Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ આત્માની સમીપ વસીએ ! વરસાવવા લાગી. એમણે કહ્યું, “આ તો વીરનો ધર્મ છે, લાચારનો નહીં. પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ લાચાર કહેવાય. પારકાના ઓશિયાળા બનીને જીવવા કરતાં તો મરી જવું બહેતર છે.” માનવ મેદનીમાં રહેલા એક જૈન સજ્જને પૂછ્યું, “માસ્તરસાહેબ, જૈન ધર્મ એ તો અહિંસાનો ધર્મ, તમે આમ હિંસક શસ્ત્ર સાથે બહાર પડ્યા તેનો અમને અફસોસ છે.” “અફસોસ તો મને થાય છે. જીવદયાના બહાના હેઠળ અને અહિંસાનાં ઓઠાં હેઠળ તમે તમારી કાયરતાને ઢાંકવાની કોશિશ કરો છો એ જોઈને !” તમારી લાચારી અને ભીરુતાને આવી ખોટી રીતે પંપાળશો મા ! આ ઘર, આ દુકાનો, આ ઉપાશ્રયો અને આ દેરાસરોની શી રીતે રક્ષા કરશો ? ક્યારેય ઇતિહાસ વાંચ્યો છે ખરો ? અઢાર અઢાર મહાન જૈન ભૂપાલોએ જરૂર પડે તલવાર ઉઠાવી છે અને વખત આવે તલવારની ધાર પર ચાલવા જેટલું કપરું સંયમ વ્રત પણે લઈ જોયું છે. જૈન ધર્મ એ તો વીરનો ધર્મ છે, જે વીર નથી, તે મહાવીરનો ઉપાસક કેમ કહેવાય ? બહેચરદાસની ટીકા કરનારાઓને પોતાની ભૂલ સમજાઈ. બહેચરદાસ તો થોડી વાર પછી પણ પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં ડૂબી ગયા. એમના ટીકાકારો પોતાની ભૂલ બદલ માફી માગવા આવ્યા. બહેચરદાસે એમને મોકળે મને આદર આપ્યો. આ બહેચરદાસ માસ્તર આગળ જતાં ૧૩૦ ગ્રંથોના રચયિતા, મહુડી તીર્થના સ્થાપક અને અઢારે આલમના અવધૂત સમા આચાર્ય બુદ્ધિસાગરસૂરિ ભૂખી-સૂકી ધરતી આકાશનાં રડ્યાં-ખડ્યાં વાદળોને પોકારે છે : “હે મેઘ ! જળ આપ ! શીતળતા આપ ! દાવાગ્નિમાં જવું છું. અંતર મારે હરિયાળી રહી નથી !” બળ્યો-જળ્યો માનવી બાહ્ય નિવૃત્તિને નિમંત્રણ આપે છે : હે પર્વાધિરાજ ! અહીં આવો ! શાંતિ આપો ! ચેન આપો ! વૈરાગ્નિમાં જીવનભર બળ્યો છું. અંતરે લેશ પણ હરિયાળી રહી નથી ! માયાએ બાંધ્યો છે, તૃષ્ણાએ તપાવ્યો છે, મદે નચાવ્યો છે. કામ અને ક્રોધે કકળાટ મચાવ્યો છે. આનંદરૂ ૫ જીવન ખુદ બોજારૂપ બન્યું છે, વેર, દ્વેષ અને સ્વાર્થની મારી તલવાર જબ્બર છે, પણ એ અહિરાવણ - - મહિરાવણ જેવી છે. જેટલા શત્રુ સંહારે છે, એટલા જ સર્જે છે !! શત્રુતાનો સુંદર નિકાલ માગીએ છીએ, તે પર્વાધિરાજ! તારી પાસે. દૈષની વાદળીઓ નિવારી દેવા માગીએ છીએ, હે તીર્થંકર ! તારી સમીપ. સ્વાર્થની વેલ પર હવે પરમાર્થનાં ફળ નિપજાવવા ઇચ્છીએ છીએ. હે પર્વદેવ આપની પાસે! અને આ માટે જગકલ્યાણના કર્તા પરમ મહર્ષિઓ શ્રી, પર્યુષણ પર્વનું વિધાન કરે છે. આ પર્વને અને આત્માના આનંદને પિછાનો ! જે આ પર્વાધિરાજને અંતરના ઉમળકાથી ઉપાસશે એને માટે સંસાર કુંભારનો ધગધગતો નિભાડો ૩૯ % ભાવમંજૂષા બન્યો. 11 શ્રી મહાવીર વાણી ll હે પુરુષ, તું પોતે પોતાનો નિગ્રહ કર, સ્વયે નિગ્રહથી તું સમસ્ત દુ:ખોથી મુક્ત થઈ જઈશ. શ્રી આચારાંગ સુત્ર, ૩, ૩, ૧૧૮ ભાવમંજૂષા છે ૩૮

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82