Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 60
________________ ગયો છું. કૃપા કરીને નિકટ પધારો તો ચરણસ્પર્શ કરી શકું.' દયાના અવતાર ગૌતમ નજીક ગયા. વંદન કરતાં કરતાં આનંદે પૂછ્યું, “ભગવાન, શું કોઈ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં અવધિજ્ઞાન થઈ શકે ખરું ?" - “અવશ્ય , શ્રમણોપાસકને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાંય ત્રીજું મહાજ્ઞાન - અવધિજ્ઞાન થઈ શકે છે.” આ સાંભળીને આનંદના ચહેરા પર દિવ્ય આનંદ ફરકી રહ્યો. એણે કહ્યું, પૂજ્યવર્ય, મને તેવું અવધિજ્ઞાન થયું છે અને તેના લીધે હું ઉપર આકાશમાં સૌધર્મકલ્પ સુધી ને નીચે પાતાળમાં લોલષ્ણુએ નરકાવાસ સુધીના તમામ રૂપ પદાર્થો જાણી શકું છું.” જ્ઞાની ગૌતમે કહ્યું, “આનંદ, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું. પણ તમે કહો છો તેટલું દૂરગ્રાહી હોઈ શકતું નથી. તમે આ ભ્રાંતકથન કર્યું. ભ્રાન્ત કથન માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે, તમારે એ માટે પ્રાયશ્ચિત્ કરવું ઘટે !” જ્ઞાની ગૌતમને આ રીતે કહેતા સાંભળી શ્રાવક આનંદે જરા વેગથી કહ્યું, “ભગવન્, મહાવીરના શાસનમાં સત્ય બોલનાર માટે પણ પ્રાયશ્ચિત્ત છે અનુભવી રહ્યા. ‘અરે ! ખુદ પ્રભુ સ્વયં જાહેરમાં પોતાના પટ્ટધરને હલકો પાડે છે ! કદાચ જ્ઞાની ગૌતમ ભૂલ્યા હોય તો ભલે ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપી દે, પણ એક શ્રાવક પાસે ક્ષમાયાચનાની વાત ! અસંભવ, અશક્ય. ક્યાં આનંદ, ક્યાં ગૌતમ !' પણ મહાજ્ઞાની ગૌતમની દશા તદ્દન જુદી હતી. અહંકાર ને અભિમાનને તો એ જીતી ચૂક્યા હતા. એ સીધા આનંદ પાસે પહોંચ્યા. દુનિયા તો દેખતી જ રહી ગઈ. એમણે કહ્યું, આનંદ, તમે સાચા. મારા અસત્ય વિધાન માટે હું ‘મિચ્છા મિ દુક્કડ' - માફી ઇચ્છું છું.” જ્ઞાની ગૌતમના આ શબ્દોનો શ્રમણોપાસક આનંદ શો જવાબ આપે ? એનાં નેત્રો સજલ થઈ ગયાં. એણે બે હાથ જોડતાં કહ્યું, પ્રભુ ! મારી છેલ્લી ઘડી ઉજાળી દીધી !” જ્ઞાનીને શોભતી કેટલી ભવ્ય નમ્રતા ! ભવોભવે અલભ્ય એવી કેવી લઘુતા! જય, પ્રભુ મહાવીરનો જય ! જ્ઞાની ગૌતમનો જય !” આજુબાજુ એકત્રિત થયેલી જનતા આંખમાં આંસુ સાથે જોઈ જ રહી ! અચાનક સહુના મુખમાંથી ધ્વનિ ગાજી ઊઠ્યો : ‘શાની ગૌતમનો જય !” આજે ક્ષમા માગવાની છે અને ક્ષમા આપવાની છે. કાજળની કોટડી જેવા સંસારમાં જાણેઅજાણ્ય, કાયાથી, વચનથી કે મનથી ભૂલ થઈ જાય છે. આજે દીપાવલિથી પણ અધિકા આ પર્વમાં ક્ષમાપના ચાહવાની છે. મિચ્છા મિ દુક્કડે ! મિથ્યા હો. મમ દુષ્કાર્ય ને દોષ ! નવા વર્ષની કુમકુમ પત્રિકાઓ અને લગ્નપત્રિકાઓ તો કંકાવટીનાં કંકુથી લખાય છે; પણ ક્ષમાપનાની કંકોતરીઓ તો દિલનાં લોહીથી ને હૃદયનાં આંસુથી લખાવી જોઈએ. અને તે પણ ખરા દોષીને ! ખરા વેરીને ! ખરા અપરાધીને ! સગવડિયા ક્ષમાપનાનો કોઈ અર્થ નથી. ના.' “તો, દયાળુ, આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્ય કથન કર્યું.” આનંદના સ્વરમાં દેઢ આત્મવિશ્વાસ જણાતો હતો. શ્રમણોપાસક આનંદના આ વિધાને ગુરુ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા, પણ આ વાતનો નિર્ણય સર્વજ્ઞ સિવાય કોણ કરી શકે ? વધુ વિવાદ ન કરતાં ગણધર Íતમસ્વામી ત્યાંથી ઉતાવળે વિદાય લઈને ભગવાન મહાવીર પાસે આવ્યા. આવતાંની સાથે જ ગુરુ ગૌતમે આનંદ શ્રાવકવાળી હકીકત સવિસ્તર પ્રભુ આગળ નિવેદન કરી, અને છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી : હે ભગવનું, આ વિષયમાં આનંદ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે કે મારે ?” ભગવાન મહાવીરે લેશમાત્ર થોભ્યા વિના કહ્યું, “ગૌતમ, આ બાબતમાં તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.” ભગવાનનો આ નિર્ણય સાંભળી તમામ સાધુઓ ને શ્રોતાગણ રોમાંચ ભાવમંજૂષા ૧૦૮ ૧૦e o ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82