________________
ચઢાવાય નહિ. કદાચ તે પ્રમાણે અયોગ્ય સ્થાને ચઢાવેલાં હોય તો કાઢીને ફરીવાર તે વખતે ચઢાવી શકાય. પણ ફરીવાર
ચઢાવવા માટે સંગ્રહ ન કરાય.
ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે પબાસન કે ભૂમિતલ કે અયોગ્ય સ્થાને સ્પર્શી ગયા હોય કે પડી ગયાં હોય તો તે પ્રભુજીને ચઢાવવાથી મહાન આશાતના લાગે.
ફૂલો ક્યારે પણ પ્લાસ્ટિકની કોથળીમાં કે છાપામાં કે રી કાગળમાં કે અન્ય અયોગ્ય સાધનમાં કે ડબ્બીની અંદર બંધ ન લવાય કે તે ન ચઢાવાય.
ફૂલનાં પાંદડાં કે કેશર--ચંદન મિશ્રિત ચોખા પુષ્પપૂજા કે કુસુમાંજલિ માટે ન ચાલે. (અપવાદ સિવાય)
ફૂલ મળવાની શક્યતા ઓછી હોય ત્યારે સોના - રુપાના ફૂલથી પુષ્પપૂજા આદિ થઈ શકે. પ્રભુજીને પુષ્પ એકાદ-બે ચઢાવવાના બદલે બે હાથના ખોબામાં પુષ્પો લઈને ચઢાવવાં જોઈએ. (કુસુમ - પુષ્પ; અંજલિ = ખોબો કુસુમાંજલિ)
મનમાં ભાવવા યોગ્ય અને પ્રભુજીથી યોગ્ય આંતરે ઉભા રહેલ ભાવિકોએ બોલવા યોગ્ય દુહા- (પુરૂષો ‘નોડતુ..', બોલે) ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ । સુમજંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ િ
‘ૐ હ્રીઁર્શી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમત જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા)
અર્થ : જેમના સંતાપ માત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુજીને તમે સુંગધિત-અંખડ પુષ્પોથી પૂજા કરો. પ્રભુજીના સ્પર્શથી ફૂલનો જીવ ભવ્યપણાની છાપ મેળવે છે, તેમ તમો પણ સમક્તિની છાપ મેળવો.
અહીં ગભારાની અંદર પ્રભુની સાવ નજદીકમાં ઉતારવા યોગ્ય નિર્માલ્યથી લઈને પુષ્પ પૂજા સુધીની પૂજાને ‘અંગપૂજા' કહેવાય છે. તેમાં સર્વથા મૌનનું પાલન અને દુહા આદિ મનમાં જ ભાવવા. પ્રભુજીથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર (અવગ્રહમાં) રહીને કરવા યોગ્ય ' અગ્રપૂજા' છે.
સ્વદ્રવ્ય થી અષ્ટ -પ્રકારી પૂજા કરનાર ભાગ્યશાળીઓએ પણ સાડા ત્રણ હાથ દૂર રહીને જ અગ્રપૂજા કરવી.
૧૨૬
Jain Education International
ધૂપ-પૂજા ની વિધિ
• માલતી-કેશર-ચંપો આદિ ઉત્તમજાતિની સુગંધથી મિશ્રિત દશાંગધૂપ પ્રભુજી સમક્ષ કરવો.
-
ધૂપ સુગંધ રહિત-ધૂમાડાથી આંખ બળે તેવો કે ઉધરસ ઉપડે તેવું કે સળી સાથેનો ન વાપરવો.
•
•
સ્વદ્રવ્યથી ધૂપપૂજા કરનારે ધૂપસળીના નાના-નાના ટુકડા કરી પ્રગટાવવાના બદલે યથાશક્તિ સુયોગ્ય મોટી પ્રગટાવવી.
•
ધૂપ પ્રભુજીની (નજદીક) નજીક ન લઈ જવાય. થાળીમાં ધૂપ-દીપ આદિ રાખીને પ્રભુજીની અંગપૂજા (પક્ષાલ, કેશર, પુષ્પપૂજા) ન કરાય.
-
ધૂપ પ્રગટાવતી વખતે તેનો અગ્રભાગ ઘી માં ન બોળવો અને ધૂપસળીમાં રહેલ અગ્નિજવાળા ને ફૂંકથી ન હોલવાય.
•
•
•
દહેરાસરમાં ધૂપદાની માં ધૂપસળી ચાલું હોય તો બીજી ન પ્રગટાવવી. સ્વદ્રવ્યવાળા પ્રગટાવી શકે.
•
ધૂપપૂજા કરતી વખતે દીપક તે જ થાળીમાં સાથે ન રખાય, તે જ મુજબ પપૂજા વખતે પણ
સમજવું.
બાદ
ધૂપપૂજા પુરુષોએ અને બહેનોએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને કરવી. ધૂપસળી પ્રગટાવ્યા જેમ ધૂપને પ્રદક્ષિણાની ગોળાકારે ફેરાવવાના બદલે પોતાના હૃદયની નજીક સ્થિર રાખી ઘુમ્રસેરને ઉર્ધ્વગતિ તરફ જતા જોવી. ધૂપસળી હાથમાં રાખવાના બદલે યોગ્ય રીતે ધૂપદાનીમાં રાખવી.
પ્રભુજીની ડાબી તરફ ઘૂપદાની (સળી) સ્થીર રાખીને ધૂપપૂજા આમ કરાય
•
ધૂપપૂજા કરતી વખતે સુમધુર સ્વરે લયબદ્ધ રીતે બોલવા યોગ્ય દુઃ (પુરૂષો નમોઽહતુ... બોલે)
અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી; અમે ધૂપ ઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી; “ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ
મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ॥૧॥
“ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુજીની ડાબી આંખ તરફ ધૂપને રાખી, તે ધૂપમાંથી નિકળતી ધુમાડાની ઘટાની જેમ આપણે સહુ ધ્યાનની ઘટા પ્રગટાવીએ કે જેથી તે ધ્યાનઘટાના પ્રભાવે મિથ્યાત્વ રુપી દુર્ગંધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય.
(ધૂપપૂજા કરતી વખતે નવકાર-સ્તુતિ-સ્તોત્ર આદિ કાંઈ પણ ન બોલાય)
•
ધૂપપૂજા પછી ધૂપદાની પ્રભુજીથી સુયોગ્ય આંતરે રાખવી.
or Private & Personal Use Only
www.jalelibrary.org