________________
૫૩
વારસ માટે આરસ
તેજસ્વી વીરપુરુષ અને એની પત્ની પર્વતોની હારમાળા વચ્ચેથી પસાર થતાં હતાં. આ વીરપુરુષ મંત્રી વિમળના ચિત્તમાં મનોમંથન ચાલતું હતું. એની પત્ની શ્રીદેવી પણ ઊંડા વિચારમાં ડૂબેલી હતી.
| વિમળ મંત્રી પર પ્રસન્ન થયેલાં અંબિકા દેવીએ કહ્યું હતું કે, “તારા ભાગ્યમાં કાં આરસ છે કાં વારસ છે. બેમાંથી એક તને આપું.”
વિમળ મંત્રી અને શ્રીદેવી એ ગડમથલમાં હતાં કે આરસ માંગવો કે વારસ? આરસ જગતમાં એવાં મંદિરો સર્જે છે કે જે હજારો વર્ષ સુધી ટકે અને આવનારી પેઢીને ભાવના અને સંસ્કારથી સુવાસિત કરે, વારસ હોય તો વંશપરંપરા ચાલુ રહે. કુટુંબનું નામ જળવાઈ રહે. થોડો વિશ્રામ લેવા દંપતી થોભ્યાં. પાણી પીવા વાવ તરફ ગયાં, ત્યાં એમના કાને અવાજ અથડાયો.
“સબૂર ! સબૂર ! ઊભા રહેજો તમે. પહેલાં પૈસા આપો, પછી પાણી તમને મળશે.”
વિમલ મંત્રીના ચહેરા પર આશ્ચર્ય ચમક્યું, એમણે પૂછવું, “અરે ! વાવનું પાણી તો સહુ કોઈ પીએ. એના તે કાંઈ પૈસા હોતા હશે ?”
છોકરાએ કહ્યું, “જુઓ, આ વાવ મારા પિતાએ બંધાવી છે. હું એમનો વારસદાર છું. એ સમયે જાહોજલાલી હતી પણ પછી પડતીના અને ગરીબીના દિવસો આવ્યા, આથી મારા પિતાની વાવ પાસે ઊભો રહીને પાણી પીવા આવનાર પાસેથી પૈસા લઉં છું અને મારું ગુજરાન ચલાવું છું.”
વિમળ મંત્રીએ પૈસા આપ્યા, પાણી પીધું, આગળ વધ્યા, શ્રીદેવીને પૂછવું, “શું માગીશું આપણે ?”
શ્રીદેવીએ કહ્યું, “વારસ માગીશું તો કદાચ આવતીકાલે એ આપણી કીર્તિને ધૂળમાં મેળવીને કલદાર ઉઘરાવતો થશે. આપણે તો વર્ષો સુધી ઉત્તમ ભાવનાઓ જગાડનારો આરસ જોઈએ. જે આરસનું મંદિર સંસારરૂપી સમુદ્રને તરી જવાની નાવ જેવું હોય, કલ્યાણરૂપી વૃક્ષની મંજરી જેવું હોય, ધર્મરૂપ મહા નરેન્દ્રની નગરી સમાન હોય, અંતરમાં વૈરાગ્ય, વીતરાગતા અને આધ્યાત્મિક ચેતના પ્રગટાવે તેવું હોય.”
આ દંપતીએ આરસની માગણી કરી. આને પરિણામે આજે આબુની ગિરિમાળા પર ‘વિમલવસહી'નું સર્જન થયું. જેનું શિલ્પસૌંદર્ય જ ગવિખ્યાત બન્યું.
જીવનનો એક સવાલ છે આરસ કે વારસ ? પરંતુ ક્યારેક એનાથી જુદી પરિસ્થિતિ નિર્માણ પામે છે. બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં યોજાયેલા પ્રવચનમાં આ કથાના આલેખન બાદ એક વિચાર વહેતો મૂક્યો કે અહીં એન્ટવર્ષમાં જિનમંદિર, તે વારસને માટે આરસ મૂકી જવાની વાત છે. આવતી પેઢીને માટે ભાવના અને સાધનાનું સ્થાન ઊભું કરવાનો ઉપક્રમ છે. આ ચિતન પાલનપુર પાસે આવેલા ટોકરવાડા ગામના મૂળ વતની નરેશકુમાર મોતીલાલ શાહ અને દીપકકુમાર મોતીલાલ શાહને એવું તો સ્પર્શી ગયું કે એમણે જિનમંદિરના શિલાસ્થાપન માટે ઉમદા સહયોગ આપ્યો. ધર્મના સંસ્કારોનો સૌથી મુખ્ય પ્રશ્ન જ એ છે કે આવતીકાલની પેઢીને આ સંસ્કારો કઈ રીતે પહોંચાડવા ? વારસને માટે આરસનું કયા પ્રકારે નિર્માણ કરવું?
શ્રી મહાવીર વાણી | સમ્યગુદર્શનના અભાવમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને રજ્ઞાનના અભાવમાં ચરિત્રગુણ પ્રાપ્ત થતો નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮-૩૦
ભાવમંજુષા બ
૧૭ % ભાવમંજૂષા