________________
૩૨
આત્મબળની ઓળખ
આવી આચારહીનતા કેમ ચલાવી લેવાય ? એમણે શિષ્યોને સમજાવ્યા. એટલાથી ન પત્યું તો સખત ઉપાલંભ આપ્યો. તોય કશું પરિવર્તન ન થયું એટલે સંઘના શાસનની વાત કરી.
શિષ્યો એક કાને વાત સાંભળે અને બીજે કાને કાઢી નાખે. પ્રમાદી જીવન એમને એવું તો કોઠે પડી ગયું હતું કે કામ કરવાની કોઈ વાત નહીં. થોડાક એવા ભક્તો ઊભા કર્યા કે એમની ભક્તિ ચાલ્યા કરે. એમની સગવડતા સચવાઈ રહે.
ત્યાગ જ્યારે રાગ વધારવાની તરકીબમાં પડે છે ત્યારે ત્યાગની ભાવના તો વિકૃત થાય છે પણ રાગની ભાવનાય દૂષિત બને છે. સાધુ જો સંસારી ભાવોમાં સપડાય છે તો સંસારી કરતાંય જગતને વધુ નુકસાનકારી સાબિત થાય છે.
આચાર્ય ગાર્ગ્યુ શિષ્યોની આ હરકતો જોઈને અકળાતા હતા. અપાર વેદના અનુભવતા હતા. જેટલા રસ્તા સૂઝયા એટલા અપનાવી જોયા પણ શિષ્યો અવળા માર્ગેથી પાછા વળ્યા નહીં.
એક દિવસ આચાર્ય ચિંતાસાગરમાં ડૂબી ગયા અને એકાએક એમને મોતી લાધ્યું. આચાર્ય વિચારવા લાગ્યા કે શા માટે તેઓ વર્ષોથી આવી અકળામણ અનુભવે છે ? આનું કારણ એ કે આ બધા એમના શિષ્યો છે અને એ શિષ્યો તરફ એમને મોહ છે.
એ જ ક્ષણે આચાર્ય ગાર્ગ્યુ ક્ષણના પણ વિલંબ વિના શિષ્યોનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. નાનકડો મોહ આચાર્યને અટકાવી શક્યો નહીં ને એમના પદે પદે પ્રકાશનાં અજવાળાં પથરાયાં.
વિજાપુર ગામના પાદરમાં ગોઠિયાઓ સાથે મળીને બહેચર નામનો છોકરો આંબલી-પીપળીની રમત રમતો હતો.
પાદરના ધૂળિયા રસ્તા પરથી તાજો ચારો ચરીને ભગરી ભેંસો ગામમાં પાછી ફરતી હતી, ભેંસ અને વળી ભાદરવો ચરેલી એટલે પછી પૂછવું શું ? શિંગડા ઉલાળતી ભેંસો તોફાને ચડી.
પાદરે રમતા છોકરાઓ તો ભાગીને સંતાઈ ગયા પરંતુ એક વૃદ્ધ મુનિ આવતા હતા એ તો નિરાંતે ચાલ્યા આવે અને ધીરે ધીરે ડગ ભરે. સામેથી ભડકેલી ભેંસ દોડતી આવે.
છોકરાઓએ બૂમો પાડી, લોકો હાયવોય કરવા લાગ્યા, ભેંસને અને મુનિને થોડુંક છેટું રહ્યું, બસ હવે પળબેપળનો જ ખેલ હતો એવામાં એક જુવાનિયો કૂદ્યો અને વીફરેલી વાઘણ જેવી ઝનુની ભેંસના શિંગડાં પકડી લીધાં.
ભેંસ ભારે વીફરી, નસકોરાં ફુલાવી છીંકોટા નાખવા લાગી. ભલભલાની હામ ભાગી જાય પણ પેલા બહાદુર જુવાને શિગડાં પકડી રાખ્યાં. શિગડાની પકડ ઢીલી કરવા ભેંસ જોર કરવા લાગી, પગ ઊંચા કરી છૂટવા મહેનત
1 શ્રી મહાવીર વાણી in અહં કાર-ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ એ પાંચ સ્થાનોથી શિક્ષા મળી શકતી નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૧, ૩
ભાવમંજૂષા છે ૬૮
૯ 9 ભાવમંજૂષા