________________
૨૦
કેવો વિનય ! કેવો બંધુપ્રેમાં
કુટુંબવત્સલ વર્ધમાનના હૃદયમાં સમસ્યાઓની અજબ સિતારી વાગે છે. આસપાસનું જગત સુખને માટે આંધળી દોટ મૂકે છે, પણ સુખપ્રાપ્તિનો આ માર્ગ તો એમને દુઃખમય અને પાપ-પરિગ્રહમાં આસક્ત લાગે છે. રાજલાલસા અને લોભવૃત્તિથી ચાલતાં યુદ્ધોએ દેશ-દેશના સીમાડાઓને લોહીથી રંગી દીધા છે. છલ-પ્રપંચોએ માનવહૃદય પર પ્રભુત્વ જમાવ્યું છે. બહારથી સુખી લાગતો જીવ અંતરમાં આધિ, વ્યાધિ, ઉપાધિ, વેદના અને વલોપાત અનુભવે છે. માનવીને જીવનના અંત સુધી સંસારના રાગ-દ્વેષની કઠપૂતળી બનીને નાચતો જોઈને વર્ધમાનનું હૃદય વ્યથા અનુભવે છે. વિદ્યા વિવાદનું સાધન બની હતી. સ્ત્રી કામવાસનાની દાસી ગણાતી હતી. શુદ્રોની યાતના અપાર હતી. વર્ધમાન આ બધું જોઈને વિચારમાં ડૂબી જાય છે. યુગની આહ એમના અંતરને પોકાર કરે છે. એ પોકાર છે પૃથ્વીને પ્રેરક બનવાનો, પ્રમાદની નિદ્રામાં સૂતેલા માનવીમાં આત્મજાગૃતિ અને અધ્યાત્મ જગાડવાનો !
રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાએ વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચ્યા બાદ પ્રસ્થાનની સર્વ તૈયારી કરી. સ્નેહીજનોની વિદાય લીધી. પુત્ર-પુત્રીઓને જીવનકલ્યાણનો માર્ગ ચીંધતો ઉપદેશ આપ્યો. મૃત્યુ એ જ ગતનો અનિવાર્ય
ભાવિ ક્રમ છે, તેમ સહુને સમજાવ્યું અને તે અંગે શોક ન કરવા કહ્યું. પોતાનાં પાપોની આલોચના કરી. પ્રાયશ્ચિત્ત લઈને આત્માને નિર્મળ બનાવ્યો. એ પછી અનશન આદરીને બેસી ગયા. મુખેથી ન ખાવું, ન પીવું; બસ, માત્ર એક ‘જય પ્રભુ પાર્શ્વ'નું રટણ ચાલે. ડાભના આસન પર બેસીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી એમણે સંથારો કર્યો. આ મહાન દંપતી પોતાની પાછળ લીલી વાડી મૂકીને વિદાય થયાં. ચોતરફ શોકનું વાતાવરણ સહુને ઘેરી વળ્યું..
અઠ્ઠાવીસ વર્ષની વયના વર્ધમાને હવે મહાપ્રસ્થાનની તૈયારી કરવા માંડી. માતા-પિતાના સ્નેહનું બંધન દૂર થયું હતું. સંસારમાં રહીને વિરાગની સાધના ચાલતી હતી. હવે સંસાર છોડીને વિરાગની ધૂણી ધખાવવી હતી. આને માટે પોતાના ભાઈ નંદિવર્ધન પાસે આવ્યા. રાજ કાજમાં સહુથી ખરાબ વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય ! એક મિલકતના બે ભાગીદાર ! એક માર્ગમાંથી હટી જાય તો બીજાને સિહાસન વરે, પરંતુ અહીં નંદિવર્ધન અને વર્ધમાન વચ્ચે અપાર પ્રેમ હતો. નંદિવર્ધનના વર્ધમાન પર ચાર હાથ હતા. એમણે જોયું કે નાનો ભાઈ હવે જુદી તૈયારી કરે છે. એમણે એમને કહ્યું, “આ રાજ તને આપવા માગું છું.”
વર્ધમાને કહ્યું, “રાજ-રાજ વચ્ચેના સાંકડા સીમાડા મને ગમતા નથી. મારું રાજ તો પ્રેમ અને દયાનું છે. એને માટે મારે સંસાર છોડીને જવું છે.”
નાના ભાઈની વાત સાંભળીને નંદિવર્ધન વિચારમગ્ન બની ગયા. એમણે કહ્યું, “પ્રિય વર્ધમાન, તમારી ભાવના હું જાણું છું. એ પણ જાણું છું કે વિશ્વને અજવાળવા આવેલી જ્યોતિને આ મહેલમાં હું લાંબો સમય રાખી શકવાનો નથી, પરંતુ માતા-પિતાની વિદાયના વિયોગનો ઘા હજી તાજો જ છે. હવે મારાથી બંધુવિયોગ સહન થઈ શકે તેમ નથી. મારી વિનંતી છે કે થોડો સમય થોભી જાઓ.”
રાજ કુમાર વર્ધમાન કહે : “મોટા ભાઈ, તમારે વિનંતી કરવાની ન હોય. તમારા પ્રેમનો મારા પર અધિકાર છે. તમારી ઇચ્છા એ મારા માટે આજ્ઞા સમાન
વ્યાકુળ નંદિવર્ધને કહ્યું, “તો વધુ બે વર્ષ સંસારમાં રહી જાઓ.”
વર્ધમાને મોટા ભાઈ નંદિવર્ધનની ઇચ્છાને માન આપીને વધુ બે વર્ષ સંસારમાં રહેવાનું સ્વીકાર્યું. રાજમહેલમાં તપસ્વીના આશ્રમ જેવું વાતાવરણ પ્રસરી રહ્યું. વિશાળ મહેલના એકાંત ભાગમાં મોટા ભાગનો સમય ચિંતન અને
ભાવમંજૂષા ૪૨
26
૪૩ 9 ભાવમંજૂષા