Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ આંસુ અને અંતરની શુદ્ધિ આ સંસારની સમજ આપનાર રાજવી શા માટે રાજપાટ છોડીને ચાલી નીકળ્યા હશે ? પ્રજાને આવા રાજવીના કારમા વિયોગની વેદના થતી હતી. માતા મરુદેવાને જીવનસંધ્યા ટાણે પુત્રના દર્શનથી થતાં પ્રભાતના સુખના અનુભવનો વિરહ થશે એ વાત અકળાવતી હતી અને દેવી સુમંગળા તો એક જ વાત કરતી કે મને સાથે લઈ જાઓ પછી તે પ્રવાસ જીવનનો હોય કે મૃત્યુનો. પહાડ જેવો પુત્ર બાહુબલિ રાજા ઋષભરાજનો માર્ગ રોકીને ઊભો રહ્યો. રાજાની બંને પુત્રી સુંદરી અને બ્રાહ્મી ઊભા ઊભા આંસુની પાળ રચી રહ્યાં હતાં. રાજા ઋષભરાજે રહ્યું, “આંસુને આમ ન વાપરો. આંસુને અંતરની શુદ્ધિ માટે વાપરો !” આજ સુધી સમાજમાં રહ્યો. સંસારને એક શાસન આપ્યું. હવે જગતને એક નવું શાસન આપવું છે. જેમાં મહેલને બદલે આકાશ મારું આશ્રયસ્થાન બનશે. ઊંડી ખીણો મારી શેરીઓ થશે. આજ સુધી સ્વજન અને સ્નેહી વચ્ચે જીવ્યો. માન અને અપમાન ગળતો રહ્યો. હવે એક મહાસ્વપ્નને સાકાર કરવું છે. જેમાં સતત જાગૃતિ અને અનંત એકાંત મારા સાથી બનશે. સાગરમાં માછલું સરકી જાય એમ રાજા વૃષભરાજ મહેલ અને સત્તા, સ્વજનો અને સ્નેહીઓ – સહુને ત્યજીને મહાપ્રયાણ આદરવા માટે અધ્યાત્મના માર્ગે અરણ્યની વાટે ચાલી નીકળ્યા. એ દિવસે જગતને પહેલી વાર ભૌતિક વસ્તુઓની મર્યાદા સમજાઈ. એની પાર આવેલા એક નિર્ભય, નિઃસ્પૃહ અને નિત્ય નૂતન એવા વિશ્વનો અણસાર મળ્યો. રાજા ભરાજ યોગી બન્યા અને તીર્થંકર ઋષભદેવ થયા. દ રાજા ઋષભરાજે રાજ ત્યજવાનો વિચાર કર્યો. પૃથ્વીના નાથ પૃથ્વી છોડીને વનઅરણ્યમાં ચાલ્યા જાય તે કોને ગમે? વળી રાજા ઋષભરાજ એ તો એવા રાજવી હતા કે જેમણે માણસમાં માણસાઈ જગાડી. પૃથ્વી પર પશુની માફક જીવતા માનવીમાં ભાવનાની પ્રભુતા આણી. સમાજને નીતિ આપી અને રાજ્યની પદ્ધતિ આપી. આવા રાજા ઋષભરાજે રાજમહેલ છોડીને, સત્તાનો ત્યાગ કરીને સંયમધર્મનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. પ્રજા વિચારમાં પડી. એણે વિચાર્યું કે રાજા ઋષભરાજ પાસે જે સાહ્યબી છે એ મેળવવા માટે તો આખો સંસાર મરી પડે છે ત્યારે તેઓ શાને કાજે આટલી વિરાટે સત્તા અને વિશાળ સંપત્તિ ત્યજી જાય છે ? મનુષ્યજાતિના પ્રારંભકાળના આ સમયે પ્રજાને ધર્મ કે અધ્યાત્મની કોઈ ઓળખ નહોતી. હજી માંડ માંડ સમાજની રચના થઈ હતી. એનું બંધારણ ઘડાયું હતું. ભાઈ-બહેનનાં લગ્ન થતાં હતાં. એ રિવાજ દૂર થઈને વિશ્વ સાથે સગપણ બાંધવાનું કામ થયું હતું. રાજા ઋષભરાજ આદિ પૃથ્વીનાથ કહેવાતા હતા અને એમણે પ્રજાને જીવનનું ઘણું જ્ઞાન આપ્યું. આ જીવનની, 11 શ્રી મહાવીર વાણી | મેધાવી પુરુષ ધ્યાનયોગનો સ્વીકાર કરે છે અને દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે છે. શ્રી સૂત્રકતાંગ સૂત્ર, ૧, ૮, ૨૬ ભાવમંજપા એ ૧૬ 13 ૧૩ છિ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82