Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ ગુરુ ભગવંત એક સ્તુતિ બોલે, પક્ખીચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણ વખતે ત્રણેય સ્તુતિ બોલે, પછી જ સમૂહમાં રહેલા અન્ય મહાનુભાવો એકરાગમાં લયબદ્ધ રીતે મધુર કંઠે ત્રણેય સ્તુતિઓ બોલે) પ્રશ્ન નં. ૩૩. પૂ. સાધુ ભગવંતો અને શ્રાવો 'નોહતુ' બોલવા પૂર્વક ‘નમોડસ્તુ વર્ણમાનાય' સ્તુતિ બોલતા હોય છે. જ્યારે પૂ. સાધ્વીજી ભગવંતો અને શ્રાવિકાઓ નમો ખમાસમણાણં' પછી ‘સંસાર દાવાનલ'ની પ્રથમ ત્રણ ગાથા બોલતાં હોય છે, આવો ભેદ શા હેતુથી છે ? ‘નડતુ’- ‘નમોડસ્તુ. વર્ધમાનાય’ (વિશાલોયન દર્લ) સ્તુતિ (સૂત્રો) પૂર્વમાંથી ઉષ્કૃત કરેલ છે. અર્થાત્ ૧૪ પૂર્વમાંથી લીધેલ છે, સ્ત્રીઓને પૂર્વ કે દૃષ્ટિવાદ ભણવાનો-બોલવાનો અધિકાર નથી, માટે તેઓ ‘સંસાર દાવાનલ' સૂત્ર બોલતાં હોય છે, ઉત્તર : પ્રશ્ન નં. ૩૪. સ્ત્રીઓને પૂર્વ કે દષ્ટિવાદ ભણવા-બોલવાનો અધિકાર કેમ નથી ? ઉત્તર ઃ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે સ્ત્રીઓ સહજભાવે અલ્પ સત્ત્વવાળી, વિશિષ્ટ યોગ્યતા વગરની, અભિમાન કરવાના સ્વભાવવાળી અને છીછરા સ્વભાવની અધીરી હોવાના કારણે ઉંચી વિદ્યાઓના ઘણા પ્રભાવો અને મંત્રાદિનું વર્ણન દૃષ્ટિવાદ, પૂર્વશ્રુતમાં હોવાથી સ્ત્રીઓને ભણવાબોલવાનો અધિકાર નથી. તેમજ ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, અરૂણોપપાત-વરુણોપપાત અધ્યયનાદિ પણ ભણવા-બોલવાનો અધિકાર નથી. ઉત્તર: પ્રશ્ન નં. ૩૫. અહીં ‘નમુન્થુણં', ‘સ્તવન' અને ‘ચાર વાર ખમાસમણ' કયા હેતુથી બોલાય-અપાય છે ? પ્રતિક્રમણની શરૂઆતમાં અને અંતમાં મંગલ માટે દેવ અને ગુરૂને વંદન કરવું જોઈએ માટે ‘નમુન્થુણં' સૂત્ર દ્વારા પ્રભુને વંદન કરાય છે અને સ્તવન દ્વારા પ્રભુજીના ગુણગાન ગવાય છે. તેમજ 'ભગવાનહં' આદિ દ્વારા દેવ-ગુરુ સ્વરૂપ પંચ પરમેષ્ઠિને નમન કરાય છે તથા અંતે શ્રાવક-શ્રાવિકાગણ અઢીદ્વીપમાં રહેલ પંચમહાવ્રતધારી પૂ. ગુરૂભગવંતો ને 'અઢાઈસુ' સૂત્ર દ્વારા વંદન કરતાં હોય છે. (પૂ. મહાત્માઓ ‘પગામસજ્ઝાય'માં કરતા હોય છે) Jain Education International પ્રશ્ન નં. ૩૬. પહેલા અતિચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ કર્યા છતાં અહીં ફરીવાર ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ બે વાર શા હેતુથી કરાય છે? દિવસ સંબંધી થયેલા પાપોના પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટે અને પાપના ઉદયથી આવેલ દુ:ખના સય માટે તેમજ સંસાર પરિભ્રમણમાં મુખ્ય કારણ સમાન કર્મના ક્ષય માટે અને પૂર્વે કરેલ અતિચારની શુદ્ધિની વિશેષ દૃઢતા માટે અહી ફરીવાર બે વાર ચાર લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ કરાય છે. ઉત્તર : પ્રશ્ન નં. ૩૭. બે વાર ચાર લોગસ્સના કાઉસ્સગ્ગની વચ્ચે સજઝાય કયા હેતુથી બોલાય છે ? પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટેનો પ્રથમ ચાર લોગસ્સનો કાઉસ્સગ કર્યા પછી વૈરાગ્ય પ્રેરક અને આત્મશિખામણ સ્વરૂપ પૂર્વાચાર્યો રચિત સજઝાય બોલવાથી હૃદય વિશેષ ભાવિત બને છે અને કર્મના વિપાકોને સમજવાની બુદ્ધિ કેળવાય, તે માટે સઝાય બોલાય છે. ઉત્તર : પ્રશ્ન નં. ૩૮. બીજીવારનાં ચાર લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી કરવાના બદલે સંપૂર્ણ કેમ કરાય છે ? પરમશાંતિના અનુભવ માટે અને ભૂત-વિશાય આદિ ઉપદ્રવની શાંતિ માટે દુઃખના અને કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગ કરાતો હોવાથી અહીં સંપૂર્ણ લોગસ્સ કાઉસ્સગમાં બોલાય છે. પ્રશ્ન નં. ૩૮. ‘ શ્રી લઘુશાંતિ સ્તવ' કાઉસ્સગ્ગ મુદ્રામાં સાંભળવાનો અને આદેશ લેનારને યોગમુદ્રામાં બોલાવાનો શું હેતુ છે ? સૂર્યાસ્ત પછી ઉપાશ્રય આદિમાં અંધારું વ્યાપી ગયેલ હોવાથી કાઉસ્સગ્ગ મુદ્રામાં અનેકવિધ મંત્રાક્ષરોથી. ગર્ભિત શ્રી લઘુશાંતિ સ્તવ સાંભળવાનું વિધાન છે. તેમજ પ્રતિક્રમણ પછીની શેષ રાત્રિ નિરૂપદ્રવી-ક્ષુદ્રોપદ્રવ રહિત અને પરમ શાંતિદાયક બને, તે હેતુથી કાઉસ્સગ્ગ પછી શ્રી લઘુશાંતિ સ્તવ બોલાય છે. તે પછી શ્રાવક-શ્રાવિકાગણ‘અવિધિઆશાતના મિચ્છા મિ દુક્કડં' કરી સામાયિક પારતી વખતે મહામંગલકારી ચઉક્કસાય ચૈત્યવંદન, જયવીયરાય સુધી કરવું જોઈએ. - ઈતિશ્રી દેવશિઅ-પ્રતિકાણ હેતુ સમા ઉત્તર ઃ ઉત્તરા frite & Perulle C ૨૩૩ helibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288