________________
શુભધ્યાનમાં ગાળવા લાગ્યા. બ્રહ્મચર્યનું પૂર્ણરૂપે પાલન કરતા. પોતાના ચિત્તને સદા ઊર્ધ્વ ભાવમાં લીન રાખતા. ક્રોધ, મોહ જેવા આંતરશત્રુઓ સામે સતત આત્મજાગૃતિ રાખતા. તેઓ અમાસુક આહાર લેતા. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કર્યો હતો. ભોગની વચ્ચે એમણે ત્યાગનો મહિમા જગાવ્યો. વૈભવની વચ્ચે એમણે વિરાગની આરાધના કરી બતાવી.
નગરજનો વિચારે છે : વાહ ! કેવો બંધુપ્રેમ ! કેવો વિનય ! ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ હજો તો આવો !
૨૧
ભવ્ય મંદિર ને ભૂખી જનતા
વૃદ્ધાવસ્થાના કાંઠે ઊભા રહીને ગુજરાતના વીર મહામંત્રી વસ્તુપાળ પોતાના ભૂતકાલીન જીવન પર દૃષ્ટિપાત કરે છે. સિદ્ધિ અને કીર્તિની ટોચ પર બિરાજેલા આ મહામંત્રીને પોતાના દિવંગત ભાઈ લુણિગનું સ્મરણ વ્યથિત કરે છે.
વસ્તુપાળ-તેજપાળે યુદ્ધના મેદાન પર અપ્રતિમ વીરતા દાખવીને અમર સિદ્ધિ હાંસલ કરી હતી. ધર્મને માર્ગે સંપત્તિ વહાવીને અમર કીર્તિ મેળવી હતી, છતાંય વસ્તુપાળના મનમાં સતત એક વસવસો રહેતો હતો કે મોટા ભાઈ લુણિગને માટે હજું કશું ધર્મકાર્ય થઈ શક્યું નથી.
મહામંત્રી વસ્તુપાળે આબુ પર્વત પર લુણિગની સ્મૃતિમાં અત્યંત કલાત્મક દેવમંદિર સર્જવાનું નક્કી કર્યું. વળી એવું જિનાલય રચવું હતું કે જ્યાં આરસપહાણમાં કલાની દેવી સઘળાં સાજ અને સોળે શણગાર સજીને નૃત્ય કરતી હોય. એવી રચના કરવી હતી કે ભાવિક માનવીને લાગે કે એ સંગેમરમરના સ્વર્ગ વચ્ચે ઊભો છે ! લૂણિગની સ્મૃતિ જાળવવા માટે આબુ પર્વત પર જિનાલયની રચનાનું કામ શરૂ થયું. મશહૂર શિલ્પી શોભન પોતાના કારીગરો સાથે ઊંચા આબુ ક પર્વત પર આવ્યો અને એણે ઝડપભેર કામ શરૂ કર્યું.
મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે તેઓ છેક વૃદ્ધાવસ્થાએ
11 શ્રી મહાવીર વાણી | જે મનુષ્ય પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન આપે છે, એની અપેક્ષાએ કંઈ પણ ન દેનાર સંયમીનો સંયમ શ્રેષ્ઠ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯, ૪
ભાવમંજૂષા મેં ૪૪
૪૫ o ભાવમંજૂષા