________________
પ૮
ભક્ષક બન્યો રક્ષક
ગુજરાતની ગાદી પર ભોળા ભીમદેવનું રાજ ચાલતું હતું. રાજા ભીમદેવને એના ભોળપણને લીધે ઘણા છેતરી જતા હતા અને ઘણી વ્યક્તિઓ રાજાના ભોળા સ્વભાવનો ગેરલાભ ઉઠાવતી હતી. રાજાના કાન ખોટી રીતે ભંભેરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હતા.
પાટણ શહેરમાં આભડ વસા નામના શ્રેષ્ઠીએ એમને ત્યાં નામું લખનાર મહેતાને કાઢી મૂક્યો. આ મહેતા હિસાબમાં ઘાલમેલ કરતો હતો અને આભડ શેઠનાં નાણાં ખાઈ જતો હતો.
શેઠને જાણ થતાં એમણે તત્કાળ મહેતાને કાઢી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં દુષ્ટ ઇરાદો ધરાવતા મહેતાએ શેઠ સામે વેરની વસૂલાત કરવા માટે ચાતુરીભરી પ્રપંચ જાળ બિછાવી.
એણે રાજાને કહ્યું, “આ આભડ શેઠ પાસે તો અઢળક ધન છે, પણ મુંજી આભડ શેઠ રાજને એક રાતી પાઈની પણ મદદ કરતો નથી. આવા લોકોની લક્ષ્મી ઘરમાં રૂંધાઈ જાય અને કોઈને લાભ ન થાય, પણ આ લક્ષ્મી જો મહેલમાં આવે તો કેટલાય લોકો તરી જાય.”
ભોળા રાજાને આ વાત ગમી ગઈ. એણે મહેતાએ
બતાવેલી યુક્તિ પ્રમાણે શેઠને ભૂલમાં ફસાવીને પૈસા કઢાવવાનો પેંતરો રચ્યો. ભીમદેવની દાસી શેઠને ઘેર માંસનો થાળ લઈને આવી. આ સમયે દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરતાં કહ્યું,
“રાજમાં અત્યારે ઉત્સવ ચાલે છે, આથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મોકલ્યો છે.” શેઠ તો જિનપૂજામાં તલ્લીન હતા. આથી એમની પુત્રી ચાંપલદેએ દાસીનો સત્કાર કરીને થાળ ખોલાવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આમાં તો રાજાએ માંસ મૂક્યું છે.
રાજાના આવા અવિનયનું કારણ શું ? શા માટે એકાએક રાજા આભડ શેઠનો અંતરાત્મા દુભાય એવું કરતા હશે ? ચાંપલદે દુર્ભાગ્યે બાળવિધવા થઈ હતી. પિતાને ત્યાં રહેતી હતી. ચતુર, વિવેકી, ધર્મનિષ્ઠ એવી ચાંપલદે સામી વ્યક્તિના મનને પારખી શકતી હતી.
રાજાની પલટાયેલી પ્રકૃતિનો વિચાર કરતાં વિદુષી ચાંપલદેને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા બેઈમાન મહેતાનાં કરતૂત છે. ચાંપલદેએ રાજાએ મોકલાવેલો પ્રિસાદ બીજા થાળમાં લઈ લીધો અને એ થાળને મોતીએ વધાવીને પાછો આપ્યો. વળી રાજાને ભેટ રૂપે સવા લાખનો હાર મોકલ્યો, થાળ લાવનારી દાસીને કંઠમાં પહેરવાનું આભૂષણ ભેટ આપ્યું.
ચાંપલદેએ પોતાના પિતાને રાજાની બદલાયેલી મનોવૃત્તિની વાત કરી. રાજા કોઈ પણ રીતે એમનું ધન આંચકી લેવા માંગે છે એમ કહ્યું. બેઈમાન મહેતાએ કરેલી કાનભંભેરણીની શંકા પણ પ્રગટ કરી.
આભડ શેઠ વિચારમાં પડ્યા ત્યારે ચાંપલદેએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું,
પિતાજી ! રાજા આપણને લૂંટવા ઇચ્છે છે ત્યારે આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. રાજા આપણા ધનનો ભક્ષક થવા માગે છે એને બદલે આપણે એને ધનનો રક્ષક બનાવવાનો છે.”
પિતા આભડ વસાને પોતાની પુત્રીની ચતુરાઈ અને વિદ્વત્તા માટે ગૌરવ હતું. આભડ શેઠે પોતાની મિલકતની નોંધ બનાવી અને એ યાદી લઈને આદરપૂર્વક ભોળા ભીમદેવ પાસે ગયા. રાજા તો માનતા હતા કે આભડ શેઠ એમની ‘પ્રસાદી” જોઈને અકળાઈ ઊઠશે.
રાજની સામે થશે, આથી આસાનીથી એમની મિલકત આંચકી શકાશે.
ભાવમંજૂષા બ ૧૨
જે
છ ભાવમંજૂષા