________________
૬૨
ટૂંકા નામે ઓળખાતું આ વ્યાકરણ રાજદરબારમાં વંચાયું અને ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરના દેશોમાં તે મોકલવામાં આવ્યું. એ પછી આજ સુધીના આશરે આઠસો વર્ષના ગાળામાં કોઈ વિદ્વાને આવું વ્યાકરણ રચ્યું નથી. નિઃસંતાન સિદ્ધરાજ પછી કુમારપાળ ગાદીએ આવશે તેવી આગાહી હેમચંદ્રાચાર્ય કરી હતી, પરંતુ કુમારપાળ પ્રત્યે વેરભાવ રાખતા સિદ્ધરાજે એને મરાવી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા.
એક વાર ખંભાતમાં ગુપ્ત વેશે કુમારપાળ હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. સિપાઈઓ આવતાં કુમારપાળને સંતાડી દીધા. ગુરુની ભાવના અનુસાર હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથો લખ્યા. એની હસ્તપ્રત સાતસો લહિયાઓ લખતા હતા અને તે ભારતભરમાં મોકલાતી હતી.
સમ્રાટ કુમારપાળના સમયમાં અમારિ ઘોષણા કરીને અહિંસાનું પ્રવર્તન કર્યું. અશોકના શિલાલેખોમાં અહિંસાની ભાવના લિપિબદ્ધ થયેલી છે અને શ્રી હેમચંદ્રાચાર્ય વ્યવહારમાં મૂકી. ૮૪ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા બાદ વિ. સં. ૧૨૨૯માં પાટણમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા.
પહેલી પૂજાનો લાભ
પાંડિત્ય, વીરત્વ અને ધર્મભાવનાથી શોભતી નગરી ઉજ્જૈનીની નજીક આવેલા એક નાનકડા ગામમાં બાલાશા નામનો ધર્મનિષ્ઠ જુવાન વસતો હતો. આ યુવાનની માતૃભક્તિ ઉદાહરણીય ગણાતી. તે ઘરકામમાં માતાને સાથ આપતો અને ધર્મયાત્રામાં એની સાથે જતો. એક વાર બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો. આ નગરીમાં મોટી મોટી દુકાનો આવેલી હતી અને તેમાં અનેક ચીજ-વસ્તુઓ વેચાતી હતી. બાલાશાએ વિચાર્યું કે એની માતા જમીન પર સૂએ છે તે બરાબર નહિ, આથી એણે પલંગ ખરીદ્યો.
પલંગ લઈને બાલાશા ઘેર આવ્યો. એણે એની માતાને વાત કરી. બાલાશાની માતા પુત્રની માતૃભક્તિ જોઈને પ્રસન્ન થઈ, પરંતુ સાથોસાથ ખડખડાટ હસી પડી. એણે બાલાશાને કહ્યું, “આપણું ઘર નાનું છે. એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે ?” માતાની વાત સાંભળીને બાલાશા પણ વિચારમાં પડ્યો. બાલાશાની માતાએ કહ્યું કે આ પલંગના ચાર પાયા ખોલી નાખ, તો જ એ ઘરમાં જશે.
માતાની આજ્ઞા મુજબ બાલાશાએ પલંગ ખોલી નાખ્યો છે તો પલંગના ચાર પાયામાંથી હીરાનો ઢગલો થયો. બાલાશાને
અણધારી રીતે ધમતી હીરાઓ મળ્યા. માતા અને પુત્રએ ધાર્યું હોત તો ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને આનંદ
૧૩૭ છ ભાવમંજૂષા
|| શ્રી મહાવીર વાણી ! મુનિઓનું હૃદય શીતકાલીન નદીની જેમ નિર્મળ હોય છે. તે પક્ષીની જેમ બંધનોથી મુક્ત અને પૃથ્વીની જેમ સમસ્ત સુખ-દુ:ખોને સમભાવથી સહન કરનાર હોય છે.
શ્રી સૂત્રકૃતાંગ સુત્ર ૨-૨-૩૮
ભાવમંજૂષા ક્ષે ૧૩૬