________________
ધર્મચક્રવર્તીનું અસીમ રાજ
પુષ્ય નામનો મહાસામુદ્રિક વ્યક્તિનાં પગલાં પરથી એનું જીવન અને ભાવિ કહી શકતો હતો. એના જ્ઞાન માટે સમગ્ર ભારતવર્ષમાં એની અજોડ નામના હતી.
એક વાર પાવન ગંગાના તટની રેતી પર બે પગલાંની હાર અંકાયેલી જોઈ અને સ્તબ્ધ બની ગયો. મહાસામુદ્રિક પુણે થંભીને રેતી પર પડેલાં પગલાં નીચા વળીને બરાબર નીરખ્યાં. એના આશ્ચર્યનો પાર ન રહ્યો.
અરે, આ તો કોઈ ચક્રવર્તીનાં પગલાં લાગે છે. એની રેખાઓ કેટલી બધી પ્રભાવશાળી છે ! સામુદ્રિક શાસ્ત્ર જેને ઉત્તમ ગણે છે એવી કેટલી બધી નિશાનીઓ છે ! મહાસામુદ્રિક પુણે એ પગલાંની આજુ બાજુ અને પાછળ નજર ફેરવી. એ જોતો હતો કે બીજાં કોઈ પગલાં આ રેતીમાં કેમ દેખાતાં નથી.
ચક્રવર્તી હોય તો એની પાછળ તો ચતુરંગ સેના હોય. આ ચક્રવર્તીની પાછળ કેમ કોઈ સેના દેખાતી નથી? એના આશ્ચર્યની અવધિ તો ત્યારે થઈ કે આ ચક્રવર્તીની પાછળ કોઈ બીજાં પગલાં પણ દેખાતાં નહોતાં. ' અરે, એમના પર છત્ર ધરનારનાં પગલાં પણ શોધ્યાં જડ્યાં નહીં, મહાસામુદ્રિક વિચારમાં પડ્યો. શું પોતાનું
શાસ્ત્ર ખોટું કે પછી એનું જ્ઞાન અધૂરું ? પુષ્યને પોતાના જ્ઞાન પર પૂરો વિશ્વાસ હતો અને તેથી જ પગલપગલું સાધતો એ આગળ વધ્યો. આખરે નિશ્ચિત ઠેકાણે આવી પહોંચ્યો અને જોયું તો એને અપાર આઘાત થયો.
એની નજરે રાજવૈભવથી શોભતા કોઈ ચક્રવર્તી દેખાયા નહીં, પરંતુ નજર. સામે એક નગ્ન યોગી દેખાયા.
અરે, કોઈ સામાન્ય રાજવીને માથે હોય એવું છત્ર પણ એમના મસ્તક પર નથી. ઓહ, એમના પગ તો સાવ ઉઘાડા છે. દેહ પર અલંકાર કે આભૂષણ શું બલકે વસ્ત્ર પણ નથી.
કપાળે હાથ દઈને મહાસામુદ્રિક પુષ્ય બેસી ગયો. મનોમન થયું કે આજે એનાં શાસ્ત્રો ખોટો ઠર્યો. પોતાના જ્ઞાન વિશેનો વિશ્વાસ સંપૂર્ણપણે ડગી ગયો.
એવામાં આ ઘોર જંગલમાંથી નીકળેલી કોઈ વ્યક્તિએ યોગી મહાવીરને ઓળખ્યા. બારે વહાણ ડૂબી ગયાં હોય એવી રીતે લમણે હાથ દઈને બેઠેલા પુષ્યને જોયા. પુષ્યએ એમને પરેશાની કહી ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું,
મહાસામુદ્રિક પુષ્ય, નથી આપનાં શાસ્ત્રો ખોટાં કે નથી આપ ખોટા ? આ વ્યક્તિ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ચક્રવર્તી પણ જેના ચરણમાં શિર ઝુકાવે એવા ત્યાગી પ્રભુ મહાવીર છે. ભાવિ તીર્થંકર છે. ચક્રવર્તીનાય સવાઈ ચક્રવર્તી છે. ચક્રવર્તીનું રાજ સીમાબદ્ધ હોય આ ધર્મચક્રવર્તીના રાજને કોઈ સીમા હોતી નથી.”
ધર્મચક્રવર્તી મહાવીરના શાસનને ક્યાં સીમા છે ? એમણે પ્રબોધેલો અનેકાંતવાદ આજે આખી સૃષ્ટિના વિચારકોને અજવાળી રહ્યો છે. આત્મનાશના માર્ગે દોડતી દુનિયાને હવે સમજાય છે કે આત્મઘાતમાંથી બચવું હોય તો મહાવીરની અહિંસા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.
પૃથ્વીના ગ્રહ પર સૌથી વધુ નુકસાન માનવીએ કર્યું છે, હવે માનવજાતને સમજાય છે કે મહાવીરનું ‘પરસ્પરોપ ગ્રહો જીવાનામ્” એટલે કે “જીવો એ કબીજા પર આધારિત છે.' એ સૂત્ર કેટલું મહાન અને શાશ્વત સત્યરૂપ છે. પરિગ્રહથી હેરાન-પરેશાન માનવી આજે અપરિગ્રહના આદર્શ ભણી આશા અને સંતોષ માટે મીટ માંડીને બેઠો છે. આ છે ધર્મચક્રવર્તીનો પ્રભાવ.
૨૧ % ભાવમંજૂષા
ભાવમંજૂષા ત્ર ૨૦