Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ કલ્પનાથી ચહેરા પર પડેલી વેદનાની રેખાઓ નજરે પડતી હતી. લશ્કરી સેનાપતિ હામિદખાં આ નગરશેઠની હામ જોઈને સ્તબ્ધ બની ગયો. જેની પાસે આવતાં ભલભલાની હિંમત ભાંગી જતી એવા આ સેનાપતિને જોતાં નગરશેઠ ખુશાલચંદનું રૂંવાડુંય ફરકતું નહોતું. સેનાપતિ હામિદખાંએ મતલબની વાત પૂછી ત્યારે નગરશેઠે કહ્યું, “હામિદખાં! હું મતલબની વાત કરવા જ આવ્યો છું. આ શહેર પર તમારું સૈન્ય આગ વરસાવીને ધન મેળવવા માંગે છે. આ ધનને કાજે ગરીબોની ઝૂંપડીઓ સળગશે, અમીરો પર કેર વર્તાવવામાં આવશે. સ્ત્રીઓની બેઇજ્જતી થશે. નિર્દોષની ખૂનરેજી થશે, મારે એ અટકાવવી છે.” સેનાપતિ હામિદખાંએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું, “કેવી અજબની વાત કરો છો તમે ? સામે ચાલીને કોણ ધન આપવા આવવાનું હતું. માર મારો, ત્રાસ વર્તાવો અને કાળો કેર મચાવો તો જ ધન મળે.” શેઠ ખુશાલચંદે સેનાપતિના લશ્કરી દિલને વીંધી જાય એવો સવાલ કર્યો, “તમારે તો ધનની સાથે મતલબ છે ને એટલું ધન આપું પછી તમારે વધુ કશું જોઈએ છે ખરું ?” સેનાપતિ હામિદખાં સ્તબ્ધ બની ગયો. સેનાપતિ હામિદખાં ગર્જી ઊઠ્યો, “અરે, આ નગરમાંથી મારે અઢળક ધન અને ઝવેરાત મેળવવાં છે. ક્યાં આખા નગરની સંપત્તિ અને ક્યાં તમારી વાત !” નગરશેઠ ખુશાલચંદે કહ્યું, “હામિદખાં, તારે જોઈએ છે તેટલી સંપત્તિ હું એકલો આપું તો પછી આ નગર કે નગરજનોને પરેશાન કરવાનો કોઈ અર્થ ખરો? શહેનશાહનું લશ્કર પ્રજાની રખેવાળી માટે છે. તો પછી વિના કારણે પ્રજાને દુભવવાનો કોઈ અર્થ ખરો ?” સેનાપતિ હામિદખાંને નગરશેઠની વાત સમજાઈ અને એણે એમના પ્રસ્તાવને મંજૂર રાખ્યો. બીજે દિવસે નગરશેઠ ખુશાલચંદે પોતાના પૂર્વજોની અને પોતાની સર્વ-સંપત્તિ સેનાપતિ હામિદખાંના આંગણે ઠાલવી દીધી. ખુશાલચંદ શેઠે અમદાવાદ નગરની ઇજ્જત જાળવી. સંપત્તિનો અર્થ જ એ છે કે જે સત્કાર્યમાં વપરાય. ઇન્દોરના શેઠ હુકમીચંદ પાસે કરોડોની સંપત્તિ હતી પણ કોઈ પૂછે તો કહે કે મારી પાસે તો માત્ર એક કરોડ છે. કારણ કે એક કરોડ એમણે દાન સત્પ્રવૃત્તિમાં ખર્ચ્યા હતા. ભાવમંજૂષા ૨ ૭૬ 43 ૩૬ મુનિવેશનો મહિમા એંશી વર્ષની ઉંમરે રણસંગ્રામમાં અવર્ણનીય વીરતા દાખવીને મંત્રીશ્વર ઉદયન અંતિમ શ્વાસ લેતા હતા. જિંદગીની અંતિમ ઘડીને મંત્રીશ્વર ઉદયનને કોઈ મુનિવરનાં દર્શન કરીને ઉજાળવાની ઇચ્છા હતી. આ સંગ્રામની ભૂમિ પર સાધુ લાવવા ક્યાંથી ? યુદ્ધના મેદાન પર યોગી મળે ક્યાંથી? મંડલેશ્વરો અને યોદ્ધાઓ બધા વિમાસણમાં પડી ગયા. રણમાં ભલભલા યોદ્ધાઓને હંફાવનારાઓ મંત્રીશ્વર ઉદયનની આખરી ઇચ્છા પૂર્ણ કરવા માટે અજંપો અનુભવી રહ્યા. આખરે એક ઉપાય શોધી કાઢ્યો અને એક રાજસેવકને મુનિનો વેશ પહેરાવીને ઉદયન પાસે મોકલ્યો. ઉદયનમંત્રીએ અત્યંત ભાવપૂર્વક પ્રણામ કર્યાં. શૂરવીરને બદલે સાધુ બનેલા રાજસેવકે ધર્મવચનો કહ્યાં અને થોડીક જ વારમાં ઉદયને આંખ મીંચી દીધી. સાધુનો વેશ લેનારો રાજસેવક વિચારમાં પડ્યો. આ સાધુતા કેટલી મહાન કે જેને મહાપરાક્રમી મંત્રીશ્વર ઉદયન પણ ભાવપૂર્વક વંદન કરતા હતા ! આવી સાધુતાને છોડીને શા માટે સિપાઈ બન્યું ? સહજ રીતે સાંપડેલી આ વસ્તુને બનાવટ કેમ માનું ? એકાએક અખૂટ સંપત્તિ મળી જાય તેવું મારું થયું છે. તો એ સંપત્તિના ખજાનાને તરકટી ખેલ કેમ ૩૭ વ્ઝ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82