Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ ભાવનાના ભૂખ્યા ભગવાન આપ આપના સ્થાને પહોંચો પછી મને બોલાવજો. મારે તીર્થના વહીવટ અંગે આપની સાથે થોડી વિચારણા કરવી છે. આટલું કહી મહામંત્રી વસ્તુપાળ તો ચાલ્યા ગયા પરંતુ એમની શાંત, સૌમ્ય દૃષ્ટિ, એમનો સ્વસ્થ ચહેરો અને ભાષાનો વિવેક યતિને અકળાવવા લાગ્યાં. આ અકળામણ વધુ ને વધુ અંતર્મુખ બનતી ચાલી અને યતિના દિલમાં ઝંઝાવાત જાગ્યો. એક બાજુ વસ્તુપાળની એ દૃષ્ટિ દેખાય અને બીજી બાજુ યતિના દિલમાં વંટોળ જાગે. ચિત્તમાં વિચારોનું ઘમાસાણ જાગ્યું. ક્યારેક પોતાનું પતન કોરી ખાય તો ક્યારેક મહામંત્રીનો વિનય ધ્રુજાવી નાંખે. યતિના આત્માને ઠેસ વાગી અને સુખવૈભવમાં ડૂબેલું મન હવે પોતાના પતનને ઓળખવા લાગ્યું. સંયમના ઊર્ધ્વ માર્ગને બદલે અનુકુળતા અને સગવડતાઓ શોધવા જતાં પતનની કેવી ઊંડી ખીણમાં પડ્યા એનો વસવસો થવા લાગ્યો. યતિરાજને થયું કે આવી દશા કરતાં તો મોત સારું. માયા દેખી જે ચળે તે મુનિ ન હોય ! પોતે કેવા ચલિત થઈ ગયા ! યતિ આ સઘળું છોડીને સંયમને માર્ગે ચાલી નીકળ્યા. આત્મસાધનાનો કપરો પંથ ચઢવા લાગ્યા ત્યારે પણ મહામંત્રી વસ્તુપાળની દૃષ્ટિ આંખ આગળથી ખસતી નહોતી. શબ્દ કરતાં મૌન વધુ કારગત નીવડે છે. ક્રોધ કરતાં સ્નેહ વધુ શક્તિશાળી છે. ક્રોધ નાશ કરી શકે. પણ સ્નેહ તો નાશની સાથોસાથ નવસર્જન પણ કરી શકે, મહામંત્રી વસ્તુપાળે ક્રોધને બદલે સ્નેહનો સાથ લીધો અને યતિના ઊંઘતા આત્માને મૌનથી જ ગાડી દીધો. શબ્દ મારક છે, મૌન તારક છે. એ દિવસે તારનારા મૌનનો મહિમા આત્મસાધનાના પંથે ગયેલા યતિરાજને સમજાય. જીવનમાં ક્યારેક તડકો આવે તો ક્યારેક છાંયડો ! ક્યારેક ચડતી હોય તો ક્યારેક પડતી. વૈશાલીના નગરજનો લક્ષ્મીની ચડતી-પડતીની વાત કરતા ત્યારે જિનદત્ત શેઠ અને અભિનવ શ્રેષ્ઠીની વાત કરતા. લક્ષ્મીની ચંચળતા આ બંનેના જીવનમાં પ્રત્યક્ષપણે જોતા. જિનદત્ત શેઠનો એક જમાનો હતો. અપાર સમૃદ્ધિ હતી. વખત પલટાયો અને સંપત્તિ સરી ગઈ. નિર્ધન બનેલા જિનદત્ત શેઠ જીર્ણ શેઠ બની ગયા. બીજી એક વ્યક્તિ પાસે રાતોરાત સંપત્તિનો ઢગ ખડકાયો. ધનપ્રાપ્તિની બાબતમાં સહુને એ અભિનવ લાગ્યો. આથી આનું નામ રાખ્યું અભિનવ શેઠ. અને એકાએક આવેલી સંપત્તિને કારણે અભિનવ શેઠના અભિમાનનો પાર ન રહ્યો. એક વખત ભગવાન મહાવીરે વૈશાલીમાં ચાતુર્માસ કર્યો હતો. ચારે માસ ઉપવાસ કર્યા અને પારણું કરવાની વેળા આવી પહોંચી. જિનદત્ત શેઠ ધનથી જીર્ણ હતા પણ મનથી ભક્તિભાવથી સમૃદ્ધ હતા. મનોમન ભાવના સેવી કે પારણાને દિવસે 11 શ્રી મહાવીર વાણી ll મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે કે જે ચારે તરફ દોડતું રહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૩, ૫૮ ભાવમંજૂષા છે કo 35 કુલ છ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82