________________
૫૬
ગૃહત્યાગ અને રાજત્યાગ
રાજકુમાર વર્ધમાન ભાઈના આગ્રહને કારણે મહેલમાં વસતા હતા. પરંતુ મન તો ત્યાગ અને અધ્યાત્મ પર રહેલું હતું.
વર્ધમાન જ્યારે માતાના ઉદરમાં આવ્યા ત્યારે ત્રિશલાએ ચૌદ મહાસ્વપ્ન જોયાં હતાં. વળી કુમાર વર્ધમાનના શરીર પર એક હજાર અને આઠ લક્ષણ હતાં. આ જોઈને સહુએ ધાર્યું કે કુમાર વર્ધમાન એક દિવસ ભવિષ્યમાં અવશ્ય ચક્રવર્તી બનશે. એ અનેક રાજ્યોના વિજેતા બનશે. એની વિજયપતાકા
સમગ્ર પૃથ્વી પર લહેરાશે. ખંડ ખંડના રાજાઓ ખંડિયા બનીને એની ખંડણી ભરતા હશે. આવા થનારા ચક્રવર્તીનો સાથ મળે તો આપણો પણ બેડો પાર થઈ જાય. આમ વિચારીને એ જમાનાના સમર્થ સમ્રાટો અને રાજાઓએ પોતાના રાજકુમારોને કુમાર વર્ધમાનની સેવામાં મોકલ્યા હતા. સમ્રાટ શ્રેણિકે પોતાના પુત્રને વર્ધમાન પાસે રાખ્યો હતો. રાજા ચંડપ્રદ્યોતને પોતાના રાજકુમારને કુમાર વર્ધમાન પાસે મોકલ્યો હતો.
રાજવીને સદા રાજની ચિંતા હોય છે. રાત-દિવસ એની પાછળ ઉજાગરા કરતા હોય છે. આથી આ રાજાઓએ પહેલેથી જ એવી યોજના કરી કે પોતાનાં સંતાનો તરફ કુમાર વર્ધમાનને દોસ્તી અને લાગણી બંધાઈ હશે તો એ ભાવમંજૂષા ઃ ૧૨૨
66
ચક્રવર્તી બનશે ત્યારે પોતાનાં સંતાનોનો અને એમના રાજનો પ્રભાવ જળવાઈ રહેશે. સત્તાવાનની સેવા સદા સ્વાર્થપરાયણ હોય !
વાત વિપરીત બની. રાજા સિદ્ધાર્થની વિદાય પછી કુમાર વર્ધમાને રાજ તરફ નજર સુધ્ધાં ન કરી. એમની સેવામાં આવેલા રાજકુમારો એમ માનતા હતા કે માયા દેખી મુનિવર ચળે તો આવા સુખ અને વૈભવ આગળ રાજકુમારની શી વિસાત ? એમાં પણ બીજા રાજકુમારો કરતાં ગણતંત્રના રાજકુમારો માટે જીવનવિકાસના બધા અવકાશો હતા. આ રાજતંત્રમાં ગુણની પૂજા હતી. અયોગ્યને સ્થાન નહોતું. આથી સહુ એમ ધારતા કે એક દિવસ વૈશાલીના નવસો નવ્વાણુ રાજાઓમાં વર્ધમાન સહુથી અદકેરું સ્થાન પામશે. એમને મસ્તકે પવિત્ર પુષ્કરણીના જળનો મહાઅભિષેક ચડશે. કોઈ એમ વિચારતું કે વૈશાલીના રાજા ચેટકના એ લાડકવાયા ભાણેજ છે એ સગપણ-સંબંધના દાવેય એમને ગાદી મળશે.
વ્યવહારની આ ગણતરીઓ વર્ધમાનને ક્યાંથી સ્પર્શે ? એમણે તો મોટા ભાઈ પાસે સંસારત્યાગની ઇચ્છા પ્રગટ કરી. પોતાના પરિવારના માણસો પ્રત્યે પણ વિરક્તિ દાખવી. તેઓ મહેલમાં વસતા હોવા છતાં ભૂમિશયન કરતા અને એકત્વભાવમાં લીન રહેતા હતા. આ જોઈને એમની સેવામાં આવેલા રાજકુમારોને લાગ્યું કે વર્ધમાનને રાજ્યની જ ઇચ્છા નથી ત્યાં રાજ્ય વધારીને ચક્રવર્તી બને, તેની વાત જ ક્યાં રહી ? એમનું રાજ્ય એ જુદું રાજ્ય હતું. રાજ્યમાં માણસ માણસનો કે જીવ જીવનો દુશ્મન નહોતો. એ રાજ્યમાં તો માત્ર છ દુશ્મનો હતા અને તે માનવમનમાં વસતા ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. વર્ધમાનના આત્મિક સામ્રાજ્યનાં મૂળભૂત સૂત્રો હતાં : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય. જ્ઞાન વડે સાધક બધું જાણે. દર્શન વડે એની સચ્ચાઈ પારખે અને ચારિત્ર્ય દ્વારા મન, વચન અને કાયાને નિયમનમાં રાખે.
મોટા મોટા રાજાઓના રાજકુમારોએ જોયું કે વર્ધમાન તો રાજસત્તાની બાબતમાં સાવ અનાસક્ત અને ચક્રવર્તીપદ માટે તદ્દન ઉદાસીન હતા. આથી રાજકુમારો પોતાના રાજ્યમાં પાછા ગયા. રાજકુમાર વર્ધમાનની રાજત્યાગની વાતોએ સમાજમાં એક નવો આદર્શ જગાવ્યો. સંસારમાં સહુને પ્રિય એવા રાજકુમાર વર્ધમાનના ત્યાગને સહુ વંદી રહ્યા. તેઓ ગૃહસંસારનો ત્યાગ કરતા હતા. પરંતુ ગૃહસંસારની પૂર્ણ અનુમતિથી. વિશ્વ એક પ્રકારનો ગૃહત્યાગ અને રાજત્યાગ નિહાળી રહ્યું.
૧૨૩ ૩ ભાવમંજૂષા