________________
પોતાના ધનની વિગતવાર યાદી લઈને શેઠ રાજા પાસે ગયા. રાજા આવા મનના પારખુ માનવીને જાણીને અત્યંત હર્ષ પામ્યા. એમણે મહેતાને કહ્યું,
અરે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની કુનેહ પણ આપે છે. તારે શેઠની ઈર્ષા કરવી જોઈએ નહીં. ખેર ! જે બની ગયું તે બની ગયું. હવે તું શેઠના પગમાં પડીને માફી માગી લે.”
આભડ શેઠની મહેતાએ માફી માગી. રાજાએ શેઠની મિલકતમાંથી રાતી પાઈ પણ લીધી નહીં. ચાંપલદેની યુક્તિથી એ સાચવેલી સંપત્તિમાંથી શેઠે અનેક સત્કૃત્યો કર્યાં. ચાંપલદે ચતુર અને ઘરરખ્ખ હતી તો વિવેકી અને વિદુષી પણ હતી. જિનશાસનનો ઇતિહાસ આવી શ્રાવિકાથી ઉજ્વળ છે. ચાંપલદે પણ ઉચ્ચ ધર્મ-આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યાં.
પ૯
ઘોર સંહારને બદલે પુણ્યવંતા સર્જન
સમ્રાટ અશોકનો પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપતિએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઇન્દ્રપાલિત, સંગત અને વિગતાશક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન પર બિરાજમાન થયા, પરંતુ એ પૂર્વે એક દાયકાથી તેઓ રાજ્યનો કારોબાર સંભાળતા હતા.
એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપતિએ પ્રશ્ન કર્યો કે આપને જોઈને મને એમ લાગે છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય ! આવું કેમ થતું હશે ?
આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની
૧૨૯ છ ભાવમંજૂષા
11 શ્રી મહાવીર વાણી ll દેવતાઓ સહિત સમસ્ત સંસારના દુઃખનું મૂળ એક માત્ર કામભોગની વાસના જ છે. કામભોગો પ્રત્યે વિતરાગ-નિઃસ્પૃહ સાધક શારીરિક તથા માનસિક બધા જ પ્રકારના દુ:ખઓમાંથી છૂટી જાય
છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૧૩
ભાવમંજૂષા ૨ ૧૨૮