Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 42
________________ છાશ જેવો દેહ અને ઘી સમાન આત્મા રોજ તો શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થતું હતું. શેઠ સિવાય આગળ બેસી શકે કોણ ? બેસે તો પણ ‘હોંકારો' ભણે કોણ ? હોંકારો ભણવાનો ઇજારો તો શેઠનો જ . અબજ પતિ શેઠ વ્યાખ્યાનમાં આવ્યા અને જોયું કે એમના વિના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યું હતું. એમના અહમને ઠેસ લાગી, પરંતુ નમ્રતાનો દેખાવ અને વિનયનો ઢોંગ કરતાં કહ્યું, ‘મહરાજ ! અમે તો સંસારી જીવ. અમારે તો સો પળોજણ હોય અને હજાર માથાકૂટ હોય. તમે વ્યાખ્યાન શરૂ કરતાં અગાઉ થોડી રાહ જોઈ હોત તો સારું થાત.' મસ્તયોગી આનંદઘનની વાણી વહેતી રહી. શેઠના બનાવટી વિનયને પારખી ગયા પણ આવી વાત સાથે યોગીને વળી શો સંબંધ ? અબજ પતિ શેઠની અકળામણ વધી ગઈ. એમને ભારોભાર અપમાન લાગ્યું. બનાવટી વિનયનું આવરણ ખસી ગયું અને શેઠ તાડૂકી ઊઠ્યા, ‘મહારાજ , જરા વિચાર તો કરો. તમને અન્ન કોણ વહોરાવે છે ? આ અન્ત કે વસ્ત્ર કંઈ મફતમાં નથી આવતાં.' અબજ પતિના આ શબ્દો સાંભળતાં જ યોગી આનંદઘનજીને આઘાત લાગ્યો. તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘માફ કરજો. મારે શેઠનું અન્ન ન જોઈએ અને વસ્ત્ર ન જોઈએ. અન્ન તો પેટમાં ચાલ્યું ગયું છે પણ વસ્ત્ર તો તેમને પાછું આપું છું.' આમ કહીને વસ્ત્રો તજીને યોગી આનંદઘનજી સભામાંથી ચાલી નીકળ્યા. સહુએ રોકાઈ જવા વિનંતી કરી, પાણીમાં માછલું સરકે તેમ ત્યાંથી યોગી તો સરકી ગયા. શ્રીમદ્ કાવિઠા ગામમાં હતા. તેઓ ફરવા નીકળ્યા ત્યારે એમની સાથે બીજા ઘણા સાથીઓ હતા. શ્રીમદ્ નીચી દૃષ્ટિ રાખીને ચાલતા હતા. થોડેક દૂર ગયા બાદ એક સ્ત્રી માથા પર ઘાસનો ભારો લઈને સામેથી ચાલી આવતી હતી. એ સ્ત્રી બોલતી હતી કે આ વાણિયાઓ તો રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે એમનું એવું તે શું ખોવાઈ ગયું હશે કે આમ ઠેર ઠેર ફરીને શોધ્યા કરે છે! સ્ત્રીના આ શબ્દો શ્રીમદ્રના કાને પડ્યા. એમણે કહ્યું, “બહેન ! અમે અમારી શોધ કરીએ છીએ.” મોક્ષ માટેનો પરમ આત્મપુરુષાર્થ જગાડતા શ્રીમદ્ આમ જ કહે ને ? કાવિઠાની નજીક આવેલા વગડામાં શ્રીમનો ઉપદેશ સાંભળવા માટે કાવિઠા ગામના નિશાળિયાઓ આવ્યા. એમને શ્રીમદે પૂછયું, “બાળકો, તમને એક પ્રશ્ન પૂછું. જવાબ આપશો?” | બાળકોએ ‘હા’ કહીને જોરથી ડોકું ધુણાવ્યું. શ્રીમદે પૂછવું, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ધીથી ભરેલો લોટો હોય અને રસ્તે ચાલતાં તમને કોઈનો ધક્કો લાગે તો કયા લોટાને જાળવશો 11 શ્રી મડાગીર વાણી | કોઈની પીઠ પાછળ ચાડી કરવી નહીં; કારણ કે તે દોષ પીઠનું માંસ ઉતરેડવા બરાબર છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮, ૪૮ ભાવમંજૂષા જૈ ૩૨ ૩૩ 9 ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82