________________
૨૩
અહિંસાની અગ્નિપરીક્ષા
ચોતરફ વેર અને હિંસાની આગ ભભૂકતી હોય ત્યારે એની વચ્ચે અહિંસાની અગ્નિપરીક્ષા થઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું કે જેમ મેરુથી ઊંચો પર્વત નથી, આકાશથી વિશાળ બીજું કંઈ નથી એ જ રીતે અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી.
ભગવાન મહાવીર પ્રજાને ભાવનાઓ આપતા હતા. અને સાથોસાથ એ ભાવનાઓને પોતાનાં જીવનકાર્યોથી સાકાર કરતા હતા. માત્ર ઊંચી ભાવનાનો શો અર્થ ? એ ભાવના ત્યારે જ સાર્થક બને જ્યારે માનવીના આચરણમાં એ ઊગે.
ભગવાન મહાવીરે રાઢ નામની અનાર્ય ભૂમિમાં વિહાર કરવાનું નક્કી કર્યું. જ્યાં ચોતરફ હિંસાનો હાહાકાર હતો. વેલ અને લતાઓની જેમ નરમુંડ માળાઓ લટકી રહી હતી. જંગલી લોકો વાઘની બોડમાં રહેતા હતા. એમને માટે માનવરક્ત એમનું મધુર પીણું અને નરમાંસ એ મિષ્ટ ભોજન હતું. હિંસક પ્રાણીઓથી ભરેલી આ ભૂમિ જીવતા મોતની ભૂમિ હતી. આવી ભૂમિ પર ભગવાન મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક ઉત્સાહ અને ઉમંગથી વિહાર કરતા હતા, આંખમાં ભયનો પડછાયો કે ડરનો થડકારો નહોતો. કીડીઓના જાળાથી દેહ આખો ચાળણી જેવો વીંધાઈ
ગયો હતો પરંતુ રક્તના લાલ રંગે એમાં રંગોળી પૂરી હોય તેમ કશી ફિકર નહોતી. કૂતરાઓ દોડીને પગમાંથી માંસના લોચા કાઢી લેતા હતા છતાં મહાવીરના ચહેરા પરની એક રેખા પણ બદલાતી નહોતી.
શિષ્ય ગોશાલકે મહાવીરને કહ્યું : “આ શ્વાનોને નિવારવા એકાદ દંડ હાથમાં રાખીશું ?”
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું, “હાથમાં દંડ હોય કે હથિયાર બંનેમાં હિંસાની ભાવના સરખી છે. આપણે અહિંસકને વળી પ્રતિકારના સાધનની શી જરૂર ? અહિંસા એ જ આપણો પ્રતિકાર, એ જ આપણું શસ્ત્ર અને એ જ આપણું બી.
- ગુરુ-શિષ્ય આગળ વધ્યા. દૂર દૂર દેખાતી એક પલ્લી પાસે તેઓ જઈ પહોંચ્યા. ત્યાં તો ધૂળ-રાખનો એક વંટોળિયો જાગ્યો. એ વંટોળિયામાં વાગોળની જેમ ઊડતો ઊડતો એક બિહામણો ભીલ આવ્યો, રખાવીને સિફતથી શ્રમણ મહાવીરની પીંડીનું માંસ કાપી ગયો.
મહાવીરે શિષ્યને હસતાં હસતાં કહ્યું, “સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે; મારે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો છે !”
એટલે જ લોકોએ આપને ‘મહાવીર 'નું ઉપનામ આપ્યું છે ને ! પણ ગુરુદેવ ! મારું મન તો ઘણી વાર ડગી જાય છે, હોં.' આર્ય ગોશાલકે નિખાલસ રીતે કહ્યું..
વત્સ ! મનને ડગતું રોકવા એક કલ્પના આપું. સંગ્રામના મોખરે રહેનાર હાથીની વૃત્તિ ધારણ કર. એ હાથી ગમે તેટલા ભાલા ભોંકાય, તીર વાગે, ખાડાટેકરા આવે, પણ કર્તવ્યને ખાતર શરીરની મમતા છાંડી આગળ જ ધપ્ય જાય છે ! બસ એવો વિચાર કર.”
આવા રાઢ પ્રદેશમાં ભ્રમણ મહાવીરે છ માસ સુધી વિહાર કર્યો. ક્યાંક ગોચરી મળી કે ન મળી પણ એની ચિંતા નહોતી. અહિંસા કાજેની અગ્નિપરીક્ષામાં આત્મસુવર્ણની કસોટી થઈ.
ભાવમંજૂષા બ ૫૦
પ
5 ભાવમંજય