Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ ૫૪ આત્મસમર્પણની કલા કે રે ? મહારાજા ભીમદેવના સેનાપતિ વિમળશાહનું નિમંત્રણ | શિલ્પી કીર્તિધરે ઠુકરાવી દીધું ત્યારે એની ઉપેક્ષામાં જિંદગીનો થાક હતો. આખી જિંદગી કોટકિલ્લા કે રાજમહેલનું નિર્માણ કરનાર આ શિલ્પી હવે કંટાળ્યો હતો. એ કારાગૃહો અને કિલ્લાઓનો ઉપયોગ દુ:ખીને કચડવામાં, ગરીબોને પીડવામાં 21 અને સજજનોને ત્રાસ આપવામાં થતો જોતો હતો. કવિની કલ્પના અને આંગળાંની કરામતથી જે રાજ ભવનો અને વિહારભવનો એણે બાંધ્યાં હતાં, ત્યાં સતી સ્ત્રીઓને વેઠવો પડતો સંતાપ એણે નજરોનજર જોયો હતો. કીર્તિધર આ જોઈને થાક્યો હતો અને એથી જ મંત્રી વિમળ શાહનું નિમંત્રણ એણે ઠુકરાવ્યું હતું. આની જાણ થતાં ખુદ વિમળશાહ કીર્તિધર પાસે આવ્યા અને કંટાળેલા કીર્તિધરને સમજાવતાં કહ્યું, “કીર્તિધર ! હું તમને આટલા વર્ષે વિલાસભવનો બનાવવા માટે કહેવા ન આવું. મારે તો લોકકલ્યાણ માટે પ્રભુનાં મંદિરો ચણાવવાં છે, તીર્થનું નિર્માણ કરવું છે, અને તે પણ પવિત્ર આબુના શિખર પર - નિદૉષ ભૂમિમાં.” વિમળશાહે પોતાની વાત શરૂ કરી. “શાહ ! ઘણા કારીગરો છે. લઈ જાઓ અને બનાવી લો.” “ના, કીર્તિધર, એમ ન બને ! મારે સૃષ્ટિ પર અજોડ કલાકૃતિ સર્જવી છે. જગતજનોનાં રાગ-દ્વેષ નીતરી જાય, એવી પ્રતિમાઓ સર્જવી છે. વર્ષો વીતે પણ મનુષ્ય જોતાં જ મુગ્ધ થઈ જાય તેવી સ્વર્ગીય કલા ઉતારવી છે.” કીર્તિધર એક પછી એક શરતો મૂકતા ગયા અને કહ્યું કે કોતરણી થાય તેના પથ્થરના ભૂકાની ભારોભાર ચાંદી જોખવી પડશે. વિમળશાહે એ શરત પણ સ્વીકારી. વળી કીર્તિધર બોલી ઊઠયો, “આબુ પહાડ પર દેવાલય સર્જવા મુશ્કેલ છે. એની ઠંડીની તો તમને ખબર છે ને ! મારા કારીગરોનાં આંગળા જ સજ્જડ થઈ જાય, બાર માસમાં ચાર માસ જ કામ થઈ શકે ને એ રીતે તો દેવાલય ક્યારે પૂરું થાય ?” કીર્તિધરે વાંધો બતાવ્યો. ભલા શિલ્પી ! દરેક કારીગરને ગરમીનાં સાધનો આપીશ. એ ઉપરાંત બીજી જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ. શરદીમાંયે ગરમી કળાય તો તો પછી કામ થશે ને ? આવા પહાડ પર, આવી ઠંડી જગામાં, ભવ્ય મંદિરોનું નિર્માણ અશક્ય વાત છે, પણ તમારા જેવા દઢનિશ્ચયી અશક્યને શક્ય કરી શકે. જાઓ, જુગજુગમાં નામ રહે તેવું કામ જરૂર કરીશ.” કીર્તિધરના હૃદયમાં ઉત્સાહ પ્રગટ્યો. અદ્ભુત કલાકૃતિ સર્જવાના વિચારો એના મગજમાં પેદા થવા લાગ્યા. કીર્તિધર ! એ કલાની પાછળ આ જીવન સાથે તમામ સમૃદ્ધિ સમપું છું.” “વિમલશાહ ! તમારા જીવન અને સમૃદ્ધિની સાથે સાથે મારી સમગ્ર કલા પણ એને સમપું છું. એ આખો દેવપ્રાસાદ - અરે, એનો એક એક પથ્થર - જગતને મુગ્ધ ન કરે તો મારો હાથ ફર્યો નકામો ગણજો ! જો એનું એક એક શિલ્પ સજીવન ન લાગે તો, હમણાં જ બોલી ઊઠશે એવો ભાસ ન થાય તો, મેં તમને દગો દીધો ગણજો ! હવે સુખેથી પધારો ! હું યથાસમયે મારા કારીગરો સાથે હાજર થઈશ.” ગિરિરાજ આબુ પર અનુપમ કોતરણી ધરાવતાં દેલવાડાનાં મંદિરોનું સર્જન થયું. કલા જીવનનું અર્પણ અને ભાવનું સમર્પણ માગે છે. રાજ મહેલોમાં વપરાતી કલા એ કોઈ વ્યક્તિની તાબેદાર છે, રાજાની ગુલામ છે. રાજભંડાર પર એનો આધાર છે. ભાવમંજુષા ૧૯ છ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82