________________
૨૬
આપણા સ્વામી
નગરમાં ગોભદ્ર નામના એક શેઠ રહેતા હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી, શાલિભદ્ર નામનો પુત્ર હતો. ગોભદ્ર શેઠની સંપત્તિની ગણતરી થઈ શકે તેમ નહોતી. તેઓનો શાલિભદ્ર એકનો એક પુત્ર હોવાથી બહુ લાડકોડમાં ઉછેર્યો હતો. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું હતું. અત્યંત સુખમાં એ દુનિયાદારીથી સાવ અજાણ રહ્યો. એ પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવતો હતો.
કાળક્રમે ગોભદ્ર શેઠ ગુજરી ગયા. માતાના હાથમાં કારભાર આવ્યો. સંપત્તિ સંપત્તિને વધારે, એમ ધનની કોઈ સીમા ન રહી. માતાએ પુત્રને વધુ લાડકોડમાં ઉછેરવા માંડ્યો. રાત-દિવસ કે ટાઢ-તડકાનું પણ એને ભાન ન રહ્યું. શાલિભદ્રના સ્વર્ગીય સુખની લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. એની સંપત્તિની વાહ વાહ બોલવા લાગ્યા. એમાંય એક બનાવે તો એની કીર્તિને અનેકગણી વધારી દીધી.
રાજગુહમાં કંબલોનો એક વેપારી આવેલો. કેબલો બહુ કીમતી હતી. એ રત્નકંબલના નામથી ઓળખાતી. સોદાગર આખા મગધ રાજ માં ફર્યો, પાટનગર રાજ ગૃહમાં ફર્યો, રાજા પાસે ગયો, પણ સહુએ એટલી મોંઘી કંબલો ખરીદવાની પોતાની અશક્તિ દર્શાવી. નિરાશ વેપારી ફરતો ફરતો ભદ્રા શેઠાણીની હવેલી પાસે આવ્યો. શેઠાણીએ બધી
કંબલો સામટી ખરીદી લીધી. વેપારી ખુશ ખુશ થતો ચાલ્યો ગયો.
આ વખતે રાજા શ્રેણિકે એક કંબલ પોતાની રાણી માટે મંગાવી. વેપારીએ કહ્યું કે એ બધી તો શાલિભદ્ર શેઠની માતાએ ખરીદી લીધી છે. આપ ત્યાંથી મંગાવી લો. રાજાનો સેવક શાલિભદ્ર શેઠની હવેલીએ આવ્યો, ને એક કેબલ માટે રાજાજીની માગણી રજૂ કરી. ભદ્રા શેઠાણીએ નમ્રતાથી કહ્યું : “અરે ! તમે થોડા મોડા પડ્યા. એ રત્ન-કંબલોનાં તો મારી પુત્રવધૂઓ માટે પગલૂછણિયાં બનાવી નાખ્યાં ?
રત્નકંબલનાં પગલૂછણિયાં ! રાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે ખુશ થઈને, શાલિભદ્ર શેઠને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તેઓ સંપત્તિના આ મહાન સ્વામીને જોવા માગતા હતા. પોતાના પ્રજાજન આટલા શ્રીમંત, એનો રાજા શ્રેણિકને ભારે હર્ષ અને ગર્વ હતો. રાજાના આમંત્રણનો જવાબ વાળતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : ‘મારો પુત્ર કદી ઘરબહાર નીકળ્યો નથી. આપનું બાળક સમજી વડીલ તરીકે આપ અમારે ઘેર પધારશો તો અમે પાવન થઈશું.'
રાજા શ્રેણિક ઉદાર દિલનો હતો. સામે પગલે ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા. માતા, ઉપરના માળ પર બેઠેલા પુત્રને બોલાવવા ગઈ. પુત્રે કહ્યું : ‘મા ! એમાં મને શું પૂછે છે ? જે જોઈએ તે આપીને એને ખુશ કર !'
‘પણ બેટા ! એ તો આપણા સ્વામી છે, રાજા છે, આપણું સારું-નરસું કરવાના અધિકારી છે, તેઓ ઉદાર છે, તને રાજસભામાં બોલાવ્યો હતો. તારે જવું જ જોઈએ. છતાં મારી વિનંતીથી એ અહીં આવ્યા છે. તો સામે ચાલીને સત્કાર કર !”
શાલિભદ્રને આ શબ્દોની ઠેસ વાગી, રે ! આટઆટલું હોવા છતાં, એ કંઈ જ નથી ! એક રાજા ધારે તો કાલે હું રસ્તા પરનો ભિખારી બની જાઉં ? એવા ધનનો ગર્વ શો ? એ નાશવંત ધનને કરવું શું ? પરાધીન જીવનમાં સુખ શું ? રાજાની મહેરબાની પર મારી સંપત્તિનો આધાર ? એની કૃપા પર મારું સુખ ? ન ખપે એ મને !” શાલિભદ્રના સુંવાળા જીવનમાં એક કાંટો પેસી ગયો. એ એને વારંવાર પીડવા લાગ્યો. એવામાં નગરમાં ધર્મઘોષ મુનિ આવ્યા. એમણે રાજાના પણ રાજા થવાનો મુનિમાર્ગ દર્શાવ્યો. શાલિભદ્રના દિલમાં એ વાત ઊતરી ગઈ. એ ધીમે ધીમે લૌકિક સંપત્તિ તરફ જવા માટે તૈયારી કરવા લાગ્યા- એવી સંપત્તિ કે જેને રાજા કે ચક્રવર્તી પણ છીનવી ન શકે.
ભાવમંજુષા ત્ર પક
પ૭ % ભાવમંજૂષા