________________
૪૩
આત્મિક જહાજની સફર
ભાવિકના હૃદયમાં પરમાત્મભક્તિની ભાવના જાગે. ભક્તના હૃદયમાં પ્રભુપ્રીતિ છલકાય. સંપત્તિ કે સાહ્યબીને બદલે આ જિનમંદિર જોઈને વ્યક્તિને અંતરનો અવાજ સંભળાય. બહારના કોલાહલને વટાવીને એકાંતનો સૂર સંભળાય.
કલાની દૃષ્ટિએ કમનીય અને ભાવની દૃષ્ટિએ ભવ્ય એવું જિનાલય બાંધું કે જેને જોઈને જગત મોતીશા શેઠના ધનને નહીં, પણ એની ભક્તિને યાદ કરે. જેને નીરખીને ભાવિક નર-નારમાં ભૌતિક લાલસાની ભરતી ચઢે નહીં, પણ એનું આત્મિક જહાજ પ્રેમ, દયા, દાન અને ધર્મના દેશો તરફ કૂચ કરતું રહે.
આમ વિચારી મોતીશા શેઠે ધર્મને કાજે ધનની તિજોરી ખુલ્લી મૂકી દીધી. અંતરમાં એટલી જ ભાવના કે શત્રુંજય પર યાત્રાએ આવતા યાત્રાળુઓના આત્માને શીતળતા મળે. એને આત્મિક શાંતિ સાંપડે અને અંતરના વૈભવની ઓળખ મળે. સાચે જ બાહ્ય જગતમાં ફરનાર ભીતરને ઓળખી શકતો નથી. દુન્યવી ચીજવસ્તુમાં ડૂબેલા માનવીને અધ્યાત્મની ઓળખ સાંપડતી નથી.
ધનની એક સીમા છે. ભૌતિકતાની એક મર્યાદા છે. સંપત્તિનું એક સીમાચિહ્ન હોય છે એને વટાવી જનારા અને સંપત્તિનો સર્વને માટે ઉપયોગ કરનારા વિરલા જ હોય છે. પ્રાપ્તિને માટે મથનારા ઘણો હોય છે, પરંતુ પ્રાપ્તિના આનંદને પૂર્ણવિરામ હોય છે. કોઈ વસ્તુની ઝંખના હોય, એ મેળવવા માટે ભારે દોડધામ કરી હોય, એ વસ્તુ મળે ત્યારે ચિત્તમાં આનંદનો ઉદય થાય, પણ ઉદય સાથે જ એ આનંદનો અસ્ત થાય છે. જ્યારે પ્રાપ્તિનું ભક્તિમાં રૂપાંતર થાય ત્યારે એમાં શાશ્વત શક્તિ આવે છે. અંતરમાં ચિરંતન ઉલ્લાસ જાગે છે. જે ઉલ્લાસનો કોઈ અસ્ત હોતો નથી.
મુંબઈના એક શ્રેષ્ઠીને કાવ્ય રચવાનું મન થઈ આવ્યું! કાવ્ય તે કેવું ! તાજમહેલથીય રૂડું ! ઊંચેરું કાવ્ય ! તાજમહેલ તો પોતાની પત્ની માટેનું કાવ્ય હતું ! અને આ તો પ્રભુપ્રેમનું કાવ્ય ! ધર્મકાવ્ય !
જંગને જીવન માનનાર યોદ્ધો દેહને તુચ્છ લેખે છે. જ અને જીવન માનનાર લક્ષ્મીને રસ્તાની ધૂળ પેખે છે. ધર્મને સર્વસ્વ માનનાર મૃત્યુ અને જીવનને સમાન ગણે
એ કાવ્ય રચવા ઇચ્છનાર શેઠનું નામ મોતીશા શેઠ. ઠેઠ ચીન સુધી એમનાં વહાણ ચાલે. એમની લક્ષ્મીને સીમા નહિ. એમની કીર્તિની કમીના નહીં.
પોતાના મનપસંદ કાવ્ય માટે એમણે સૌરાષ્ટ્રની ભૂમિ પસંદ કરી . શત્રુંજયનો પવિત્ર પહાડ નિશ્ચિત કર્યો.
શત્રુંજયનું બીજું નામ સિદ્ધગિરિ !
મોતીશા શેઠે વિચાર કર્યો કે જીવનમાં વૈભવ તો ઘણો મળ્યો અને એ વૈભવની કીર્તિ પણ ઘણી સાંપડી. પણ હવે આ ધનથી એવો વૈભવ પ્રગટ કરવો છે કે જેથી માનવીને આત્મિક અનુભવનો ખ્યાલ આવે.
આ સિદ્ધગિરિ પર એવાં દેરાસર બંધાવું કે જેથી
1 શ્રી મહાવીર વાણી | કામ-ભોગ ક્ષણમાત્ર સુખ આપનાર છે અને બદલામાં ચિરકાલ સુધી દુઃખ આપનાર છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪, ૧૩
ભીમજૂષા ૯૨
૩ @ ભાવમંજૂષા