જુગજુગમાં નામ રહે તેવું કામ જરૂર કરીશ.” કીર્તિધરના હૃદયમાં ઉત્સાહ પ્રગટ્યો. અદ્ભુત કલાકૃતિ સર્જવાના વિચારો એના મગજમાં પેદા થવા લાગ્યા.
કીર્તિધર ! એ કલાની પાછળ આ જીવન સાથે તમામ સમૃદ્ધિ સમપું છું.”
“વિમલશાહ ! તમારા જીવન અને સમૃદ્ધિની સાથે સાથે મારી સમગ્ર કલા પણ એને સમપું છું. એ આખો દેવપ્રાસાદ - અરે, એનો એક એક પથ્થર - જગતને મુગ્ધ ન કરે તો મારો હાથ ફર્યો નકામો ગણજો ! જો એનું એક એક શિલ્પ સજીવન ન લાગે તો, હમણાં જ બોલી ઊઠશે એવો ભાસ ન થાય તો, મેં તમને દગો દીધો ગણજો ! હવે સુખેથી પધારો ! હું યથાસમયે મારા કારીગરો સાથે હાજર થઈશ.”
ગિરિરાજ આબુ પર અનુપમ કોતરણી ધરાવતાં દેલવાડાનાં મંદિરોનું સર્જન થયું. કલા જીવનનું અર્પણ અને ભાવનું સમર્પણ માગે છે. રાજ મહેલોમાં વપરાતી કલા એ કોઈ વ્યક્તિની તાબેદાર છે, રાજાની ગુલામ છે. રાજભંડાર પર એનો આધાર છે.
ભાવમંજુષા
૧૯ છ ભાવમંજૂષા
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૫
ન જીવો, ન મરો
ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં આવ્યા. એમના આગમને નગરી ધન્ય બની અને એમના ઉપદેશથી કેટલાયનાં જીવન પાવન થયાં.
ભગવાન મહાવીરની પરિષદામાં રાજા શ્રેણિક પણ આવે છે. સહુ કોઈ લયલીન બનીને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળે છે. કહે છે કે એક વાર ઉપદેશ આપતાં ભગવાનને છીંક આવી ગઈ. જગત વત્સલ ભગવાનને માટે સહુના મુખમાંથી ‘ખમા ખમા’ એવા શબ્દો સરી પડ્યા. સહુએ ભગવાન પ્રત્યે ભાવ બતાવ્યો પરંતુ એક કટુવચનીએ કહ્યું, “મરજો, મરજો.”
બધાની નજર એ કડવાં વેણ બોલનારની તરફ ગઈ. એવામાં મહામંત્રી અભયકુમારે છીંક ખાધી એટલે પેલો કટુવચની બોલ્યો, “જીવો યા મરો.”
ભગવાનની આ સભામાં કાલૌરિક નામનો એક સાઈ હતો. એને છીંક આવી એટલે તરત જ પેલા કટુવચનીએ કહ્યું, “ન જીવો, ન મરો."
કટુવચનીનાં આવાં ઉચ્ચારણોને સહુને આશ્ચર્યમાં ડુબાડી દીધા. ભગવાન મહાવીરે આનું હસતાં હસતાં રહસ્ય પ્રગટ કરતાં કહ્યું,
ભાવગંધા ૭ ૧૨૦
65
“આ સાચું કહે છે. એણે મને મરવાનું કહ્યું, કારણ કે મોક્ષ માટે મારે મૃત્યુની
જ રાહ છે.”
પરિષદામાંથી કોઈએ પૂછ્યું, “આપને મરજો કહ્યું પણ અભયકુમારને જીવો યા મરો એમ કેમ કહ્યું ?”
ભગવાને કહ્યું, “એને જીવતાં પણ સુખ છે અને મરીને પણ સુખ છે. એનું કારણ એમનાં સારાં કાર્યો છે.”
વળી કોઈએ પૂછ્યું, “પ્રભુ કાલૌરિક કસાઈને તો એણે ‘ન જીવો, ન મરો’ એમ કહ્યું એનો અર્થ શો ?”
ભગવાન મહાવીરે કહ્યું, “આ કાલૌરિકનાં કર્મો એવાં છે કે એને અહીં પણ દુઃખ છે અને મૃત્યુ બાદ પણ દુઃખ છે. તેથી એના માટે જીવવાનો કે મરવાનો કોઈ અર્થ નથી.”
ભગવાન મહાવીરે પ્રગટ કરેલું રહસ્ય માનવજીવનની સાર્થકતાનો સંદેશ આપે છે. વ્યક્તિનાં કાર્યો સારાં હોય તો એને સારી સ્થિતિ અને ઉત્તમ ગતિ મળે છે.
વ્યક્તિનાં કાર્યો અધમ હોય તો એને માટે આ લોક હોય કે પરલોક - બધે દુઃખનો સાગર જ છે.
સારાં કર્મો કરનાર માનવીનો આત્મા એનો મિત્ર છે. દુષ્ટ કર્મો કરનાર આત્મા તેનો શત્રુ છે. આ વાત અહીં અત્યંત માર્મિકતાથી પ્રગટ કરી છે.
11 શ્રી મહાવીર વાણી 1
આ જીવે અનેકવાર ઉચ્ચ ગોત્રમાં અને અનેકવાર નીચ ગોત્રમાં જન્મ ધારણ કરેલ છે. પરંતુ તેથી ન કોઈ હીન હોય છે ન મહાન.
શ્રી આચારાંગ સૂત્ર, ૧-૨-૧૬
૧૨૧ ૬ ભાવમંજૂષા
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬
ગૃહત્યાગ અને રાજત્યાગ
રાજકુમાર વર્ધમાન ભાઈના આગ્રહને કારણે મહેલમાં વસતા હતા. પરંતુ મન તો ત્યાગ અને અધ્યાત્મ પર રહેલું હતું.
વર્ધમાન જ્યારે માતાના ઉદરમાં આવ્યા ત્યારે ત્રિશલાએ ચૌદ મહાસ્વપ્ન જોયાં હતાં. વળી કુમાર વર્ધમાનના શરીર પર એક હજાર અને આઠ લક્ષણ હતાં. આ જોઈને સહુએ ધાર્યું કે કુમાર વર્ધમાન એક દિવસ ભવિષ્યમાં અવશ્ય ચક્રવર્તી બનશે. એ અનેક રાજ્યોના વિજેતા બનશે. એની વિજયપતાકા
સમગ્ર પૃથ્વી પર લહેરાશે. ખંડ ખંડના રાજાઓ ખંડિયા બનીને એની ખંડણી ભરતા હશે. આવા થનારા ચક્રવર્તીનો સાથ મળે તો આપણો પણ બેડો પાર થઈ જાય. આમ વિચારીને એ જમાનાના સમર્થ સમ્રાટો અને રાજાઓએ પોતાના રાજકુમારોને કુમાર વર્ધમાનની સેવામાં મોકલ્યા હતા. સમ્રાટ શ્રેણિકે પોતાના પુત્રને વર્ધમાન પાસે રાખ્યો હતો. રાજા ચંડપ્રદ્યોતને પોતાના રાજકુમારને કુમાર વર્ધમાન પાસે મોકલ્યો હતો.
રાજવીને સદા રાજની ચિંતા હોય છે. રાત-દિવસ એની પાછળ ઉજાગરા કરતા હોય છે. આથી આ રાજાઓએ પહેલેથી જ એવી યોજના કરી કે પોતાનાં સંતાનો તરફ કુમાર વર્ધમાનને દોસ્તી અને લાગણી બંધાઈ હશે તો એ ભાવમંજૂષા ઃ ૧૨૨
66
ચક્રવર્તી બનશે ત્યારે પોતાનાં સંતાનોનો અને એમના રાજનો પ્રભાવ જળવાઈ રહેશે. સત્તાવાનની સેવા સદા સ્વાર્થપરાયણ હોય !
વાત વિપરીત બની. રાજા સિદ્ધાર્થની વિદાય પછી કુમાર વર્ધમાને રાજ તરફ નજર સુધ્ધાં ન કરી. એમની સેવામાં આવેલા રાજકુમારો એમ માનતા હતા કે માયા દેખી મુનિવર ચળે તો આવા સુખ અને વૈભવ આગળ રાજકુમારની શી વિસાત ? એમાં પણ બીજા રાજકુમારો કરતાં ગણતંત્રના રાજકુમારો માટે જીવનવિકાસના બધા અવકાશો હતા. આ રાજતંત્રમાં ગુણની પૂજા હતી. અયોગ્યને સ્થાન નહોતું. આથી સહુ એમ ધારતા કે એક દિવસ વૈશાલીના નવસો નવ્વાણુ રાજાઓમાં વર્ધમાન સહુથી અદકેરું સ્થાન પામશે. એમને મસ્તકે પવિત્ર પુષ્કરણીના જળનો મહાઅભિષેક ચડશે. કોઈ એમ વિચારતું કે વૈશાલીના રાજા ચેટકના એ લાડકવાયા ભાણેજ છે એ સગપણ-સંબંધના દાવેય એમને ગાદી મળશે.
વ્યવહારની આ ગણતરીઓ વર્ધમાનને ક્યાંથી સ્પર્શે ? એમણે તો મોટા ભાઈ પાસે સંસારત્યાગની ઇચ્છા પ્રગટ કરી. પોતાના પરિવારના માણસો પ્રત્યે પણ વિરક્તિ દાખવી. તેઓ મહેલમાં વસતા હોવા છતાં ભૂમિશયન કરતા અને એકત્વભાવમાં લીન રહેતા હતા. આ જોઈને એમની સેવામાં આવેલા રાજકુમારોને લાગ્યું કે વર્ધમાનને રાજ્યની જ ઇચ્છા નથી ત્યાં રાજ્ય વધારીને ચક્રવર્તી બને, તેની વાત જ ક્યાં રહી ? એમનું રાજ્ય એ જુદું રાજ્ય હતું. રાજ્યમાં માણસ માણસનો કે જીવ જીવનો દુશ્મન નહોતો. એ રાજ્યમાં તો માત્ર છ દુશ્મનો હતા અને તે માનવમનમાં વસતા ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. વર્ધમાનના આત્મિક સામ્રાજ્યનાં મૂળભૂત સૂત્રો હતાં : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય. જ્ઞાન વડે સાધક બધું જાણે. દર્શન વડે એની સચ્ચાઈ પારખે અને ચારિત્ર્ય દ્વારા મન, વચન અને કાયાને નિયમનમાં રાખે.
મોટા મોટા રાજાઓના રાજકુમારોએ જોયું કે વર્ધમાન તો રાજસત્તાની બાબતમાં સાવ અનાસક્ત અને ચક્રવર્તીપદ માટે તદ્દન ઉદાસીન હતા. આથી રાજકુમારો પોતાના રાજ્યમાં પાછા ગયા. રાજકુમાર વર્ધમાનની રાજત્યાગની વાતોએ સમાજમાં એક નવો આદર્શ જગાવ્યો. સંસારમાં સહુને પ્રિય એવા રાજકુમાર વર્ધમાનના ત્યાગને સહુ વંદી રહ્યા. તેઓ ગૃહસંસારનો ત્યાગ કરતા હતા. પરંતુ ગૃહસંસારની પૂર્ણ અનુમતિથી. વિશ્વ એક પ્રકારનો ગૃહત્યાગ અને રાજત્યાગ નિહાળી રહ્યું.
૧૨૩ ૩ ભાવમંજૂષા
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૭
તારા હાથે રાજતિલક
એક વાર વનરાજ ચાવડો કાકર ગામના શેઠને ત્યાં ચોરી કરવા ગયો. વનરાજે શેઠના ભંડારિયામાં તપાસ કરી. એ માનતો હતો કે ભંડારિયામાંથી કોઈ કીમતી ચીજવસ્તુ કે ધનસંપત્તિ હાથ લાગશે, પણ રાતના અંધકારમાં ભંડારિયામાં ચોરી કરવા જતાં વનરાજનો હાથ દહીંથી ભરેલા વાસણમાં પડ્યો. વનરાજ અટકી ગયો. એનું કારણ એ હતું કે દહીંથી ભરેલા વાસણમાં હાથ પડે એટલે એ આ ઘરનો કુટુંબીજન કહેવાય. પોતાના ઘરમાંથી લૂંટ કઈ રીતે કરાય ? આથી એણે ખાલી હાથે પાછા જવાનું યોગ્ય માન્યું.
વહેલી સવારે કાકર ગામના શેઠે જોયું તો ઘરમાં બધું વેરણછેરણ પડ્યું હતું. એમને ખ્યાલ આવી ગયો કે નક્કી ઘરમાં કોઈ છાનામાના ખાતર પાડવા આવ્યું હોવું જોઈએ. શેઠે પોતાની બહેન શ્રીદેવીને કહ્યું, “ઘરમાં ખાતર પડ્યું લાગે છે. ચોર આવીને આપણી માલિમલકત ઉઠાવી ગયા લાગે છે.”
ભાઈ-બહેન બંને એકેએક ચીજવસ્તુઓ જોવા લાગ્યાં. જોયું તો ઘરેણાં સલામત હતાં, ઘરની રોકડ એમ ને એમ પડી હતી. વસ્ત્રો આમતેમ વીંખાયેલાં પડ્યાં હતાં, પરંતુ એકે વસ્ત્ર ચોરાયું નહોતું. બંને વિચારવા લાગ્યાં કે રાત્રે ચોર ખાતર પાડવા આવ્યો હશે. ઊંઘમાં એમને કશી ખબર
ભાવમંજૂષા ૮૨ ૧૨૪
67
નથી. તો પછી શા માટે એ કશું ચોરીને લીધા વિના પાછો જતો રહ્યો હશે ? એમને આ બાબત રહસ્યમય લાગી.
એવામાં શ્રીદેવીની નજર દહીંના વાસણ પર પડી. એણે જોયું તો એમાં કોઈના હાથના પંજાનાં નિશાન હતાં. એના હાથની રેખાઓ એમાં પડી હતી. એ હસ્તરેખાઓ જોઈને લાગ્યું કે આ પુરુષ કેવો ભાગ્યશાળી અને પ્રતાપી હોવો જોઈએ ! એની રેખાઓ એની વીરતા અને તેજસ્વિતા બતાવે છે. વળી દહીંમાં હાથ પડ્યો એ ઘરનું કશું ન લેવાય એવું માનનારો માનવી ચોર હોય જ ક્યાંથી? નક્કી, કોઈ કારણસર એ આવાં કામ કરતો હશે. આવી વ્યક્તિનો ભેટો થાય તો કેવું સારું?
શ્રીદેવીનો આ વિચાર વનરાજને જાણવા મળ્યો. વનરાજ રાત્રે ગુપ્ત વેશે શ્રીદેવીને ઘેર આવ્યો. એના ભાઈને પ્રણામ કર્યા. શ્રીદેવીને જોતાં જ વનરાજના હૃદયમાં ભાઈનું હેત ઊભરાવા લાગ્યું. વનમાં રઝળપાટ કરતા રાજા અને એના સૈનિકોથી પોતાની જાત છુપાવતા અને રાજ પાછું મેળવવા રાત-દિવસ મથામણ કરતા વનરાજને અહીં શાંતિ અને સ્નેહનો શીળો, મધુર અનુભવ થયો. શ્રીદેવીએ એને ભાઈ માન્યો અને પ્રેમથી જમાડ્યો. એ પછી વનરાજને શિખામણ આપી. ભાઈએ બહેનની શિખામણ માની. બહેનના પ્રેમથી લાગણીભીના બનેલા વનરાજે કહ્યું, “બહેન, તું ભલે મારી સગી બહેન ન હોય, પણ મારા પર પ્રેમની વર્ષા કરનારી ધર્મની બહેન છે. હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.”
કાકર ગામની શ્રીદેવીનું લગ્ન પાટણમાં થયું. એક વાર શ્રીદેવી પાટણથી પોતાને પિયર જતી હતી. ફરી જંગલની વાટે વનરાજ મળ્યો અને શ્રીદેવીએ એના પર હેતનાં અમી વર્ષાવ્યાં. આખરે વનરાજે સૈન્ય જમાવી ભૂવડના અધિકારીઓને હાંકી કાઢ્યા. પંચાસરને બદલે સરસ્વતી નદીના કાંઠે અણહિલપુર પાટણ વસાવ્યું. વિ. સં. ૮૦૨ના વૈશાખ સુદ બીજ, સોમવારે આ ઘટના બની. વનરાજે રાજ્યાભિષેક સમયે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવીને એના હાથે રાજતિલક કરાવ્યું અને સન્માન આપ્યું.
છૂ
૧૨૫ ૩ ભાવમંજૂષા
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૮
ભક્ષક બન્યો રક્ષક
ગુજરાતની ગાદી પર ભોળા ભીમદેવનું રાજ ચાલતું હતું. રાજા ભીમદેવને એના ભોળપણને લીધે ઘણા છેતરી જતા હતા અને ઘણી વ્યક્તિઓ રાજાના ભોળા સ્વભાવનો ગેરલાભ ઉઠાવતી હતી. રાજાના કાન ખોટી રીતે ભંભેરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હતા.
પાટણ શહેરમાં આભડ વસા નામના શ્રેષ્ઠીએ એમને ત્યાં નામું લખનાર મહેતાને કાઢી મૂક્યો. આ મહેતા હિસાબમાં ઘાલમેલ કરતો હતો અને આભડ શેઠનાં નાણાં ખાઈ જતો હતો.
શેઠને જાણ થતાં એમણે તત્કાળ મહેતાને કાઢી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં દુષ્ટ ઇરાદો ધરાવતા મહેતાએ શેઠ સામે વેરની વસૂલાત કરવા માટે ચાતુરીભરી પ્રપંચ જાળ બિછાવી.
એણે રાજાને કહ્યું, “આ આભડ શેઠ પાસે તો અઢળક ધન છે, પણ મુંજી આભડ શેઠ રાજને એક રાતી પાઈની પણ મદદ કરતો નથી. આવા લોકોની લક્ષ્મી ઘરમાં રૂંધાઈ જાય અને કોઈને લાભ ન થાય, પણ આ લક્ષ્મી જો મહેલમાં આવે તો કેટલાય લોકો તરી જાય.”
ભોળા રાજાને આ વાત ગમી ગઈ. એણે મહેતાએ
બતાવેલી યુક્તિ પ્રમાણે શેઠને ભૂલમાં ફસાવીને પૈસા કઢાવવાનો પેંતરો રચ્યો. ભીમદેવની દાસી શેઠને ઘેર માંસનો થાળ લઈને આવી. આ સમયે દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરતાં કહ્યું,
“રાજમાં અત્યારે ઉત્સવ ચાલે છે, આથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મોકલ્યો છે.” શેઠ તો જિનપૂજામાં તલ્લીન હતા. આથી એમની પુત્રી ચાંપલદેએ દાસીનો સત્કાર કરીને થાળ ખોલાવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આમાં તો રાજાએ માંસ મૂક્યું છે.
રાજાના આવા અવિનયનું કારણ શું ? શા માટે એકાએક રાજા આભડ શેઠનો અંતરાત્મા દુભાય એવું કરતા હશે ? ચાંપલદે દુર્ભાગ્યે બાળવિધવા થઈ હતી. પિતાને ત્યાં રહેતી હતી. ચતુર, વિવેકી, ધર્મનિષ્ઠ એવી ચાંપલદે સામી વ્યક્તિના મનને પારખી શકતી હતી.
રાજાની પલટાયેલી પ્રકૃતિનો વિચાર કરતાં વિદુષી ચાંપલદેને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા બેઈમાન મહેતાનાં કરતૂત છે. ચાંપલદેએ રાજાએ મોકલાવેલો પ્રિસાદ બીજા થાળમાં લઈ લીધો અને એ થાળને મોતીએ વધાવીને પાછો આપ્યો. વળી રાજાને ભેટ રૂપે સવા લાખનો હાર મોકલ્યો, થાળ લાવનારી દાસીને કંઠમાં પહેરવાનું આભૂષણ ભેટ આપ્યું.
ચાંપલદેએ પોતાના પિતાને રાજાની બદલાયેલી મનોવૃત્તિની વાત કરી. રાજા કોઈ પણ રીતે એમનું ધન આંચકી લેવા માંગે છે એમ કહ્યું. બેઈમાન મહેતાએ કરેલી કાનભંભેરણીની શંકા પણ પ્રગટ કરી.
આભડ શેઠ વિચારમાં પડ્યા ત્યારે ચાંપલદેએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું,
પિતાજી ! રાજા આપણને લૂંટવા ઇચ્છે છે ત્યારે આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. રાજા આપણા ધનનો ભક્ષક થવા માગે છે એને બદલે આપણે એને ધનનો રક્ષક બનાવવાનો છે.”
પિતા આભડ વસાને પોતાની પુત્રીની ચતુરાઈ અને વિદ્વત્તા માટે ગૌરવ હતું. આભડ શેઠે પોતાની મિલકતની નોંધ બનાવી અને એ યાદી લઈને આદરપૂર્વક ભોળા ભીમદેવ પાસે ગયા. રાજા તો માનતા હતા કે આભડ શેઠ એમની ‘પ્રસાદી” જોઈને અકળાઈ ઊઠશે.
રાજની સામે થશે, આથી આસાનીથી એમની મિલકત આંચકી શકાશે.
ભાવમંજૂષા બ ૧૨
જે
છ ભાવમંજૂષા
Page #70
--------------------------------------------------------------------------
________________
પોતાના ધનની વિગતવાર યાદી લઈને શેઠ રાજા પાસે ગયા. રાજા આવા મનના પારખુ માનવીને જાણીને અત્યંત હર્ષ પામ્યા. એમણે મહેતાને કહ્યું,
અરે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની કુનેહ પણ આપે છે. તારે શેઠની ઈર્ષા કરવી જોઈએ નહીં. ખેર ! જે બની ગયું તે બની ગયું. હવે તું શેઠના પગમાં પડીને માફી માગી લે.”
આભડ શેઠની મહેતાએ માફી માગી. રાજાએ શેઠની મિલકતમાંથી રાતી પાઈ પણ લીધી નહીં. ચાંપલદેની યુક્તિથી એ સાચવેલી સંપત્તિમાંથી શેઠે અનેક સત્કૃત્યો કર્યાં. ચાંપલદે ચતુર અને ઘરરખ્ખ હતી તો વિવેકી અને વિદુષી પણ હતી. જિનશાસનનો ઇતિહાસ આવી શ્રાવિકાથી ઉજ્વળ છે. ચાંપલદે પણ ઉચ્ચ ધર્મ-આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યાં.
પ૯
ઘોર સંહારને બદલે પુણ્યવંતા સર્જન
સમ્રાટ અશોકનો પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપતિએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઇન્દ્રપાલિત, સંગત અને વિગતાશક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન પર બિરાજમાન થયા, પરંતુ એ પૂર્વે એક દાયકાથી તેઓ રાજ્યનો કારોબાર સંભાળતા હતા.
એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપતિએ પ્રશ્ન કર્યો કે આપને જોઈને મને એમ લાગે છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય ! આવું કેમ થતું હશે ?
આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની
૧૨૯ છ ભાવમંજૂષા
11 શ્રી મહાવીર વાણી ll દેવતાઓ સહિત સમસ્ત સંસારના દુઃખનું મૂળ એક માત્ર કામભોગની વાસના જ છે. કામભોગો પ્રત્યે વિતરાગ-નિઃસ્પૃહ સાધક શારીરિક તથા માનસિક બધા જ પ્રકારના દુ:ખઓમાંથી છૂટી જાય
છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૧૩
ભાવમંજૂષા ૨ ૧૨૮
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાધુ સંપતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો.
આ સાંભળીને મહારાજા સંમતિએ પોતાનું રાજ્ય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે ? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદો ઓળંગીને એને પાર જૈન ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ
૬૦
શૂળીને સ્થાને સિંહાસન
શીલ તો સુદર્શન શેઠનું. સદાચારી જીવન ગાળનાર સુદર્શન શેઠના જીવનમાં શીલની કપરી અગ્નિપરીક્ષા થઈ. અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનની રાણી અભયાએ શેઠ સુદર્શનનો ગર્વ ઉતારવાનો નિર્ણય
કર્યો.
એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંમતિની માતાના ચહેરા પર ધોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. મહારાજ સંમતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછવું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજ્યવિસ્તારના લોભમાં તે કેટલો બધો માનવસંહાર કર્યો! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત, આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી.
મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંમતિને પિતા કુણાલ અને માતા કંચનબાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક એમણે જીવન વ્યતીત કર્યું. સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા ‘સંપ્રતિકથા', ‘પરિશિષ્ટપર્વ’ અને ‘પ્રભાવકચરિત્ર' જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે. વિખ્યાત ઇતિહાસવિદ્દ વિન્સેન્ટ સ્મિથના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિએ છે કે ઈરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યા હતાં.
રાણી અભયા માનતી કે એના અપાર દેહસૌદર્યને કારણે જો એ કોઈનો કામાતુર બની હાથ પકડે તો પથ્થર પણ પીગળી જાય, તો પુરુષને ચલાવવામાં કઈ મુશ્કેલી હોય ? કઠોર વનવાસીઓ અને તપસ્વીઓએ નારીના મોહને કારણે વન અને તપ છોડી દીધાં, ત્યારે આ મૂદુ મનવાળો ગૃહસ્થ સુદર્શન તે વળી શી વિસાતમાં ?
પુરોહિતની પત્ની કપિલા શેઠ સુદર્શન પર મોહ પામી હતી, પરંતુ શેઠ સુદર્શન એની મોહજાળમાં ફસાયા નહીં, તેથી એણે રાણી અભયાના આ ગર્વમાં ઘમંડનું ઘી હોમવાનું કામ કર્યું..
પર્વના દિવસે પોતાના આવાસમાં સુદર્શન કાયોત્સર્ગ કરીને ઊભા હતા ત્યારે અભયા રાણીના સેવકો સુદર્શનને પકડીને મહેલમાં લઈ આવ્યા.
રાણી અભયાએ એને વશ કરવા સામ, દામ, દંડ
ભાવમંજૂષા ૨ ૧૩૦
10
૧૩૧ છ ભાવમંજૂષા
Page #72
--------------------------------------------------------------------------
________________
આવેલી આ આક્ત દૂર થાય નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીશ અને અનશન રાખીશ. સતી મનોરમાની ભક્તિ જોઈને શાસનદેવી પ્રગટ થયાં. એમણે સતીની શ્રદ્ધા અને સંકલ્પ જોઈને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. શાસનદેવીએ કહ્યું કે એના પતિ આ સંકટમાંથી સાંગોપાંગ પાર ઊતરશે અને એમના પર આવેલું આળ દૂર થશે.
રાજસેવકો સુદર્શન શેઠને શુળી પર લઈ ગયા. એમને શૂળી પર ચડાવતાં શુળી તૂટી ગઈ. શુળીને સ્થાને સોનાનું સિંહાસન દેખાયું. જનસમૂહે સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર કર્યો.
અંતે રાણીનો પ્રપંચ ખુલ્લો પડી ગયો. રાજાએ પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. બંનેએ એકબીજાને ખમાવ્યાં. મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ અંતે વિજયી બન્યાં.
અને ભેદ અજમાવી જોયાં. એને અંગસ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પરંતુ શેઠ સુદર્શને તો પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આવી પડેલી આફત દૂર નહીં થાય, ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ રહીશ અને કાયોત્સર્ગ રહેશે ત્યાં સુધી અનશન ચાલુ રાખીશ.
રાણી અભયાના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં એ વધુ ઉશ્કેરાઈ અને એણે સુદર્શનને કલંકિત કરવા જાતે પોતાના શરીર પર ઉઝરડા ભરીને શેઠ સુદર્શન પર બળાત્કારનો આરોપ મૂક્યો.
રાજા દધિવાહન સુદર્શનના શીલ-ધર્મને જાણતો હતો, પરંતુ વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન રહ્યા. એમને હતું કે જો હું સાચી વાત કહીશ, તો રાણીની શી હાલત થશે ? બોલે તો રાણીને માથે આફત આવે અને એને શૂળીએ ચડવું પડે. એને બદલે મૌન રહીને પોતાના માથે આફત ઓઢી લેવાનું વધુ મુનાસિબ માન્યું.
રાજાએ સુદર્શનને શૂળી પર ચડાવવાની સજા કરી. સુદર્શનના મુખ પર મેશ ચોપડી, શરીરે લાલ ગેરુનો લેપ કર્યો, ગળામાં ચિત્ર-વિચિત્ર માળા પહેરાવી અને ગધેડા પર બેસાડ્યો. માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતા પીટતા શ્રેષ્ઠી સુદર્શનને ગામમાં ફેરવવામાં આવ્યો.
સુદર્શન તો ધ્યાનમાં અને પ્રભુસ્મરણમાં ડૂબેલો હતો. નગરજનોનો શેઠ સુદર્શનના શીલ માટેનો વિશ્વાસ ડગવા માંડ્યો, પરંતુ એની પત્ની સતી મનોરમાને પતિની પવિત્રતામાં પૂર્ણ આસ્થા હતી. એને વિશ્વાસ હતો કે એના સદાચારી પતિ કદી આવું દુષ્કૃત્ય કરે નહીં.
ઊંડો વિચાર કરતાં સતી મનોરમાને લાગ્યું કે આ કોઈ પૂર્વના અશુભ કર્મનું ફળ ઉદયમાં આવ્યું લાગે છે. આપત્તિના સમયે ધર્મશ્રદ્ધા એ જ સાચું શરણું. સતી મનોરમાં પ્રભુભક્તિમાં ઊંડાં ઊતરી ગયાં. એના ઘરની આગળ હો-હા મચી ગઈ.
શેઠ સુદર્શનને ગામમાં ફેરવતા ફેરવતા તેમના ઘરની આગળ લાવ્યા હતા. ચોતરફ કોલાહલ થતો હતો. ઢોલ પિટાતો હતો. એની આગળ રાજસેવકો ચાલતા હતા, તેઓ ઘોષણા કરતા હતા કે આ સુદર્શને રાણીવાસમાં ગંભીર ગુનો કર્યો છે. એની સજા રૂપે એનો જાહેરમાં શૂળીએ ચડાવીને વધ કરવામાં આવશે. - શેઠ સુદર્શન ધ્યાનમગ્ન હતા. સતી મનોરમા પ્રભુમન્ હતી, મનોરમાને દેઢ વિશ્વાસ હતો કે આ અણધારી આફત જરૂ૨ દૂર થશે. અગ્નિપરીક્ષામાંથી પોતાના પતિ પાર ઊતરશે.
સતી મનોરમાએ મનોમન દૃઢ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા પતિ પર
1 શ્રી મહાવીર વાણી | શ્રમણોપાસક ચાર પ્રકારના હોય છે. (૧) દર્પણ સમાન (સ્વરછ હૃદયવાળા), (૨) પતાકા સમાન (ચંચળ હૃદયવાળા) (૩) સ્થાણુ સમાન (દુરાગ્રહી) અને (૪) તીક્ષ્ણ કંટક સમાન (કટુભાષી).
શ્રી સ્થાનાંગ સૂત્ર ૪-૩
11
ભાવમંજૂષા ૧૩૨
૧૩૩ જી ભાવમંજૂષા
Page #73
--------------------------------------------------------------------------
________________
૯૧
અહિંસાની સર્વપ્રથમ ઘોષણા
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સદાચાર, રાજ કલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી.
ધંધૂકા શહેરમાં મોઢ વણિક જ્ઞાતિના ચાચિગ અને પાહિણીના આ પુત્રનાં લક્ષણ પારણામાંથી પ્રગટ થયાં. શાસ્ત્રોના જ્ઞાતા, સામુદ્રિક લક્ષણ વિઘાના જાણકાર અને અનેક ગ્રંથોના રચયિતા આ. શ્રી દેવચંદ્રસૂરિ એ સમયે ધંધૂકામાં બિરાજમાન હતા
પાંચ વર્ષના બાળક ચાંગને લઈને માતા પાહિણી શ્રી દેવચંદ્રસૂરિજીને વંદન કરવા આવ્યાં. આ સમયે શ્રી દેવચંદ્રસૂરિજી દર્શનાર્થે જિનાલય તરફ ગયા હતા. ચાંગ પોતાની જાતે જ ગુરુ મહારાજની પાટ પર બેસી ગયો.
દર્શન કરીને પાછા આવેલા શ્રી દેવચંદ્રસૂરિએ આ દૃશ્ય કરી જોયું.
બાળકની મુખાકૃતિ અને સાહજિક રુચિ જોતાં એમણે પાહિણીને કહ્યું, “તારો પુત્ર ભવિષ્યમાં મહાન સાધુ બનીને અનેક લોકોનું કલ્યાણ કરશે.”
શ્રી દેવચંદ્રસૂરિ સંઘના આગેવાનોને લઈને પાહિણીને ઘેર આવ્યા. પાહિણીએ પોતાનું મહાભાગ્ય જાણીને આનંદ અનુભવતાં ચાંગને ગુરુચરણે સમર્પી દીધો. એમને મુનિ સોમચંદ્ર નામ આપવામાં આવ્યું. મુનિ સોમચંદ્રને કઈ રીતે આચાર્ય હેમચંદ્ર નામ આપવામાં આવ્યું તે વિશે એક દંતકથા પ્રચલિત છે.
પાટણના શ્રીમંત શ્રેષ્ઠી ધનદ શેઠે સોમચંદ્ર મુનિને પોતાને ત્યાં ગોચરી માટે પધારવા વિનંતી કરી. મુનિ સોમચંદ્ર વૃદ્ધ મુનિ વીરચંદ્ર સાથે ધનદ શેઠને ત્યાં ગયા. એ સમયે ધનદ શેઠની દરિદ્રતા જોઈને સોમચંદ્રને મુનિ વીરચંદ્ર કહ્યું કે આની પાસે ઘણી સુવર્ણમુદ્રાઓ છે, પરંતુ તે કોલસા જેવી કાળી દેખાતી હોવાથી એની એમને ખબર નથી. આનું નામ જ છે કર્મની પ્રબળતા.
ધનદ શેઠને કાને આ વાત આવી ત્યારે એમણે સોમચંદ્ર મુનિને એ ઢગલા પર બેસાડી દીધા. કાળી કોલસા જેવી સુવર્ણમુદ્રાઓ એકાએક સુવર્ણનો ચળકાટ ધરાવતી થઈ ગઈ. આ સમયે ધનદ શેઠે સોમચંદ્ર મુનિનું આચાર્ય તરીકે હેમચંદ્ર નામ રાખવાનું એમના ગુરુદેવને કહ્યું. હેમચંદ્રાચાર્યની કીર્તિની કથાઓ ગુજરાતના રાજવી સિદ્ધરાજ સુધી પહોંચી.
એક વખત સિદ્ધરાજ હાથી પર બેસીને પાટણની મુખ્ય બજારમાંથી પસાર થતો હતો ત્યારે એણે કરેલી વિનંતીને કારણે હેમચંદ્રાચાર્યે એક શ્લોક કહ્યો. આ શ્લોક સાંભળીને સિદ્ધરાજ પ્રભાવિત થયો. માળવાના વિજય પછી સિદ્ધરાજ સમક્ષ વિદ્વાનોએ ભોજના સંસ્કૃત વ્યાકરણની પ્રશંસા કરી. શત્રુ રાજાની પ્રશંસા સિદ્ધરાજને પસંદ પડી નહીં, કિધુ તપાસ કરતાં એને જાણ થઈ કે એના રાજ્યમાં બધે જ અભ્યાસીઓ ભોજ ના વ્યાકરણનું અધ્યયન કરે છે.
ભોજ કરતાં ચડિયાતું વ્યાકરણ લખવાનો સિદ્ધરાજનો પડકાર એના રાજ્યના એકેય પંડિત કે વિદ્વાન ઝીલી શક્યા નહીં, પરિણામે સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. એમણે લગભગ એક વર્ષમાં સવા લાખ શ્લોકની સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતું ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામનું વ્યાકરણ તૈયાર કર્યું. હાથી પર અંબાડીમાં એની નકલ મૂકીને ભારે ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી.
ગુજરાતમાં પહેલી વાર સરસ્વતીનું આવું વિરાટ બહુમાન થયું. ‘સિદ્ધહેમ'ના
ભાવમંજુષ ને ૩૪
૧૩૫ % ભાવમંજૂષા
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૨
ટૂંકા નામે ઓળખાતું આ વ્યાકરણ રાજદરબારમાં વંચાયું અને ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરના દેશોમાં તે મોકલવામાં આવ્યું. એ પછી આજ સુધીના આશરે આઠસો વર્ષના ગાળામાં કોઈ વિદ્વાને આવું વ્યાકરણ રચ્યું નથી. નિઃસંતાન સિદ્ધરાજ પછી કુમારપાળ ગાદીએ આવશે તેવી આગાહી હેમચંદ્રાચાર્ય કરી હતી, પરંતુ કુમારપાળ પ્રત્યે વેરભાવ રાખતા સિદ્ધરાજે એને મરાવી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા.
એક વાર ખંભાતમાં ગુપ્ત વેશે કુમારપાળ હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. સિપાઈઓ આવતાં કુમારપાળને સંતાડી દીધા. ગુરુની ભાવના અનુસાર હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથો લખ્યા. એની હસ્તપ્રત સાતસો લહિયાઓ લખતા હતા અને તે ભારતભરમાં મોકલાતી હતી.
સમ્રાટ કુમારપાળના સમયમાં અમારિ ઘોષણા કરીને અહિંસાનું પ્રવર્તન કર્યું. અશોકના શિલાલેખોમાં અહિંસાની ભાવના લિપિબદ્ધ થયેલી છે અને શ્રી હેમચંદ્રાચાર્ય વ્યવહારમાં મૂકી. ૮૪ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા બાદ વિ. સં. ૧૨૨૯માં પાટણમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા.
પહેલી પૂજાનો લાભ
પાંડિત્ય, વીરત્વ અને ધર્મભાવનાથી શોભતી નગરી ઉજ્જૈનીની નજીક આવેલા એક નાનકડા ગામમાં બાલાશા નામનો ધર્મનિષ્ઠ જુવાન વસતો હતો. આ યુવાનની માતૃભક્તિ ઉદાહરણીય ગણાતી. તે ઘરકામમાં માતાને સાથ આપતો અને ધર્મયાત્રામાં એની સાથે જતો. એક વાર બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો. આ નગરીમાં મોટી મોટી દુકાનો આવેલી હતી અને તેમાં અનેક ચીજ-વસ્તુઓ વેચાતી હતી. બાલાશાએ વિચાર્યું કે એની માતા જમીન પર સૂએ છે તે બરાબર નહિ, આથી એણે પલંગ ખરીદ્યો.
પલંગ લઈને બાલાશા ઘેર આવ્યો. એણે એની માતાને વાત કરી. બાલાશાની માતા પુત્રની માતૃભક્તિ જોઈને પ્રસન્ન થઈ, પરંતુ સાથોસાથ ખડખડાટ હસી પડી. એણે બાલાશાને કહ્યું, “આપણું ઘર નાનું છે. એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે ?” માતાની વાત સાંભળીને બાલાશા પણ વિચારમાં પડ્યો. બાલાશાની માતાએ કહ્યું કે આ પલંગના ચાર પાયા ખોલી નાખ, તો જ એ ઘરમાં જશે.
માતાની આજ્ઞા મુજબ બાલાશાએ પલંગ ખોલી નાખ્યો છે તો પલંગના ચાર પાયામાંથી હીરાનો ઢગલો થયો. બાલાશાને
અણધારી રીતે ધમતી હીરાઓ મળ્યા. માતા અને પુત્રએ ધાર્યું હોત તો ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને આનંદ
૧૩૭ છ ભાવમંજૂષા
|| શ્રી મહાવીર વાણી ! મુનિઓનું હૃદય શીતકાલીન નદીની જેમ નિર્મળ હોય છે. તે પક્ષીની જેમ બંધનોથી મુક્ત અને પૃથ્વીની જેમ સમસ્ત સુખ-દુ:ખોને સમભાવથી સહન કરનાર હોય છે.
શ્રી સૂત્રકૃતાંગ સુત્ર ૨-૨-૩૮
ભાવમંજૂષા ક્ષે ૧૩૬
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૩ બધો પ્રભાવ દેવ, ગુરુ, ધર્મનો
પ્રમોદથી રહી શક્યો હોત, પરંતુ અઢળક ધનથી જીવનમાં કશો ફેર ન પડ્યો. અગાઉની જેમ સાદાઈથી જ રહેવા લાગ્યાં. બાલાશાની માતાને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અને તીર્થાધિરાજ આદિનાથ પ્રભુનાં દર્શન કરવાની ભાવના જાગી. પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીને સ્વજીવનને ધન્ય બનાવવાનો વિચાર જાગ્યો.
એવામાં બાલાશામાતાને જાણ થઈ કે સમરાશા છ'રી પાળતો સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જઈ રહ્યા છે. છરી પાળતા સંઘમાં જવું એ તો મહાભાગ્ય કહેવાય. માતાએ પુત્રને વાત કરી અને બાલાશા પોતાની માતાને લઈને સમરાશાના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યો.
સવારે સૌથી પહેલાં બંનેએ નવરત્નોથી પ્રભુપૂજા કરી. બીજે દિવસે અઢાર રત્નોની બોલી બોલીને માતા અને પુત્ર ગિરિરાજ પરથી તળેટીમાં આવ્યાં. બીજી બાજુ સંઘપતિ સમરાશા પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં તેથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો. બીજે દિવસે પણ આટલી મોટી બોલી થવાથી સમરાશાએ બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. જ્યારે બાલાશા અને એની માતાએ જાણ્યું કે આવો સંઘ કાઢનારા સંઘવી સમરાશા પહેલી પૂજાનો લાભ લેવા માગે છે. વળી એ લાભ ન મળે ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો છે. સમરાશાના સંઘમાં આવનાર બાલાશા અને એમની માતા વિચારમાં પડ્યાં. એમણે જોયું કે સમરાશા જેવા ધર્મનિષ્ઠ સંઘવીની ભાવના સિદ્ધ થવી જોઈએ, પહેલી પૂજાનો લાભ એમને મળવો જોઈએ, આથી માતા અને પુત્ર બંને બીજે દિવસે સાંજે સમરાશાને મળવા ગયાં. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે એમણે સમરાશાને છત્રીસ રત્નો આપ્યાં, એટલું જ નહીં પણ બાલાશાની માતાએ પોતાને હાથે સંઘવી સમરાશાને પારણું કરાવ્યું.
બાલાશા પાસે હજી અઢળક સમૃદ્ધિ હતી. એમણે શ્રી શત્રુંજય તીર્થ પર ભવ્ય એવી બાલાશાની ટૂંક બંધાવી. આ ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું અને આ ટૂંક ‘બાલાભાઈની ટૂંક’ કે ‘બાલાવસહી' તરીકે ઓળખાઈ. આ બાલાશાની ટૂંકમાં આજે ૨૭પાષાણબિંબ છે, ૪૫૮ ધાતુનાં બિંબ છે અને તેર જેટલી દેરીઓ છે. માતાના સંસ્કારો કેવા ઉદારહદયી પુત્રો શાસનને ભેટ આપે છે તે બાલાશામાતાના ચરિત્રમાંથી જોવા મળે છે.
છેલ્લાં ત્રણસો વર્ષોથી દિલ્હીના બાદશાહોના ત્રાસથી દેશની પ્રજા ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતી હતી. ચોતરફ જુલમ અને બળજબરીનું રાજ ચાલતું હતું. આ સમયે શહેનશાહ અકબર દિલ્હીના સિંહાસન પર આવતાં દેશમાં એક નવી લહેર ફેલાઈ ગઈ. અકબરના દિલમાં વિવિધ ધર્મો વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. ધર્મોના મર્મ જાણવા માટે એ સહુ ધર્મોને આદર અને સન્માનથી જોતો હતો. હિંદુ અને મુસલમાન વચ્ચેના વેરને એણે ઠારવાની કોશિશ કરી. ધર્મઝનુનને કારણે વેદના અને વિખવાદ અનુભવતાં પ્રજાનાં હૈયાંને સાંધવાની કોશિશ કરી.
સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ઝરૂખા પર ઊભા રહીને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર થતો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાઘવૃંદ હતું અને સહુ મંગલ છે ગીતો ગાતાં હતાં.
શહેનશાહ અકબર આશ્ચર્યમાં ડૂબી ગયા. એમણે
ભાવમંજૂષા
૧૩૮
૧૩૯ ૬0 ભાવમંજૂષા
Page #76
--------------------------------------------------------------------------
________________
આ ઉપવાસ શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. સમ્રાટ અકબરે જૈન તીર્થયાત્રીઓ પર લાગતો જજિયાવેરો માફ કર્યો અને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસેથી અહિંસા ધર્મની મહત્તા જાણી. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ !
સમગ્ર વિશ્વમાં જિનશાસનમાં તપનો વિશિષ્ટ મહિમા છે. તીર્થંકરોથી સામાન્ય શ્રાવક્નશ્રાવિકા સુધી તપનું અનુષ્ઠાન જોવા મળે છે. આવા મહિમાને કારણે જ આજે પણ પર્યુષણના પ્રથમ દિવસે ચંપા શ્રાવિકાનું વૃત્તાંત વ્યાખ્યાનમાં વાંચવામાં આવે છે.
રાજ સેવકોને પૂછ્યું કે આ જુલૂસ શેનું છે ? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંઘે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢ્યો છે.
શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી ? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાનો રોજો રાખવો કેટલો કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતો હતા.
એકબરના આશ્ચર્યમાં રાજ સેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, “ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્યું નથી. અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નથી.”
શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નક્કી કર્યું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી. અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી.
ચંપા શ્રાવિકાએ પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યું કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી.
ચંપા શ્રાવિકાએ શહેનશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બહાર સૈનિકોનો ચોકીપહેરો મૂક્યો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાએ જેમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નનો એક દાણો પણ લીધો નથી. અકબર આશ્ચર્યચકિત થયા. | ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અકબરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, “આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરુનો છે.”
શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતષ હતું.
| il શ્રી મહાવીર વાણી | જીવાત્માએ આજ સુધી જે પણ દુઃખ પરંપરા પ્રાપ્ત કરી છે, તે બધી પર પદાર્થોના સંયોગોથી પ્રાપ્ત થઈ છે. તેથી સંયોગ સંબંધનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવમંજૂષા ૧૪૦
૧૪૧ ૭ ભાવમંજૂષા
Page #77
--------------------------------------------------------------------------
________________
५४
જંગ-મેદાનનો જાદુગર
ભારતીય ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી, કુશળ વ્યૂહરચનાબાજ અને યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હેમુનું ચરિત્ર એ મોગલ સમયની તવારીખમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગણાયું છે.
કોઈ ભારતીય ઇતિહાસકારે નહીં, પરંતુ બદાઉની અને અબુલફજલ જેવા મોગલ તારીખ લખનારા ઇતિહાસકારોએ છ મહિના સુધી દિલ્હીના સિંહાસન પર આરૂઢ થઈને દેશનું રાજતંત્ર ચલાવનાર વિક્રમાદિત્ય હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે.
મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ જોનપુરની શાળામાં વીર શેરશાહનો સહાધ્યાયી બન્યો. સામાન્ય વેપારી તરીકે પોતાનું જીવન શરૂ કરનાર હેમુ એના પુરુષાર્થ અને પરાક્રમથી પ્રગતિ કરતો રહ્યો અને સમય જતાં એ દિલ્હીનો કુશળ ઝવેરી બન્યો.
એણે એના બાહુબળ, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં એક પછી એક ઊંચા હોદ્દા હાંસલ કર્યા. પહેલાં લશ્કરી મોદી, પછી ચોધરી, પછી કોટવાલ અને ત્યાર બાદ ફોજદાર બન્યો. આવડત અને ઈમાનદારીને કારણે હેમુ બાદશાહ મહમ્મદ આદિલશાહનો પ્રેમભાજન (મહેતા)
ભાવગંધા ૭ ૧૪૨
76
બન્યો અને અંતે દિલ્હીના વડા દીવાનનું ઉચ્ચ પદ મેળવ્યું.
મહમ્મદ આદિલશાહને દિલ્હીના તખ્તનો શહેનશાહ બનાવવાની હેમુની ઉમેદ હતી, પરંતુ પઠાણો સાથેના યુદ્ધમાં આદિલશાહ માર્યો ગયો અને હેમુના શિરે શાસન ચલાવવાની જવાબદારી આવી.
એ સમયે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો સ્વધર્મના પ્રસાર માટે, રાજ્યાશ્રય માટે અતિ પ્રયાસ કરતા હતા. પોતાના વિદ્યા, તપ, ચમત્કાર, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવીને ધર્મનો પ્રચાર કરવામાં ધન્યતા માનતા હતા. હેમરાજ જુદી માટીનો માનવી હતો. એણે પોતે સાહસ, ધૈર્ય અને પરાક્રમથી મેળવેલા રાજ્યનો વિસ્તાર કર્યો. ચુનારા અને બંગાળમાં જાગેલા બળવાને શાંત પાડ્યો.
આગ્રા પર ફત્તેહ મેળવીને દિલ્હી પર ચડી આવ્યો. દિલ્હીના હાકેમ તરાદી બેગખાન(તાર્દીબેગખાન)ને પરાજય આપીને એણે હાકેમને પંજાબ તરફ ભાગવાની ફરજ પાડી.
હેમુ ‘વિક્રમાદિત્ય’ ઇલકાબ ધારણ કરીને દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થયો. વર્ષોનો લશ્કરી અનુભવ, રાજ-શેતરંજની મુત્સદ્દીવટ અને અભેદ્ય યુદ્ધકળાના નિષ્ણાત તરીકે વિક્રમાદિત્ય હેમુ સર્વત્ર વિખ્યાત બન્યો. એની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. પોતાના મિત્ર અને પ્રજાકલ્યાણનાં મહાન કાર્યો કરનાર શેરશાહને એણે જિંદગીભર સાથ આપ્યો.
રાય પિથોરા (રાજા પૃથ્વીરાજ) પછી દિલ્હીના સિંહાસનના ભાગ્યાકાશમાં એક નવો હિંદુ રાજા હેમુ બન્યો. હેમુને એના વિરોધીઓ અને દુશ્મનો પણ ‘જંગમેદાનોનો જાદુગર' કહેતા હતા. વિક્રમાદિત્ય હેમુનો ‘હવા’ નામનો ગજરાજ યુદ્ધભૂમિ પર હેમુની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો.
પોતાના મિત્ર શેરશાહની સાથે સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વપ્નો જોનાર હેમુએ દિલ્હીનું સિંહાસન હાંસલ કરીને મિત્રનાં અધૂરાં રહેલાં અરમાન પૂરાં કર્યાં. હેમુની અજોડ યોગ્યતા અને રાજકાજની કુશળ વ્યવસ્થાની આદરપૂર્વક નોંધ લીધા પછી પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ એની પ્રતિભાનો પરિચય આપતાં નોંધે છે,
“તેના સમયમાં સૌથી મહાન પુરુષોમાંનો એ એક હતો અને આખા હિંદુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાય. તેણે બાવીસ વ્યૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.”
૧૪૩ ૧૩ ભાવમંજૂષા
Page #78
--------------------------------------------------------------------------
________________
વિક્રમાદિત્ય હેમુનાં સ્વપ્નો મહાન હતાં. ક્યારેક મહાન સ્વપ્નો એક નાનાશા અકસ્માતથી રોળાઈ જતાં હોય છે. એ સમયે બહેરામખાનની દોરવણી હેઠળ કાબુલ જીતવાનો વિચાર છોડીને બાદશાહ અકબર દિલ્હી અને આગ્રા જીતવા નીયો.
ઈ. સ. ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં મોગલસેના અને વિક્રમાદિત્ય હેમુ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શહેનશાહ અકબરે પહેલી વાર આટલી વિરાટ ફોજ જોઈ, પરંતુ હેમુની આંખમાં વાગેલા એક તીરે સઘળી બાજી ઊંધી વાળી દીધી. હેમુ હાર્યો. અકબરે આવા બહાદુર માનવી પર તલવાર ચલાવવાની ના પાડી ત્યારે બહેરામખાને પોતાની તલવાર વડે વિક્રમાદિત્ય હેમુનું માથુ ઉડાવી દીધું.
ઇતિહાસ નોંધે છે કે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ તરીકે રહેલા વિક્રમાદિત્ય હેમુએ મોગલ સમયની તવારીખમાં પોતાના પરાક્રમથી આટા-દાલ બેચનેવાલા બનિયાની પ્રચંડ વીરતાનો પરિચય કરાવ્યો.
છું.
1 શ્રી મહાવીર વાણી ॥
જેમ કાચબો ભય ઊભો થતાં પોતાના અંગોને પોતાના શરીરમાં સંકોરી લે છે, તે રીતે વિદ્વાનો પણ વિષયાભિમુખ ઇન્દ્રિયોને આત્મજ્ઞાન દ્વારા સંકોરીને રાખે.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
ભાવમંગા ૨ ૧૪૪
77
૫
પૂર્ણ અહિંસાનું પાલન
રાજગૃહીનો શ્રેષ્ઠી. નામ એનું મહાશતક. એ શ્રમણોપાસક બન્યો.
ઘરમાં એથી વિપરીત બન્યું. એની સૌન્દર્યશાલિની પત્ની રેવતી મદ્ય-માંસ અને મોજશોખમાં લુબ્ધ બની ગઈ. મહાશતક પત્નીને સુમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ, બલ્કે વિશેષ બગાડ થયો.
શ્રમણોપાસક મહાશતકે ગૃહસ્થધર્મની અંતિમ આરાધના કરી અનશન કર્યું. શુભ અધ્યવસાય ને કર્મોના ક્ષયોપશમથી એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે ભગવાન મહાવીરે પોતાને ૪૧મો ચાતુર્માસ રાજગૃહના ગુણશીલચૈત્યમાં કર્યો.
રેવતી આ વખતે મહાશતક પાસે ગઈ ને બીભત્સ ચેષ્ટાઓ કરવા લાગી, ને એના શ્રદ્ધેય પુરુષો માટે ગમે તેમ બોલવા લાગી. મહાશતકે એક વાર આંખ આડા કાન કર્યા, પણ આખરે પોતાના ઇષ્ટ દેવોની નિંદાથી તેને ક્રોધ થયો, ને અવધિજ્ઞાન દ્વારા જ્ઞાત કરીને એણે પત્નીને કહ્યું :
“સાત દિવસ ભીતર, અલસ રોગથી પીડાઈને, મરીને તું નરકે જઈશ, હે ચંડે !"
રેવતી શાપથી વિકલ થઈ. એને મોત નજર સામે ૧૪૫ ૩ ભાવમંજૂષા
Page #79
--------------------------------------------------------------------------
________________
રમવા લાગ્યું. ખરેખર સાત દિવસે એ ગુજરી ગઈ.
- ભગવાન મહાવીરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું :
તમે મહાશતક પાસે જાઓ અને તેને ચેતવણી આપો, યથાર્થ સત્ય હોવા છતાં અપ્રિય કઠોર વચન બોલવાં એ અનશનધારી શ્રવણોપાસકને શોભતાં નથી. પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.”
ગૌતમે મહાશતકને સંદેશો પહોંચાડ્યો, મહાશતકે પ્રાયશ્ચિત્ત કર્યું.
૬૬
ઉદાશાનું ઘી
મારવાડની ભૂખી સૂકી ધરતી પરથી આવેલો ઉંદો ગુજરાતની હરિયાળી જોઈને અપાર આનંદ અનુભવે છે. એ વેળાએ મારવાડમાં પાણી ઘીથી પણ મોંધું હતું અને ગુજરાતમાં એણે રાયણ, જાંબુ અને મહુડાનાં જંગલો મહેકતાં જાયાં.
આ મારવાડી ઉદો ગુજરાતના કર્ણાવતી નગરમાં આવે છે. મહેનતથી જીવનારો આ માનવી નાનાં-મોટાં કામ શરૂ કરે છે. ધીરે ધીરે એણે એક નાની ઘીની દુકાન શરૂ કરી.
ધી પણ કેવું, બરફીના કકડા જેવું અને વળી સામા પગલે જઈને ઘેર પહોંચાડી આવે. કોઈ વાર કોઈને ઘી ન ગમે તો પાછું લે. ગમે નહીં ત્યાં સુધી પૈસા ન લે. સહુને કહે, ‘ખાઈને પૈસા આપજો.'
દુકાન ધમધોકાર ચાલવા લાગી. સમય જતાં કર્ણાવતીમાં કહેવત થઈ કે ઘી તો ઉદાશાનું ! જમણમાં, વરામાં, ઘરવપરાશમાં ઉદાશા-ઉદાશા થઈ ગયું.
ઘરની સ્ત્રી કહે, ‘ઉદાશા લાવ્યા છો કે બહારનું ?” શુદ્ધ ઘીનું નામ જ ‘ઉદાશા' પડી ગયું. પરિણામે ઉદા મારવાડીને ત્યાં ધનનો ઢગલો થવા
11 શ્રી મહાવીર વાણી પ્રત્યેક સાધક પ્રતિદિન ચિંતન કરે કે મેં શું કર્યું છે અને હવે શું કરવાનું બાકી છે ? મારાથી બની શકે એવું કાર્ય છે જે હું નથી કરી રહ્યો ?
શ્રી દશવૈકાલિક સૂત્ર ચૂલિકા
ભાવમંજૂષા ૧૪૬
18
૧૪૭ છ ભાવમંજૂષા
Page #80
--------------------------------------------------------------------------
________________
લાગ્યો. કોઈ કહે, “અરે, ઉદા, હવે તો તારું નામ થયું. ઘી ગમે તેવું આપીશ તોય ચાલશે.’
ઉદો કહે, ‘ભાઈ, પ્રમાણિકતાથી હું કમાયો છું અને એને લીધે મને નામ મળ્યું છે. હવે નામ ગુમાવું તો મારી આબરૂ જાય અને પ્રમાણિકતા લજવાય.’
ઉદાને ઘેર આવનાર કોઈ એને પૂછે કે આટલી બધી લક્ષ્મીનું કારણ શું? ત્યારે ઉદો કહે, ‘આનું એક જ કારણ, સચ્ચાઈથી જીવવું અને સચ્ચાઈથી રહેવું.'
ઉદાશા ઘી ઘેર ઘેર જાણીતું થયું. સમય જતાં ઉદાની પ્રમાણિકતાએ એને ગુજરાતનો મહામંત્રી બનાવ્યો. સચ્ચાઈ અને પ્રમાણિકતા માટે એ જાણીતો બન્યો.
૬૭ ઔષધિ નિર્માણનું ગુપ્ત રહસ્ય
એક વાર ભગવાન મહાવીર શ્રાવસ્તી નગરીમાં મેઢિયા ગામની બહાર સાલકોપ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય ગૌશાલક એમનો પ્રબળ હરીફ બન્યો હતો. ક્રોધથી ઘેરાયેલા ગોશાલકે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજોલેશ્યા છોડી, પરંતુ તેજલેશ્યાનું મહાવર્તુળ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને ગોશાલકના મુખમાં પાછું ફર્યું. આથી બિહામણો બનેલો ગોશાલકે સાત દિવસમાં મૃત્યુ પામ્યો. પ્રભુ મહાવીરને તેજોવેશ્યાની અસર થઈ અને તેને પરિણામે છ મહિના સુધી અતિસારના રોગની પીડા થઈ. ભગવાન મહાવીરનું શરીર અત્યંત કૃશ થવા લાગ્યું.
એમની આવી પીડા અને સ્થિતિ જોઈને એમનો શિષ્યગણ ચિંતિત બનીને સંતાપ કરવા લાગ્યો. ભગવાન તો શરીરની સ્થિતિ અને વેદનાથી પર હતા, પરંતુ એમની આસપાસના એમના શિષ્યગણને પારાવાર વ્યથા થતી હતી. ભગવાનની શારીરિક વ્યાધિની વાત સર્વત્ર ફેલાઈ ગઈ. માલુકાકચ્છમાં આકરી તપશ્ચર્યા કરતા ભગવાનના શિષ્ય “સિંહ” અનગાર છઠ્ઠ બે દિવસના ઉપવાસ)ના તપની સાથે ઉનાળાના ભીષણ તાપમાં આતાપના લેતા હતા, ત્યારે એમણે ભગવાનની શારીરિક હાલતની વાત સાંભળી ને એમનું હૈયું વલોવાઈ
11 શ્રી મણવીર વાણી 1 મેધાવી સાધકે આત્મપરિજ્ઞાન દ્વારા આ નિયમ કરવું જોઈએ કે મેં પૂર્વજીવનમાં પ્રમાદવશ જે કંઈ ભૂલ કરી છે, તેને હવે ક્યારેય કરીશ નહીં.
શ્રી આચારાંગ સૂત્ર, ૧-૧-૪
ભાવમંજૂષા હૈ ૧૪૮
79
૧૪૯ ૭ ભાવમંજૂષા
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮
દાન ચડે કે ત્યાગ ?
ગયું. ધર્માચાર્યના અનિષ્ટની કલ્પનાથી ઊભા ઊભા જ મોટેથી આક્રંદ કરવા લાગ્યા.
સર્વજ્ઞ અંતર્યામી મહાવીરે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું કે ભદ્ર અને સરળ પ્રકૃતિનો મારો અંતેવાસી સિહ અનગાર પારાવાર રુદન કરી રહ્યો છે તો એને જલદી અહીં બોલાવી લાવો. સિંહ અનગાર આવ્યા અને ભગવાને કહ્યું, “તું કોઈ પણ પ્રકારના અનિષ્ટની કલ્પના કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી આ પૃથ્વી પર વિહાર કરવાનો છું.”
સિંહ અનગારે નમ્રતાથી પૂછ્યું, “આપનું શરીર રોજે રોજ ક્ષીણ થતું જાય છે. આ રોગમુક્તિનો કોઈ ઉપાય ખરો ?”
ભગવાને કહ્યું, “મેઢિપગેવ નામના ગામમાં ઔષધનિર્માણમાં નિપુણ રેવતીએ કોળાપાક અને બિજોરાપાક નામની બે ઔષધિ બનાવી છે. આ કોળાપાકની ઔષધિ મારે માટે બનાવી છે, જેની માટે જરૂર નથી. એણે બનાવેલી બિજોરાપાકની ઔષધિ મારા રોગનિવારણ માટે યોગ્ય છે.”
રેવતી અનેક પ્રકારની ઔષધિઓ અથવા પાક તૈયાર રાખતી હતી, આસપાસનાં નગરજનો અને ગ્રામજનોને ઔષધિ દ્વારા વ્યાધિમુક્ત કરતી હતી. ઘણા સાધુ અને પરિવ્રાજક પણ એણે બનાવેલી ઔષધિનું સેવન કરીને પોતાની શારીરિક પીડાથી મુક્તિ મેળવતા હતા. આલાદિત સિંહ અનગાર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને રેવતીને ઘેર ગયા. દૂરથી મુનિરાજને જોઈને રેવતીએ સાતેક ડગલાં આગળ જઈને પ્રણામ કર્યા અને ભગવાન મહાવીરના સમાચાર પૂછડ્યા. સિંહ અનગારી અશ્રુભીની આંખે કહ્યું, “અહંતુ પ્રભુ દાહજ્વરથી પીડિત છે. એમને માટે તમે બનાવેલા કાળાપાકની એમને જરૂર નથી, પરંતુ અન્યને માટે બનાવેલા બિજોરાપાકની આવશ્યકતા છે.'
રેવતીને પારાવાર આશ્ચર્ય થયું કે ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે ? ત્યારે સિંહ અનગારે પોતાના ગુરુના જ્ઞાનનો મહિમા વર્ણવ્યો.
શ્રાવિકા રેવતીએ અત્યંત શ્રદ્ધાભાવથી બિજોરાપાક વહોરાવ્યો. એના સેવનથી ભગવાન મહાવીર રોગમુક્ત થયા. એમનો ચહેરો પૂર્વવતુ ચમકવા લાગ્યો. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ ! કેવું ઉત્તમ દાન!
તેજસ્વી ઇતિહાસનું એક મહાપ્રતાપી પાત્ર તે મેવાડોદ્ધારક ભામાશા, ભામાશાના પિતા ભારમલ યુદ્ધવીર રાણા સંગના પરમ મિત્ર હતા અને એ સમયે રણથંભોર અને બીજા એક રાજ્યના દુર્ગપાલ હતા. ઈ. સ. ૧૫૬૭માં ચિતોડ પર સમ્રાટ અકબરનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યારે રાણા સંગ અને ભામાશાના પિતા ભારમલે ઉદયપુર નગર વસાવીને એને પોતાની રાજધાની બનાવી હતી.
ભારમલ કાવડિયાનો એક પુત્ર તારાચંદ યુદ્ધવીર, સૈન્યસંચાલક અને પ્રશાસક હતો. ગૌડવાડ પ્રદેશના શાસક તરીકે રાણા ઉદયસિંહે એને સઘળો કારભાર સોંપ્યો હતો. વીર પિતા અને તેજસ્વી ભાઈ ધરાવતા ભામાશા રાજ્યના દીવાન અને મંત્રીશ્વર હતા. હલદીઘાટીના યુદ્ધમાં પરાજય પામેલા રાણા પ્રતાપે શરણાગતિ સ્વીકારવાને બદલે સ્વતંત્રતા કાજે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો. અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર ભટકતા રાણા પ્રતાપનો મોગલ સેના પીછો કરતી હતી. એમાં પણ પોતાની નાની બાળકીને દૂધ માટે ટળવળતી જોઈને રાણા પ્રતાપનું હૈયું ભાંગી ગયું અને નિરાશ અને હતાશ થઈને બીજા પ્રદેશમાં ચાલ્યા જવાનો વિચાર કર્યો.
આ સમયે દેશભક્ત અને સ્વામીભક્ત મંત્રી ભામાશા ખામોશ બેસી રહ્યા નહીં. તેઓ દેશોદ્ધારના જુદા જુદા
૧૫૧ છ ભાવમંજૂષા
ભાવમંજૂષા ૧૫૦
Page #82
--------------------------------------------------------------------------
________________ ઉપાયો વિચારતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે રાણા પ્રતાપ નિરાશ હૈયે મેવાડનો ત્યાગ કરી રહ્યા છે, ત્યારે ભામાશાએ રસ્તા વચ્ચે ઊભા રહીને રાણાને અટકાવ્યા. એમણે વીર પ્રતાપને દેશને ખાતર ફરી જંગ આદરવા કહ્યું. રાણા પ્રતાપે કહ્યું, “મારી પાસે નથી સૈનિક કે નથી સંપત્તિ. કઈ રીતે મોગલ શહેનશાહ અકબરનો હું સામનો કરી શકું ?" વીર ભામાશાએ રાણા પ્રતાપને હિંમત આપતાં કહ્યું, “હું આપને વિપુલ ધનભંડાર આપીશ. એના દ્વારા તમે શહેનશાહ અકબર સામે લાંબો વખત સુધી યુદ્ધ ખેલી શકશો.” વીર ભામાશાએ ઘરે જઈને પોતાની પત્ની લક્ષ્મીને સ્વતંત્રતા માટેના યુદ્ધની વાત કરી. લક્ષ્મીને પણ પરાધીનતાની આ અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું, “ભોંયરામાં જેટલું ધન છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો. વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઇચ્છા કદી રાખશો નહીં.” ભામાશાએ કહ્યું, “આવું કેમ કહે છે ?" લક્ષ્મીએ કહ્યું, “જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ. મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.” લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ભામાશાના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા. મનોમન વિચારવા લાગ્યા કે ધન્ય છે આ નારીને, કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. પોતાને માટે,ઘડપણને કાજે કે ભવિષ્યને કારણે થોડું પણ ધન કે સોનું રાખવાની એના મનમાં લેશમાત્ર ઇચ્છા નથી, એથીયે વિશેષ તો કશુંય પાછું મેળવવાની કોઈ અભિલાષા નથી. વીર ભામાશા એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનો નિર્વાહ થઈ શકે તેટલી વિપુલ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી. ભાવમંજૂષા ઉપર