Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ માતા સૌથી મોટું તીર્થ આત્મનિંદા અને આત્મવિશ્લેષણમાં પરિવર્તિત કરી દેતા હતા. આમ એમના હૃદયમાં સતત ક્ષમાવૃત્તિનું ઝરણું વહેતું હતું. એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે પોતાની તીવ્ર સુધાને સંતોષવા માટે મુનિરાજ ગોચરી વહોરીને લાવ્યા. બધા સાધુઓને બતાવીને વિનયથી કહ્યું કે, આ ગોચરીમાંથી આપને કંઈ વાપરવાની અભિલાષા હોય તો વાપરો.” આ શબ્દો કાને પડતાં જ અન્ય સાધુઓ એમના પર ક્રોધે ભરાયા... “પર્વના આવા દિવસે તમે ભોજન કરો છો તે બાબત તો તિરસ્કારપાત્ર અને શરમજનક છે. કિન્તુ બીજાને આ રીતે વાપરવાનું કહો છો તે તો અતિ ધિક્કારપાત્ર અને આઘાતજનક ગણાય.'' ગુસ્સે થયેલા મુનિઓએ એમના પાત્રમાં મોંમાંથી બળખા કાઢીને નાખ્યા. આમ છતાં કુરગડુ મુનિને સહેજે ગુસ્સો થયો નહીં, બલકે ક્ષોભ થયો કે સાધુઓની વૈયાવચ્ચ કરવાને બદલે તેમની વિનંતી કોધનું કારણ બની. આમ આત્મનિંદા અનુભવતા મુનિરાજ શુક્લધ્યાનમાં ચડીને તરત કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ પણ એમના કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દોડી આવ્યા. એમની ટીકા કરનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્યચકિત બની ગયા. સાચા ભાવતપસ્વી કેવળજ્ઞાની કૂરગડુ મુનિને ખમાવવા લાગ્યા. જીવનમાં સન્માન મળે ત્યારે તો સહુ કોઈ સૌજન્ય દાખવે, કિન્તુ જીવનમાં અપમાન, અન્યાય અને ઉપહાસ મળે ત્યારે ચિત્તમાં સમતા જાળવનારી વ્યક્તિઓ જ સાચી ક્ષમા આપી શકે છે. સમતાના સરોવરમાં જ ક્ષમાનું કમળ ઊગે છે. છે ન દime રાણી ત્રિશલાની કૂખમાં વર્ધમાન છે. જાણે રત્નાકરના પેટમાં લાખેણું મોતી! પેટમાં ગર્ભ ફેરફ થાય છે. માતાને તો ઘડી ઘડી અકળામણ થાય છે; પણ એય મીઠી મીઠી લાગે છે ! અંદરનો ગર્ભ વિચારે છે કે મારે કાજે માતા કેટલી વેદના સહે છે. હજુ એણે મારું મુખ દીઠું નથી છતાં મારી કેટલી ખેવના રાખે છે ! આમ વિચારી ગર્ભ ફરતો બંધ થઈ ગયો. માને અકળામણ એકદમ ઓછી થઈ ગઈ ! તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. મનમાં ધ્રાસકો પડ્યો કે શું મારા ગર્ભને કંઈ અમંગળ થયું કે ફરકતો બંધ થઈ ગયો! ત્રિશલા માતાએ તો વિલાપ કરવા માંડ્યો ! દૂર દૂર આંબાવાડિયામાં કોકિલ ટહુકતો હતો. એ કાનને કર્કશ લાગ્યો. મલયાચલનો મંદ સુગંધી શીતલ પવન વાતો હતો. એ દેહને બાળવા લાગ્યો. રાજા સિદ્ધાર્થ ઘણું સમજાવે : ‘રે રાણી ત્રિશલાદેવી! એવાં તે શાં અસુખ તમને ઊપજ્યાં ?” પણ ત્રિશલાની 1 શ્રી મહાવીર વાણી in શત્રુ અથવા મિત્ર બધાં પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ૧૯, ૨૫ ભાવમંજૂષા છે રે ૩ % ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82