________________
જ્ઞાન માટે ઉપાસના
ધર્મ એ દીપક છે અને એનું અજવાળું છે જ્ઞાન. ધર્મના ઉપાસકને જ્ઞાનની ઉપાસના કદીય ન પાલવે.
એક સમયે સાવ ગરીબ દશામાં જીવતો લલ્લિગ અતિ ધનવાન બન્યો. એણે ધનનો ઉપયોગ ધર્મ કાજે, જ્ઞાન કાજે કરવાનો નિર્ધાર કર્યો. મનમાં થયું કે એવા ગ્રંથોની રચના થાય, જે ધર્મની મહત્તા અને વ્યાપકતા બતાવે.
લલ્લિગના સદ્ભાગ્યે એને હરિભદ્રસૂરિ જેવા મહાન શાસ્ત્રકારનો મેળાપ થયો. લલ્લિગે એમના શાસ્ત્રસર્જનના કાર્યમાં મોકળા મને સંપત્તિ આપવા માંડી.
આચાર્ય હરિભદ્રસૂરિજી દિવસે તો શાસ્ત્ર રચના કરી શકે, પરંતુ રાત્રે એમનું કાર્ય થંભી જાય. સાચા સાધુથી પ્રકાશનો ઉપયોગ ન થાય. બીજી બાજુ કામ એટલું બધું હતું કે દિવસ નાનો પડતો હતો.
આચાર્ય હરિભદ્રસૂરિની વિમાસણ લલ્લિગ કળી ગયો. એણે વિચાર કરવા માંડ્યો કે કંઈક એવો ઉપાય શોધું કે જેથી આચાર્યશ્રીની સાધુતાની મર્યાદા જળવાઈ રહે અને કોઈ નિર્દોષ વ્યવસ્થા થાય..
- લલ્લિગને ખબર પડી કે એક એવું રત્ન મળે છે જે રાત્રે પણ દીપકની જેમ પ્રકાશ આપે. આ રત્ન અત્યંત
કીમતી હોવાથી એ મેળવવા માટે પુષ્કળ ધન આપવું પડે તેમ હતું. પરંતુ ધનનો સવાલ લલ્લિગની ધર્મભાવનાને રોકી શકે તેમ નહોતો.
કોઈએ લલ્લિગને સલાહ પણ આપી કે આટલું બધું કીમતી રત્ન લાવીશ, તો પછી તારી પાસે શું રહેશે ? આથી આચાર્યશ્રીનું શાસ્ત્રસર્જન દિવસ અને રાત અવિરત ચાલુ રહે એની ફિકર રહેવા દે !
બીજાએ વળી સલાહ આપી કે એમનાં શાસ્ત્રસર્જનની પાછળ તું આટલું બધું ધન ખર્ચે છે એ પૂરતું છે. હવે વધુ ધન વાપરવાની જરૂર નથી. આમ ને આમ જ્ઞાનની પાછળ ધન વાપરતાં તું નિર્ધન થઈ જઈશ.
લલ્લિગે કહ્યું, “અરે ! જ્ઞાનની પાછળ ધન વાપરતાં નિધન થઈ જાઉં તો પણ તેને હું મોટું સદ્ભાગ્ય માનીશ. મારે માટે ધર્મ આરાધ્ય છે. જ્ઞાન મારી ઉપાસના છે. ધન હોય કે ન હોય તેથી એમાં કશો ભેદ પડવાનો નથી.”
લલ્લિગ પેલું કીમતી રત્ન લેવા નીકળ્યો. મોં માગ્યા દામ આપીને એ રત્ન ખરીદી લાવ્યો. અઢળક સંપત્તિ ખર્ચાઈ, પરંતુ એના અંતરમાં અવર્ણનીય આનંદ હતો.
એ મહામૂલું રત્ન લાવીને ગુરુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ને આપવા ગયો. ઉપાશ્રયનો ખૂણેખૂણો ઝળહળી ઊઠ્યો અને રત્નના પ્રકાશમાં શાસ્ત્રરચનાનું કામ વેગીલું બન્યું. એક પછી એક ગ્રંથો રચાવા લાગ્યા. લલ્લિગને પોતાનું ધન અને જીવન બંને કૃતાર્થ લાગ્યાં. એની ભાવનાને સહુ કોઈ નંદી રહ્યા.
ધર્મને સીધો સંબંધ જ્ઞાન સાથે છે. સાચું જ્ઞાન એ જ ધર્મને અજવાળે છે. એનાથી જ જીવનની અને ધનની સાચી કૃતાર્થતા સધાય છે.
11 શ્રી મહાવીર વાણી | જે સાધક સંપૂર્ણ વિશ્વને સમભાવપૂર્વક જુએ છે તે કોઈનું પ્રિય કરતો નથી અને કોઈનું અપ્રિય કરતો નથી.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૧, ૧૦, ૬
ભાવમંજૂષી લે ૧૮
૧e fo ભાવમંજૂષા