Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 235
________________ મંગલં' બોલે છે. પછી દિવસ સંબંધી અતિચારને આલોચવા માટે ‘ઈચ્છામિ પડિક્કમિઉં' સૂત્ર બોલે છે અને ગમનાગમન (જવા-આવવાની)થી થયેલ વિરાધનાની આલોચના માટે ‘ઈરિયાવહિયં’ સૂત્રને પૂજ્ય મહાત્માઓ બોલે છે અને પછી સમસ્ત અતિચારથી પાછા હટવા માટે ‘શ્રમણ સૂત્ર' બોલે છે. ઉપરોક્ત હેતુ માટે જ શ્રાવક-શ્રાવિકાણ પણ શ્રી નવકારમંત્ર, કરેમિભંતે ! અને ઇચ્છામિ પડિક્કમિઉં પછી શ્રી વંદિત્તુ સૂત્ર બોલે છે. પ્રશ્ન નં. ૧૬. શ્રમણ સૂત્ર અને વંદિત્તુ સૂત્રમાં ‘અભુટ્ઠિઓમિ આરાહણાએ' બોલતાની સાથે શેષ સૂત્ર ઉભા-ઉભા કેમ બોલાય છે? અતિયાર રૂપ પાપના ભારથી હળવો બન્યો હોવાથી ઉભા થઈને શેષ સૂત્ર બોલાય છે. અથવા દ્રવ્ય (શરીર)થી ઉભા થઈને ભાવથી આરાધના કરવા ઉભો થયો છું, એમ સૂચવવા માટે પણ બોલાય છે. આ ચોથા પ્રતિક્રમણ આવશ્યકથી ચાર પ્રકારનાં કર્મ-સ્પષ્ટ, બુદ્ધ, નિધત અને નિકાચિતમાંથી પહેલા બે પ્રકારના કર્મ દૂર થાય છે. (- અમુઠ્ઠિઓમિ' બોલતાંની સાથે ઉભા થઈને ગુરુભગવંત અવગ્રહની બહાર નીકળીને શેષ સૂત્ર પૂર્ણ કરવું જોઈએ.) પ્રશ્ન નં. ૧૭. શ્રમણ સૂત્ર અને વંદિત્તુ સૂત્ર પછી તુરત બે વાંદણાં કયા હેતુથી અપાય છે ? ઉત્તર: વંદન આઠ કારણે કરાય છે. ૧. પ્રતિક્રમણ, ૨. સ્વાધ્યાય, ૩. કાઉસ્સગ્ગ કરવા, ૪. અપરાધ ખમાવવા, ૫. પરોણા સાધુ આવે ત્યારે, ૬. આલોચન લેતા, ૭. પચ્ચખાણ લેતા અને ૮. અણસણ કરતી વખતે ગુરુવંદન કરાય છે. અહીં ‘તસ્સ ધમ્મસ...' દ્વારા અતિચારનું પ્રતિક્રમણ કર્યા પછી પૂ. ગુરુભગવંત પ્રત્યે થયેલા પોતાના અપરાધને ખમાવવાને માટે ગુરુવંદન કરવામાં આવેલ છે, અર્થાત્ પહેલા (પ્રતિક્રમણ) અને ચોથા (અપરાધ ખમાવવા) કારણે વાંદણા અપાય છે. ઉત્તર: પ્રશ્ન નં. ૧૮, ‘અમુઓિમિ અમિતર' ગુરુવંદન પછી બે વાંદણા કયા હેતુથી અપાય છે ? ઉત્તર : વંદન કરવાના આઠ કારણોમાંથી ત્રીજા એવા કાઉસ્સગ્ગ કરવા માટે બે વાંદણાં અપાય છે. પ્રશ્ન નં. ૧૯. શ્રી આયરિય-ઉવજ્ઝાએ સૂત્ર કયા હેતુથી બોલાય છે ? Bar Ear કષાયો ભારે હોય તો ચારિત્રનો પર્યાય શેરડીના કચાની જેમ નિષ્ફળ જાય, માટે ચારિત્રની સફળતા માટે તેમજ કષાયોને ઠારવા માટે આ સૂત્ર બોલાય છે. પ્રશ્ન નં. ૨૦. બે લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ કયા હેતુથી કરાય છે? ઉત્તર : ઉત્તર : પ્રશ્ન નં. ૨૧. દેવસિઅ પ્રતિક્રમણ ઠાવ્યા પછી ‘કરેમિ ભંતે!” બોલાય છે અને બીજીવાર શ્રી વંદિત્તુ સૂત્ર પહેલાં બોલાય છે, તો ફરી ત્રીજીવાર અહીં કરેમિ ભંતે!’ શા હેતુથી બોલાય છે ? સમતાભાવમાં રહીને કરેલી સાળીયે ધર્મક્રિયા સફળ થાય છે, તે વાતને વારંવાર યાદ કરાવવા પ્રતિક્રમણની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં, તેમ ત્રણવાર ' કરેમિ ભંતે!' સુત્ર બોલાય છે. પ્રશ્ન નં. ૨૨. બે લોગસ્સના કાઉસ્સગ્ર પછી એક-એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કયા હેતુથી કરાય છે ? જેમ કતકનું ચૂર્ણ મેલા પાણીને શુદ્ધ કરે છે અને જેમ અંજન આંખને ચોકખી કરે છે, તેમ ચારિત્રાચારની શુદ્ધિ માટેના લોગસ્સના કાઉસ્સગ્ગ પછી પ્રથમ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ દર્શનાચારની શુદ્ધિ માટે કરાય છે. તે માટે શ્રી ઋષભદેવ આદિ ચોવીશે તીર્થંકરોના નામસ્મરણરૂપ શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલી ‘સવ્વલોએ' દ્વારા ત્રણ ભુવનમાં રહેલા સ્થાપનાજિનને વંદન કરવાપૂર્વક કાઉસ્સગ્ગ કરાય છે. દર્શનાચારની શુદ્ધિ પછી પ્રાપ્ત થયેલ જ્ઞાન, સમ્યજ્ઞાનરૂપે પરિણમે, તે માટે પછીનો એક લોગસ્સનો કાઉસ્સગ્ગ જ્ઞાનાચારની શુદ્ધિ માટે કરાય છે. તે કાઉસગ્ગ કરતાં પૂર્વે વિહરમાન જિનભગવંતોની સ્તુતિ, સમ્યગજ્ઞાનની સ્તવના કરી શ્રુતદેવતાના સ્મરણ સ્વરૂપશ્રી પુક્ખર વર- દીવà સૂત્ર આદિ બોલાય છે. પ્રશ્ન નં. ૨૩. ત્રણેય કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પછી કયા હેતુથી ‘સિદ્ધાણં-બુદ્ધાણં’ સૂત્ર બોલાય છે ? તેમાં સર્વકર્મમલથી મુક્ત એવા શ્રી સિદ્ધભગવંતો ને યાદ કરવા માટે ‘શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં” સૂત્ર બોલાય છે. શ્રી જિનેશ્વરભગવંતોના વચન અનુસાર સઘળીયે સુવિશુદ્ધ વિધિપૂર્વક કરાયેલી ઉત્તર : ઉત્તર ઃ શ્રમણ સૂત્ર કે વંદિત્તુ સૂત્રમાં રહી ગયેલી ચારિત્રાચારની અશુદ્ધિને દૂર કરવા માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ 'ચંદેસુ નિમ્મલયરા' સુધી કરાય છે. ઉત્તર : TUse Only ૨૩૧

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288