Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૩૯ મીઠી વાણી સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા આપ નિર્વાણની ઘડી થોડી લંબાવી દો તો ?” દેવોના સ્વામી ઇન્દ્રની મનમાં એવી ઇચ્છા હતી કે એક વાર નિર્વાણઘડી આધી જાય પછી જોયું જશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તેવુંય બને. ભગવાન મહાવીરે કહ્યું, “ઇન્દ્રરાજ ! મારા દેહ પ્રત્યેનો મોહ આજે તમને આવું બોલાવી રહ્યો છે. મારી નિકટ રહ્યા છતાં તમે એ ભૂલી ગયા કે આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને કદી થશે નહીં.” સતત સોળ પ્રહર સુધી ભગવાન મહાવીરની અંતિમ દેશના ચાલી. એમાં પુણ્યફળવિપાકનાં પપ અધ્યયન અને પાપફળવિપાકનાં પપ અધ્યયન વર્ણવ્યાં. ૩૭મું પ્રધાન નામક અધ્યયન કહેતાં કહેતાં ભગવાન મહાવીર પર્યકાસનમાં સ્થિર થઈ ગયા હતા. તેમણે બાદર કાયયોગમાં સ્થિર રહીને બાદર મનોયોગ, બાદર વચનયોગનું નિરૂંધન કર્યું. એ પછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈને બાદર કાયયોગને રૂંધ્યો. વાણી અને મનના સૂમ યોગને શુક્લધ્યાનના ‘સૂક્ષ્મ ધ્યિાપ્રતિપાતિ' નામના તૃતીય ચરણને પ્રાપ્ત કરી સૂક્ષ્મ કાયયોગને નિકું ધન કર્યા અને ‘સમુચ્છિન્નક્વિાનિવૃત્તિ' નામના શુક્લધ્યાનનું ચતુર્થ ચરણ પ્રાપ્ત કર્યું. ચતુર્વિધ અઘાતી કર્મદળનો ક્ષય કરીને ભગવાન મહાવીર શુદ્ધ , બુદ્ધ અને મુક્ત અવસ્થા પામ્યા. આંખોને આંજી દેનારું તેજવર્તુળ પ્રગટ થયું. તારાગણોથી સુશોભિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે દિશામાં જયનાદ સંભળાયો : “પ્રભુ નિર્વાણ પામ્યા !” હવામાં શંખ ફૂંકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં. સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક આંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓથી સામેથી બુઝાઈ ગયો. ઇન્દ્રરાજ મોહની દારુણ પળો પર વિજય મેળવી હવે સ્વસ્થ થયા અને કહેવા લાગ્યા : “દીપક પ્રગટાવો ! દીપાવલિ રચો ! પ્રભુ નિર્વાણ પામ્યા.” અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી ! એનું નામ હતું તેજમલ, ગુજરાતના ઇતિહાસમાં એ મહાઅમાત્ય તેજપાલ તરીકે ઓળખાયા. એક વાર એક સાધુ તેજપાલને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. એમની પત્ની અનુપમા દેવી અનેક ગુણોનો ભંડાર હતી. અનુપમાએ ઘીથી લચપચતો કંસાર આપ્યો. અનુપમાની સાસુએ એક પાત્ર ઊંચું કરી બીજું નીચે મૂક્યું. સાધુએ કંસારવાળું પાત્ર હાથમાં લીધું. અનુપમાં બીજા પાત્રમાં વ્યંજન નાખવા ગઈ. આ સમયે સાધુના હાથમાંથી પાત્ર છટક્યું અને બધું ઘી અનુપમાના મસ્તક પર પડ્યું. અનુપમાનો સુંદર કેશપાસ ગૂંથેલો અંબોડો ઘીથી લથપથ ભરાઈ ગયો. માથે નાખેલી વેણી બગડી ગઈ. ચહેરો ઘીથી કલુષિત થઈ ગયો. તેજપાળ નજીકમાં જ હતા. એ ગુસ્સામાં બહાર દોડી આવ્યા, એમણે આ દૃશ્ય જોયું અને મનમાં ક્રોધ જાગ્યો, એ મુનિને બે કડવાં વેણ કહેવા જતા હતા. અનુપમા પરિસ્થિતિ પારખી ગઈ. અનુપમાએ તેજપાલ સામે જોયું અને બોલતા અટકાવીને કહ્યું, “અરે ! આ તો મારું ધનભાગ્ય, તપસ્વીના કેવા વિશિષ્ટ આશીર્વાદ !” તેજપાલની ક્રોધભરી આંખો સુચવતી હતી કે આને 11 શ્રી મહાવીર વાણી આત્મસાધક મમત્વના બંધનને તોડી ફેંકી દે, જેવી રીતે મહાનાગ પોતાના શરીર પરથી કાંચળી ઉતારી ફેંકી દે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૩-૮૭ ભાવમંજુષા ત્ર ૮૨ ૮૩ 6 ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82