________________
બાવીશ અભgટ્ટ (૧૦ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. વીશ અભટ્ટ (૯ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અટ્ટારસ અભgટ્ટ (૮ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. સોલસ અભત્તá(૭ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચૌદસ અભgટ્ટ (૬ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. બારસ અભgટ્ટ (૫ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. દશમ અભત્તá(૪ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અટ્ટમ અoભત્તä(૩ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. છટ્ટ અભgટું (૨ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચોથ અભgટ્ટ (૧ ઉપવાસ = આગળ – પાછળના દિવસે એકાસણાવાળું) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અભgટ્ટ (ઉપવાસની આગળ-પાછળ એકાસણા વગરનો ૧ ઉપવાસ.) તું કરી શકીશ ? ભાવના છે. શક્તિ નથી, પરિણામ નથી. આયંબિલ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. લુખી નીવિતું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. એકલઠાણું એકાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ઠામચઉવિહાર આયંબિલ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ઠામ ચઉવિહાર એકાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. એકાસણુંjકરી શકીશ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. બિયાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અવ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. પુરિમકૃ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. સાઢ-પોરિસી તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. પોરિસી તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. નવકારશી તું કરી શકીશ? ભાવના છે, શક્તિ છે, પરિણામ છે.
આ કાઉસ્સગ્નની રીત ગુરુગમથી શિખીને આ મુજબ કાઉસગ્ગ કરવો જોઈએ.
કદાચ તે શક્ય ન હોય તો જ ૧૬ વાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. પ્રશ્ન નં. ૧૧ ‘ચોત્રીશ અભત્તથી’ ‘ચોથ અભgટ્ટ' સુધી
ઉપવાસની સંખ્યા કરતાં પચ્ચકખાણ સૂત્રની સંખ્યા (જેમકે ચોત્રીશ=૧૬ ઉપવાસ, અમ=૩
ઉપવાસ) વધારે કયા હેતુથી હોય છે ? ઉત્તર :
સામાન્યત : ભોગી એવા મહાનુભાવને દિવસમાં ફક્ત બે વાર જ ભોજન લેવાનું વિઘાન શાસ્ત્રોમાં વર્ણવાયું છે. (એક વાર ખાય-યોગી, બે વાર ખાય = ભોગી અને ત્રણ વાર ખાય-રોગી કહેવાય છે.) તે મુજબ ૧૬ ઉપવાસ કરનાર રોજના બે વખત ખાવાનો ત્યાગ કરતો હોવાથી ૧૬ x ૨ = ૩૨ ટાઈમ ભોજન ત્યાગ કરે છે અને તે ઉપવાસની શરૂઆતના આગલા દિવસે પણ એકાસણાનું તપ કરવાથી અને પારણાના દિવસે એક જ વખત ભોજન લેવાનો એટલે એકાસણાનું તપ કરતો હોવાથી આગળ-પાછળ ના દિવસના એક-એક વખતના ભોજન નો ત્યાગ કરતો હોવાથી ૩૨ + ૨ = ૩૪ વખત ભોજનનો ત્યાગ કરતો હોવાથી ૧૬ ઉપવાસ કરનારને ૩૪ અભgટ્ટનું પચ્ચકખાણ અપાય, તે મુજબ અન્ય સઘળાય
ચોથ અભત્તઝુંપચ્ચકખાણ સુધીમાં સમજી લેવું. (જીતાચાર મુજબ આગળ-પાછળ એકાસણું ન કરનાર
ને પણ ઉપર મુજબ પચ્ચકખાણ અપાય છે.) પ્રશ્ન નં. ૧૨ ‘સકલતીર્થ' સૂત્ર અહી કયા હેતુથી બોલાય છે ? ઉત્તર: જગતમાં રહેલા શાશ્વત-અશાશ્વત જિન ચૈત્યો
અને જિનબિંબોને પ્રભાતે વંદન કરવાથી તીર્થો પ્રત્યે વિશેષ આદરભાવ પેદા થાય છે અને બોલતી-સાંભળતી વખતે તે તે તીર્થોને નજર સમક્ષ રાખી ભાવપૂર્વક વંદના કરીને પાવન બનાય છે. માટે અહી મહામંગળકારી
સકલતીર્થ વંદના સૂત્ર મંદસ્વરે બોલાય છે. પ્રશ્ન-૧૩ ‘સામાયિક... કાઉસ્સગ્ગ પચ્ચકખાણ કર્યું છે જી !
બોલવું કે' ‘પચ્ચકખાણ ધાર્યુ છે જી !' બોલવું જોઈએ ? સકલતીર્થ વંદના પછી તપચિંતવણી કાઉસ્સગમાં નિર્ણિત કરેલ પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લીધેલ હોય તો ‘પચ્ચકખાણ કર્યુ છે જી' બોલવું અને પચ્ચકખાણ સૂત્ર ન આવડતું હોય તો તે તે પચ્ચકખાણની ધારણા કરેલ હોય તો ‘પચ્ચખાણ ધાર્યુ છે જી', એમ બોલવું જોઈએ.
ઉત્તર :
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only