________________
૪૦ રાગનું રક્તઃ વિરાગનું તેજ
આશીર્વાદ કેમ કહેવાય? આ તો આપત્તિરૂપ ગણાય. અનુપમાએ મધુર અવાજે મુનિને કહ્યું, “આ તો મારા માથા પર ઘી પડ્યું અને તે પણ તપસ્વીના પાત્રમાંથી વરદાનની જેમ પડયું. મારા આવા જ કોઈ સદ્ભાગ્યને કારણે તો હું આવા સંસ્કારી કુટુંબમાં વહુ બનીને આવી છું.”
તેજપાલ અનુપમાની ઉદારતા પર વારી ગયા. એમના કવિ હૃદયમાંથી આપોઆપ કવિતા સરી પડી, “મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું બળ અને ત્યાગ-ભાવના સાથેનું ધન અત્યંત દુર્લભ છે !”
ક્રોધનો પ્રસંગ પ્રેમમાં પલટાઈ ગયો. ગુસ્સો સ્નેહમાં બદલાઈ ગયો. માનવીની વાણી પાસે એવો જાદુ છે કે જે પ્રેમને ક્રોધમાં અને ક્રોધને પ્રેમમાં બદલી શકે છે. ભયંકર ક્રોધથી ઘેરાયેલી વ્યક્તિને પ્રેમના શબ્દો વશ કરી નાખે છે.
આ જગતમાં માનવીએ સૌથી વધુ છળકપટ શબ્દો સાથે કર્યું છે. કોઈએ શબ્દોનો ઉપયોગ ભાવ છુપાવવા માટે કર્યો, તો કોઈએ શબ્દોનો ઉપયોગ ઝઘડા જગાવવા માટે કર્યો. કોઈએ શબ્દો વેડફી નાખ્યા, તો કોઈએ વાણીને પાણીની જેમ વાપરી નાખી.
શબ્દો એ સત્ય પામવાનું સાધન બનવાને બદલે અસત્યનું ગોળ-ગોળ બોલવાનું કે બહુરૂપી વ્યક્તિત્વ ઢાંકવાનું સાધન બની ગયા. કોઈ શબ્દનો સોદાગર બન્યા, તો કોઈ શબ્દનો બાજીગર થયા.
માનવીનું મન અને તેની જીભ સાવ નજીક છતાં એમની વચ્ચે કેટલું મોટું અંતર દેખાય છે. હકીકતમાં આ શબ્દો જ માનવી અને સત્ય વચ્ચે દીવાલ બનીને ઊભા રહ્યા.
આ હકીકત હોવા છતાં અનુપમાદેવી જેવી કોઈ અનુપમ સ્ત્રી પણ ઇતિહાસના પાને મળે છે કે જેના શબ્દો ભડભડતા ક્રોધને સ્નેહની સરવાણીમાં બદલી નાંખે છે.
રાણી મૃગાવતીને માથે ચોતરફથી અણધારી આફતોની આંધી ચડી આવી. એકાએક કૌશાંબી નગરીનો રાજ કારભાર ચલાવવાનું એને માથે આવ્યું. એમના પુત્ર ઉદયનની વય નાની હતી. રાણી મૃગાવતી વહાલસોયી માતા અને કુશળ રાજ્યકર્તા હતી, આફત કદી એકલી આવતી નથી. પોતાની આખી સેના લઈને આવે છે. એમાં વળી પાછી બીજી મુશ્કેલી ઊભી થઈ.
કહેવાય છે કે ઘુવડ દિવસે જોઈ શકતા નથી, કબૂતર રાત્રે જોઈ શકતું નથી, પરંતુ કામીજન તો રાત્રે કે દિવસે ક્યારેય કંઈ જોઈ શકતો નથી. આવો વિવેક વિસરાવનારો અંધ કામ ઉજ્જૈનીના ક્રોધી રાજા ચંડપ્રદ્યોતમાં પ્રવેશ્યો. રાજા ચંડપ્રદ્યોત એમના ક્રોધી સ્વભાવને કારણે ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતા હતા. કામી એવા કે એમણે રાણી મૃગાવતીને મેળવવા કાજે કૌશાંબી પર ચઢાઈ કરી. ઉજ્જૈનીની વિશાળ સેનાને કૌશાંબીની સેના પહોંચી વળે તેમ નહોતી. એણે કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. કામી ચંડપ્રદ્યોતે શરત મૂકી કે જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું મારી સેના ' લઈને પાછો વળી જાઉં, નહીં તો કૌશાંબીનો સંહાર કરીને તે જ જંપીશ. કૌશાંબીની સેનાએ આવી હીન માગણીને વશ
થવાને બદલે કેસરિયાં કરવાનું ઉચિત માન્યું. ભલે જીવ
11 શ્રી મહાવીર વાણી | જેમાં મોહ નથી હોતો, તેનું દુઃખ નષ્ટ થઈ જાય છે અને જેમાં તૃષ્ણા નથી હોતી તેનો મોહ નષ્ટ થઈ જાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૮
ભાવમંજૂષા છે ૮૪
૮૫ ૭ ભાવમંજૂષા