Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૧ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. જીવનમાં સપાટી પર ચાલનાર ઘણી વાર થાપ ખાઈ જાય છે. નજીકનું જોનાર કદાચ તત્કાળ લાભ મેળવે છે પરંતુ લાંબા સમયની મોટી ખોટ સહન કરવાનો એને વારો આવે છે. જેનું જીવન તત્કાળ આવેગોથી ઘેરાયેલું હોય, એના જીવનમાં સતત અજંપો અને અવિચાર રહેતા હોય છે. વ્યક્તિ તત્કાળ પોતાની સંવેદના પ્રગટ કરીને સામી વ્યક્તિની સંવેદનાને ઠેસ પહોંચાડતી હોય છે. મહામાત્ય વાહડ સારા સમાચાર લાવનાર કરતાં ખરાબ સમાચાર લાવનારને બમણું ઇનામ આપે છે. કારણ કે એ ખરાબ પરિસ્થિતિની ખબર પડવાથી લાંબા ગાળાનો ઉમદા વિચાર કરી શકે છે. જીવનમાં જે લોકો સતત આઘાત-પ્રત્યાઘાતમાં જીવતા હોય છે એમની જીવનમાં પ્રહાર સહન કરવાની શક્તિ ઘણી ઓછી હોય છે. એને કારણે જીવનનું કોઈ ઊંડાણ એમને હાથ લાગતું નથી. સાગરકિનારે શંખલા વીણનારા જેવી એમની હાલત હોય છે. માગે તે માગણ કહેવાય, સાધુ નહીં! સાધુતા તો આચાર્ય ગાર્ગ્યુની. જેમાં તપ, ત્યાગ ને તિતિક્ષાનો ત્રિવેણી સંગમ શોભતો હતો. ગાર્ચ આચાર્ય જેમ અંતરની દુનિયાના ઉપાસક હતા એ જ રીતે બહારના જગતનાં દુઃખોને વિદારનારા હતા. આ આચાર્યનો વિશાળ શિષ્ય સમુદાય હતો અને એ સમુદાય આચાર્ય પાસેથી તપ અને ત્યાગ, જ્ઞાન અને ધ્યાન શીખવા માટે તત્પર રહેતો. કાળનું ચક્ર ફરતું રહ્યું. આચાર્ય વૃદ્ધ થયા અને શિષ્યો પ્રમાદી બન્યા. આચાર્યની વિદ્યા પામ્યા ખરા પરંતુ જ્ઞાનથી નમ્ર અને ત્યાગી બનવાને બદલે અહંકારી અને ઉશૃંખલ બની ગયા. સમય જતાં શિષ્યો આચાર્ય ગાય્ કહે એનાથી અવળું વર્તન કરવા લાગ્યા. ધીરે ધીરે આચાર્યનું વચનપાલન કરવાને બદલે એમનું વચન ઉથામવા લાગ્યા. આજ્ઞાવિરુદ્ધ વર્તવામાં એમને આનંદ આવવા લાગ્યો. ગુરુ કરતાં ય પોતે મોટા છે એમ ભાસવા લાગ્યું. પ્રમાદને પગલે શિથિલતા આવી. શિષ્યો જ્ઞાનના બદલે ગપ્પાના માર્ગે ચડી ગયા. આચાર્ય ગાય્ આનાથી બેચેન બની ઊઠ્યા. શિષ્યોની || શ્રી મહાવીર વાણની 11 પોતાના સ્વાર્થ માટે અથવા બીજા માટે, ક્રોધ અથવા ભયથી, કોઈ પ્રસંગે બીજાને દુઃખ થાય એવું અસત્ય વચન ન સ્વયં બોલે, ન બીજા પાસે બોલાવે. શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવમંજૂષા છે ક૭ દળ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82