________________
૧૪
મોતીશાની ટૂક
પર્યુષણના પવિત્ર દિવસોમાં મોતીશા શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ગયું.
ચોપન વર્ષના સાહસિક મોતીશા શેઠનું અવસાન થતાં મુંબઈમાં મોટી હડતાળ પડી. એમનાં પત્ની દિવાળીબાઈ અને પુત્ર ખીમચંદભાઈ વિચાર કરવા બેઠાં. પિતાએ લખેલું વિલ ખોલ્યું તો એ વિલમાં લખ્યું હતું,
“જો અમારું મૃત્યુ થાય તો શત્રુંજય તીર્થનું અમે ધારેલું સર્વ કાર્ય પૂરું કરવું તે અમારા વારસને ફરજરૂપ છે.”
મોતીશા શેઠનું વિલ વાંચીને દિવાળીબાઈએ વૈધવ્યનો શોક ત્રણેક માસમાં દૂર કર્યો અને ધર્મકાર્યમાં મન પરોવ્યું અને મોતીશા શેઠની ભાવના મુજબ શત્રુંજય તીર્થ પર “મોતીશાની ટૂક'ને નામે ઓળખાતી જગા શિલ્પ અને સ્થાપત્યની કલાકારીગરીથી શોભતાં દેવાલયોથી જીવંત બની ગઈ.
માનવીની ભાવનાનો સાચો આંક જેમ એનું મન છે તેમ એનું વિલ પણ છે. વ્યક્તિના હૃદયમાં રહેલી ઇચ્છાનો પડઘો એના વિલમાં પ્રગટ થતો હોય છે.
મોતીશા શેઠના વિલમાં એમની ધર્મભાવના હતી તો પૂજ્ય શ્રીમોટાના વિલમાં ગામડાંઓમાં નિશાળના ઓરડાઓ બાંધીને પ્રજાને બેઠી કરવાની ભાવના હતી. વિલ એ માત્ર માનવીની અંતિમ ઇચ્છા નથી પણ માનવીના સમગ્ર વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.
દિક ધ.
કે
મુંબઈના શાહસોદાગર મોતીશા શેઠે સિદ્ધિગિરિ (પાલિતાણા) પર એવાં દેરાસરો બાંધવાનો નિર્ધાર કર્યો કે જેને જોઈને માનવીના હૃદયમાં અધ્યાત્મના ભાવ જાગે. આને માટે એમણે મહુવાના કુશળ સ્થપતિ રામજી સુત્રધારને બોલાવ્યો અને કહ્યું કે અપૂર્વ મંદિરાવલિ રચવી છે. શત્રુંજય પર જઈને જગ્યા નક્કી કરો. શત્રુંજય પર્વત બે પાંખવાળો છે. એક પાંખ પર શ્રી આદીશ્વરનાથનું મુખ્ય જિનાલય છે. અને બીજી પાંખ પર બીજાં દેરાસરો છે.
સ્થપતિ રામજીએ પર્વતની બે પાંખ વચ્ચેની ખીણ પસંદ કરી. એ ખીણમાં બસો ફૂટ ઊંડો ખાડો હતો. એમાં કુતાસર તળાવ હતું.
આ ખાડો પૂરવો એ ભગીરથ કામ હતું. પરંતુ મોતીશા શેઠ તો મોટું કામ કરવા નીકળ્યા હતા. એમણે એ ખાડો પૂરીને અશક્યને શક્ય બનાવ્યું. એ પછી તો દેરાસર તૈયાર થવા લાગ્યું. જોતજોતામાં સાત વર્ષનાં વહાણાં વહી ગયાં. | વિક્રમ સંવત ૧૮૯૨ના વૈશાખ માસમાં મોતીશા શેઠની તબિયત બગડી. આ ચતુર માનવીએ મોતને જોઈ લીધું. એક બાજુ ભગીરથ ધર્મકાર્ય અને સામે આયુષ્યનો અંત. વિક્રમ સંવત ૧૮૯૨ના ભાદરવા સુદ એકમના રોજ
11 શ્રી મહાવીર વાણી | આત્માના વર્ણનમાં સમસ્ત શબ્દ ખલાસ થઈ જાય છે ત્યાં તર્કને પણ કોઈ સ્થાન નથી અને ન તો બુદ્ધિ એને સારી રીતે ગ્રહણ કરવાને શક્તિમાન થાય છે.
શ્રી આચારાંગ સુત્ર, ૧, ૫, ૬
ભાવમંજૂષા છે ૨૮
૨૯ % ભાવમંજૂષા