Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ૧૫ સેનાનો સંહાર શાને ? ધર્મીને ઘેર ધાડ પડે તેવું રાજર્ષિ ઉદયનના જીવનમાં બન્યું. અવંતિના રાજા ચંડપ્રઘોત ઉદયનના રાજમાં આવ્યા. અનલગિરિ નામના ભયંકર હાથી પર આવીને એ ઉદયનના મહેલની સુંદર દાસીને અને એના દેવમંદિરની ચંદનકાષ્ઠની પ્રતિમાને ચોરી ગયા. આ દાસી કોઈ સામાન્ય દાસી ન હતી. ચંદનકાષ્ઠની દેવપ્રતિમા કોઈ સામાન્ય દેવપ્રતિમા નહોતી.. ઉદયનની પ્રિય પત્ની પ્રભાવતીએ અંતિમ શ્વાસ લેતી વખતે રાજાને એટલી જ વિનંતી કરી હતી કે આ પ્રતિમાની પ્રેમથી પુજા કરજો. એનું સદા પૂજન કરતી કુજા દાસીને સાચવજો. ઉદયન દેવપ્રતિમાને નિહાળી પત્નીનો વિયોગ ઓછો કરતો હતો. પ્રતિમાનું પૂજન કરનાર કુન્જા દાસી તનમનથી દેવમંદિરની સેવિકા બની રહી. ધસી અને એની સાથે પ્રતિમા ઉઠાવી જઈને અવંતિપતિ ચંડપ્રદ્યોતે એક કાંકરે અનેક પક્ષી માર્યો. વાત એવી બની હતી કે કુજા દાસીને રાજરાણી થવાના કોડ જાગ્યા. એવામાં ગાંધાર દેશથી એક ગૃહસ્થ આ દૈવી મૂર્તિના દર્શને આવ્યો, પણ પ્રવાસના શ્રમથી અને હવા-પાણીના એકાએક પરિવર્તનથી બીમાર પડી ગયો. પોતાના પ્રભુના ભક્ત ગૃહસ્થની દુર્દશા જોઈને કુજ્જા દાસીને દયા આવી અને એણે ખૂબ સેવા-સુશ્રુષા કરી એને સાજો કર્યો. એ ગૃહસ્થ ઉપકાર વાળવા દાસીને અત્યંત સૌંદર્યવાન બનાવે તેવી સુવર્ણગુટિકા આપી. ગુટિકા એવી કે એ લેનાર વ્યક્તિનો દેહ રૂપથી છલકાઈ ઊઠે. કદરૂપી દાસી એકાએક સ્વરૂપવાન બની ગઈ. રાણી જેવી શોભવા લાગી અને રાણી થવાનો ભાવ જાગ્યો. મહર્ષિ ઉદયન તો સંસારમાં જળકમળનું જીવન જીવતા હતા તેથી દાસીએ અવન્તિપતિ ચંડપ્રદ્યોતને સંકેત કર્યો. મહાકામી ચંડપ્રઘાત આ તક ચૂકે ખરો ? એ દાસીનું હરણ કરીને ગયો. દાસી પોતાની સાથે જેની રોજ પૂજા કરતી હતી તે ચંદનકાષ્ઠની પ્રતિમા લઈને આવી. રાજર્ષિ ઉદયનને આ સમાચાર મળ્યા ત્યારે એમનું ચિત્ત ખળભળી ઊઠ્યું. ચંડપ્રદ્યોતે મારા ધર્મ અને રાજની આબરૂ લૂંટી લીધી, એનો રાજધર્મ કહેતો હતો કે ચંડપ્રદ્યોતે એની લાજ લુંટી છે, એ હવે શત્રુ થયો છે. શત્રુનો સંહાર જ ઘટે. રાજર્ષિ ઉદયનને રાજ દંડ હાકલ કરવા લાગ્યો કે રોળી નાખ ઉજ્જયિનીને ! કેદ કરી ગર્દન માર એના રાજાને ! વિવેકી અને ધર્મી ઉદયનને ખ્યાલ હતો કે આવેશમાં આવીને યુદ્ધ ખેલવામાં ન્યાય સાથે અન્યાય થઈ જાય છે. સદોષની સાથે અનેક નિર્દોષનાં રક્ત રેડાય છે. ભગવાન મહાવીરના ભક્ત એવા રાજવી ઉદયને પહેલાં પોતાના દૂત મોકલ્યા. પરંતુ ચંડપ્રદ્યોત એને એની કાયરતા માની બેઠો. આખરે ઉદયને સૈન્ય સજ્જ કર્યું. એણે જેટલી હિંસા ઓછી થાય તેટલું યુદ્ધ ખેલવાનું નક્કી કર્યું. બે રાજા વચ્ચેના દ્વયુદ્ધથી કામ સરી જાય તેવું કર્યું. અવન્તિના રણમેદાનમાં રાજર્ષિ ઉદયન ને રાજા ચંડરઘોત બે ભર્યા મેઘની. જેમ બાખડી પડ્યા. પોતાની શક્તિ પર ગુમાન ધરાવનાર રાજા ચંડપ્રદ્યોત રાજર્ષિ ઉદયનના દ્વન્દ્રયુદ્ધના આહવાનને પાછું ફેરવી ન શક્યો. યુદ્ધની આખીય પરિસ્થિતિમાં નવું ચિંતન ઉમેરાયું. આ દ્વન્દ્રયુદ્ધમાં સાત્વિક વૃત્તિવાળા ઉદયનનો વિજય થયો. ચંડપ્રદ્યોતનું ગુમાન ઊતરી ગયું. માનવીએ પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે યુદ્ધો ખેલ્યાં છે. એક રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડે ત્યારે રાજાની એ લાલસા અનેક સૈનિકોના સંહારમાં ભાવમંજૂષા બ ૩૦ ૩ b વર્ષના

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82