________________
નથી ? મનમાં સતત એક પ્રકારની અતૃપ્તિ રહે છે અને આત્મામાં અહર્નિશ બેચેની. આનું કારણ શું ?"
મહાત્માએ કહ્યું, “રાજન, આજે તમારા નગરમાં ભિક્ષા અર્થે નીકળ્યો, ત્યારે મેં જોયું કે દરેક જગાએ તમારા નામનો ડંકો વાગી રહ્યો છે. અનાથાશ્રમ હોય કે પ્રાણીઓનું આશ્રયસ્થાન હોય, બધે જ રાજા વજ્રબાહુની કીર્તિગાથાના શિલાલેખો દૃષ્ટિગોચર થયા છે. કોઈ તળાવના કિનારે, તો કોઈ કૂવાના કાંઠે પણ તમારા નામની તકતીઓ ઝૂલતી જોવા મળી.”
રાજા વજ્રબાહુએ કહ્યું, “સાચી વાત છે. પ્રજાની સુખાકારી માટે હું સદૈવ તત્પર રહું છું. બીજા રાજાઓ રાજભંડારનો ઉપયોગ ભોગવિલાસમાં કરે છે, જ્યારે હું આવાં પ્રજાલક્ષી સાત્ત્વિક કાર્યો કરું છું."
મહાત્માએ કહ્યું, “રાજન, રાજા વજ્રબાહુના ઉત્તરમાં એમનો સૂક્ષ્મ અહમ્ પ્રગટ થતો હતો. સેવા સાથે સન્માનની ભાવના રહેલી હતી. આને સાત્ત્વિક કાર્ય ન કહેવાય. સાત્ત્વિક કાર્ય તો એ કે જેની પાછળ કોઈ ઇચ્છા કે કામના ન હોય. તમારાં કાર્યોની પાછળ તો તમારી કીર્તિની કામના રહેલી છે. તમે ઔષધાલય બનાવો છો, પરંતુ તમારું લક્ષ તો તમારી પ્રશસ્તિ પર છે. આવી કીર્તિ-પ્રશસ્તિની આકાંક્ષાનું બંધન તમને કાર્યનો આનંદ કે શાંતિની અનુભૂતિ આપતું નથી. જો અંતરનો ઉલ્લાસ મેળવવો હોય તો કશાય પ્રયોજન વિના કાર્ય કરો. એવું નિઃસ્વાર્થ કાર્ય જ તમને સાત્ત્વિક પ્રસન્નતા આપશે.”
રાજા વજ્રબાહુએ પોતાના કીર્તિલેખો તોડવાની આજ્ઞા આપી. એ પછી પ્રજાકાર્ય કરતાં એમને અંતરનો આનંદ પ્રાપ્ત થવા લાગ્યો.
11 શ્રી મહાવીર વાણી 1
વિશ્વનાં બધાં પ્રાણીઓ માટે પરિગ્રહ સમાન બીજી
કોઈ જાળ નથી, બંધન નથી.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ૧, ૫
ભાવમંગા બ ૬
8
વેરમાંથી વિધા ભણી
આચાર્ય હરિભદ્રસૂરિજી . એમના બે શિષ્યો હતા હંસ
અને પરમહંસ. બન્યું એવું કે આ બંને શિષ્યોની ધર્મઝનૂનીઓએ હત્યા કરી. ધર્મ માનવ હૈયાંને જોડે છે પરંતુ ધર્મને નહીં સમજનાર ધર્મ દ્વારા માનવ હૈયાને તોડે
છે.
શિષ્યોની હત્યાના આધાતથી હરિભદ્રસૂરિજીનું હૃદય ખળભળી ઊઠ્યું. આવા શિષ્યોની વિનાકારણે થયેલી હત્યાનો ઊંડો આઘાત આચાર્યશ્રીના દિલમાં લાગ્યો અને એમાંથી બદલાની આગ જાગી. આચાર્યએ અન્ય ધર્મના ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળતા તેલની કડાઈમાં જીવતા ભૂંજી નાખવાનો વિચાર કર્યો. આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને આકાશમાં ઊભા રાખ્યા. આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, “હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.”
૭ ૩ ભાવમંજૂષા