SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપવાસ શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. સમ્રાટ અકબરે જૈન તીર્થયાત્રીઓ પર લાગતો જજિયાવેરો માફ કર્યો અને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસેથી અહિંસા ધર્મની મહત્તા જાણી. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ ! સમગ્ર વિશ્વમાં જિનશાસનમાં તપનો વિશિષ્ટ મહિમા છે. તીર્થંકરોથી સામાન્ય શ્રાવક્નશ્રાવિકા સુધી તપનું અનુષ્ઠાન જોવા મળે છે. આવા મહિમાને કારણે જ આજે પણ પર્યુષણના પ્રથમ દિવસે ચંપા શ્રાવિકાનું વૃત્તાંત વ્યાખ્યાનમાં વાંચવામાં આવે છે. રાજ સેવકોને પૂછ્યું કે આ જુલૂસ શેનું છે ? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંઘે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢ્યો છે. શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી ? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાનો રોજો રાખવો કેટલો કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતો હતા. એકબરના આશ્ચર્યમાં રાજ સેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, “ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્યું નથી. અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નથી.” શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નક્કી કર્યું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી. અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી. ચંપા શ્રાવિકાએ પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યું કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી. ચંપા શ્રાવિકાએ શહેનશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બહાર સૈનિકોનો ચોકીપહેરો મૂક્યો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાએ જેમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નનો એક દાણો પણ લીધો નથી. અકબર આશ્ચર્યચકિત થયા. | ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અકબરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, “આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરુનો છે.” શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતષ હતું. | il શ્રી મહાવીર વાણી | જીવાત્માએ આજ સુધી જે પણ દુઃખ પરંપરા પ્રાપ્ત કરી છે, તે બધી પર પદાર્થોના સંયોગોથી પ્રાપ્ત થઈ છે. તેથી સંયોગ સંબંધનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવમંજૂષા ૧૪૦ ૧૪૧ ૭ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy