________________
(૧) ઈત્વરકથિત સ્થાપના સ્થાપવાની વિધિ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણોને બાજોઠ ઉપર પધરાવીને (નાભિથી ઉપર અને નાકથી નીચે રહે તેમ) ગુરુભગવંતના ૩૬ ગુણોની સ્થાપના કરતા હોઈએ, તે રીતે તેની સન્મુખ જમણો હાથ અવળો (સર્પાકારે) સ્થાપના મુદ્રામાં રાખવો અને ડાબા હાથે મુહપત્તિ મુખ આગળ રાખીને મંગલ માટે શ્રી નવકારમંત્ર બોલીને શ્રી પંચિંદિયસૂત્ર બોલવું.
સ્થાપનાજી સ્થાપવાની વિધિ
સ્થાપનાજી ઉત્થાપવાની વિધિ
(૨) ઈત્વર કથિત સ્થાપના ઉત્થાપન વિધિ :- બધી ક્રિયા પૂર્ણ થયા બાદ જમણો હાથ સવળો રાખી ડાબા હાથે મુખ પાસે મુહપત્તિ રાખીને ઉત્થાપન મુદ્રામાં શ્રી નવકારમંત્ર ગણવો. આ ક્રિયા કર્યા પછી સ્થાપેલ વસ્તુને હલાવી શકાય.
પ્રગટ
( સામાયિક – પ્રતિક્રમણ વગેરેની ક્રિયા સ્થાપનાચાર્યજી સામે કરતી વખતે વચ્ચે-વચ્ચે પવનના કારણે કે નાના બાળકના કારણે સ્થાપનાચાર્યજી હલી જાય અથવા કોઈ ભૂલથી હલાવી નાંખે, તો ફરીવાર ઉપરોક્ત શ્રી નવકારમંત્ર + શ્રી પંચિંદિયસૂત્ર વડે સ્થાપના કરવી. સ્થાપનાચાર્યજી હલી ગયા, તેની ગુરુભગવંત પાસે આલોચના લેવી.)
યાવત્કથિત સ્થાપનાચાર્યજીના પડિલેહણ ની વિધિ
ખમાસમણું (સત્તર સંડાસા પૂર્વક) દઈને ઈરિયાવહિયં પડિક્કમી ૧૩ બોલથી અક્ષનું પડિલેહણ કરવું.
સ્થાપનાચાર્યજી પડિલેહણના ૧૩ બોલ
natio
સવારના પડિલેહણમાં બે હાથ જોડીને વિનમ્ર ભાવ કરીને સ્થાપનાચાર્યજીને ગ્રહણ કરીને સ્થાપનાચાર્યજીની જોળીને ૨૫ બોલથી પડિલેહવી. પછી જોળીથી ઠવણીની દાંડીને ૧૦ બોલથી પડિલેહણ કરી જોળીને ઠવણી પર મૂકવી. સ્થાપનાચાર્યજીને (મુહપત્તિ સહિત) પડિલેહણ કરેલ શુદ્ધ વસ્ત્ર (કંબલાદિ) પર મૂકવા. સ્થાપનાચાર્યજી ઉપર ઢાંકેલ પ્રથમ મુહપત્તિને ૨૫ બોલથી પડિલેહણ કરવી. તે મુહપત્તિને જમણા હાથે આંગળીઓના આંતરે પકડીને એક-એક અક્ષ ને (સ્થાપનાચાર્યજી) ૧૩૧૩ બોલથી પડિલેહણ કરી શુદ્ધ વસ્ત્ર ઉપર ક્રમશઃ ગોળાકારે સ્થાપન કરવા. પછી સ્થાપનાચાર્યજી મૂકવાની પાટલીને ૧૦ બોલથી પડિલેહણ કરવી. પડિલેહણ કરેલ પાટલી ઉપર અનુક્રમ પ્રમાણે અક્ષો (સ્થાપનાચાર્યજી) ને મૂકવા અને તેની ઉપર પડિલેહણ કરેલ પ્રથમ મુહપત્તિ ઢાંકવી. પછી ક્રમશઃ બે મુહપત્તિ અને નીચે રહેલ ખુલ્લા બે રુમાલોને ૨૫-૨૫ બોલથી પડિલેહણ કરવું. પડિલેહણ થયેલ સર્વ મુહપત્તિ આદિને ક્રમશઃ મૂકીને સ્થાપનાચાર્યજીને વ્યવસ્થિત મૂકવા અને જોળી બાંધીને ઠવણી ઉપર સ્થાપન કરવા. બપોરના પડિલેહણ વખતે જોળી-ઠવણી અને બે રુમાલ – ત્રણ મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી સ્થાપનાચાર્યજી (અક્ષો) ની ક્રમશઃ પડિલેહણા કર્યા પછી પાટલીનું પડિલેહણ કરવું. પછી પાટલી પર અક્ષો (સ્થાપનાચાર્યજી) ની સ્થાપના કરી મુહપત્તિથી ઢાંકી બાંધીને બે હાથે બહુમાન ભાવપૂર્વક ઠવણી પર મૂકવા.
(૧) શુદ્ધસ્વરૂપના ધારક-ગુરુ (૨) જ્ઞાનમય (૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ-શ્રદ્ધામય (૬) શુદ્ધ-પ્રરૂપણામય (૭) શુદ્ધ-સ્પર્શનામય. (૮-૯-૧૦) પંચાચાર પાળે, પળાવે, અનુમોદે. (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા.
પડિલેહણ કરવાનો ક્રમ
X
(મુહપત્તિ-રુમાલ-જોલી = ૨૫ બોલથી, ઠવણી-પાટલી = ૧૦ બોલથી અને સ્થાપનાચાર્યજી (અક્ષો)નું = ૧૩ બોલીથી પડિલેહણ અક્ષનું કરવું.) (ઠવણી ઉત્તમદ્રવ્ય (સુખડ આદિ) ની હોવી જરૂરી છે)
પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ઉભય ટંક સ્થાપનાચાર્યજીની પડિલેહણા કરે અને પૌષાર્થી શ્રાવકશ્રાવિકા પણ ઉભય ટંક સ્થાપનાચાર્યજી ની પડિલેહણા કરે. પરંતુ પૌષધવ્રત સિવાયના શ્રાવક-શ્રાવિકાએ એક વખત સ્થાપનાચાર્યજીની પડિલેહણા કરવી. સ્થાપનાચાર્યજીની જરૂર ન હોય ત્યારે ચતુર્વિધ શ્રી સંઘે (સાધુ-સાધ્વીજી-શ્રાવકશ્રાવિકા) તે સ્થાપનાચાર્યજી સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેટલું વાસચૂર્ણ (વાસક્ષેપ) ઉપર-નીચે નાખીને સુયોગ્ય સાધનમાં મૂકી રાખવા.
સ્થાપનાચાર્યજી સાડા ત્રણ હાથ દૂર રાખવા, તેમને પૂંઠ ન પડે તેની કાળજી રાખવી, ક્રિયા કરતી વખતે સ્થાપનાચાર્ય ઉંબરાની અંદર હોય તો અંદર જઈને ક્રિયા કરવી. સ્થાપનાચાર્યજીનું બહુમાન જાળવવા માટે વિના કારણે વારંવાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવા નહી. સ્થાપનાચાર્યજી સ્થાપતાં પહેલાં “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી સુધર્માસ્વામી સ્થાપનાજી સ્થાપું ?” આદેશ માંગવાની જરૂર નથી. કારણ કે સ્થાપનાચાર્યજી સ્થાપ્યા પહેલાં તેમની આગળ આદેશ કેવી રીતે મંગાય ?. ખુરશી આદિ પર કારણસર બેસનારે પણ સ્થાપનાચાર્યજી નાભિ ઉપર રહે, તેમ રાખવા.
४७