________________
૩૭
કરું ? આમ, રણસંગ્રામનો એ યોદ્ધો આત્મસંગ્રામમાં ડૂબી ગયો. યુદ્ધની ભૂમિ પર વીર હાક લગાવનારો અંતરની ભૂમિને અજવાળવા મથી રહ્યો.
એ યોદ્ધાએ મુનિવેશ ન છોડ્યો તે ન જ છોડ્યો, બલ્ક ગિરનારના તીર્થ પર જઈને એણે અદ્ભુત આત્મસાધના કરી.
આમેય આત્મસાધનાનો પંથ અપ્રતિમ વીરતા માગે છે. મેળવવામાં જેટલા સાહસની જરૂર છે એનાથી વધુ સાહસ ત્યજવામાં જોઈએ. રણસંગ્રામમાં ઝૂઝનારો માનવી આત્મસંગ્રામમાં વીર બને તે કેવું મોટું પરિવર્તન ! માનવી મોટે ભાગે જીવન સંગ્રામમાં જ આયખું પૂરું કરતો હોય છે. દેહના આનંદમાં જ એની દુનિયા સમાઈ જતી હોય છે. સુવિધા અને અનુકુળતાના વિચારમાં એનું સમગ્ર જીવન ગૂંથાઈ જતું હોય છે ત્યારે કોઈકની જ નજર આત્મા પર પડે છે. જગતના કોલાહલ વચ્ચે કોઈ વિરલાને જ અંતરનો નાદ સંભળાય છે અને કોઈક જ એ આત્માના નાદે ચાલીને જીવનને ધન્ય બનાવે છે.
મોટા ભાગના માનવીઓ સિપાહીનો વેશ પહેરે છે. ક્યાંક સાધુના વેશમાં સિપાહી મળે છે. આત્મમાર્ગે ચાલનારા સાચા સાધુ તો વિરલ જ હોય.
આનંદઘનકો ક્યા ?
શાંત જંગલ એકાએક ખળભળી ઊ. મસ્ત યોગી આનંદઘનજી વડલાની નીચે નિજાનંદની ખુમારીમાં બેઠા હતા અને રાજા અને રાણી એમનાં દર્શને આવ્યાં.
સૈનિકોના અવાજ , અશ્વોના અવાજ , રથનાં પૈડાંનો અવાજ અને રાજાની જય પોકારતા સુભટોના અવાજથી શાંત જંગલમાં કોલાહલ જાગી ગયો. માનવી એનું સામર્થ્ય દેખાડવા માટે મૌન કરતાં અવાજનો અને વાણી કરતાં કોલાહલનો વધુ ઉપયોગ કરે છે.
મસ્તયોગી આનંદઘનજીનું ધ્યાન પૂરું થયું અને સામે જોયું તો રાજા અને રાણી બે હાથ જોડી યાચના કરતાં હતાં.
રાજાએ કહ્યું, “યોગીરાજ ! આપની સાધનાના બળે આપ અશક્યને પણ શક્ય બનાવો છો. તમારા ચમત્કારોને હું જાણું છું. એવી કેટલીય ઘટનાઓથી વાકેફ છું. આજ રાજા ખુદ યોગી પાસે માગવા આવ્યો છે.”
માગતી વખતે માનવીની આંખમાં કાં તો લાલચ હોય છે અથવા તો લાચારી હોય છે. યોગી આનંદઘનજી હજી કશું બોલે તે પહેલાં રાણીએ કહ્યું, “આપ જેવા અવધૂત પાસે અમારી એટલી માગણી છે કે અમારું વાંઝિયાપણાનું મહેણું ટળે અને ઘેર પારણું બંધાય.”
| 11 શ્રી મહાવીર વાણી in આત્મા સાથે જ યુદ્ધ કરવું જોઈએ. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાથી શો લાભ ? આત્મા દ્વારા આત્મવિજયી બનનાર જ વાસ્તવમાં પૂર્ણ સુખી બને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાવમંજૂષા છે ૩૮
કુક છ ભાવમંજૂષા