Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 24
________________ થાય. અહીં મંદિરના ઘંટારવ સંભળાય ને સાથોસાથ અનેક ત્યાગી સાધુ-સાધ્વીઓનો લાભ પણ મળે. કાશીમાં જોયેલાં છાત્રાલયો એમની નજર સામે તરવરતાં હતાં. નાલંદા, તક્ષશિલા અને મિથિલાનો ઇતિહાસ એમના આંતરમનમાં ગુંજતો હતો. શ્રીલંકામાં ચાલતી બૌદ્ધ વિદ્યાપીઠો અને આર્યસમાજનાં લાહોર, જલંધર, કાંગડી આદિમાં ચાલતાં ગુરુકુળોની વાત એમણે સાંભળી હતી. શત્રુંજય તીર્થની યાત્રાએ આ તીર્થધામને વિદ્યાધામ બનાવવાના એમના વિચારોને પ્રેરણા આપી. કોઈએ મુનિરાજને એમ પણ કહ્યું કે આ મફતની માથાકૂટ રહેવા દો. વાણિયાના છોકરા પંડિત થયા હોય એમ બન્યું છે ખરું ? તો કોઈએ વળી એમ પણ કહ્યું કે વિદ્યા તો બ્રાહ્મણો ભણે અથવા તો સાધુ મહારાજો ભણે. શ્રાવકને તો દ્રવ્ય સાથે જ નિસબત હોય. આવા અનેક અવરોધ મુનિરાજ ચારિત્રવિજયજીના રસ્તે આવ્યા. પરંતુ પ્રત્યેક અવરોધ એમને કાર્યસિદ્ધિ માટે વધુ તત્પર બનાવતો હતો. આખરે વિ. સં. ૧૯૬૮ની જ્ઞાનપંચમીની સવારે પાલિતાણાની મોતીશાની મેડીના ત્રીજા માળે શ્રી યશોવિજય જૈન સંસ્કૃત, પ્રાકૃત પાઠશાળાની સ્થાપના થઈ. એ સમયે મુહૂર્ત માટેનું શ્રીફળ પણ વહોરા વેપારીના ચોપડે ઉધાર લખી મંગાવવું પડ્યું હતું. પરંતુ ચોપાસ વિટંબણા વચ્ચે મુનિરાજ ચારિત્રવિજયજી એટલું જ કહેતા, સદ્કર્મ કરતા જાવ, પરિણામ સારું છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પર વિશ્વાસ રાખ્યો, બન્યું પણ એવું કે આ સંસ્થા ધીરે ધીરે વિકસવા લાગી અને અનેક વિદ્વાનો આપનારી બની. જ્ઞાન એ દીપક છે. એ દીપક વિના પ્રકાશ ક્યાંય પથરાવાનો નથી. શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાથરેલો પ્રકાશ અનેક વિદ્વાનોને સર્જનારો બન્યો. 1 શ્રી મહાવીર વાણી 11 જે એકને જાણે છે, તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને જાણે છે. શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૩, ૪ ભાવમંજૂષા ૨ ૩૬ 23 ૧૮ આ તો છે વીરનો ધર્મ અનોડિયા ગામના કેટલાક લોકો અદાવતને કારણે આજોલ ગામની ભેંસો અને ગાયોને ધાકધમકીથી લઈ જવા લાગ્યા. આ સમયે ગામના શિક્ષક બહેચરદાસને કાને બૂંગિયાનો અવાજ પડ્યો. એમનો મજબૂત દેહ ટટ્ટાર થઈ ગયો. આંખોમાં એક ચમક આવી. તરત જ કછોટો ભીડ્યો. મોટી છલાંગ લગાવી હાથમાં લાંબી લાકડી લઈને બહાર નીકળ્યા. ક્યાં શાંત અને સ્વસ્થ બહેચરદાસ માસ્તર અને ક્યાં અન્યાયનો સામનો કરવા નીકળેલા બહેચરદાસ માસ્તર ! એમની મોટી મોટી આંખો ભલભલાને ડારતી હતી. સાગના સોટા જેવો નક્કર અને પડછંદ દેહ પડકાર ઝીલવા થનગનતો હતો. વળી હાથમાં લાકડી ઘૂમતી હતી. રે ! ક્યાં આત્માની વાતો કરતા બેચરદાસ અને ક્યાં હાથમાં લાકડી ઘુમાવતા બહેચરદાસ. આજોલના લોકોને વહેલાસર ખબર પડી જતાં ગામમાં ઢોર ચોરવા આવેલા ભાગી ગયા. આફતને વખતે બારણાં બંધ કરીને બેસનારાઓએ બહેચરદાસ માસ્તરની મજાક કરી. કોઈએ એમ પણ કહ્યું કે પાળે છે જૈન ધર્મ, પણ હાથમાં લાકડી લઈને નીકળ્યા હતા. આ સાંભળતાં જ બહેચરદાસ માસ્તરની આંખો અંગારા ૩૭ ૬૦ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82