________________
નહિ, પણ કોઈ શીતલ સમીર લહેરાવતું સરોવર બની રહેશે !
આજે સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે ! એને શાંતિ નથી, વિરામ નથી, કશે ચેન નથી. યંત્ર પણ પળ-વિપળ ધમધમતું બંધ થતું હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી ! એ ચાલતું દેખાતું નથી, છતાં સતત ચાલે જ જાય છે ! એ ઊભું નજરે પડે છે, છતાં દોડતું જ હોય છે.
પર્વાધિરાજ પર્યુષણ કહે છે કે જે મારો સાચો અર્થ સમજે, એ જ સાચી રીતે મારી ઉપાસના કરશે. એક રીતે કહું તો વર્ષના ૩૬૫ દિવસ મહત્ત્વના નથી. પર્યુષણના આ મૂલ્યવંતા આઠ દિવસની પણ જરૂર નથી. સંવત્સરીના એકના એક મહામૂલા દિવસની પણ ખેવના નથી. ફક્ત ક્ષમાપનાની આંતરજ્યોતિથી અંતર ઉજમાળ બને એટલે બેડો પાર ! સંસાર સ્વર્ગ બને !
પર્યુષણનો આદેશ છે આત્માની નજીક વસવાનો ! આત્માની નજીક જવા માટે કામ, ક્રોધ, મદ, મોહ વગેરે કષાયો છોડવા પડે ! આ માટે જ્ઞાનની આરાધના કરીએ ! બાહ્યાડંબરનો ત્યાગ કરીએ ! ગાડરિયા પ્રવાહે અનેક પર્યુષણ પતાવ્યાં અને આપણે મગશીળિયા પથ્થર જેવા જ રહ્યા ! આચારની સુગંધ, જ્ઞાનનું તેજ, તપનું બળ અને જીવમાત્ર તરફની મૈત્રીમાં આપણે આગળ વધ્યા નહિ. એમાં પ્રગતિ સાધવી આવશ્યક છે. એ માટે આજે જ વિચારીએ કે હું કોણ છું ? કેવું છે મારું જિનશાસન ?
જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એટલે સંસાર તરી જાય. વિષયોને નમાવી જાય. અહમ્નો અંત આણે. અટકચાળું ને ચંચળ મન કાબૂમાં રાખે. ખરો જૈન કદી પરાભવ અનુભવતો નથી. એની હારમાંય જીત છુપાયેલી હોય છે. હરએક હાર એને માટે પ્રગતિનું સોપાન બને છે. આનું કારણ એ કે એના ભાથામાં વિવેક, વિનય અને વીરતાનાં ત્રણ અમોઘ શસ્ત્રો છે. વિવેકથી એ સાર-અસાર જાણે છે. વિનયથી એ તાદાત્મ્ય સાધે છે. વીરતાથી અધર્મને હાંકી કાઢીને ધર્મને પાળે છે.
જૈન ધર્મ એ કોઈ કોમ કે નાતનો ધર્મ નથી. આ તો વિશ્વધર્મ છે. અંતરની તાકાત કેળવવા પર ભાર આપનારો અને આત્માને ઓળખવાનો સતત યત્ન કરતો ધર્મ છે. સંસારનો સંગ્રામ પ્રત્યક્ષ બળો સાથે હોય, જ્યારે જૈનનો સંગ્રામ પરોક્ષ બળો સાથે હોય છે, આથી જ જૈનને કોઈ વાડા કે સીમા નથી, બંધન કે દીવાલો નથી. ચારે વર્ણ અને ચોવીસે જાતિઓ. અરે ! આખો સંસાર આ ભાવનાને
ભાવમંગા વ્ઝ ૪૦
25
અંતરમાં સન્માનીને જૈન કહેવડાવી શકે છે. પર્યુષણ પર્વનો મુખ્ય આદેશ જગત માત્રના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. મૈત્રી વ્યવહારશુદ્ધિ અને મનશુદ્ધિ વગર પ્રાપ્ત થતી નથી, એટલા માટે જ પર્યુષણ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે. આ પર્વના આઠ દિવસોમાં ધર્મશ્રવણ કરવું ખાસ અગત્યનું છે. પ્રથમ ત્રણ દિવસ કરવા યોગ્ય કર્તવ્ય વિશે સાંભળે અને પછીના ચાર દિવસ કલ્પસૂત્ર અર્થ સાથે સાંભળે. જે કોઈ કલ્પસૂત્રના મૂળ બારસો શ્લોકના શ્રવણથી વંચિત રહ્યા હોય તે છેલ્લા અને આઠમા દિવસે સંવત્સરીએ કલ્પસૂત્ર (બારસાસૂત્ર) સાંભળે. વે૨કથા આ દિવસે કદી ન કરે. સાંજે પ્રતિક્રમણ કરીને સાચા દિલથી ક્ષમાપના કરે.
સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન કહ્યું છે. ઉપમા આપતાં તેઓ કહે છે “નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ મહાન છે, દાનમાં અભયદાન મહાન છે. ધ્યાનમાં શુક્લધ્યાન મહાન છે, રત્નમાં ચિંતામણિ રત્ન મહાન છે, એમ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે.”
g
11 શ્રી મહાવીર વાણી 1 જેવી રીતે જળથી ઉત્પન્ન થયેલ કમળ જલ વડે લિપ્ત થતું નથી તેવી રીતે સાધકે પણ કામ-ભોગમાં લિપ્ત ન થવું જોઈએ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૫, ૨૬
૪૧ ૬ ભાવમંજૂષા