________________
"હાર્વતી
રસીયા
નિમયાસુંદરી
(૫) દમયંતી : વિદર્ભનરેશ ભીમરાજાના પુત્રી અને નળરાજાના ધર્મપત્ની. પૂર્વભવમાં અષ્ટાપદ પર ચોવીસે ય ભગવાનને સુવર્ણમય તિલક ચડાવ્યા હોવાથી કપાળમાં સ્વયં પ્રકાશિત તિલક જન્મથી હતું. નળરાજા જુગારમાં હારી જતાં બંને જણાએ વનવાસ સ્વીકાર્યો. જ્યાં બાર વર્ષનો બંને વચ્ચે વિયોગ થયો. અનેક સંકટોની વચ્ચે શીલપાલન કરી છેવટે નલ સાથે મિલન થયું. અંતે ચારિત્ર લઈ સ્વર્ગવાસી થઈ બીજા ભવમાં કનકવતી નામે વસુદેવના પત્ની બની મોક્ષે ગયા.
(૬) નર્મદાસુંદરી : પિતા સહદેવ અને પતિ મહેશ્વરદત્ત. સ્વપરિચયથી સાસુ - સસરાને દેઢ જૈનધર્મી કર્યા. સાધુ પર પાનની પિચકારી ઉડવાથી પતિ વિયોગથી ભવિષ્યવાણી મળી, ભવિષ્યવાણી સફળ થતા પતિ વિયોગે શીલ પર અનેક આફતો આવી પણ કષ્ટો વેઠીને પણ સહનશીલતા અને બુદ્ધિના પ્રભાવે શીલ સાચવ્યું. અંતે ચારિત્ર લઈ અવધિજ્ઞાની બન્યા અને પ્રવર્તિની પદ શોભાવ્યું.
(૭) સીતા : વિદેહરાજ જનકના પુત્રી અને રામચંદ્રજીના પત્ની. અપરસાસુ કૈકેયીને દશરથે આપેલ વરદાનથી રામસાથે વનવાસ સ્વીકાર્યો. રાવણે અપહરણ કર્યું. વિકટ સંયોગો વચ્ચે શીલરક્ષા કરી. રામાયણના યુદ્ધ બાદ અયોધ્યા પાછા ફર્યા ત્યાં લોકનિંદા થતા રામચંદ્રજીએ ગર્ભિણી અવસ્થામાં જંગલમાં મૂક્યાં. સંતાનોએ પિતાકાકા સાથે યુદ્ધ કરી પરાક્રમ દાખવી પિતૃકુળને જગાવ્યું. પછી સતીત્વ અંગે અગ્નિપરીક્ષા આપી. વિશુદ્ધ શીલવતી જાહેર થયા કે તુરંત ચારિત્ર લઈ બારમા દેવલોકે ઈન્દ્ર બન્યાં. ત્યાંથી ચ્યવી રાવણનો જીવ તીર્થકર થશે, તેના ગણધર બની મોક્ષે પધારશે.
नया
બહાને
*
*
(૮) નંદા : શ્રેણિકરાજા પિતાથી રિસાઈને ગોપાળ નામધારણ કરી બેનાતટ ગયેલા ત્યારે ધનપતિ શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. નંદાને અભયકુમાર પુત્ર હતા. જેમણે વર્ષોના વિયોગ પછી માત-પિતાનું મિલન કરાવેલું. અખંડ શીલપાલન કરી આત્મકલ્યાણ સાધ્યું હતું.
(૯) ભદ્રા : શાલિભદ્રના માતા, પરમજૈનધર્મના અનુરાગિણી હતા. પતિ-પુત્ર વિયોગમાં શીલધર્મ પાળી આત્મકલ્યાણ કર્યું સાધ્યું હતું.
(૧૦) સુભદ્રા : જિનદાસ પિતા અને તત્ત્વમાલિની માતાની ધર્મપરાયણ સુપુત્રી. તેના સાસરિયા બૌદ્ધ હોવાથી અનેક પ્રકારે સતાવતા હતા. પરંતુ તે પોતાના ધર્મથી ચલાયમાન ન થયા. એક વખત વહોરવા પધારેલા એક જિનકલ્પી મુનિની આંખમાં પડેલું તણખલું કાઢતાં કપાળના ચાંલ્લાની છાપ તે સાધુના કપાળ પર પડી અને સતીના માથે આળ આવ્યું. તે દૂર કરવા શાસનદેવીની આરાધના કરતાં બીજે દિવસે નગરના દરવાજા બંધ થઈ ગયા. આકાશવાણી થઈ કે “જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે તો આ દરવાજા ઉઘડશે.’ અન્ય સ્ત્રીઓ ન કરી શક્તા છેલ્લે સતી સુભદ્રાએ આ કાર્ય કરી બતાવ્યું અને શીલધર્મનો જયજયકાર ફેલાવ્યો. આખરે દીક્ષા લઈ મોક્ષગામી થયા.
રાઇ
(૧૧) રાજિમતી : ઉગ્રસેન રાજાના સૌંદર્યવતી પુત્રી અને નેમિનાથ પ્રભુના વાગ્દત્તા. હરણિયાઓનો પોકાર સાંભળી નેમિકુમાર પાછા ફર્યા પછી મનથી તેમનું જ શરણ લઈ સતીત્વ વાળી ચારિત્ર લીધું. શ્રી નેમિનાથ પ્રભુના લઘુબંધુ રથનેમિ ગુફામાં નિર્વસ્ત્ર અવસ્થામાં તેમને જોઈ વિચલિત બન્યા ત્યારે સુંદર હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કર્યા. સતી છેવટે કર્મક્ષય કરી મુક્તિપદને વર્યા.
૨૧૭. www.jainelibrary.org
vain
International
For Firvale &
P
s e my